તમારા માટે, તમારી સાથે, સતત…

અંકશાસ્ત્રની આંટીઘૂંટીમાં સમાઈ છે ઉજ્જ્વળ કારકિર્દી

આવનારાં ૨૦ વર્ષમાં બજારની સ્થિતિ કેવી હશે, કઈ વસ્તુની ડિમાન્ડ ભવિષ્યમાં ઘટશે અને કઈ વસ્તુની વધશે, તે સંદર્ભે પણ માહિતગાર કરે છે.

0 99
  • નવી ક્ષિતિજ – હેતલ રાવ

પહેલાંના સમયમાં કારકિર્દી બનાવવા કયા કોર્સની પસંદગી કરવી તેની જાણકારી ઓછી હતી અથવા એવું પણ કહી શકાય કે કારકિર્દી લક્ષી કોર્સ પણ ઘણા ઓછા હતા, પરંતુ હવે એવું નથી રહ્યું. આજના યુગમાં તો એચએચસીથી લઈને સ્નાતક પછી અને ઉચ્ચ અભ્યાસ પછી પણ અનેક કોર્સ યુવાનો માટે ઉપલબ્ધ છે, જેમાંથી એક છે અંક શાસ્ત્ર.

અંક વગર કોઈ પણ ગણતરી અધૂરી છે. ખાસ કરીને અર્થવ્યવસ્થા, જનસંખ્યા અને સંશોધન જેવા ક્ષેત્રોેમાં આંકડાકીય માહિતી મહત્ત્વની ગણવામાં આવે છે. આ ક્ષેત્ર એવા યુવાનો માટે છે જેમની પાસે સ્ટેટેસ્ટિક એટલે કે આંકડા શાસ્ત્રનું જ્ઞાન છે જે ઇલેક્શન સંબંધી ગણતરી અને તે સંદર્ભે રિપોર્ટ તૈયાર કરે છે. ઉપરાંત પ્રશ્નોત્તરી બનાવવી, સર્વે  ટેસ્ટ રિપોર્ટ બનાવવા અને સંશોધના આધારે  તથ્યો પર અભ્યાસ પણ કરે છે. એટલંુ જ નહીં, આંકડા શાસ્ત્રના નિપુણ પ્રોફેશનલ્સ માર્કેટમાં ચાલી રહેલા બદલાવની પણ જાણકારી આપે છે. આવનારાં ૨૦ વર્ષમાં બજારની સ્થિતિ કેવી હશે, કઈ વસ્તુની ડિમાન્ડ ભવિષ્યમાં ઘટશે અને કઈ વસ્તુની વધશે, તે સંદર્ભે પણ માહિતગાર કરે છે. સરકારી તંત્ર પણ પોતાની મોટી યોજનાઓ અંક શાસ્ત્રના જાણકાર લોકોની સલાહના આધારે અમલમાં લાવે છે. ટૂંકમાં, કહી શકાય કે હાલના સમયમાં આંકડા શાસ્ત્રના પ્રોફેશનલ્સ ઓન ડિમાન્ડ છે.

અંક શાસ્ત્રની જાણકારી
આ વિષય ગણિતના નિયમો અનુસરે છે. જેમાં એક નિશ્ચિત સંખ્યામાંથી શક્ય ગુણોત્તર ગણવામાં આવે છે. ગાણિતિક ભાષામાં તેને તુલનાત્મક અભ્યાસનો હિસાબ પણ કહેવામાં આવે છે.  ઉપરાંત આ અભ્યાસને એક્ચુરિયલ સાયન્સ એટલે કે વાસ્તવિક વિજ્ઞાન પણ કહી શકાય છે. ગણિતની ભાષામાં આને આંકડા શાસ્ત્ર કહેવામાં આવે છે. આજના સમયમાં આનો ઉપયોગ માર્કેટિંગ, એગ્રીકલ્ચર, ફાર્મા અને મીડિયા સહિત અનેક જગ્યા પર થાય છે. સમયની સાથે અંક શાસ્ત્રનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. ૨૦૧૩માં આંકડા શાસ્ત્રને ઇન્ટરનેશનલ યર ઓફ સ્ટેટિસ્ટિક્સની સંજ્ઞા પણ આપવામાં આવી હતી.

સ્નાતક થવું જરૃરી
કોમર્સ વિષય સાથે ધોરણ ૧૨ પાસ કરનારા યુવાનો સ્નાતક ડિગ્રીના અભ્યાસ ક્રમમાં આંકડા શાસ્ત્ર વિષયને પ્રાધાન્ય આપીને આગળ વધી શકે છે જે વિદ્યાર્થીઓએ ગણિત વિષય સાથે ગ્રેજ્યુએેશન પૂર્ણ કર્યું હોય તેવા યુવાનો પણ આંકડા શાસ્ત્રનો અભ્યાસ કરી શકે છે. ઘણી સંસ્થાઓ પ્રવેશ પરીક્ષાના આધારે ઍડ્મિશન આપે છે તો ઘણી જગ્યાએ મેરિટ લિસ્ટના આધારે પણ પ્રવેશ આપવામાં આવે છે. આંકડા શાસ્ત્રમાં સ્નાતક થયા પછી એમએસસીમાં પ્રવેશ મળી શકે છે.  અંક શાસ્ત્રમાં એમએસસીની ડિગ્રી હોવાના કારણે નોકરીના વિકલ્પ વધે છે. માસ્ટર ડિગ્રી મેળવ્યા પછી વિદ્યાર્થી પોતાની ઇચ્છા પ્રમાણે એમફીલ કે પીએચડીમાં રજિસ્ટ્રેશન કરી શકે છે. ઘણી સંસ્થાઓમાં પીજી ડિપ્લોમા અને સર્ટિફિકેટ કોર્સ પણ કરાવવામાં આવે છે.

મુખ્ય પ્રવેશ પરીક્ષા
આ ક્ષેત્રમાં યુપીએસસી દ્વારા ઇન્ડિયન સ્ટેટિસ્ટિક્સ (આઇએસએસ) પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. આ પરીક્ષા માટે બેચલરની સ્ટેટિસ્ટિક્સ-મેથમેટિક્લ અને સ્ટેટિસ્ટિક્સ-એપ્લાઇડની ડિગ્રી અનિવાર્ય છે. પરીક્ષામાં બેસનારા ઉમેદવારની ઉંમર ૨૧-૩૦ વર્ષની વચ્ચે હોવી જોઈએ. આ પરીક્ષામાં પાસ થયા પછી મુખ્ય સરકારી વિભાગોમાં અંક શાસ્ત્ર સાથે જોડાયેલા લોકોની નિયુક્તિ કરવામાં આવે છે. પરીક્ષાનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે.

સતત અભ્યાસ જરૃરી
આ પ્રોફેશનમાં આંકડા અને ગણતરીની ભરમાર હોય છે. કોઈ પણ ક્ષેત્રમાં નીતિ નિર્ધારનો નિર્ણય લેવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવે છે. માટે પ્રોફેશનલ્સમાં સતત અભ્યાસ કરવાની વૃત્તિ અને આંકડાની ગણતરીમાં રસ હોવો જરૃરી બની રહે છે. આ ઉપરાંત પણ પ્રોફેશનલ્સમાં  ધીરજ, પડકારનો સામનો કરવાની કુનેહ અને જવાબદારીને સારી રીતે નિભાવવાના ગુણ મહત્ત્વના છે.  આ માટે ટીમ વર્કનું યોગદાન અગત્યનું છે. લીડરશિપની ગુણવત્તા, કોમ્પ્યુટર સોફ્ટવેરનું જ્ઞાન અને ગણતરીના મુખ્ય સૂત્રોનું નોલેજ પણ મદદરૃપ થાય છે.

Related Posts
1 of 319

રોજગારની સંભાવનાઓ
અંક શાસ્ત્રનો સફળતાપૂર્વક અભ્યાસ કર્યા પછી વિદ્યાર્થી યોજના આયોગ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ એપ્લાઇડ મેનપાવર રિસર્ચ, ઇન્ડિયન કાઉન્સિલર ઓફ મેડિકલ રિસર્ચ અને સામાજિક-આર્થિક ગણતરી સાથે જોડાયેલા ક્ષેત્રોમાં નોકરી મેળવી શકે છે. સરકારી નોકરી માટે સંઘ લોક સેવા આયોગ અને કર્મચારી પસંદગી આયોગમાં પણ વિકલ્પ મળી રહે છે. આ ઉપરાંત પણ યોજના આયોગ, ધ નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક્સ રિસર્ચ વગેરે દ્વારા બેન્કમાં પણ નોકરીના અવસર મળે છે. કોમ્પ્યુટરનું જ્ઞાન આંકડા શાસ્ત્ર સમજવામાં વધુ મદદરૃપ બને છે. શિક્ષણ, કૃષિ, બિઝનેસ જેવા ક્ષેત્રોમાં પણ આંકડા શાસ્ત્રના જાણકારોની માગ વધુ છે. જ્યારે સેમ્પલ અને  ડેટા કલેક્શન, સર્વે કાર્ય, બજારમાં ચાલતા નવા ટ્રેન્ડ ઉપરાંત બિઝનેસ મૉડલ બનાવવાની તક પણ પ્રોફેશનલ્સને મળે છે. ઉચ્ચ શૈક્ષણિક સંસ્થામાં ટીચિંગ અને રિસર્ચ માટેનો વિકલ્પ બેસ્ટ છે. પ્રોફેશનલ્સ પોતાની કન્સલટન્સી સેવાઓ પણ શરૃ કરી શકે છે.

અહીં પણ છે વિકલ્પ
મુખ્ય સરકારી અને ખાનગી વિભાગો ઉપરાંત ટેલિવિઝન નેટવર્ક ફર્મ, ઇન્સ્યોરન્સ કંપની, ફાર્માસ્યુટિકલ એજન્સી, કેમિકલ ઇન્ડસ્ટ્રિયલ યુનિટ, શેર બજાર, ફાઇનાન્સિયલ એનાલિસિસ ફર્મ, કેપિટલ માર્કેટ અને એક્ચુરિયલ સર્વિસમાં પણ ઘણી તક રહેલી છે. મલ્ટિનેશનલ કંપનીઓ અને એનજીઓ (સામાજિક સંસ્થાઓ)માં પણ પૂર્ણ વિકલ્પ રહેલા છે.

પગાર ધોરણ
શરૃઆતના સમયમાં પ્રોફેશનલ્સને ૨૦-૨૫ હજાર રૃપિયા પ્રતિમાસ મળી રહે છે.  આજના સમયમાં ઘણા એવા પ્રોફેશનલ્સ છે જે ચાર-પાંચ વર્ષના અનુભવ પછી પ્રતિમાસ ૮૦-૯૦ હજાર રૃપિયા પગાર મેળવે છે. ટીચિંગ ક્ષેત્રે પણ ૬૦-૭૦ હજાર રૃપિયા પ્રતિ મહિને મળી રહે છે. પોતાનું સેટઅપ શરૃ કરવામાં આવે તો પણ સારી આવક થાય છે.  વિદેશમાં કે રિસર્ચર તરીકે કામ કરી શકાય છે. કોઈ પ્રોજેક્ટ પર કામ કરવામાં આવે તો મૂળભૂત રાશિ આપવામાં આવે છે. એટલું તો નક્કી છે કે અંક શાસ્ત્રના પ્રોફેશનલ્સ માટે નોકરીની કોઈ અછત નથી, પરંતુ તે માટે બૌદ્ધિક ક્ષમતા મજબૂત હોવી જરૃરી છે વર્તમાન સ્થિતિમાં અંક શાસ્ત્ર નિપુણ લોકો માટે અનેક તક રહેલી છે. જેમાં સૌથી વધુ ડેટા એનાલિસ્ટની ડિમાન્ડ છે. જો આ પ્રોફેશનમાં સારી રીતે સ્થાપિત થવું હોય તો આઇએસએસની પરીક્ષામાં સારા માક્ર્સ સાથે પાસ થવંુ ખૂબ જ અગત્યનું છે.
——

હોદ્દા

*           ડેટા એનાલિસ્ટ, ડેટા ઇન્ટરપ્રેટર
*           સ્ટેટિસ્ટિશિયન
*           ક્વૉલિટી એનાલિસ્ટ
*           ઇકોનોમિસ્ટ
*           ફાઇનાન્સિયલ એક્સપર્ટ
*           રિસ્ક એનાલિસ્ટ
*           કસ્ટમર રિલેશનશિપ મેનેજર
*           રિસર્ચર
*           પ્રોજેક્ટ મેનેજર
*           ઇન્વેસ્ટિગેટર
*           માર્કેટ રિસર્ચર
*           ઍન્વાયરન્મૅન્ટલ સાયન્ટિસ્ટ
*           ફાર્માસ્યુટિક્લ એજન્ટ, એન્જિનિયર
———-.

મુખ્ય કોર્સ

*           બીએ ઇન સ્ટેટિસ્ટિક્સ બીએસસી ઇન સ્ટેટિસ્ટિક્સ
*           બીએસસી ઇન એપ્લાઇડ સ્ટેટિસ્ટિક્સ
*           પીજી ડિપ્લોમા ઇન સ્ટેટિસ્ટિક્સ
*           સર્ટિફિકેટ કોર્સ ઇન સ્ટેટિસ્ટિક્સ
*           એમએસસી ઇન સ્ટેટિસ્ટિક્સ
*           એમફિલ ઇન સ્ટેટિસ્ટિક્સ
*           પીએચડી ઇન સ્ટેટિસ્ટિકસ
———————–

Leave A Reply

Your email address will not be published.

Translate »