તમારા માટે, તમારી સાથે, સતત…

About Us

લોકોની લાગણીનું પ્રતિબિંબ પાડતું મેગેઝિન “અભિયાન”

કર્મશીલ પત્રકાર અને સાહિત્યકાર સ્વ. ભૂપત વડોદરિયાના વડપણ હેઠળ સમભાવ મીડિયા લિમીટેડ,  પ્રિન્ટ મીડિયામાં સતત ત્રણ દશકથી અને ઈલેક્ટ્રોનિક મીડિયામાં છેલ્લા બે દશકથી કાર્યશીલ છે. સમભાવ મીડિયા લિ. તેના પ્રિન્ટ-મીડિયાના બહુવિધ પ્રકાશનો જેવાકે ‘સમભાવ-મેટ્રો’  ( બપોરનું ટેબ્લોઇડ ડેઇલી), તેમજ “અભિયાન” (સાપ્તાહિક) નિયમિત રીતે પ્રકાશિત કરે છે.

ગુજરાતી ભાષામાં રાજકીય સમીક્ષા, સામાજીક મૂલ્યોની માવજત, મહિલા અને બાળકો માટેના હક્કો અને સશક્તિકરણ બાબતે સતત જાગૃત રહી તેમની સંવેદનાને સતત પ્રોત્સાહિત કરે છે. જાહેરક્ષેત્રે નાગરિકોના હક્કોની વાતનું પુરજોશથી સમર્થન કરે છે. ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા રાજ્ય સરકારની માર્ગવાહન સેવામાં “Wise” ટીવી દ્વારા ( અંદાજિત સાત હજાર એસટી બસોમાં) ન્યૂઝ અને એન્ટરટેઇનમેન્ટની સેવા નિરંતર આપતું રહ્યું છે. તો “VTv” ના નેજા હેઠળ રાજકીય, સ્થાનિક અને સામાજિક સમાચારોનું ચોવીસ કલાક પ્રસારણ કરે છે. ઉપરાંત “અભિયાન” તેમજ “સમભાવ-મેટ્રો” પોર્ટલ દ્વારા સ્ટેટ, નેશનલ અને ઇન્ટરનેશનલ સમાચારોથી વ્યૂઅર્સને સતત જાણકારી આપે છે. સોશિયલ કમ્યુનિટીમાં મોટી સંખ્યામાં જોડાયેલા વ્યૂઅર્સને રોજબરોજની બનતી ઘટનાઓથી પરિચિત કરે છે. આમ વિશાળ શ્રેણીમાં ઇન્ફોર્મેશન અને એન્ટરટેઇનમેન્ટ કેન્ટેન્ટ દેશ-વિદેશના લાખો વાચકો અને વ્યૂઅર્સને ચોવીસ કલાક આપતું રહે છે.

“અભિયાન” મેગેઝિન ગુજરાતનાં સૌથી લોકપ્રિય સાપ્તાહિકોમાં સ્થાન ધરાવે છે. ગુજરાતી પત્રકારત્વમાં નિડર અને નિષ્પક્ષ અભિગમ માટે જાણીતું “અભિયાન” સમભાવ મીડિયા લિમિટેડ ગ્રુપનું મેગેઝિન છે. ગુજરાતી વાંચકોને સતત કંઇક નવું આપતા રહેવા માટે જાણીતું અભિયાન મેગેઝિન અઢી લાખ કરતાં વધારે ગુજરાતી પરિવારોમાં વંચાતું સંપૂર્ણ પારિવારિક ન્યૂઝ મેગેઝિન છે. છેલ્લાં 30 વર્ષથી દર શુક્રવારે ન્યૂઝ સ્ટેન્ડ પર નવી નવી માહિતી અને ન્યૂઝ સ્ટોરી સાથે હાજર થઇ જતું આ મેગેઝિન ગુજરાતી પત્રકારત્વમાં નવો જ ચીલો ચાતરનાર એટલે કે ટ્રેન્ડ સેટર ગેઝિન તરીકે લોકચાહના મેળવી ચૂક્યું છે. “અભિયાન” મેગેઝિનની શરૂઆત ૧૯૮૫માં મુંબઈથી થઇ હતી.

“અભિયાન”ની ઓળખ તેની સ્ટોરીઝ છે. “અભિયાન” દ્વારા તેની સ્થાપનાના સમયથી જ લોકોને વિચારતા કરી મૂકે તેવી સ્ટોરીઝ આપવા માટે જાણીતું છે. સાથે સાથે ક્યાંય પણ કંઈ ખોટું થતું હોય તેની સામે અવાજ ઉઠાવવાની પણ અભિયાનની પરંપરા છે. સમાજજીવન, ભ્રષ્ટાચાર, પર્યાવરણ, લોકસમસ્યા એમ દરેક મુદ્દે પ્રહરીની ભૂમિકા ભજવે છે. સરકાર હોય કે સ્થાપિત હિતો હોય, કોઈની શેહશરમ રાખ્યા વિના સત્યને રજૂ કરવું એ “અભિયાન”ની ઓળખ છે. “અભિયાન”ની સંખ્યાબંધ સ્ટોરી એવી છે કે જેના કારણે સરકારોએ પોતાના નિર્ણય બદલવા પડ્યા છે. તો બીજી તરફ ઘણી સ્ટોરીઝની નોંધ લઈને ન્યાયતંત્રે પણ તપાસના આદેશ આપવા પડ્યા છે.

Magazine Description

The essential guide to the very best in life, “ABHIYAAN”, the Gujarati magazine runs the gamut of high-end living, from fascinating facts to current affairs, political views, from the State and national ground to luxury lifestyle.

“ABHIYAAN” has unparalleled access to the State’s most famous people, the exotic places they frequent and the desirable objects they own. “ABHIYAAN”, the Gujarati magazine showcases all these via exclusive features that are insightful, entertaining and presented with great appeal.

Distinguished by wit and savoir faire, “ABHIYAAN” has been an indispensable part of life for the city’s sophisticated lot for over 30 years. Published by Sambhaav Media Limited from Ahmedabad (Gujarat- India), our well-heeled readership shapes opinions and trends in Gujarat, Maharashtra and Gujaratis all across the world.

 

 

‘અભિયાન’ અનેક પ્લેટફોર્મ્સ મારફત ઓનલાઈન પણ ઉપલબ્ધ છે, અભિયાન વેબસાઈટ સિવાય  સોશિયલ મીડિયા (ફેસબુક, ટ્વિટર, યૂટ્યૂબ)મોબાઈલ એપ, મેગ્સ્ટર, ડેઈલીહન્ટ, રિલાયન્સ જિઓ વગેરે. પર પણ ઉપલબ્ધ છે.

Translate »