તમારા માટે, તમારી સાથે, સતત…

મિથુન: વિક્રમ સંવત 2075નું ફળકથન

શેરબજારમાં ગણતરીપૂર્વકના સોદા લાભદાયી નીડવશે.

0 643

 

प्रियकरः करमत्स्ययुतो नरः सुरतसौख्यभरो युवतीप्रियः ।
मिथुनराशिगते हिमगौ भवेत्सुजनातजनकृतगौरवः ।।

મિથુન રાશિ સ્થિત ચંદ્રમાં જન્મ હોય તો જાતક લોકોમાં પ્રિય, હાથમાં મત્સ્ય રેખાવાળો, સોહામણો, સ્ત્રી પ્રિય અને સ્વજનોથી સન્માન પામનારો હોય છે.

આ વર્ષના પ્રારંભે આપને સુરૂચિપૂર્ણ ભોજન, ઉત્તમ વસ્‍ત્રો અને આભૂષણોની ખરીદીની તકો સાંપડશે. પ્રિયપાત્ર સાથે મુલાકાતનું સફળ આયોજન કરી શકશો.વ્‍યવસાયક્ષેત્રે દલાલી, કમિશન, વ્‍યાજ વગેરેની આવક વધે તેથી આપની આર્થિક સદ્ધરતા જળવાઈ રહેશે. વડીલ વર્ગની તબિયત વિશે ચિંતા રહે જ્યારે ઓફિસમાં પણ ઉપરી અધિકારીઓને આપના કામથી સંતોષ ન રહે. સંતાનો સાથે મતભેદ થાય. તેમના આરોગ્‍યની ચિંતા રહે. પ્રતિસ્‍પર્ધીઓ આપના પર ગમે ત્યારે વાર કરી શકે છે માટે કોઈ વિવાદમાં ન પડવું. વ્‍યાપાર ધંધાના વિકાસ અને વિસ્તરણ માટે ઉત્તમ અને લાભદાયી સમય છે. ધંધાર્થે પૈસાની લેવડદેવડ સફળતાથી થાય. જૂના મિત્રો તેમ જ સ્‍ત્રી મિત્રો સાથેની મુલાકાત આનંદનો અહેસાસ કરાવશે. આપના મન પર નકારાત્‍મક વિચારોનું અધિપત્ય રહેશે. ભાગીદારો સાથે આંતરિક મતભેદો ન વધે તે જોવું. વહીવટી કાર્યોમાં સમજી-વિચારીને આગળ વધવું.સંતાનોના ભણવાની કે સ્‍વાસ્‍થ્‍ય અંગેની ચિંતા રહે. નાણાંના ખોટા વ્‍યયથી બચવું. વિદ્યાર્થીઓને પણ અભ્યાસમાં પરીક્ષાનું ટેન્શન સતાવશે. વાહન ચલાવતી વખતે અકસ્‍માતથી સંભાળવું. અલગ અલગ ક્ષેત્રોમાં અત્યાર સુધી આપે કરેલા પ્રયત્નોનું ફળ મળશે. સગાં સંબંધીઓ અને મિત્રો સાથે મુલાકાત થાય.લગ્‍નોત્‍સુક પાત્રોને તેમની પસંદગીનું પાત્ર મળવામાં સાનુકૂળતા મળે.આપ ધાર્મિક અને આધ્યાત્મિક બાબતો તરફ ઝુકશો અને ધાર્મિક કાર્યો પાછળ ખર્ચ પણ કરશો. જનસેવાના કાર્યોમાં પણ જોડાશો. વ્‍યાવસાયિક કાર્યોમાં સરકારી વિઘ્‍નો નડે. આપનું મન ઇશ્વરભક્તિ, આધ્યાત્મિક બાબતો અને પૂજાપાઠમાં પરોવાયેલું રહેશે. પરિવારમાં સૌહાર્દપૂર્ણ માહોલ જળવાઈ રહેશે. આપના કાર્યો ધારણા પ્રમાણે પાર પડશે અને તેનાથી અપેક્ષિત લાભ પણ થશે.

સમૃદ્ધિ અને સંપત્તિ
શેરબજારમાં ગણતરીપૂર્વકના સોદા લાભદાયી નીડવશે. સંપત્તિને લગતા અટવાયેલા પ્રશ્નો અને કામકાજોનો હવે ઉકેલ મળશે. ઉઘરાણી કે પૈસાની લેવડદેવડની પતાવટ થશે. માર્ચ મહિના પછી નાણાંકીય દૃષ્ટિએ ખૂબ જ સારો સમય પુરવાર થશે પરંતુ કોઈને પૈસા આપતી વખતે ખાસ તેની લેખિત નોંધ રાખજો અન્યથા આપ્તજનો સાથે જ અવિશ્વાસનો પ્રશ્ન આવી શકે છે. દલાલી, વ્‍યાજ, કમિશન દ્વારા મળનારી આવકથી આપનું ખિસ્સું ગરમ રહેશે. ધાર્મિક, સામાજિક કાર્યો પાછળ ધનખર્ચ થાય. લાંબા ગાળાના રોકાણ માટે કંઇક નવું કરવાનું વિચારશો. તમારી રોંજિદી આવકમાં વધારો કરવા માટે તમે નવા સ્ત્રોતો ઉભા કરવાનું વિચારશો અને ઓક્ટોબર સુધીના સમયમાં આ દિશામાં કરેલા પ્રયાસો ફળદાયી પુરવાર થઈ શકે છે. પૈસા અને પૃથ્વી બંને ગોળ છે તે કહેવત આ વર્ષ માટે તમારે માટે સાર્થક થતી લાગશે. મિત્રો ગમે તે રીતે રૂપિયા એટલે કે લક્ષ્મીને વહેતી રાખજો કારણ કે તેનાથી તમારું આર્થિક આયોજન વધુ મજબૂત થશે અને કેટલાક મોટા આર્થિક લાભના દ્વાર પણ ખુલી શકે છે. ખૂબ કમાવવું અને મનને સંતોષથાય તે પ્રમાણે વાપરવું તેવું ગણેશજી કહે છે.

Related Posts
1 of 259

અંગત અને જાહેર સંબંધો
વર્ષના પ્રારંભથી જ ગણેશજી આપને અસાધારાણ કાર્યો કરવા પ્રેરણા આપશે. આ વર્ષે આપ પોતાના સંબંધો, સંપર્કો અને ઓળખાણોનો ઉપયોગ કરી કરી આર્થિક લાભ મેળવવા પ્રયાસ કરશો. માનવજાતની બે પ્રાથમિક જરૂરિયાત છે, પ્રેમ અને પૈસો. આ બંને માટે આપ પણ ચોક્કસ પ્રયાસ કરશો. શ્રી ગણેશજી આપને સંપૂર્ણપણે આપના કાર્યમાં ડૂબી જવાની સલાહ આપે છે. જો આમ કરશો તો, તેના પ્રતિફળ આપને શીઘ્ર પ્રાપ્ત થશે. જ્યારે કામ નફાકારક હોય અને સંતુષ્ટિ પ્રદાન કરવા વાળું હોય ત્યારે આપના જીવનનો દ્રષ્ટિકોણ અને રસ્તો બધું જ બદલાઈ જાય છે. જીવન તણાવરહિત, સરળ અને આનંદમય રીતે પસાર થશે. આ જ જીવનની સાચી સ્થિતિ છે. આપની માનસિક સ્વસ્થતા જેટલી વધારે હશે અને વર્તનમાં સરળતા હશે તેટલું જ આપ બીજા સાથે હળીમળીને કામ કરશો અને પારસ્પરિક રીતે નજીક આવી શકશો. નવા સંપર્કો બનાવી તેને આગળ વધારવા જોઈએ માત્ર એજ આપનું લક્ષ્ય ન હોવું જોઈએ. આ વર્ષે તમે પારિવારિક સંબંધો સુદૃઢ બનાવવા માટે કોઈ ગેટટુગેધરનું આયોજન કરો તેવું પણ બની શકે છે.

પ્રણય અને દાંપત્ય જીવન
શ્રી ગણેશજીની કૃપાથી દોસ્તી, પ્રેમ, આરામ અને સમૃદ્ધિ મેળવવાના રસ્તા સરળ થઈ જશે. આપને પ્રણય, રોમાંસ, સંવેદનશીલતા અને કળિયુગના સર્વ પ્રકારના સુખ વૈભવ મળી શકે છે. અપરીણિત યુવક યુવતીઓ માટે લગ્‍નયોગ છે. સ્‍ત્રીમિત્રો આપના માટે લાભદાયક પુરવાર થશે. ગૃહસ્‍થ જીવનમાં પણ મધુરતા છવાશે. મિત્રો સાથે કોઈ બાબતે ખટરાગ થાય. આપ તન અને મનથી પ્રફુલ્લિત રહેશો. મનમાંથી નકારાત્‍મક વિચારો હાંકી કાઢવાની ખાસ સલાહ છે. આપ જીવનસાથી જોડે ખૂબ જ આનંદથી સમય વિતાવી શકશો. ગૃહસ્‍થજીવનમાં ખુશાલી વ્‍યાપશે. લગ્‍નોત્‍સુક જાતકોના લગ્નનો યોગ છે. મહિલાઓએ વાણી પર ખાસ કાબૂ રાખવો. બાળકોના પ્રશ્ન આપના માટે મુંઝવણનું કારણ બની શકે છે. પ્રણય અને રોમાન્‍સથી આપનો મિજાજ રંગીન રહેશે. મિત્રો સ્‍નેહીઓ સાથે બહાર ફરવા જવાનું થાય. સારું ભોજન અને નવા વસ્‍ત્રો પહેરવાના પ્રસંગ પ્રાપ્‍ત થાય. જે વ્યકિત પ્રેમ-સંબંધો માટે લગ્નના સંબંધમાં બાંધવા માંગે છે તેમના માટે સમય ગાવાની છે, તેમ છતાં, સગાઈ કરનાર જાતકો કુંડળી મેળવાનું ના ભૂલી જતા. જો તમે કોઇને પસંદ કરો છો અને પ્રપોઝ કરવા માંગો છો, તો અનુકૂળ સમય છે.

નોકરી અને વ્યવસાય
આપને પ્રોપેશનલ મોરચે પાર્ટનરશીપ લાભદાયી નીવડે. પ્રતિસ્‍પર્ધીઓ સાથે ચર્ચા કે વાદવિવાદમાં ન પડવું.નોકરીમાં ઉપરી અધિકારીઓથી સંભાળવું.નોકરી વ્‍યવસાયના ક્ષેત્રે આપને લાભ થાય.નોકરીમાં પણ આપને સાથી કાર્યકરોનો સાથ સહકાર મળી રહે. નોકરી કે વ્‍યવસાયમાં લાભની પ્રાપ્તિ થશે. આર્થિક લાભની દ્રષ્ટિએ આ તબક્કો સારો રહેશે.હરીફો આપની સામે નહીં ફાવી શકે.ઓફિસમાં ઉચ્‍ચ અધિકારીઓથી સંભાળવું, એ જ રીતે હરીફો સાથે દલીલોમાં ઉતરવું હિતાવહ નથી. નોકરી ધંધાના સ્‍થળે પણ સાનુકૂળ પરિસ્થિતિ સર્જાય. સરકારી કાર્યો નિર્વિઘ્ને પાર પડે. ઉચ્‍ચ અધિકારીઓનું વલણ સહકારભર્યું રહે. માનસિક રીતે હળવાશ અનુભવશો. બઢતી અને ધનપ્રાપ્તિના યોગ છે.સહકાર્યકરો તમે તમારી મદદ કરી શકો છો ઓફિસમાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે તમારી પ્રશંસા થશે, પરંતુ તમારા ઘણા સહકાર્યકરો તમારી સફળતાની કારણથી તમે પણ દયાળુ છો કામના સ્થળે કટોકટીના કારણે મુશ્કેલી થઇ શકે છે. જેમ કે તમે સાવચેત રહેવાની જરૂર છે.જો તમે એક કરોબરી હોય તો આ વર્ષે તમે સારો લાભ મેળવી શકો છો, તેમ છતાં, કોઈપણ રોકાણ પહેલાં તમારે તેના વિશે સંપૂર્ણ માહિતી હોવી જોઈએ. નોકરી અને વ્યાપારી બંને માટે ઉત્તમ વૈભવી રહે.

મુસાફરી અને આરોગ્ય
શરૂઆતનો તબક્કો તમારી માનસિક અસ્‍વસ્‍થતા વધારશે. આરોગ્‍યમાં ખાસ કરીને પેટ સંબંધિત નાની -મોટી ફરિયાદો રહી શકે છે. પહેલા ત્રિમાસિકગાળામાં પ્રવાસ થવાની શક્યતા છે. શારીરિક માનસિક સ્‍વસ્‍થતા રહે. આપ નવા કાર્યનો પ્રારંભ કરી શકો છો. લાંબી મુસાફરીનો યોગ નકારી શકાય નહીં. પરિવાર સાથે નાની મુસાફરી પણ થાય.અા વર્ષે તમે ચોખ્ખાઇના આગ્રહી બનસો અને અશુદ્વ તત્વોથી દૂર રહીને સ્વાસ્થ્યની કાળજી રાખી શકશો. શરીરમાં રહેલી અશુદ્વ ધાતુઅોને દૂર કરીને સ્વાસ્થ્યને વધુ સારું બનાવી શકો. જોકે, જાન્યુઅારીના મધ્યથી માર્ચ સુધીના સમયગાળામાં સ્વાસ્થ્યને લગતી સમસ્યાઅો સતાવે. સ્વાસ્થ્યને હાનિ પહોંચે. અા તબક્કામાં અકસ્માત થવાની સંભાવના હોવાથી વાહન કાળજીપૂર્વક ચલાવવું. પીઠમાં દુખાવો, તાવ, નબળાઇ, અાંખમાં પીડા જેવી બિમારી થઇ શકે છે.

શિક્ષણ અને જ્ઞાન
સૉફ્ટવેર એન્જિનિયરિંગ, બૌદ્ધિકતાની જરૂર હોય તેવા વિષયો અથવા જેમાં નવસર્જન કરવું હોય તેવા ક્ષેત્રોમાં તમારું પ્રદર્શન કાબીલ-એ-તારીફ રહેશે. કલાના ક્ષેત્રમાં તમે તમારી ફેશનની આગવી સુઝને અજમાવી શકો છો અને અભ્યાસમાં વધુ થી વધુ સમય વિતાવશો. કલા સંબંધિત ક્ષેત્રોમાં તમે અભ્યાસનો પણ આનંદ માણશો. ઉચ્ચ શિક્ષણ પ્રાપ્તિનો યોગ બન્યો છે. ઘણી વખત તમને શીખવાના શિડ્યુલમાં કેટલાક અવરોધોનો સામનો પણ કરવો પડે છે, પરંતુ તમે સમય વેડફ્યા વગર ભાવી આયોજનને કેન્દ્રમાં રાખશો. એક વાત યાદ રાખજો કે તમારુ સંપૂર્ણ ધ્યાન લક્ષ્ય પર હોવું જોઈએ. જો આમ કરશો તો, ચોક્કસપણે તમે ભવ્ય પરિણામો પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓ માટે એકંદરે અભ્યાસમાં સફળતાનો સમય છે.
——————.

Leave A Reply

Your email address will not be published.

Translate »