તમારા માટે, તમારી સાથે, સતત…

મૂવીટીવીઃ આમિરે ઓશોને હોલ્ડ કર્યા

હું સફળ અભિનેતા જ છુંં ઃ ગોવિંદા

0 114

આમિરે ઓશોને હોલ્ડ કર્યા
‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’ ફિલ્મની તૈયારીમાં લાગેલા મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાને પોતાનો આગામી પ્રોજેક્ટ એટલે કે ઓશો પર બનનારી ફિલ્મને હાલ બાજુ પર મુકી છે. બિગ બી અને આમિરની ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દુસ્તાનની દર્શકો રાહ જોઈ રહ્યા છે ત્યારે આમિરે પોતાની નવી ફિલ્મની પણ જાહેરાત કરી હતી જેનો વિષય ઓશો પર હતો. ફિલ્મમાં અભિનેત્રી માટે આલિયા ભટ્ટની પણ પસંદગી કરી લેવામાં આવી હતી, પરંતુ પરફેક્શનિસ્ટને કંઈક પરફેક્ટ ન લાગતા ફિલ્મને જ બાજુ પર મુકી દીધી. ઓશો બાયોપિક માટે અનેક લુક ટેસ્ટ આપ્યા પછી પણ આમિરને સંતોષ ન થતાં આ ફિલ્મને સાઇડ પર રખાઈ હોવાની ચર્ચા ચાલી રહી છે.  કોઈ પણ લુકમાં પોતે ઓશો જેવો નથી લાગતો તેવું આમિરને લાગી રહ્યંુ છે. હવે આ પરફેક્શનિસ્ટ ફિલ્મ માટે ક્યારે પરફેક્ટ બનશે તે તો રામજાણે, પણ આલિયા આ ફિલ્મ શરૃ થાય તેની આતુરતાથી રાહ જોઈ રહી છે.
————————-

Related Posts
1 of 258

હું સફળ અભિનેતા જ છુંં ઃ ગોવિંદા
ત્રણ દાયકાથી બોલિવૂડ પર પોતાનું સામ્રાજ્ય સ્થાપિત કરનાર ગોવિંદાની ફિલ્મ ફ્રાઈડે રિલીઝ થવાની તૈયારીમાં છે ત્યારે ગોવિંદાએ સ્પષ્ટ કર્યું છે કે પોતે અસફળ નહીં, પણ સફળ અભિનેતા છે. તેમનું કહેવું છે કે હું  મારી જાતને ક્યારેય અસફળ નથી માનતો. ભલે મારો સમય સારો હોય કે નરસો. કોઈ પણ પરિસ્થિતિમાં મેં સતત કામ કર્યું છે. કોઈ પણ અભિનેતા ત્યાં સુધી ફ્લોપ નથી થતો જ્યાં સુધી તે પોતાની જાતને સફળ સમજે અને હું હંમેશાં મારી જાતને સફળ જ માનું છું. હું ક્યારેય ડર્યો નથી, હાર્યો નથી અને પરત ફરીને જોયું પણ નથી. ભગવાન શિવની કૃપા અને મારી માતાના આશીર્વાદ મારી સાથે જ છે. આશા રાખીએ કે ૧૨ ઑક્ટોબરની ફ્રાઈડે ગોવિંદાને સફળતા અપાવે.
————————-

રાજકુમાર રાવ – નુસરત કરશે કોમેડી
અભિનેતા રાજકુમાર રાવની બોલિવૂડમાં ગાડી ચાલી નીકળી છે. લગભગ તેની દરેક ફિલ્મ હિટ થઈ રહી છે. તાજેતરમાં જ રિલીઝ થયેલી ફિલ્મ સ્ત્રી પણ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે ત્યારે ફરી એક કોમેડી ફિલ્મ કરવા રાજકુમાર તૈયાર છે. લવ રંજન અને અજય દેવગનની ફિલ્મ તુર્રમ ખાનમાં રાજકુમાર કોમેડી કરતો જોવા મળશે. એટલું જ નહીં, પણ તેની સાથે સોનૂ કે ટીટૂ કી સ્વીટી એટલે કે નુસરત પણ દર્શકોને હસાવશે. રાજકુમાર અને નુસરતે આઠ વર્ષ પહેલાં ૨૦૧૦માં સાથે ફિલ્મ કરી હતી. ત્યાર પછી ફરી એકવાર આ જોડી ઓનસ્ક્રીન જોવા મળશે. ઉત્તર પ્રદેશના નાનકડા ગામ પર આધારિત ફિલ્મ તુર્રમ ખાન સોશિયલ કોમેડી ફિલ્મ છે. જે આ વર્ષના અંતે નવેમ્બર મહિનામાં બનવાની શરૃ થશે. ફિલ્મના ડાયરેક્ટર તરીકે હંસલ મહેતા છે જેે પ્રથમવાર કોમેડી ફિલ્મ પર હાથ અજમાવી રહ્યા છે. રાજકુમાર રાવનો સિતારો હાલમાં તો બુલંદ છે અને નુસરત અને તેની જોડી પહેલા પણ કામ કરી ચૂકી છે ત્યારે તુર્રમ ખાન દર્શકોને કેટલા ખુશ કરશે તેના માટે નવા વર્ષની રાહ જોવી રહી.
————————-

Leave A Reply

Your email address will not be published.

Translate »