તમારા માટે, તમારી સાથે, સતત…

સાપ્તાહિક રાશી ભવિષ્ય- તા. 05-08-2018 થી તા. 11-08-2018

મેષ : સપ્તાહના આરંભે તા. 5ના રોજ વ્યક્તિગત સંબંધોમાં ઘણી આત્મિયતા રહેશે.

0 846

મેષ : સપ્તાહના આરંભે તા. 5ના રોજ વ્યક્તિગત સંબંધોમાં ઘણી આત્મિયતા રહેશે. આર્થિક લાભ થશે. નોકરિયાતોને પણ કામકાજમાં ઘણી સાનુકૂળતા રહેશે. મોસાળ પક્ષથી હાલમાં સારા સમાચારની અપેક્ષા રાખી શકો છો. પેટના કે આંખાના રોગ થવાની શક્યતા રહે. કૌટુંબિક બાબતમાં તકરાર ન થાય તેનું ધ્યાન રાખવું. વિવાહ ઇચ્છુક જાતકોને સફળતા મળે નહીં. તા. 6 અને તા. 7 દરમિયાન અજાણી તથા અપરિચિત વ્યક્તિ જોડે કોઈપણ પ્રકારનો વ્યવહાર કરતા પહેલા સાવચેત રહેજો. અન્ય ત્રીજી કોઈપણ વ્યક્તિના કારણે પ્રેમીજન જોડે તણાવભરી પરિસ્થિતિ ન બને એનું ધ્યાન રાખશો. પ્રેમીજનને વિખુટા પડવાની શક્યતા છે. આંખોના રોગો થવાની શક્યતા રહેલી છે. તા. 8 અને તા. 9 દરમિયાન અચાનક લાભની પરિસ્થિતિ બનશે. આપની મહેનતનો પુરેપુરો લાભ મળશે. આપ પોતાના દરેક કાર્ય આપની સુઝબુઝથી પાર પાડશો. તા. 10 અને તા. 11 દરમિયાન શત્રુથી હેરાની, પરેશાની કે નુકસાન થઇ શકે છે. આ સમય દરમિયાન રાહુ-ચંદ્રની યુતિના કારણે ધન-વૈભવ તો મળશે, પરંતુ ખર્ચનું પ્રમાણ વધી જશે જે જૂની બચતમાં પણ ગાબડું પાડી શકે છે. જેથી સમય કષ્ટદાયક પુરવાર થશે. ખોટું કે આંધળું સાહસ કરવું નહીં, અન્યથા મુશ્કેલીભરી પરિસ્થિતિનો સામનો કરવો પડશે.
———————————.

વૃષભ : સપ્તાહના આરંભે તા. 5ના રોજ આપના માટે પ્રતિકૂળ સંજોગો રહેશે. આંખની તકલીફ થઇ શકે છે. માથાના દુખાવાની ફરિયાદ રહેશે. તા. 6 અને 7 દરમિયાન આપના પરિવાર, મિત્રો માટે સમય ઉત્તમ છે. આપ ઉત્સાહપૂર્વક અને લાગણીથી બધાની સાથે આપ એકબીજાની નજીક આવશો. આપને પરિવારના સભ્યોની લાગણી મળશે. પત્ની સાથે લાગણી વધુ મજબૂત અનુભવશો. માન અને પ્રેમ બંને મેળવશો. તા. 8 અને 9 દરમિયાન આપ આર્થિક તંગીનો અનુભવ કરશો. આપના માટે કુટુંબની વ્યક્તિથી મનદુઃખ થઇ શકે છે. કોઈ પરિવારની વ્યક્તિની તબિયતમાં તકલીફ ઉદ્ભવી શકે છે જેના કારણે આપના માટે ભાગદોડ ભર્યા દિવસો સાબિત થશે. તા. 10 અને 11 દરમિયાન દિવસો શુભ છે. આપ સમયનો સદુપયોગ કરશો. કોઈ વિશેષ કાર્યને અમલમાં મુકશો. વ્યવસાયમાં કે પછી કામધંધામાં લાભદાયક રહેશે. પરંતુ ભાગીદારથી સાવધાન રહેવું. આપ માનસિક રીતે તણાવ મુક્ત થશો. આપ આપનામાં સાહસ અને સ્ફૂર્તિનો અનુભવ કરશો. આપ આપના કાર્યમાં પૂર્ણ રીતે સમર્પિત રહેશો. વ્યવસાય સંબંધી કોઈ મહત્ત્વની મુલાકાત થશે. જેનું ફળ આપના માટે લાભદાયી રહેશે.
———————————.

મિથુન : આ સપ્તાહની શરૂઆત આર્થિક મોરચે લાભદાયી જણાઈ રહી છે. તા. 5ના રોજ આપ પરિવાર સાથે સારો સમય વ્યતિત કરી શકશો. મકાન-વાહન પ્રાપ્તિના સારો યોગ છે. પ્રારંભિક તબક્કો તમારા માટે આનંદદાયક પસાર થાય. વિદ્યાર્થીઓને અભ્યાસમાં સારી સફળતા મળે. તા. 6 અને 7 દરમિયાન આપ એકલતા અનુભવશો. તમારી નીકટના લોકો પણ હાલમાં અપેક્ષા કરતા ઓછો સાથ આપશે. હાથમાં પૈસા આવશે પણ ટકશે નહીં. આપ પોતાની જવાબદારીથી છુટવાનો પ્રયત્ન કરશો. જીવનસાથી સંબંધિત બાબતોથી પરેશાન રહેશો. આંખોના રોગ થવાની સંભાવના રહે અને તેના લીધે કોઈ મોટી સારવાર કરવી પડે અથવા તબીબી ખર્ચ થાય તેવી શક્યતા રહે. વિદેશ યાત્રા માટે ઉત્તમ તબક્કો જણાઈ રહ્યો છે. ખાસ કરીને વિદેશમાં અભ્યાસ અર્થે જવા માંગતા જાતકોને આશાનું કિરણ દેખાય. આવક વધારવા માટે વધારે જાત મહેનત કરવી પડે. તા. 8 અને 9 દરમિયાન આપની કાર્યકુશળતા તથા કાર્યક્ષમતામાં વધારો થશે. ભૌતિક સુખસુવિધા અને વસ્તુઓ ઉપર ધ્યાન કેન્દ્રિત થશે. સામાજિક જવાબદારીની વચ્ચે પણ પોતાના માટે તમે સમય કાઢશો. ઉચ્ચ શિક્ષાને લઈને જે પણ બાબત હશે તેનું શાંતિથી નિવારણ કરશો. વારસાગત મિલકતના વિવાદના કારણે કોર્ટ કચેરીના યોગો બને. વાહન ચલાવતી વખતે તેમજ જોખમી કાર્યો કરતી વખતે સાવધાની રાખવી જરુરી છે અન્યથા અકસ્માતના યોગ બને છે. એડવેન્ચર ટૂરનું આયોજન ટાળવું. ગંભીર માંદગીના કારણે ઓપરેશનના યોગ બને છે.
———————————.

કર્ક : આ સપ્તાહના પ્રારંભે ગ્રહોની સ્થિતિ જોતા લાગી રહ્યું છે કે આપના ઘરે મહેમાનોનું આગમન થશે. કોઈ જુના પરીચિતો સાથે મુલાકાત થશે. ઘરમાં નાના-નાના સમારકામના કાર્યો, સજાવટ અથવા પોતાની આસપાસના માહોલને વધુ સુંદર બનાવવા અને સકારાત્મકતા લાવવા તમે . ધંધામાં નફાનું પ્રમાણ વધે. અટવાયેલા સરકારી કામકાજ પૂર્ણ થાય. નોકરીમાં પ્રમોશન મળવાની શક્યતા છે. સામાજિક માન-પ્રતિષ્ઠા વધે તા. 6 અને 7 દરમિયાન કોઈની સાથે થયેલ મનદુઃખ દૂર કરી મિત્ર બનાવશો આપના આત્મવિશ્વાસમાં વધારો થશે. આપની સ્થાવર મિલકતમાં વૃદ્ધિ થશે. આપના કામ કરવાની પદ્ધતિની પ્રસંશા થશે. આ સમયમાં લાભ પ્રાપ્તિના યોગો છે. ક્યાંય યાત્રા-પ્રવાસે જવાનો પ્રસંગ બનશે. કોર્ટ કેસ કે સરકારી બાબતોના કાર્યમાં આપ વ્યસ્ત રહેશો. તા. 8 અને 9 દરમિયાન ચંદ્ર બારમે હોવાથી નુકસાનકારક રહેશે. ખર્ચનું પ્રમાણ વધુ રહેશે. કોઈ વ્યર્થ બાબતમાં સમય વેડફાતો હોય તેવું લાગશે. આપે અત્યાર સુધી કરેલા પરિશ્રમનો યોગ્ય લાભ નહીં મળે જેથી મનમાં થોડો વસવસો રહેશે. જોકે તમે હિંમત હાર્યા વગર આગળ વધજો. આ સમયમાં તમારા શત્રુઓ અને વિરોધીઓની સંખ્યામાં વધારો થશે. આપનામાં આત્મવિશ્વાસનો અભાવ રહેશે. તા. 10 અને 11નો સમય શુભ છે. સામાજિક સંબંધોમાં આપ વ્યસ્ત રહેશો. ભૌતિક વસ્તુઓ પાછળ ખર્ચ કરશો. આપનામાં ઉત્સાહ અને ઊર્જા ભરપુર રહેશે. જીવનસાથી જોડે સમય પસાર કરશો. ક્યાંય બહાર જવાનો કાર્યક્રમ બનશે. આપ તકવાદી બનીને સમયનો પુરેપુરો લાભ ઉઠાવશો.
———————————.

સિંહ : સપ્તાહની શરૂઆતમાં તા. 5ના રોજ ચંદ્ર આપની રાશિથી નવમાં સ્થાનમાં ભ્રમણ કરે છે. આપને ભવિષ્ય વિષે જે અનિર્ણાયક પરિસ્થિતિ લાગતી હતી એમાં આપને હવે સચોટ પરિસ્થિતિ દેખાશે જે મુજબ આપને આપનું લક્ષ્ય પ્રાપ્ત કરવાની એક દિશા દેખાશે. શુક્ર બીજા સ્થાનમાં આપને સ્ત્રી વર્ગથી લાભ આપશે. આપની વાણી પણ સૌમ્ય રહેશે. તા 6 અને 7ના દરમિયાન પતિ પત્નીમાં અરસપરસ સમજદારી વાળું વર્તન રહેશે. આપના કાર્યક્ષેત્રમાં આપનો પ્રભાવ અને સન્માન તથા સાહસમાં વધારો થશે. તા 8 અને 9 દરમિયાન અઆપના કાર્યની પ્રશંસા થશે. આપના વિરોધીઓને પણ આપના કાર્યની પ્રસંશા કરવી પડશે. તા 10 અને 11 દરમિયાન આપનો ચંદ્ર બારમાં સ્થાનમાં સૂર્ય અને રાહુ સાથે હોવાથી આપના વ્યવસાય અને અંગત જીંદગીમાં કામનું દબાણ રહેશે. ઘરમાં વડીલ વ્યક્તિના સ્વાસ્થ્યને લઇને આપને દવાખાનાની ભાગદોડ રહેશે.
———————————.

કન્યા : સપ્તાહનો પ્રારંભ વ્યવસાયિક દૃષ્ટિએ શુભ ફળદાયી જણાઈ રહ્યો છે.  આપ દાંપત્યજીવનનો આનંદ માણી શકશો સરકારી કર્મચારીઓ કે સરકાર સાથે સંકળાયેલા કોઈપણ કાર્યોમાં આપને વધુ લાભ થઈ શકે છે. પેઈન્ટિંગ, સંગીત, શિલ્પ, કલાજગત, આર્કિટેક્ટ સહિત સર્જનાત્મક કાર્યોમાં જોડાયેલા જાતકોને પોતાના કૌશલ્યના જોરે કમાણીની ઉત્તમ તક મળશે. સપ્તાહના બીજા દિવસથી આપને ભાગ્યનો સાથ પણ મળી રહેશે. શેરબજારમાં સક્રીય જાતકો સરકાર હસ્તકની કંપનીઓમાં ગણતરીપૂર્વકનું રોકાણ કરી શકે છે. ઉચ્ચ ડિગ્રી માટે અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ માટે પણ શરૂઆતનો સમય સારું ફળ આપનારો છે. પારિવારિક સુખ આપ સામાન્ય પ્રમાણમાં માણી શકશો કારણ કે આ સપ્તાહમાં તમારો મોટાભાગનો સમય પ્રોફેશનલ કાર્યોમાં વિતશે. નવા સાહસો ખેડવા માટે યોગ્ય જણાઈ રહ્યો છે. જેઓ વ્યવસાયિક વિસ્તરણ કરવા માંગે છે તેમને ગણેશજી લીલી ઝંડી બતાવી રહ્યા છે. લાંબી મુસાફરી થાય. વિદેશથી સમાચાર મળે. વડીલો અને ઉપરી અધિકારીઓ ખુશ રહેશે. નોકરિયાતોને ધનપ્રાપ્તિ અને બઢતીના યોગ પણ છે. સપ્તાહના અંતે મિત્ર વર્ગ, ખાસ કરીને સ્‍ત્રીમિત્રોથી આપને લાભ થશે. સામાજિક વર્તુળમાં આપ નામના અને પ્રતિષ્‍ઠા હાંસલ કરી શકશો.
———————————.

Related Posts
1 of 259

તુલા : તા 5 ના રોજ ભાગીદાર સાથેના સબંધોમાં સુધારો થશે. પરંતુ દરેક ગતિવિધિ પર નજર પણ રાખવી. આ ઉપરાંત ભાગીદાર સાથે પણ આર્થિક વ્યવહારો કરતી વખતે શક્ય હોય ત્યાં સુધી લેખિત નોંધ રાખવી. નવા કરારો કરી શકશો. જીવનસાથી આપની સાથે દરેક પગલે કદમતાલ મિલાવવાનો પ્રયાસ કરશે. તા 6 અને 7 દરમિયાન આઠમાં સ્થાનમાં ચંદ્ર આપની પરેશાનીમાં વધારો કરશે. કોઈ અંગત વ્યક્તિ સાથે બોલચાલ કે મનદુઃખ થઇ શકે છે. પારિવારિક બાબતમાં પરેશાન રહેશો. પતિ-પત્નીમાં નાની-નાની બાબતમાં તકરાર થઇ શકે છે. તા 8 અને 9 દરમિયાન વ્યાપાર-વ્યવસાયમાં કોઈ ખાસ સફળતા તો નહીં મળે પરંતુ નોકરીમાં ઉચ્ચ અધિકારી સાથેના સબંધો સારા રહેશે. તેમના કારણે ભવિષ્યમાં પ્રગતિનો માર્ગ બની શકે છે. ઘર-પરિવારમાં વ્યસ્તતા થોડી વધુ રહેશે. તા 10 અને 11 દરમિયાન ઉત્સાહ અને જોશથી કામ પર ધ્યાન આપશો. ધીરજપૂર્વક કરેલ કામના પરિણામ સકારાત્મક મળશે. કોઈ નવા કાર્યમાં રૂચિ રહેશે. કોઈ પ્રભાવશાળી વ્યક્તિનો સ્નેહ અને સાથ આપની પ્રગતિમાં સહાયક બનશે. મિત્રો અને સહયોગીઓનો સાથ મળશે. આપના દિવસો કાર્યમાં વ્યસ્ત રહેશે.
———————————.

વૃશ્ચિક : તા 5ના રોજ કોઈ જગ્યા એ યાત્રા પર જવાનું થશે. નવી વસ્તુની ખરીદી થશે. તા 6 અને 7 દરમિયાન ઘર તથા ઓફિસ પર પ્રતિબદ્ધ રહેશો. કામમાં તમારો જુસ્સો અને કર્તવ્ય પરાયણતાની પ્રસંશા પણ થશે. જોકે, આપે જે વિચાર્યું હશે તેને ખુબ મહેનત પછી પણ મેળવીને જ રહેશો. નવા-નવા લોકો સાથે આપની મુલાકાત થશે. કામકાજમાં નવી રીત અપનાવશો. ધનલાભની સંભાવના જણાઈ રહી છે. ખુબ શાંતિ પૂર્વક આપનું કાર્ય કરશો. આપની સામે ઘણા કામ હશે દરેક પડકાર ઝીલવા માટે તમે તૈયાર હશો. તા 8 અને 9 દરમિયાન કોઈ પણ કાર્ય શરુ કરતા પહેલા ખુબ વિચાર કરશો. ઉતાવળમાં નુકસાન થઇ શકે છે. આપનામાં ધીરજનો અભાવ રહેશે. કોઈ અપ્રિય ઘટના બની શકે છે. અશુભ સમાચાર મળશે. નોકરીમાં લક્ષ્યાંક પાર નહીં પાડી શકો. તા 10 અને 11 દરમિયાન કોઈ અસંભવ કાર્ય પુરું થશે. સમય અર્હ્પૂર્ણ રીતે પસાર કરશો. આપનામાં વ્યક્તિગત પ્રગતિ થશે. સંતાનના વિવાહ માટેના પ્રસ્તાવ આવી શકે છે.
———————————.

ધન : તા. 5ના રોજ દિવસ લાભદાયક રહેશે. આપ પરિવાર સાથે સારો સમય વ્યતીત કરી શકશો. પરિવારની ખુશી માટે તમે નાના-મોટા ખર્ચ કરવામાં પણ પાછા નહીં પડો. મકાન-વહાન પ્રાપ્તિનો સારો યોગ છે. આ સમય તમારા માટે આનંદદાયક પસાર થાય. વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં સારી સફળતા મળે. તમે ભાવી અભ્યાસ અંગે કોઈની સાથે મહત્ત્વની ચર્ચા કરશો. જેમને અભ્યાસમાં એકાગ્રતની સમસ્યા હોય તે ઓ શિક્ષણના ટેબલ પર માતા સરસ્વતીની તસવીર રાખે તેમજ અભ્યાસના સ્થળની આજુબાજુથી કોઈપણ ચલિત વસ્તુ હટાવી દેવી. તા. 6 અને 7 બપોર સુધી આપની ઈચ્છા મુજબ કાર્ય થવાથી મન પ્રસન્ન રહેશે. વિદ્યાર્થીઓ પ્રતિસ્પર્ધામાં ભાગ લેશે. નાણાકીય કાર્યમાં સમજી વિચારીને આગળ વધવું. આપને સ્વાસ્થ્યની બાબતમાં કાળજી રાખવી પડશે. ખાસ કરીને અપચો થઈ શકે છે અને તેના કારણે પેટના દર્દોથી સાચવવું. તા. 8 અને 9 દરમિયાન આપના માટે આર્થિક રૂપે લાભદાયી સમય રહેશે. નવા કપડા, ઝવેરાત, કિંમતી સામાનની ખરીદી કરી શકશો. મિત્રોનો સાથ મેળવશો. આપ ઉત્તમ સુખ- સુવિધા મેળવશો. કોઈ મહત્ત્વપૂર્ણ આર્થિક લેવડ-દેવડની સંભાવના પણ જણાઈ રહી છે. નોકરીમાં ઈન્સેન્ટિવ, એવોર્ડ અથવા નવી જવાબદારી સાથે પગારવૃદ્ધિની સંભાવના બનશે. નવી તકો પણ મળી શકે છે. બેંકથી લોન મળવા માટેનો સારો સમય છે. જીવનસાથી જોડે મધુર સંબંધો વધે. અવિવાહિતોને હાલમાં યોગ્ય જીવનસાથીની શોધ પૂર્ણ થઈ શકે છે.
———————————.

મકર : સપ્તાહની શરૂઆતમાં પરિવારની ખુશી માટે વિશેષ ધનખર્ચનો યોગ છે માટે આપને ખર્ચ કરવામાં સંયમ રાખવાની ગણેશજી સલાહ આપે છે. પરિવારજનો કે મિત્રો સાથે મિલનના પ્રસંગોમાં બિનજરૂરી ખર્ચા નહીં ટાળો તો ક્યારે ખિસ્સા ખાલી થશે તેની ખબર પણ નહીં પડે. નાણાંકીય બાબતોમાં સજાગ રહેવું. તા. 6 અને 7 દરમિયાન કોઈની સાથે થયેલ મનદુઃખ દૂર કરી મિત્ર બનાવશો આપના આત્મવિશ્વાસમાં વધારો થશે. પ્રેમસંબંધો માટે આ બે દિવસ બહેતર રહેશે. નોકરિયાતોને તેમના કામ કરવાની પદ્ધતિની પ્રસંશા થશે. આ સમયમાં લાભ પ્રાપ્તિના યોગો છે. લાંબા અંતરની મુસાફરી અથવા વિદેશગમન સંબંધિત કામકાજોમાં સાનુકૂળ સંજોગો બને. કોર્ટ કેસ કે સરકારી બાબતોના કાર્યમાં આપ વ્યસ્ત રહેશો. તા. 8 અને 9 આપના આખાબોલા સ્વભાવ કે મર્મવેધક શબ્દોના કારણે કોઈના દિલને ઠેસ પહોંચી શકે છે. શારીરિક, માનસિક અસ્‍વસ્‍થતા અનુભવશો. તા. 10 અને 11નો ભૌતિક વસ્તુઓ પાછળ ખર્ચનો સંકેત આપે છે. આ સમયમાં તમે દાંપત્યસંબંધોનું સુખ પ્રમાણમાં ઓછુ માણી શકશો. આપ તકવાદી બનીને સમયનો પુરેપુરો લાભ ઉઠાવશો.
———————————.

કુંભ : આપે કરેલા પરિશ્રમનું સંતોષજનક વળતર ન મળતાં મનમાં ખેદની લાગણી અનુભવો. કોઇ અવિચારી નિર્ણય કે પગલાંથી ગેરસમજ ઊભી ન થાય તેનું ધ્યાન રાખવું. વિકએન્ડમાં આપની રચનાત્‍મક અને કલાત્‍મક શક્તિઓ ખીલશે. તન અને મનની સ્‍વસ્‍થતા અને આત્મવિશ્વાસના પરિણામે ઉત્‍સાહ અને ચોક્સાઇપૂર્વક કામ કરી શકશો. કામ અંગે વિચારોમાં દૃઢતા હશે. સર્જનાત્‍મક અને કલાત્‍મક ખૂબીઓ ખૂબ સારી રીતે પ્રદર્શિત કરી શકશો. ધનલાભની શક્યતા છે. નોકરિયાત વર્ગને સહકર્મીઓ અને ઉપરી અધિકારીઓનો પૂરતો સહકાર મળશે. અશાંત મનઃસ્થિતિમાંથી મુક્ત થવા માટે આપ આધ્યાત્મિકતા તરફ વળશો. આપના હાથે કોઇ ધાર્મિક કે જનસેવાનું કાર્ય થાય. ત્વચા સંબંધિત તકલીફો થશે. જોકે, આ તકલીફો ટૂંકા ગાળા પૂરતી હશે. ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અભ્યાસમાં વિશેષ ધ્યાન આપવું પડશે. મન ચિંતાગ્રસ્‍ત રહે. પેટના દર્દ કે ગરમીથી પરેશાની અનુભવાય. ઓફીસ કે કાર્યસ્થળે આપના કાર્યની પ્રશંસા થતા આપ આનંદ અનુભવશો. વિજાતીય વ્‍યક્તિઓ અને પ્રિયપાત્ર સાથેની મુલાકાત આપને હર્ષિત અને રોમાંચિત બનાવશે એમ ગણેશજી કહે છે. આપના મનગમતાં મિત્રો સ્‍વજનો સાથે બહાર હરવા ફરવાથી આપ ખૂબ જ આનંદમાં હશો. દાંપત્‍યજીવનમાં વધુ સામિપ્ય અનુભવશો. સ્વાદિષ્ટ ભોજનની લહેજત માણવાનો અને નવા વસ્‍ત્રોની ખરીદી માટેનો અવસર મળશે. વિદેશગમન માટેની તકો ઉજળી બનશે તેમજ તે દિશામાં કાર્યવાહીમાં વેગ આવશે.
———————————.

મીન : તા 5ના રોજ લાંબા સમયથી ચાલતી ચિંતા અને પરેશાનીમાંથી રાહત અનુભવશો. અનાવશ્યક ખર્ચને નિયંત્રણ રાખવું. તા 6 અને 7ના રોજ વ્યાપારમાં સફળતા મળશે. આ સમય દરમિયાન આપની જવાબદારીને પૂરી નિષ્ઠાથી પૂર્ણ કરશો. મનમાં વિચારો સકારાત્મક રહેશે. આ સમય દરમિયાન કરેલું રોકાણ ભવિષ્યમાં વધુ લાભકર્તા રહેશે. ઉપરી અધિકારી આપના કામથી ખુશ રહેશે. ઘર માટે કોઈ નવી વસ્તુની ખરીદી કરશો. પરિવારના સભ્યોને વધુ આરામદાયક જીવન આપવા માટે તમે ખર્ચ કરવામાં પાછા નહીં પડો. નવા ગેઝેટ્સ, ઈલેક્ટ્રોનિક ચીજો અથવા ગૃહસજાવટની ચીજોમાં ખર્ચની સંભાવના છે. તા 8 અને 9 નો સમય કલહકારી રહેશે. આપની શાખ અને પ્રતિષ્ઠામાં કમી આવશે. આપની ભૂલના કારણે ઉપરી અધિકારીની ઠપકો સાંભળવો પડશે. કોઈ નજીકની વ્યક્તિ અંગે અશુભ સમાચાર મળી શકે છે. તા 10 અને 11નારોજ પ્રણય પ્રસંગોમાં સફળતા મળી શકે છે. આપના સપના પુરા થઇ શકે છે. વિદ્યાર્થીઓના અભ્યાસ માટે સારો સમય રહેશે. અનૈતિક કે ખોટા કાર્યોમાં શક્તિનો વ્‍યય થાય. કોઇની સાથે ઝગડો કે તકરાર ન થાય તે જોવું. ક્રોઘમાં આવીને લીધેલું કે વગર વિચાર્યું પગલું આપને કોર્ટ-કચેરીના દરવાજા સુધી લઈ જશે. “ન બોલ્યામાં નવ ગુણ” એ કહેવત ધ્યાનમાં રાખીને શક્ય એટલું મૌન સેવજો.
———————————.

Leave A Reply

Your email address will not be published.

Translate »