તમારા માટે, તમારી સાથે, સતત…

કન્યા રાશીઃ સંવત 2075ના વર્ષનું ફળકથન

વિદ્યાર્થી જાતકો માટે વર્ષની શરૂઆત નબળી છે

0 155

કન્યા ( સંવત 2075ના વર્ષનું ફળકથન )

युवतिगे शशिनि प्रमदाजनप्रबलकेलिविलासकुतूहलैः ।
विमलशीलसुताजननोत्सवैः सुविधिना सहितः पुमान् ।।

કન્યા રાશિમાં ચંદ્ર હોય તે સમયે જન્મ લેવાવાળો જાતક સ્ત્રીઓને પ્રસન્ન કરવામાં ચતુર, વિલાસ પ્રિય,રમૂજી, સુશીલ, શુદ્ધ મનના, વધારે કન્યા સંતાનવાળો, સત્કાર્ય કરનાર અને ભાગ્યશાળી હોય છે.

આપના માટે પ્રેમસંબંધોની વાત કરીએ જો વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ખાસ કરીને તમે સંબંધોમાં ઘણી અનિશ્ચિતતા અનુભવશો. અવારનવાર તમને વર્તમાન સંબંધો તોડીને નવી શરૂઆત કરવું મન પણ થાય. શરૂઆતના દોઢ મહિનામાં વિવાહિતોએ જીવનાસાથીનો ગુસ્સો અથવા આવેશ સહન કરવાની પણ તૈયારી રાખવી પડશે. વ્યવસાયિક ક્ષેત્રે આપના માટે ઉજળી તકો લઈને આવશે. ભાગીદારીના કામકાજ કે નવા કરારો કરવા માટે ગણેશજી અને ઈષ્ટદેવનું સ્મરણ કરીને આગળ વધો, જરૂર સફળ થશો. સાહિત્યક સર્જકો, કલાકારો અને કસબીઓ પોતાની સર્જનાત્મલકતા નિખારી શકશે, અને કદર પામશે. પાર્ટી પિકનિકના માહોલમાં મનોરંજન માણી શકશો. દાંપત્યીજીવનનો ભરપૂર આનંદ માણી શકશો. નવા વસ્ત્રોિ આભૂષણો કે વાહનની ખરીદી થાય. જોકે, પ્રોફેશનલ મોરચે તમારી ગતિ થોડી ધીમી હોય તો આશા છોડતા નહીં. આર્થિક મોરચે આ વર્ષ આપના માટે થોડુ આશાસ્પદ ગણી શકાય. નોકરીમાં ઉત્તમ તકો હાંસલ થાય, ધંધામાં પણ પ્રગતિકારક તબક્કો રહેશે. નવા વ્યાવસાયિક સાહસોની શરૂઆત થાય છે, અથવા જૂના ધંધામાં દેખીતી પ્રગતિ થાય. સામાજિક સંબંધો સારા રહેશે અથવા તમે સમાજની ઉન્નતિ માટે કોઈ જવાબદારી સંભાળશો અને તેનાથી તમારી જાહેર પ્રતિષ્ઠા સુધરશે. વિદ્યાર્થીઓ માટે પ્રથમ ત્રિમાસિકગાળો થોડો ગુંચવણો ભર્યો છે પરંતુ બાકીનો સમય સારો રહેશે. ખાનપાન દિનચર્યાને વ્યવસ્થિત તથા સંયમિત રાખવી તેમજ નિયમિત મેડિટેશન અને કસરત પર ધ્યાન આપવું.

સમૃદ્ધિ અને સંપત્તિ
આ વર્ષના પ્રથમચરણમાં પિતા, મોટા ભાઈબહેન, મિત્રો તેમજ વડીલવર્ગથી લાભ થાય. આર્થિક લાભ અને પરિવારમાં આનંદ છવાય.આપની સામાજિક સક્રિયતા વધતા સમાજમાં આગવું સ્થારન મેળવી શકો. વડીલ વ્યાક્તિઓ અને મિત્રોનો પૂરો સાથ સહકાર મળે. સંતાનો અને પત્ની તરફથી લાભ થાય.આર્થિક બાબતોનું આયોજન અને મૂડી રોકાણ કરતી વખતે ખૂબ ધ્યામન રાખશો તો ફાયદામાં રહેશો. ધાર્મિક કાર્યો, પરોપકાર, જનસેવા પાછળ ખર્ચ થશે પરંતુ તેનાથી આપને અલગ પ્રકારનો આનંદ મળશે. પહેલા ચરણમાં લાલચવૃત્તિમાં આવીને ખોટા કાર્યોમાં હાથ ન નાખતા નહીંતર પોતાના જ પગ પર કુહાડો મારવા જેવી સ્થિતિ ઊભી થશે. માર્ચ મહિનાના અંત સુધી શેરબજાર, વાયદા બજાર, કરન્સી બજાર અથવા ઝડપથી ટ્રેડિંગ થતુ હોય અને જ્યાં ભાવમાં ઝડપથી ચડાવઉતાર થતા હોય તેવા કોઈપણ ટ્રેડિંગથી દૂર રહેવું અન્યતા ખોટ આવશે. મનમાં કોઈ બાબતે સહેજપણ ગડમથલ હોય તો મહત્વના નિર્ણયો ટાળજો. આર્થિક બાબત કે લેવડદેવડમાં સાવધાની રાખવી અન્યથા વિશ્વાસઘાતનો ભોગ બની શકો છો. વર્ષના મધ્યમાં પ્રોફેશનલ મોરચે ખાસ કરીને નફાની બાબતમાં સમાધાનકારી વલણ આપને લાભદાયી રહેશે. લાગણી છોડીને દરેક બાબતે વ્યવહારુ દ્રષ્ટિકોણ અપનાવજો. વર્ષના ત્રીજા ચરણમાં ધન અને માનહાનિ આંશિક શક્યતા છે. સ્થામવર મિલકતના દસ્તાજવેજો કરવામાં કાળજી રાખવી.

Related Posts
1 of 259

અંગત અને જાહેર સંબંધો
આ વર્ષે ઓક્ટોબર સુધી મિત્રો અને ભાઈબહેનો સાથે તમારા સંબંધોમાં ઘણી સૂલેહ જોવા મળશે. વર્ષના આરંભે પ્રેમસંબંધોમાં થોડી અનિશ્ચિતતા રહે અને લગ્નોત્સુકનો પણ લગ્ન અથવા જીવનસાથીની પસંદગી અંગેનો નિર્ણય ના લેવાની સલાહ છે પરંતુ ત્યારપછીનો તબક્કો તમારા માટે આશાસ્પદ જણાઈ રહ્યો છે. કામકાજના સ્થળે પુરુષોને વિજાતીય પાત્રો સાથેના સંબંધો હાનિકર્તા નીવડી શકે છે. આપને વિદેશ વસતા મિત્ર કે સ્નેનહીજનના સમાચાર મળશે. પરિવારમાં એકંદરે માહોલ સારો રહેશે અને સગાં સ્નેહીઓ કે મિત્રોને મળવામાં સમય પસાર કરશો. મે મહિનાની આસપાસના સમયમાં લગ્નોનત્સુઓક યુવક યુવતીઓને લગ્ના આડેથી અવરોધો દૂર થશે. દાંપત્યકજીવનમાં વધારે નિકટતા માણી શકાય. નવા મિત્રો બને, જેમની મિત્રતા ભવિષ્યૂ માટે લાભદાયક નીવડે. આપ ઘરની બાબતોમાં વધારે પડતું ધ્યાુન આપશો. કુટુંબના સભ્યોર સાથે બેસીને મહત્વાની ચર્ચા-વિચારણા કરશો તથા ઘરની કાયાપલટ કરવા માટે કંઈક નવી ગોઠવણ અંગે વિચારશો. સામાજિક કાર્યો અને મિત્રો સાથેની દોડધામમાં વ્યસ્ત રહેશો, તેમની પાછળ ધનખર્ચ પણ કરવો પડે. વર્ષના છેલ્લા ચરણમાં વડીલો કે પૂજનીય વ્યયક્તિઓને મળવાનું થાય. પ્રોફેશનલ મોરચે હિતશત્રુઓથી સંભાળવું પડશે.

પ્રણય અને દાંપત્ય જીવન
વર્ષની શરૂઆતના ત્રણ મહિના બાદ કરતા આ વર્ષે દાંપત્યજીવનમાં સંવાદિતા જળવાઈ રહેવાથી સુખ અને સંતોષ મેળવી શકશો. માર્ચ મહિના સુધી તમને ગ્રહોનો સારો સાથ નથી મળી રહ્યો માટે સંબંધોમાં વધુ સ્થિરતા લાવવાનો પ્રયાસ કરવો અને શક્ય હોય ત્યાં સુધી નવા સંબંધોની શરૂઆત ના કરવી અન્યતા તે લાંબો સમય ટકે તેવી શક્યતા ઓછી છે. આ તબક્કામાં આપના માનભંગનો પ્રસંગ ન બને તેનું પણ ધ્યાોન રાખવું. જોકે માર્ચ પછી, પ્રિયજનો સાથે સુખદ ક્ષણો માણી શકશો. વિચારોમાં ઉગ્રતા અને આધિપત્યની ભાવનામાં વધારો થશે. અપરિણિતો માટે લગ્નં યોગ છે. જો કે, જીવનમાં સ્થિરતા આવ્યા બાદ જ લગ્ન કરવા. ઉતાવળે નિર્ણય લેવાથી અણબનાવ થવાની શક્યતા ઊભી થઈ શકે છે. પ્રેમ પ્રસંગોમાં સમર્પણની ભાવના રાખશો એટલા વધારે આનંદમાં રહી શકશો. વર્ષના મધ્યમાં જીવનસાથીના શોખ ભિન્ન પ્રકારના રહેશે પરંતુ આપ પૂરતો સમય નહીં આપી શકો તો આપની વચ્ચે આત્મીયતા ઘટી શકે છે. આપનું જક્કી વલણ સંબંઘોને હાનિ ન પહોંચાડે તેનું ધ્યાન રાખવું. જો સમાધાનકારી નીતિ રાખશો તો પ્રણય સંબંધો તેમ જ સુખી દાંપત્યજીવન માણી શકશો. જીવનસાથીની પસંદગીમાં દેખાવ કરતા ગુણને વધારે મહત્વ આપવું. જીવનસાથીને જાહેરમાં ઉતારી પાડશો નહીં.

નોકરી અને વ્યવસાય
પ્રોફેશનલ મોરચે વર્ષની શરૂઆત તમારે સારી થશે અને સંખ્યાબંધ અટકેલા કાર્યો તેમજ અટકેલા લાભોનું નિરાકરણ આવતા તમે હાશકારો અનુભવશો. જોકે, માર્ચ પછીના સમયમાં તમારે સતર્કતા સાથે આગળ વધવું પડશે તેમજ હરીફોનો સામનો કરવાની તૈયારી રાખવી પડશે. તમારે મંદીના માહોલમાં સ્પર્ધાનો સામમનો કરવા માટે યોગ્ય વ્યૂહરચના પણ ઘડવી પડશે. જોકે, સાથે સાથે આપને નવું કામ કરવાની પ્રેરણા મળે અને નવા કામની શરૂઆત કરી પણ શકો. વર્ષના મધ્યમાં વિચારોની અસ્થિરતાથી આપનું મન થોડુંક દ્વિધાયુક્ત રહે. નોકરી કે વ્ય.વસાયમાં હરીફો પડકારરૂપ બનશે. મોટાભાગના સમયમાં કામધંધા અર્થે અથવા અંગત કારણોસર નાની-નાની મુસાફરી કરવાનું થાય. વેપારીઓ તેમના વેપાર-ધંધામાં વિસ્તકરણ અને નવા પ્રોજેક્ટનું આયોજન કરી શકશે. નોકરિયાતોને સહકાર્યકરો અને ઉપરી અધિકારીઓનો સારો સાથ સહકાર મળશે અને તેઓ તમારા કામની પ્રશંસા કરશે. બઢતી તેમ જ પગાર વધારાની શક્યતા છે. છેલ્લા ચરણમાં નોકરી અને વ્યવસાય ક્ષેત્રે આપ અહં કે જિદ છોડીને સમાધાનકારી વલણ અપનાવશો તો લોકોમાં પ્રિય બની જશો અને આપનું કામ પણ ખૂબ જ સરળતાથી પાર પડશે. સંભાળીને નહીં બોલો તો કોઇની સાથે મનદુ:ખ ઊભું થવાનો યોગ છે.

મુસાફરી અને આરોગ્ય
વધારે લાગણીશીલતા આપને માનસિક રીતે નબળા બનાવશે. ટેન્શનની સ્થિતિમાં વાહન ચલાવતી વખતે ખાસ ધ્યાન રાખવું કારણ કે અકસ્માત અને ઈજાના યોગ છે. આ ઉપરાંત અત્યારે તમારામાં ઉતાવળનું પ્રમાણ વધારે રહેશે જેના કારણે ખાસ કરીને મશીનરીમાં અથવા જોખમી કાર્યોમાં સંકળેયાલા હોવ ત્યારે સાચવવું પડશે. પારિવારિક માહોલ બગડતાં મન ખિન્નતા અનુભવશે. છાતીમાં દાહ, અપચો અને કબજીયાતની સમસ્યા રહે. ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં એસિડિટી, વીજકરંટ, શરીર પર લોહી નીકળે તેવો ઘા પડવો અથવા ક્રોધમાં આવીને લીધેલા કોઈપણ પગલાંથી ઈજાની શક્યતા વધી જશે. આપ શારીરિક અને માનસિક થાક અનુભવશો. કામની સાથે શરીરને આરામ આપવો અને ભોજનમાં લીલા શાકભાજી વધારે લેવા. આ વર્ષે ઓક્ટોબર સુધીના સમયમાં તમે ખાસ કરીને વ્યસ્ત શિડ્યુલમાંથી વિરામ લઈને પુનરુર્જિત થવા માટે મિત્રો સાથે ટૂંકી મુસાફરી, પિકનિક અથવા એકાદ એડવેન્ચર ટૂરનું આયોજન કરો તેવી સંભાવના છે.

શિક્ષણ અને જ્ઞાન
વિદ્યાર્થી જાતકો માટે વર્ષની શરૂઆત નબળી છે. તમારા પંચમ સ્થાનમાં જ કેતુની ઉપસ્થિતિ સારું પરિણામ નહીં આપે. તમારું મન સતત અલગ અલગ વિષયોમાં બદલાતું રહેશે અને ઝડપથી તમે નવા વિષયો પકડીને જુનું વાંચ છોડી દેશો જેથી અભ્યાસમાં સ્થિરતા અને એકાગ્રતા નહીં રહે. આ કારણે તમારી કારકિર્દી પર તેની સીધી અસર પડે તેવી સંભાવના છે. શક્ય હોય તો માર્ચના અંત સુધીનો સમય ખૂબ સાચવી લેવા જેવો છે. આ તબક્કામાં મનની ઉદાસીનતા આપનામાં નકારાત્મતક વિચારો પેદા ન કરે તેનું ધ્યાન રાખવું. એપ્રિલ મહિના પછી કોઈ નવા કામનું આયોજન કરવાની પ્રેરણા મળશે. આ સમયમાં બીજાની ભૂલો કાઢવાની ટેવ, ઉતાવળ, અધીરાઈ કે આક્રમક વલણ અથવા આંધળું અનુકરણ આપના મનને સતત નકારાત્મક બનાવી શકે છે માટે તમે અભ્યાસમાં અને વિચારોમાં મૌલિકતા લાવવાનો પ્રયાસ કરજો. અભ્યાસમાં નિયમિતતા નહીં રાખો તો ખાસ કરીને આપના સ્ટડી પ્રોજેક્ટ્સ લટકી જશે. પ્રોફેશનલ કોર્સમાં અભ્યાસ કરતા જાતકોને એપ્રિલ મહિના પછી અભ્યાસમાં વધુ મહેનત કરવી પડશે.
—————————.

Leave A Reply

Your email address will not be published.

Translate »