તમારા માટે, તમારી સાથે, સતત…

વૃક્ષોને બચાવવા અપનાવ્યો નવતર અભિગમ

કોની સંમતિથી ગીતો બદલવામાં આવે છે? - લતા મંગેશકર

0 123
  • દૃષ્ટિકોણ
  • અવતરણ

આજકાલ જૂના ફિલ્મી ગીતોના રિમિક્સનો જે રિવાજ છે તેનાથી હું ખૂબ જ દુઃખી છું. આમાં સાદગી અને કલાકારી ક્યાં છે? કોની સંમતિથી ગીતો બદલવામાં આવે છે?

લતા મંગેશકર, વિખ્યાત પ્લેબેક સિંગર
જૂનાં ફિલ્મી ગીતોના રિમિક્સ સામે અણગમો વ્યક્ત કરતાં….
———————-.

પાર્ટી સંપૂર્ણપણે સંગઠિત છે અને રાહુલ ગાંધીની સાથે છે. હાલની સ્થિતિ જોતાં ૨૦૧૯ની ચૂંટણી પછી રાહુલ ગાંધી પ્રધાનમંત્રી બની શકે છે.

Related Posts
1 of 269

કેપ્ટન અમરિંદરસિંઘ, મુખ્યમંત્રી, પંજાબ
આગામી સામાન્ય ચૂંટણીઓ અંગે પાર્ટીનો દ્રષ્ટિકોણ રજૂ કરતાં….
———————-.

ટી-૧૦ લીગનું ફોર્મેટ ક્રિકેટને આધુનિક સ્વરૃપે મજબૂત કરવામાં મદદરૃપ નીવડશે. આ ફોર્મેટ ચોક્કસપણે ક્રિકેટપ્રેમીઓમાં રોમાંચ ઊભો કરશે.

શેન વોટસન, પૂર્વ કેપ્ટન, ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ
ટી-૧૦ ક્રિકેટ વિશે અભિપ્રાય આપતાં….
———————-.

વૃક્ષોને બચાવવા અપનાવ્યો નવતર અભિગમ
વૃક્ષોનું સંવર્ધન કરવું એ આપણી સૌની ફરજ છે, પરંતુ કમનસીબે આજે વૃક્ષો અને જંગલોનો નાશ થઈ રહ્યો છે અને પ્રકૃતિનું સંતુલન ખોરવાઈ રહ્યું છે. ત્યારે આવી પરિસ્થિતિમાં વૃક્ષો અને પર્યાવરણને બચાવવા માટે કેટલાક લોકો નવતર અભિગમ અપનાવી સમાજને ઉમદા સંદેશો પાઠવી રહ્યા છે. છત્તીસગઢના જગદલપુરમાં એક શિક્ષકે વૃક્ષોને બચાવવા એક અદ્ભુત ઉપાય અજમાવ્યો અને તેના પરિણામે થોડાં જ વર્ષાેમાં કેટલાય એકરનું જંગલ ઊભું થઈ ગયું. જગદલપુરના શિક્ષક સુભાષ શ્રીવાસ્તવે વૃક્ષોને કપાતાં અટકાવવા માટે દેવી-દેવતાઓને તેમના સંરક્ષક બનાવી દીધા છે.

સંરક્ષક એટલા માટે કેમ કે, તેઓ વૃક્ષોનાં થડ ઉપર દેવી-દેવતાઓનો આકાર કોતરીને એના ઉપર સિંદૂર લગાવી દે છે. જેથી ગ્રામજનો એ વૃક્ષને પૂજવા લાગે છે. સુભાષ શ્રીવાસ્તવના આ જ પ્રયાસોના કારણે બસ્તર બ્લોક હેઠળના ભોન્ડ ગામના પિડસીપારા ક્ષેત્રમાં જ્યાં વૃક્ષો કપાવા લાગતાં જંગલ વિસ્તાર ખતમ થવાની અણી પર હતો ત્યાં આજે કેટલાય એકરોમાં હર્યુંભર્યું વન વિકસી રહ્યું છે. આમ તો બસ્તર જિલ્લો તેના ગાઢ જંગલો માટે જાણીતો છે, પરંતુ ભૌતિકતા પાછળની આંધળી દોટ વચ્ચે પર્યાવરણ બચાવવા માટે દેશ-દુનિયામાં જે પ્રકારે ચિંતા થઈ રહી છે એનાથી અહીંના લોકો પણ હવે અજાણ નથી. આ એ શિક્ષકના પ્રયાસોનું જ પરિણામ છે કે પિડસીપારાના મોટા વિસ્તારમાં આજે ગાઢ જંગલ ઊભું થઈ ગયું છે.

અહીં વૃક્ષોનાં થડ પર ચાલતી કુહાડીઓના પ્રહારો ઉપર સુભાષના પ્રયાસોએ વિજય મેળવ્યો છે. હવે ગ્રામજનો પણ આ જંગલને દેવ ભંડાર કહેવા લાગ્યા છે, એટલે કે જ્યાં દેવતાઓનો વાસ હોય છે. વિશ્વ પર્યાવરણ દિને અહીં દર વર્ષે મેળો ભરાય છે. આમાં બાળકો-મોટેરાં અને વૃદ્ધો બધાં ભેગાં મળી વૃક્ષોની રક્ષા કરવાનો સંકલ્પ લે છે. પિડસીપારાના પૂર્વ સરપંચ સોનસાય કહે છે, ‘સુભાષ ગુરુજીના કારણે આસપાસનાં ગામોમાં પણ હવે જંગલ બચાવવાની લાગણી પ્રવર્તી રહી છે.’ સુભાષ શ્રીવાસ્તવ ખિસ્સામાં બીજ અને લોખંડનું ઓજાર લઈને નીકળી પડે છે. નદીના કિનારે અથવા તો ખાલી પડેલી સરકારી જમીન પર બીજ રોપવાના કામને પોતાની આદત બનાવી દીધી છે. ઓજારની મદદથી તેઓ વૃક્ષના થડને કોતરીને તેને દેવી-દેવતાનો આકાર આપે છે અને એની ઉપર સિંદૂર લગાવી દે છે. તેઓ કહે છે કે, બસ્તરના આદિવાસીઓને ઈશ્વરમાં અપાર શ્રદ્ધા છે. આથી તેઓ દેવી-દેવતાઓનાં ચિત્ર ઉપસાવે છે, જેથી ગ્રામજનો વૃક્ષોને કાપવાથી દૂર રહે છે.
——————————

Leave A Reply

Your email address will not be published.

Translate »