તમારા માટે, તમારી સાથે, સતત…

સાપ્તાહિક રાશી ભવિષ્ય

વૃષભ : તા. 9ના રોજ ચોથે ચંદ્ર નુકસાન કારક રહેશે. વાતાવરણ પ્રતિકૂળ રહેશે.

0 475

તા. 08-09-2018 થી તા. 15-09-2018

મેષ : તા. 9 અને તા. 10ના રોજ આપના વિચારોમાં અસંજસતા રહેશે અને કોઈપણ કાર્ય કરવામાં સંઘર્ષ રહેશે. નવી વ્યક્તિઓને મળવાના સંજોગો બનશે. પ્રોફેશનલ મોરચે આપના પરિચિતોનું વર્તુળ વિસ્તારવા માટે આ સમય સાનુકૂળ છે. નિઃસંતાન જાતકો માટે સંતાન પ્રાપ્તિ માટેનો સારો સમય. શેરબજારમાં ગણતરીપૂર્વકનો સોદો કરવાથી લાભ. સંતાન માટે પ્રોફેશનલ એજ્યુકેશનમાં સફળતાના યોગો છે. પ્રેમી યુગલ માટે સારો સમય હોવાથી તમારા સંબંધોને લગ્નમાં પરિવર્તિત કરવા માટે નિર્ણય લઈ શકો છો. અવિવાહિત જાતકોને યોગ્ય પાત્ર સાથે મુલાકાત થવાની સંભાવના પણ વિશેષ છે. તા. 11 અને તા. 12 દરમિયાન સમય ખુબ સફળતા અપાવશે. આપની અથાગ મહેનતનું પુરું ફળ મળશે. આપ બીબાઢાળ કાર્યપદ્ધતિ છોડીને કંઈક નવું કરવાનો પ્રયત્ન કરશો. આપ ઉત્સાહપૂર્વક કામ કરી શકશો. મોસાળ પક્ષથી સંબંધો સુધરે તેમજ નોકરીમાં સારી પ્રગતિ થાય. પેટના રોગ થવાની શક્યતા રહે. શરદી-કફ કે વાયરલ ઇન્ફેશન થવાની પણ શક્યતા છે. શત્રુઓ પર વિજય પ્રાપ્ત થાય. સ્પર્ધાત્મક પરીક્ષામાં સારી સફળતા મળે. બેરોજગાર વ્યક્તિને રોજગારી મળવાની ઉત્તમ તક સાંપડે. તા. 13 અને તા. 14 દરમિયાન પરિવાર સાથેના સંબંધોમાં મધુરતા રહેશે. આપના કાર્ય ખુબ સારી રીતે મક્કમ ગતિથી પુરા થશે. આવકના નવા સાધનો ઉભા થશે. સુખશાંતિ સાથે દિવસ પસાર થશે. તા. 15ના રોજ તબિયતની કાળજી રાખવી અન્યથા પરેશાનીનો સામનો કરવો પડી શકે.
——————————-.

વૃષભ : તા. 9ના રોજ ચોથે ચંદ્ર નુકસાન કારક રહેશે. વાતાવરણ પ્રતિકૂળ રહેશે. ઘરમાં ક્લેશપૂર્ણ માહોલ રહે. માનસિક-ચિંતા અને પરેશાની રહે. વ્યાપારમાં નુકસાન થઇ શકે છે. આપની ઉપર કોઈ ખોટા આક્ષેપ કે પછી આળ આવી શકે છે. કોઈ બદનામી થઇ શકે છે. સમય સારો નથી સમય અને સંજોગો વિપરીત પરિસ્થિતિ ઉભી કરશે તેથી સાવધાની રાખવી જરૂરો છે. તા. 10, 11 અને તા. 12 બપોર સુધીનો સમય વિદ્યાર્થી માટે અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે. શેરમાર્કેટમાં રોકાણ સાવચેતી પૂર્વક કરવું. કોઈ પણ ગહન વિચારો વગર કરેલું રોકાણ ભવિષ્યમાં નુકસાનભર્યું સાબિત થશે. આપના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે. નાની બેદરકારી તકલીફમાં મૂકી શકે છે. ડોક્ટરની સલાહ મુજબ સારવાર કરવી અને થાય તો રિપોર્ટ પણ કાઢવી લેવા, બેદરકારી દાખવવી નહીં. તા. 12 બપોર પછીનો સમય ધીરેધીરે અનુકૂળ રહેશે. તા. 13 અને 14 દરમિયાન સારા સમયની શરૂઆત થશે. કોઈ નવું વાહન ખરીદી શકો છો. જમીન-મિલકતની બાબતમાં જે સમસ્યા હશે તેનો નિકાલ આવશે. નોકરીમાં સ્થિરતા આવશે. કાર્યસ્થળ પર કોઈ મનગમતું કાર્ય મળવાથી પ્રસન્નતા અનુભવશે. તા. 15ના રોજ ઘરમાં સુખ શાંતિવાળું વાતાવરણ રહેશે. ભાઈ-બહેનો સાથે ખુશી ભર્યો સમય પસાર કરશો. પરસ્પર પ્રેમ ભાવના વધશે.
——————————-.

મિથુન : તા. 9ના રોજ કમિશન કે દલાલીના કામથી આર્થિક લાભ મળે. પરિવાર સાથે પિકનિક માટેનો સારો દિવસ છે. સંતાન સંબંધિત સુખ મેળવી શકો છો. પ્રેમસંબંધોમાં મધુરતા આવે. તા. 10 બપોર સુધી ઓછી કામકાજમાં મહેનતે વધુ ફળ મેળવશો. સંપત્તિ સંબંધી કામો આગળ વધશે. આપને કોઈ શુભ સમાચાર મળશે. સ્વાસ્થ્ય એકંદરે ઉત્તમ રહેશે. આપના શત્રુ નબળા પડશે. કેટલાક તબક્કે તેઓ આપની સફળતા જોઈને આપની પાસેથી કોઈ કાર્યમાં સલાહ લેવા માટે પણ આવી શકે છે. તા. 10 બપોર પછીનો સમય ચિંતાદાયક રહેશે. માતા સાથેના સંબંધોમાં મધુરતા આવે. વિદ્યાર્થીઓ એકાગ્રતાપૂર્વક અભ્યાસ કરશે અને કોઈપણ વિષયો વધુ સારી રીતે તેમજ ઊંડાણપૂર્વક સમજવા માટે વધુ મહેનત કરશે. તા. 11થી તા. 12ના બપોર સુધીનો સમય પરેશાની ભર્યો રહેશે. પૂર્ણતાની નજીક પહોંચેલા આપના કાર્યોમાં ફરી વિધ્ન આવી શકે છે. કોઈ અપ્રિય ઘટના બનવાની સંભાવના છે. નિરર્થક કાર્યમાં સમય પસાર થશે. આપ બિનજરૂરી હેરાનગતિ ભોગવશો. આપના પરિવારજન આપની વિરોધમાં હશે. તા. 12 બપોર પછીનો સમય ધીરેધીરે આપની તરફેણમાં આવતો જશે. તા. 13 અને 14 દરમિયાન આપ તણાવમુક્ત થશો. ધાર્મિક તથા આધ્યાત્મિક ક્ષેત્રમાં આપની રૂચિ વધશે. ઘરમાં માહોલ શાંતિદાયક રહેશે. તા. 15ના રોજ ઉત્તમ કપડા તથા ભોજનની પ્રાપ્તિ થશે. આપ ઘર માટે નવી વસ્તુઓની ખરીદી કરશો. આપના મોજ-શોખ પાછળ ખર્ચાઓનું પ્રમાણ વધશે.
——————————-.

કર્ક : અત્યાર સુધી આપ જે તકની રાહ જોતા હતા તે સપ્તાહની શરૂઆતમાં જ મેળવશો. માનસિક શાંતિ મળશે. લાંબા સમયની ચિંતાનો અંત આવશે. આપ વધુ ભાગ-દોડ નહીં કરી શકો. પરોપકાર કે પછી કોઈ દયાનું કાર્ય આપના દ્વારા થશે. સરકાર તરફથી આર્થિક લાભ થવાની શક્યતા છે. આંખોની તકલીફ થવાની શક્યતા છે. પરિવારમાં સંબંધો સુધરે. તા. 10, 11 અને તા. 12 બપોર સુધીનો સમયમાં આપની આર્થિક સ્થિતિ સુદૃઢ થશે પરંતુ આપના સ્વભાવમાં ઉગ્રતા રહેશે. આપ વ્યાપાર-ધંધામાં કે આપના કામકાજમાં કોઈ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેશો. સંપત્તિ સંબંધી જે વિવાદ હશે તે કોઈ મધ્યસ્થીની મદદથી નિરાકરણ લાવશો. આપની આર્થિક યોજના સફળ થશે. આ સમય દરમિયાન કરેલી મુસાફરી લાભદાયી રહેશે. તા. 12 બપોર પછી અને તા. 13, 14 દરમિયાન આપના ગુસ્સા પર કાબુ નહીં રહે. સંતાનથી પણ ચિંતા રહેશે. શુભ ફળદાયી સમય નથી. ધીરજપૂર્વક કાર્ય પાર પડવું. પ્રેમમાં દગો મળી શકે છે. ઘરવાળા આપના વિરોધી બનશે. કોઈ પણ નિર્ણય લેતા પહેલા વિચાર કરવો. શરીરમાં સુસ્તી વધુ રહેશે. તા. 15ના રોજની પરિસ્થિતિ આપની તરફેણમાં રહેશે. સંતાન સાથેના સંબંધોમાં પ્રસન્નતા મેળવશો.
——————————-.

સિંહ : કામકાજના સ્થળે તા 9ના રોજ આપનું પ્રભુત્વ વધશે અને સાહસમાં વધારો થશે. કોઈ મોટો ઓર્ડેર આપને મળી શકે છે. નોકરીમાં બોસ આપના કાર્યથી ખુશ રહેશે. અટવાયેલા સરકારી કામકાજમાં સફળતા મળે. જોકે, વધારે ઉગ્રતાના કારણે ગુસ્સો આવશે માટે તેના પર કાબુ રાખવો. આપના સ્વાસ્થ્ય માટે પણ સારો સમય છે. તા 10 અને 11 દરમિયાન કાર્યસ્થળમાં આપના સહયોગી અને મિત્રનો આપને સાથ મળશે. આર્થિક બાબતમાં આપનો હાથ તંગ રહેશે. તા 12, 13 અને 14 બપોર સુધીનો સમય આપની યોગ્યતા અને ક્ષમતાનો આપ પૂરો લાભ ઉઠાવશો. આપને નોકરીમાં યોગ્ય તક મળશે. નવી તકોની સંભાવના પણ પ્રબળ બની રહી છે. આપે અત્યાર સુધી કરેલા સારા કાર્યના ફળ રૂપે આપને ધન પ્રાપ્તિ થઇ શકે છે. જીવનસાથી જોડે થયેલી ગેરસમજનું નિવારણ આવશે. તા 14 બપોર પછી આપની રાશિથી ચતુર્થ સ્થાનમાં ચંદ્ર હોવાથી સમય આપના માટે ચિંતાકારી રહેશે. ધન હાનિ થઇ શકે છે. સ્વાસ્થ્યમાં થોડી તકલીફ રહેશે. માતા સાથે આત્મીયતા વધશે. તમે પોતાની આસપાસના માહોલને વધુ સુંદર બનાવવા માટે સક્રીય થશો અને ખર્ચ પણ કરશો.
——————————-.

Related Posts
1 of 259

કન્યા : પંચમ સ્થાનમાં હાલમાં કેતુ અને મંગળ હોવાથી પ્રેમસંબંધોમાં આગળ વધવામાં પણ મજા નથી. શરૂઆતમાં ચંદ્ર પણ સારી સ્થિતિમાં નથી માટે નવા સંબંધોની શરૂઆત કરવાનો નિર્ણય લેવાનું આપને ભારે પડી શકે છે. પ્રોફેશનલ મોરચે પણ જે સ્થિતિ છે તેને જાળવી રાખવામાં મજા છે. સપ્તાહના મધ્યમાં આપ નવા કાર્યનો પ્રારંભ કરી શકો છો. ફ્રીલાન્સિંગ અને છુટક કામકાજો મળવાથી આપની આર્થિક ઉન્નતિના યોગ બનશે. હાલમાં શક્ય હોય તો બચત કરીને આપના આર્થિક ભવિષ્યને સુરક્ષિત કરવા માટે કોઈ સારી યોજનામાં રોકાણ કરવાની ખાસ સલાહ છે. સેલ્સ અને માર્કેટિંગ, શિક્ષણ, કન્સલ્ટન્સિ જેવા કાર્યોમાં જોડાયેલા જાતકો અંતિમ ચરણમાં ઘણી સારી પ્રગતી કરી શકે છે. છેલ્લા દિવસોમાં તમે કમાણીના નવા દ્વાર ખુલતા હોય તેવો અહેસાસ કરશો. આ સમયમાં તમે પોતાની જાત માટે વધુ સમય આપશો અને પોતાના દેખાવમાં નિખાર લાવવા માટે ખર્ચ કરો તેવી પ્રબળ સંભાવના છે. કમાણી માટે આપે કરેલા તમામ પ્રયાસોમાં મહેનતના પ્રમાણમાં અથવા તેનાથી પણ સારું ફળ મળી શકે છે.
——————————-.

તુલા : તા 9 અને 10 બપોર સુધી સૂર્ય લાભ સ્થાનમાં સ્વગૃહી છે તેથી ધનલાભ તો થશે. વડીલોપાર્જિત ધન અથવા વારસાગત મિલકત મળવાની અથવા આ સંબંધિત પ્રશ્નોનો ઉકેલ તમારી તરફેણમાં આવવાની આશા રાખી શકાય. એકંદરે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો આવશે. પ્રગતિ માટે કરેલ પ્રયાસોમાં સફળતા મળશે. તા 10 બપોર પછી અને 11 તેમજ 12 દરમિયાન ચારે બાજુથી મુશ્કેલીમાં અનુભવશો. તેના માટે ખાસ કરીને તમારી માનસિક વ્યાકુળતા, અધિરાઈ અને નિર્ણયશક્તિનો અભાવ જવાબદાર રહેશે. ધન હાનિની સંભાવના હોવાથી આવક અને જાવક પર ખૂબ ચાંપતી નજર રાખવી. રાજકીય પક્ષથી કોઈ પરેશાની થઇ શકે છે. પરંતુ તેને તમે સુધારી પણ શકશો. આપના આત્મવિશ્વાસના અભાવ અને ખોટા સાહસના કારણે આપના ઘણા કાર્ય સમયસર પૂર્ણ નહીં થાય તેથી આપ નિરાશા અનુભવશો. તા 13 અને 14 દરમિયાન ગ્રહસ્થિતિ આપના પક્ષમાં ધીર ધીરે આવશે. આપના કાર્ય કોઈ પણ પ્રકારના વિરોધ કે મુશ્કેલી વગર પૂર્ણ થશે. આપની ક્ષમતા અને યોગ્યતાનો પૂરો ઉપયોગ કરશો. અને તે મુજબ આપને લાભ પણ થશે. આવકના સાધન અને આવકમાં વધારો થશે. તા 1 ના રોજ મિશ્ર ફળ દાયી રહેશે. ભાગીદાર અને સગાસંબંધીથી સંબંધ સારા થશે.
——————————-.

વૃશ્ચિક : કહેવાય છે કે જેની શરૂઆત સારી તેનો અંત પણ સારો. આ સપ્તાહે પણ શરૂઆત સારી છે માટે સારા અંતની પણ અપેક્ષા રાખી શકશો. તા 9 અને 10 દરમિયાન નવા કામ કરવા માટે સારો સમય છે. હિંમતપૂર્વક આપ આગળ વધશો. કાર્યક્ષમતામાં વધારો થશે. મહત્ત્વપૂર્ણ કાર્યની જવાબદારી આપને સોંપવામાં આવશે. જોકે, તેનાથી આર્થિક ફાયદાની તકો પણ બનશે માટે ખાસ ટેન્શન લેવા જેવું નથી. તમે માત્ર કર્મ કરવા પર ધ્યાન આપો. આપની આવડત અને આયોજનકળાથી દરેક વ્યક્તિ પ્રભાવિત થશે. તા 11 અને 12 દરમિયાન માનસિકતામાં અને લાગણીમાં બદલાવ આવશે. આપ પોતાના કાર્યોની પ્રાથમિકતા નક્કી કરશો. આપની ગતિ ખુબ સ્પષ્ટ હશે. આર્થિક આયોજન સારી રીતે કરી શકશો. આર્થિક સ્થિતિમાં ખુબ સારો સુધારો આવશે. તા 13 અને 14 દરમિયાન કોઈના ષડ્યંત્રનો ભોગ બનશો. ભાઈઓથી વિવાદ થઇ શકે છે. કોઈ વ્યક્તિની આપના કાર્યમાં દખલગીરી સહન નહીં થાય તેમજ તેનાથી આપના બનતા કાર્ય અટકશે. ખાવા-પીવાનું ધ્યાન રાખવું. અન્યથા સ્વાસ્થ્યમાં ગરબડ થઇ શકે છે. તા 15 થી કોઈને કોઈ રીતે તકલીફમાંથી બહાર આવશો. દૃઢતાથી આગળ વધવા તૈયાર રહેશો.
——————————-.

ધન : સપ્તાહના આરંભે તા. 9બપોર પછીનો સમય વધુ અનુકૂળ થશે. પિતા સાથેના સંબંધોમાં સુધારો આવે. વિદેશગમન અથવા તે દિશામાં દસ્તાવેજી કાર્યવાહી માટે અનુકૂળ સમય છે. તા. 10ના રોજ આપ માન-સન્માન મેળવશો. લાંબાગાળાની ઉપલબ્ધિઓ અને ભવિષ્યમાં આર્થિક સુરક્ષા મેળવવા માટે પ્રયત્નશીલ રહેશો. આપ અંગત હિતનો વિચાર કરશો. રાજનીતિમાં આપનું વર્ચસ્વ અને પ્રતિષ્ઠા વધશે. આપના સંબંધોમાં લાગણી અને ઉષ્માનો અનુભવ કરશો. પિતા સાથેના સંબંધોમાં મતભેદ ઉભા થાય. વધારે પડતુ ગળ્યુ ખાવાથી ડાયાબિટિસ સમસ્યા વધી શકે. પેટ સંબંધિત રોગ પરેશાન કરે તેવી સંભાવના છે. પાર્ટનરશીપના ધંધામાં લાભ થાય. તા. 11 અને 12 દરમિયાન આપ માનસિક રૂપે ચિંતામુક્ત રહેશો. આપ પરિવાર સાથે તહેવારની ઉજવણી કરવા માટે ખુબ સારી તૈયારી કરશો. તા. 13 અને 14 દરમિયાન આપ કોઈ જુના ટેન્શનથી મુક્ત થાવ તેવી સંભાવના છે. ધાર્મિક તથા આધ્યાત્મિક ક્ષેત્રમાં આપની રૂચિ વધશે. ઘરમાં માહોલ એકંદરે શાંતિદાયક રહેશે. તા. 15ના રોજ ઉત્તમ કપડા તથા ભોજનની પ્રાપ્તિ થશે. આપ ઘર માટે નવી વસ્તુઓની ખરીદી કરશો. આપના મોજ-શોખ પાછળ ખર્ચાઓનું પ્રમાણ વધશે.
——————————-.

મકર : તા. 9ના રોજ આપ જે તકની રાહ જોતા હતા તે મેળવશો. માનસિક શાંતિ મળશે. લાંબા સમયની ચિંતાનો અંત આવશે. આપ વધુ ભાગ-દોડ નહીં કરી શકો. પરોપકાર કે પછી કોઈ દયાનું કાર્ય આપના હસ્તક થશે. સરકાર તરફથી આર્થિક લાભ થવાની શક્યતા છે. આંખોની તકલીફ થવાની શક્યતા છે. પરિવારમાં સંબંધો સુધરે તા. 10,11 અને તા. 12 બપોર સુધીનો સમયમાં આપની આર્થિક સ્થિતિ સુદૃઢ થશે. પરંતુ આપના સ્વભાવમાં ઉગ્રતા રહેશે. આપ વ્યાપાર-ધંધામાં કે આપના કામકાજમાં કોઈ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેશો. સંપત્તિ સંબંધી જે વિવાદ હશે તે કોઈ મધ્યસ્થીની મદદથી નિરાકરણ લાવશો. આપની આર્થિક યોજના સફળ થશે. આ સમય દરમિયાન કરેલ યાત્ર લાભદાયી રહેશે. તા. 12 બપોર પછી અને તા. 13,14 દરમિયાન આપના ગુસ્સા પર કાબુ નહીં રહે. સંતાનથી પણ ચિંતા રહેશે. જોકે, પ્રોફેશનલ બાબતોમાં તમારી વ્યસ્તતા વધશે. ખાસ કરીને ડેકોરેશન, ડિઝાઈનિંગ, આર્કિટેક્ટ, સજાવટની ચીજો, ફર્નિચર, કન્સલ્ટન્સિ વગેરેમાં ઉત્તમ પ્રગતી થશે. તા. 15ના રોજની પરિસ્થિતિ આપની તરફેણમાં રહેશે. લાભના યોગ બને છે. પ્રેમસંબંધોમાં અંતિમ દિવસે સાનુકૂળતા રહેશે. સંતાન સાથેના સંબંધોમાં પ્રસન્નતા મેળવશો.
——————————-.

કુંભ : આ સપ્તાહે શરૂઆતના ચરણમાં જમીન મિલકતના દસ્તાવેજો, ભાગીદારીના કરારો અથવા સંયુક્ત સાહસો સંબંધિત કોઈપણ કાગળો પર સહીસિક્કા કરવામાં કાળજી રાખવી. શરૂઆતમાં તન અને મનનું સ્‍વાસ્‍થ્‍ય સારૂં રહેશે પરંતુ સપ્તાહના મધ્યમાં કામના ભારણ અને દોડધામના કારણે આપ શારીરિક અને માનસિક થાક અનુભવશો. ત્યારે આપને યોગ અને ધ્ચાન દ્વારા શાંતિ લાગશે. પૂરતો આરામ નહીં કરો તો તબિયત બગડવાની શક્યતા છે. ખાવાપીવામાં પણ ખાસ ધ્યાન રાખવું. શક્ય હોય તો કોઈ એકાંત સ્થળે થોડો સમય પસાર કરવો. નવા પ્રોજક્ટવર્ક કે અસાઈન્મેન્ટના કારણે માનસિક બોજો રહેશે. વિદ્યાર્થીઓને અભ્યાસખંડમાં પ્રેરણાત્મક મહાપુરુષો અને સર્ટિફિકેટો લટકાવીને રાખવાથી આપને પૉઝિટીવ ઉર્જા મળશે. ઉત્તરાર્ધના સમયમાં ભાગ્યનો સાથ મળતા તમે આગળ વધશો અને આર્થિક ફાયદો થશે. જોકે નોકરિયાતોને હાલમાં સાવચેતી રાખવી જરૂરી છે. હિતશત્રુઓ સક્રીય થઈ શકે છે. વિવાહિત જાતકોને શ્વસુરપક્ષના લોકો સાથે મળવાનું થાય તેમજ તેમના તરફથી લાભ થાય. આ સમયમાં આપ અજીર્ણ, ગેસ જેવી સમસ્યાથી પીડાશો. કોઈ જૂના મિત્ર સાથે અચાનક મુલાકાત અથવા ફોન પર વાત થતા આપ ભૂતકાળમાં સરી પડશો. વિકએન્ડમાં આપ કામની ઝંઝાળમાંથી છૂટી પરિવાર અને માતા-પિતા સાથે લાંબા પ્રવાસે કે યાત્રાધામની મુલાકાતે જાવ તેવી શક્યતા છે.
——————————-.

મીન : તા 9ના રોજ આપની શારીરિક ક્ષમતામાં વધારો થશે. મિત્ર અને સંબંધીઓ સાથેના સંબંધમાં મધુરતા આવશે. આપ મનગમતા કાર્યોમાં વ્યસ્ત રહેશો અને કામની સાથે મોજશોખને પણ પ્રાધાન્યતા આપશો. તા 10 ,11 અને 12 બપોર સુધી કામકાજની ભાગદોડ વચ્ચે આપ સ્વાસ્થ્યનું પણ ધ્યાન આપશો. આપનું કાર્ય સારા આયોજનથી પૂર્ણ કરશો. શાંતિ અને ધીરજથી ઘરમાં અને ઓફિસમાં અટકેલા કાર્યો પૂર્ણ થશે. મહત્વપૂર્ણ કાર્ય કરશો. તા 12 બપોર પછી અને 13, 14 દરમિયાન આપને કોઈની તરફથી દગો થઇ શકે છે. વ્યક્તિગત અહંથી આપનું કાર્ય બગડી શકે છે. વ્યવસાયમાં લીધેલો નિર્ણય ખોટો સાબિત થશે જેથી આપને નુકસાન થઇ શકે છે. શેર તેમજ લોટરીમાં કરેલ રોકાણ નુકસાનકર્તા બની શકે છે. તા 15ના રોજ આપ લોકો માટે પ્રેરણાદાયી કાર્ય કરશો. દરેક તરફથી શુભ સમાચાર મળશે. પોતાની અંદર ઊર્જા અને સ્ફૂર્તિ અનુભવશો. ઘરમાં કોઇપણ નવા કાર્યનો શુભારંભ કરવા માટે અનુકૂળ છે. સ્વાસ્થ્ય બાબતે વાત કરીએ તો, ઉદરના રોગથી હેરાનગતિ થાય તેમજ સાંધાનું જૂનું દર્દ માથું ઉંચકશે. ખરજવું, દાદર કે ત્વચાની અન્ય તકલીફો વધી શકે છે. નોકરી- ધંધામાં ઉપરી અધિકારીઓની નારાજગીના ભોગ બનો. વેપાર-ધંધામાં વધુ પડતો ધનખર્ચ થાય. સંતાનો સાથે મતભેદ થાય. નસીબ કોઇપણ કામમાં યારી ન આપતું લાગે.
——————————-.

Leave A Reply

Your email address will not be published.

Translate »