તમારા માટે, તમારી સાથે, સતત…

સાપ્તાહિક રાશી ભવિષ્ય

મકર : વિજાતીય પાત્રોને ખૂબ સારી રીતે પોતાની તરફ આકર્ષિક કરશો.

0 658

તા. 26-08-2018 થી તા. 01-09-2018

મેષ : તા. 26, 27 અને તા. 28 બપોર સુધી આપના દિવસો સફળ રહેશે. યશ પ્રતિષ્ઠા મળશે. ધંધા કે વ્યવસયામાં પ્રગતિ થશે. સામાજિક સ્તરે માન-પ્રતિષ્ઠા વધશે. અગાઉ કરેલી મહેનતનું ફળ આ સમયમાં મળશે. કોઈ શુભ પ્રસંગનું આયોજન થશે. ઉઘરાણીનું કાર્ય પણ સફળતાથી પાર પડશે. હરવાફરવાનો કાર્યક્રમ ગોઠવાશે. પોતાના માટે કોઈ વસ્તુની ખરીદી કરશો. તા. 28 બપોર પછી તમારો સમય માધ્યમ રહેશે. તા. 29 અને તા. 30 દરમિયાન આપની રાશિથી બારમે ચંદ્ર હોવાથી આપ આપની નોકરીમાં લક્ષ્ય પુરા નહીં કરી શકો. આપના ઉપરી અધિકારી આપનાથીનારાજ રહી શકે છે. આપને માટે ખુબ દોડધામ ભર્યા દિવસો રહી શકે. ધંધા-વ્યવસાયમાં મંદીની અસર દેખાશે. ધંધા-વ્યવસાયમાં પરિવર્તન આવવાની પણ શક્યતા છે. આ સમયમાં પ્રોફેશનલ મોરચે મોટું રોકાણ કરવું નુકસાન ભરેલું રહેશે તેથી નવું રોકાણ, નવી વ્યવસાયિક જગ્યાની ખરીદી, નવી મશીનરી કે અન્ય કોઈ પ્રકારે રોકાણ કરવું નહીં. પતિ-પત્નીના સંબંધમાં તણાવ આવી શકે છે. પાર્ટનરશીપમાં નુકસાન જતા પાર્ટનરશીપ છુટી પડે. હાલમાં નવા કરારો કરવા માટે ઠીક સમય જણાતો નથી. તા. 31ના રોજ આપના વિચારોમાં પરિવર્તન આવશે. આપ આનંદની લાગણી અનુભવશો. ધંધા-વ્યવસાયમાં વધારે મહેનત કરવી પડશે. નોકરીમાં પ્રમોશનના યોગ છે. તા. 1-09ના રોજ સ્વાસ્થ્યની બાબતમાં વધારે કાળજી લેવાની જરુર છે.
———————–.

વૃષભ : તા. 26 અને 27 દરમિયાન દિવસ સારો રહેશે. આપના અધુરા કામકાજ પુરા થશે અથવા તેમાં દેખીતી પ્રગતી જોવા મળે. આયોજનબદ્ધ આગળ વધવા માટે તમે પ્રાથમિકતા અનુસાર કાર્યોની સૂચી બનાવશો તથા કાર્યને કુશળતાપૂર્વક પૂર્ણ કરવાનો પ્રયત્ન કરશો. આપના માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. નોકરીમાં બઢતી મળશે અને આપના ઉપરી અધિકારી આપના કાર્યથી આપના પર ખુશ રહે. ઉઘરાણીના કાર્યમાં આપને આ દિવસો સફળતા અપાવશે. વ્યવસાય માટે કરેલો પ્રવાસ લાભદાયી રહેશે. તા. 28, 29 અને તા. 30 દરમિયાન આપ સંપત્તિની બાબતમાં ઝીણવટપૂર્વક ધ્યાન આપશો. આપને એ ધ્યાનમાં આવશે કે આપના માનસિક કૌશલ્યનો આપ યોગ્ય રીતે ઉપયોગ કરીને કાર્યક્ષમતામાં વધારો કરો છો અને તેનાથી આર્થિક પરિસ્થિતિમાં ઘણો સુધારો આવી શકે છે. ધંધામાં નફાનું પ્રમાણ વધે. નોકરીમાં પ્રમોશનની તક મળે. સરકારી કામકાજમાં સફળતા મળે. સામાજિક માન-પ્રતિષ્ઠા વધે. તા. 31 અને તા. 1ના દરમિયાન સમય આપને કામના ભારણના કારણે થાક અને સુસ્તીનો અહેસાસ થશે. કેટલાક કાર્યો તમારી મરજી પ્રમાણે ન થતા મનમાં નિરાશા રહેશે. સમય સાથ ન આપતો એવું લાગશે. પોતાની અંગત વ્યક્તિ જ તમારી સાથે દગો કરશે. પરિવારમાં કોઈ વિવાદ થઇ શકે છે. જીવનમાં અચાનક આવેલી આ સ્થિતિ તમને દુઃખ પહોચશે. સ્વાસ્થ્ય સંભાળવું અને ઉતાવળે કોઈ નિર્ણય લેવો નહીં.
———————–.

મિથુન : તા. 26 અને 27 દરમિયાન સમય આપની તરફેણમાં છે. આપ માતા-પિતા સાથે સમય પસાર કરશો. દરેક કાર્ય સરળતાથી પાર પડશે. વિદ્યાર્થીઓને રચનાત્મક કાર્યમાં સફળતા મળશે. આપ રોજબરોજના કાર્યમાં વધારે સમય વ્યતિત થશે. આપને ક્યાંકથી કોઈ શુભ સમાચાર મળશે. આપની મહેનત અને લગનના કારણે જુના અને વિલંબમાં પડેલા કાર્યો પૂર્ણ થશે. લાંબી બિમારીથી પીડાતા જાતકોને સારવારમાં જરાય બેદરકારી ન રાખવી. હરસ-મસા, પથરી કે પેશાબ સંબંધિત સમસ્યા હોય તેમને ઓપરેશનની સંભાવના રહેશે. ઢીંચણને લગતા રોગો થવાની સંભાવના છે. તા. 28, 29 અને તા. 30 દરમિયાન આપના માન-સન્માનમાં વધારો થશે. આપ જેટલી વધુ મહેનત કરશો એટલો વધુ લાભ થશે. આપના રાજકીય કાર્યો નિર્વિધ્ન પાર પડશે. આપ પ્રોફેશનલ મોરચે ઘણી વ્યસ્તતા વચ્ચે પણ પરિવાર માટે સમય કાઢશો. આર્થિક સંપત્તિને લગતા કાર્યો કુશળતાપૂર્વક પતાવશો. અવિવાહિતોને લગ્ન માટેનો અનુકૂળ સમય છે. પાર્ટનરશીપના ધંધાથી લાભ થાય. જીવનસાથી જોડેના સંબંધોમાં મધુરતા આવે. તા. 31 અને 1 દરમિયાન સમય અને ભાગ્યનો સાથ મળે. ચંદ્ર આપની રાશિથી અગિયારમાં સ્થાનમાં લાભ સ્થાનમાં છે તેના ફળસ્વરૂપ અચાનક ધનની પ્રાપ્તિ થઇ શકે છે. આપ પોતાના માટે સમય કાઢશો. વ્યવસાય માટેની સ્થિતિ સંપૂર્ણ આપના ફાયદામાં રહેશે. આપની જીવન પદ્ધતિમાં સુધારો આવશે. આપનું ધ્યાન ભૌતિક સાધનો તરફ વધુ રહેશે.
———————–.

કર્ક : આ સપ્તાહની શરૂઆત થોડી નબળી હોવાથી સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અને નવા સાહસો ન ખેડવા. જોખમી કાર્યોથી દૂર રહેવું. ખાસ કરીને તા. 26ના રોજ બહાર ગામ ફરવા જાવ તો નદી કે તળાવમાં ન્હાવા જવું નહીં. કોઈ અપ્રિય ઘટનાના કારણે માનસિક આધાત લાગી શકે છે. તા. 27ના રોજ વિદ્યાર્થીઓને અભ્યાસમાં પાછીપાની થાય. તમે ગમે તેટલું સારું આયોજન કર્યું હોય તો પણ વિક્ષેપ આપવા મનથી તુટી જાવ તેવી સ્થિતિ આવી શકે છે. ઈન્ટરવ્યુંમાં અસફળતા મળી શકે છે. યાત્રા કષ્ટદાયક રહેશે અથવા યાત્રા દરમિયાન ચોરીનો ભય રહેશે. આપ અતિ વ્યસ્ત રહેશો પરંતુ છેવટે હિસાબ માંડશો તો ફાયદો ખાસ વધારે ન હોવાથી મનમાં અફસોસ થાય. વધુ પડતી વ્યસ્તતાના કારણે પરિવારને ઓછો સમય આપી શકશો. આ સમય દરમિયાન પૂર્ણતાના આરે આવેલ કાર્યો અટકી જશે. ખોટા નિર્ણયના કારણે આર્થિક નુકસાનના યોગો બને છે. તા. 28 થી 30 દરમિયાન માનસિક તણાવ ઘટશે અને ભાગ્યનો સાથ મળશે. આપ નવી ઉર્જા અને નવા વિચારો સાથે નવા કાર્યની શરૂઆત કરવા આગળ વધશો. દૂરના અંતરના પ્રવાસ કે વિદેશગમન માટે કરેલા પ્રયાસોમાં આશાનું કિરણ દેખાય. ઘર-પરિવારમાં પ્રેમભર્યું વાતાવરણ રહેશે. પ્રિયાપાત્ર સાથે કમ્યુનિકેશનના આધુનિક સાધનોથી તમે સંપર્ક વધારશો. આપ તેમના માટે ભેટ-સોગાદોની ખરીદી કરશો. તા. 31 અને 1 દરમિયાન યશ પ્રાપ્તિ થશે. તમે પ્રોફેશનલ બાબતોમાં સૌથી વધુ ધ્યાન આપશો અને કર્તવ્યનિષ્ઠા સાથે કામ પાર પાડીને માન-પ્રતિષ્ઠામાં વધારો કરશો. સમયની ગતિનું ચક્ર આપની તરફેણમાં ફરશે. ભારે વ્યસ્તતા વચ્ચે આપ પોતાના પરિવાર-સંબંધી માટે પણ સમય કાઢશો અને તેમના પ્રત્યે પ્રતિબદ્ધતા દાખવશો.
———————–.

સિંહ : લગ્ન ઇચ્છુક જાતકોને સપ્તાહની શરૂઆતમાં જો આ બાબતે કોઈ વાત ચાલતી હોય તો વિઘ્ન કે વિલંબ થાય. તા. 27 ના રોજ ઘર અને ઓફિસ માટે આપ પ્રતિબદ્ધ રહેશો. આપના માટે બદલીનો પણ યોગ બની શકે છે. આપની મહેનત અને કઠોર પરિશ્રમથી આપે જે વિચાર્યું હશે તે મેળવીને જ રહેશો. આપના જુના મિત્રો સાથેની મુલાકાતથી સુખદ અનુભૂતિ થશે. તા 28, 29 અને 30 દરમિયાન કોઈ અપ્રિય ઘટના થઇ શકે છે. આપને ક્યાંયથી કોઈ અશુભ સમાચાર મળી શકે છે. વ્યવસાયમાં આપના માટે સમય પ્રતિકૂળ રહેશે. કોર્ટ કચેરીમાં આપની હાર થશે. મન અશાંત રહેશે. વાદવિવાદથી દૂર રહેવું. તા. 31 અને 1 દરમિયાન સરકારી કાર્ય આગળ વધશે. વ્યવસાયમાં આપની આશા મુજબ અનુકૂળ પરિવર્તન આવશે. આપની બદલાયેલી કાર્યશૈલી અને બદલાયેલી ટેકનિક આપના માટે હવે લાભદાયી પરિણામ આપશે. અવિવાહિતોને વિવાહનો પ્રસ્તાવ આવી શકે છે. કોઈ જગ્યા એ બહાર જવાનું થશે.
———————–.

Related Posts
1 of 130

કન્યા : કન્યા જાતકોને આ સપ્તાહે સતત ચડાવઉતારપૂર્ણ સ્થિતિ રહેશે. શરૂઆતના તબક્કામાં વ્યવસાયિક અથવા કારકિર્દીના મામલે સાનુકૂળતા રહેશે. તમે પોતાના કૌશલ્યના જોરે પ્રગતીનો માર્ગ ઘડી શકશો.  નોકરિયાતોને વિશેષ તક મળે અથવા બઢતી કે પગારવૃદ્ધિ માટે તેઓ કૌશલ્યના જોરે પોતાની જાતને સાબિત કરી શકશે. સપ્તાહના મધ્યમાં લગ્નોત્સુક જાતકોને વિવાહ સંબંધિત વાત આગળ વધી શકે છે. દાંપત્યસુખ માણવા માટે પણ ઘણો અનુકૂળ સમય છે. આ તબક્કામાં તમને ચરમ આનંદ માણવાની તકો પણ મળશે. આયાત-નિકાસ સંબંધિત કાર્યો તેમજ મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરતા જાતકોને વિશેષ સાનુકૂળતા રહેશે. સપ્તાહના અંતિમ ચરણમાં આપનામાં આધ્યાત્મિકતાનું પ્રમાણ વધુ રહેશે અને ધર્મગુરુઓના સંપર્કમાં આવીને આપ સત્સંગ-ભજનમાં વ્યસ્ત રહેશો. આપના અષ્ટમ સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ આપને સ્વાસ્થ્યની સમસ્યાઓ ઉભી કરી શકે છે. ખાસ કરીને ઋતુગત બીમારીઓ સામે આપે સાવધાની રાખવી પડશે. પ્રોફેશનલ મોરચે પણ દરેક વ્યક્તિ સાથે સંબંધોમાં થોડું સંભાળીને ચાલવું. આપનામાં સાહસવૃત્તિ વધારે રહેશે પરંતુ ગણેશજી ખાસ ટકોર કરી રહ્યા છે કે બીજા લોકો પર આંધળો વિશ્વાસ કરીને આપ નવું કામ શરૂ ન કરતા.
———————–.

તુલા : તા 26 ,27 અને 28 દરમિયાન મહેમાનની આગતા સ્વાગતામાં સમય પસાર થશે. ઘર-પરિવારમાં વ્યસ્ત રહેશો. ઘર પરિવાર તેમજ સંતાનને લઇ તણાવ ઓછો થશે. સંતાનોની પ્રગતિ તમને મનોમન હર્ષિત કરશે તેમજ સંતાન ઈચ્છુક જાતકો માટે પણ આ સમય આશાસ્પદ જણાઈ રહ્યો છે. વ્યવસાયમાં કોઈ ખાસ સફળતા નથી પરંતુ નોકરીમાં બઢતી મળશે. નોકરિયાતો તેમના ઉપરીઓ સાથે કોઈ મહત્ત્વના કામની ચર્ચા કરે તેવી સંભાવના પણ છે. ભવિષ્યને લઇને તમારા મનમાં ઉત્સાહ રહેશે. વિદ્યાર્થીઓ માટે સમય માધ્યમ ફળદાયી રહેશે. તા 29 અને 30 દરમિયાન દૈનિક અને રોજબરોજના કામમાં વ્યસ્ત રહેશો. ઘરને સુવ્યવસ્થિત કરવામાં સમય પસાર થશે. જુના પરિચિતોથી મુલાકાત વધશે. પારિવારિક જવાબદારી ખૂબ સારી રીતે નિભાવશો. ઘર માટે કોઈ નવા સામાનની ખરીદી કરશો. કોઈ જરૂરિયાત વાળાને મદદ કરશો. તા 31 અને 1 દરમિયાન આપનું પુરું ધ્યાન આર્થિક પ્રગતિ પર રહેશે. આપ એકદમ શાંત ચિત્તથી કામ કરશો. આપને પાડોશી દ્વારા લાભ થશે. નોકરીમાં કોઈ જગ્યા એ ઈન્ટરવ્યું માટે જવાનું થશે. પોતાનું કાર્ય કોઈ પણ રીતે પુરું કરવાનો પ્રયત્ન કરશો.
———————–.

વૃશ્ચિક : સપ્તાહની શરૂઆતનો સમય તમારા માટે થોડી પ્રતિકૂળતાઓ લઈને આવ્યો છે. તા 26 27 અને 28 દરમિયાન સમય સારો નથી. આપના પર લોકોએ મુકેલા વિશ્વાસ પર પ્રશ્ન ઉઠે અથવા લોકોને તમારામાં કોઈ એવા કારણથી શંકા જન્મે જેના માટે તમે જવાબદાર નથી. આવી સ્થિતિમાં પોતાની જાત પર સંયમ રાખવો અને પોતાને કેવી રીતે પ્રમાણિક પુરવાર કરવા તેના પર ધ્યાન આપજો. આપના વિકાસમાં અવરોધ આવશે. જે કામ કામ પૂર્ણતાના આરે હોય તે પણ અટકી જશે. છુપાવેલા પ્રણય પ્રસંગો જાહેર થઇ શકે છે. સંતાનની ચિંતા રહેશે. ઓફિસમાં સાથી કર્મચારીઓનો સાથ નહીં મળે. થાક,બેચેની અને આળસ રહેશે. તા 29 અને 30 દરમિયાન સમય સામાન્ય રહેશે. ધાર્મિક કાર્યક્રમમાં જવાનું થશે. સંતાન સંબંધી સમસ્યા દૂર થશે. સંતાનના વિવાહની વાત આગળ વધશે. વિદ્યાર્થીઓના પરફોર્મન્સમાં સુધારો થશે. શેર અને બેંકના કાર્યોમાં વ્યસ્ત રહેશો. કંઇક નવું કરવાની ઈચ્છા થશે અને તેમાં સફળ પણ થશો. તા 31 અને 1 દરમિયાન આપના હાથે શુભ કાર્ય થશે. પ્રેરણાત્મક કાર્યો કરશો. ઊર્જા,ઉત્સાહ અને ઉમંગથી યુક્ત રહેશો. વધારાની આવકની સંભાવના છે. આપના માટે કોઈ કાર્ય કઠણ નહીં હોય. ઘરમાં કે દુકાનમાં સમારકામ કરાવશો.
———————–.

ધન : આ સપ્તાહે પ્રારંભિક તબક્કામાં તમારામાં સાહસનું પ્રમાણ વધુ રહેશે. પ્રોફેશનલ મોરચે તમે કંઈક નવું કરવાનો પ્રયાસ કરો અથવા કોઈ એડવેન્ચર ટુરનું આયોજન કરો તેવી સંભાવના રહેશે. પરિવાર સાથે પિકનિક માટેનો સારો તબક્કો છે. તા. 26 અને 27ના રોજ કમિશન કે દલાલીના કામથી આર્થિક લાભ મળે. સેલ્સ અને માર્કેટિંગમાં જોડાયેલા જાતકોને ખાસ સલાહ આપવામાં આવે છે કે તમારી વાણી અને સ્વભાવમાં આવેશ ન આવવા દેતા અન્યથા બનેલી બાજી બગડી શકે છે. આ સપ્તાહે નિઃસંતાન દંપતી માટે સંતાન પ્રાપ્તિ સંબંધિત સારા સમાચાર મળે અથવા જેઓ સારવાર લઈ રહ્યા છે તેમને આશાનું કિરણ દેખાય તેવી સંભાવના છે. પ્રેમસંબંધોમાં મધુરતા આવે. તા. 28, 29 અને તા. 30 બપોર પછીનો સમય ચિંતાદાયક રહેશે. માતા સાથેના સંબંધોમાં મધુરતા આવે. વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં સફળતા અપવાનારો તબક્કો છે. 31 અને 1ના રોજ આપ પ્રેરણાદાયક કાર્ય કરશો. સમય આનંદ,મોજ-શોખ,પાર્ટી મનાવવામાં મશગુલ રહેશો. ઘર પરિવાર, સગા સંબંધી તથા સંતાનો સાથે આપ વ્યસ્ત રહેશો. નોકરીમાં આર્થિક લાભ થાય. વધારે ભોજનથી સપ્તાહના અંતિમ ચરણમાં આરોગ્યની સમસ્યા થવાની સંભાવના છે.
———————–.

મકર : સપ્તાહના આરંભે આપ વાણીના પ્રભૂત્વ અને પોતાના વિચારો રજૂ કરવાના કલાત્મક અંદાજથી વિજાતીય પાત્રોને ખૂબ સારી રીતે અને સરળતાથી પોતાની તરફ આકર્ષિક કરશો. સેલ્સ અને માર્કેટિંગ, શિક્ષણ તેમજ જેમાં વાણીનો પ્રભાવ હોય તેવા ક્ષેત્રોમાં જોડાયેલા જાતકો આ સમયમાં ઉત્તમ પ્રગતીની આશા રાખી શકે છે. આર્થિક મોરચે પણ આવકના યોગો બની રહ્યા છે. જોકે, ભાગીદારીના કાર્યોમાં તમારે સાચવવું પડશે કારણ કે હાલમાં કરેલા આર્થિક વ્યવહારોમાં જો લેખિત નોંધ નહીં હોય તો છેતરપિંડીની શક્યતા બનશે. તા. 28, 29 અને 30ના મધ્યાહન સુધી તમારામાં સાહસવૃત્તિ વધુ રહેશે. આ સમયમાં તમે પ્રોફેશનલ મોરચે કોઈ નવી શરૂઆત કરો, નોકરિયાતો કંપની બદલવાનું વિચારે અથવા અન્ય કોઈ અણધાર્યો નિર્ણય લે તેવું બની શકે છે. તા. 31 અને 1ના રોજ તમારે પરિવાર સાથે વધુ સમય વિતાવવાનો થશે. પરિવારની ખુશી માટે તમે ઈલેક્ટ્રોનિક ચીજો, આરામદાયક વસ્તુઓ, આભૂષણો, વસ્ત્રો વગેરેમાં ખર્ચ કરો તેવી શક્યતા છે. વાહન ખરીદીના યોગ છે પરંતુ કોઈપણ સોદો પાર પાડતી વખતે સાવચેતી રાખવી. સપ્તાહના છેલ્લા ચરણમાં શરદી, શ્વાસ સંબંધિત સમસ્યા, ફક, ટીબી હોય તેમને વધુ સાચવવાની સલાહ છે.
———————–.

કુંભ : હાલમાં આપની રાશિથી બારમા સ્થાનમાં વક્રી મંગળ ચાલી રહ્યો છે જે સ્વાસ્થ્યની સમસ્યાનો સંકેત આપે છે. આપને હોસ્પિટલ, સંતાનોના અભ્યાસ કે અન્ય કોઈપણ કારણસર આકસ્મિક ખર્ચ થવાની શક્યતા છે. વિદ્યાર્થીઓને વિદ્યાભ્‍યાસમાં મહેનત કરવી પડશે. અભ્યાસ કરતી વખતે મોં ઉત્તર-પૂર્વ, ઉત્તર અથવા પૂર્વ દિશામાં રાખવું. પ્રિયપાત્ર સાથે મુલાકાતના યોગ છે. તમે વાકછટાથી વિજાતીય પાત્રોને આકર્ષી શકશો. ઘરમાં સુખશાંતિનું વાતાવરણ રહેશે. કાર્ય સફળતાના કારણે નોકરિયાતોને યશ અને પ્રસંશા મળશે. સહકાર્યકરોનો સારો સાથ સહકાર મળી રહેશે. હરીફો પર વિજય મેળવી શકશો. અન્ય લોકો સાથેના આપના સંબંધો સુમેળભર્યા રહેશે. આપ પ્રવચન, મીટિંગ, વક્તવ્ય કે ચર્ચામાં સફળતા મેળવી શકો. આપની આવકમાં પણ વૃદ્ધિ થશે. સ્‍ત્રી વર્ગ તરફથી લાભ અને આદર મળે. શ્રેષ્‍ઠ દાંપત્‍યજીવન માણી શકશો. આર્થિક લાભ થાય પરંતુ નકામા ખર્ચ ન કરવાની ગણેશજી સલાહ આપે છે. મિત્રો તથા સગાંસ્‍નેહીઓ સાથે મિલન થાય. સપ્તાહના અંતે નવા કાર્યની શરૂઆત મુલતવી રાખજો. પરિવાર સાથે કોઈ મુદ્દે મહત્વની ચર્ચા થઈ શકે છે. આપ નોકરી-ધંધા તેમજ કેટલાક પારિવારિક પ્રશ્નોની ચિંતાઓથી પરેશાન રહેશો.
———————–.

મીન : તા 26 અને 27 દરમિયાન આપ નકારાત્મક અને ઉદાસ રહેશો. આપનામાં ચિડિયાપણું રહેશે. આપના વર્તનમાં આવેશ અને ઉગ્રતાના કારણે નવા શત્રુ ઉભા થઈ શકે છે. કામમાં અતિ વ્યસ્તતાના કારણે થાક અનુભવશો. આપની પડખે ઉભા રહેતા મિત્રો પણ આપની નિંદા કરશે. કોઈ વ્યક્તિની મુલાકાતથી આપને નુકસાન થઇ શકે છે. આપ કોઈ કામ કરી નહીં શકો. જે કાર્યમાં હાથ નાખશો એમાં નિષ્ફળતા મળશે. તા 28, 29 અને 30 દરમિયાન આપ આત્મચિંતન કરશો. આપના વિચારો સકારાત્મક રહેશે. ભાગ્ય પણ સાથ આપશે. આપ આત્મવિશ્વાસથી આગળ વધશો. પરિવારનું અને પરિવારની જરૂરિયાતનુ પૂરું ધ્યાન રાખશો. આપ વિદેશ વ્યાપાર સાથે જોડાયેલ હશો તો સમય લાભદાયી રહેશે. નોકરિયાતોને જન્મભૂમિથી દૂર સારી તક મળી શકે છે. તા 31 અને 1 દરમિયાન ઘર માટેના જરૂરી સામાનની ખરીદી કરશો. આપ સંવેદનશીલ રહેશો. સમય સારા કાર્યોમાં પસાર થશે. આપ આરામ કરવાનું પસંદ કરશો. આપનો વ્યવહાર સંયમી રહેશે. આપ સમયનો પૂરો લાભ ઉઠાવશો. આપની તંદુરસ્‍તી જળવાશે પરંતુ ઘરના સભ્યોના સ્વાસ્થ્ય અંગે થોડી દોડધામ રહેશે. અનિદ્રાના કારણે આપનો સ્વભાવ થોડો ચીડિયો બની જશે. તેથી ક્રોધ અને વાણીને અંકુશ રાખશો તો મનદુ:ખના પ્રસંગ ઊભા નહીં થાય. ધન લાભ મળશે અને સામે જરૂરિયાત મુજબ જ ખર્ચ થશે માટે આપની આર્થિક સ્થિતિ એકંદરે સંતુલિત રહેશે. નોકરિયાતવર્ગને ફાયદો થશે. ઓફિસમાં આપની વિરુદ્ધ કાવાદાવાઓ કરનારા હવે ફાવી શકશે નહીં.
———————–.

Leave A Reply

Your email address will not be published.

Translate »