તમારા માટે, તમારી સાથે, સતત…

સાપ્તાહિક રાશી ભવિષ્ય

તુલા : સપ્તાહની શરૂઆતમાં ગ્રહોની સ્થિતિ આપની તરફેણમાં ન હોવાથી આપને માનસિક ચિંતાઓમાં વધારો કરાવશે.

0 391

તા. 02-12-2018 થી તા. 08-12-2018

મેષ : તા. 2 અને 3 બપોર સુધી આપની અને આપના જીવનસાથી વચ્ચેની ગેરસમજ અને વિવાદ દૂર થશે. ઘર્પરીવાર માટે દિવસ સંતોષજનક પસાર થશે. નોકરીમાં ઉપરી અધિકારી તરફથી સહકાર મળશે. આર્થિક સ્થિતિ માટે સારો સમય, નોકરીમાં સારી પ્રગતિ થાય. મોસાળ પક્ષ સાથે સંબંધોમાં સુધારો થાય. કોર્ટ કચેરીના કામમાં સફળતા મળે. આજના દિવસ દરમિયાન વધુ વ્યસ્ત રહેશો. આરોગ્ય બાબતની કાળજી લેવી. શરદી-કફ કે વાઇરલ ઇન્ફેકશના થાય તેનુ ધ્યાન રાખવુ જોઇએ. તા. 3 બપોર પછી અને તા. 4, 5 દરમિયાન આપનું કાર્ય ધીમી પણ મક્કમ ગતિથી સારી રીતે સફળતાપૂર્વક પૂર્ણ થશે. આપના માટે આરામદાયક દિવસ રહે. આપ બહાર હરવાફરવા જવાનો પણ કાર્યક્રમ બનાવશો. આપની બૌદ્ધિક ક્ષમતામાં વધારો થશે. તા. 6 અને 7 દરમિયાન અણધાર્યું નુકસાન આવી શકે છે. અન્યો જોડે વાદવિવાદ વધે નહીં એનું ધ્યાન રાખશો. વ્યવસાયમાં કોઈ મોટો ઓર્ડેર મેળવવામાં અવરોધ આવી શકે છે. નાણાકીય બાબતમાં કોઈના ઉપર ભરોસો કરવો નહીં. નોકરીમાં સહકર્મીઓ જોડે તકરાર થવાની શક્યતા છે. આજનો દિવસ વધારે તણાવભર્યો રહેશે. પિતા સાથેના સંબંધોમાં તણાવપૂર્ણ વાતાવરણ રહે. તા. 8ના રોજ આપનું કાર્ય સમયસર પુરું ન થાય. શેરબજારથી નુકસાનના યોગો છે.
————–.

વૃષભ : તા. 2 અને તા. 3 બપોર સુધી ઉત્તમ વસ્ત્ર તથા ભોજનની પ્રાપ્તિ થાય. પ્રણયના પ્રસંગો બનશે. આપ સમયનીકિંમત તથા મહત્ત્વ સમજશો. મનોરંજનમાં સમય પસાર થશે. ક્યાંય બહાર ફરવા જવાનો કાર્યક્રમ બની શકે છે. નિઃસંતાન દંપતી માટે સંતાન પ્રાપ્તિ માટેનો સારા સમય, શેરબજારથી આર્થિક લાભ થાય. તા. 4 અને 5 દરમિયાન સ્વાસ્થ્ય માટે લાભદાયી રહેશે, રોગોથી મુક્તિ મળશે. ચિંતામુક્ત થવાથી રાહતનો અહેસાસ થશે. બેરોજગારને રોજગાર મળી શકે છે. શત્રુઓનો પરાજય થાય. ખર્ચનું પ્રમાણ ઊંચું રહે. આર્થિક લાભના યોગો સારા બને. મોસાળ પક્ષ સાથે સંબંધો સુધરે. અવિવાહિતો માટે વિવાહ માટેનો અનુકૂળ સમય છે જ્યારે વિવાહિતોને જીવનસાથી જોડે સંબંધોમાં સુધારો થાય તા. 6 અને 7 દરમિયાન ધનલાભ થશે. નાનો પરંતુ લાભદાયક પ્રવાસ થાય. વાહનની પ્રાપ્તિ થાય. આ દિવસોમાં પાર્ટી કે પછી સમારંભમાં જવાનું થાય. આ સમય આનંદપૂર્વક શાંતિથી પસાર થાય. જુના તથા નવા મિત્રો સાથે મુલાકાત થાય. તા. 8ના રોજ સમય કષ્ટદાયક છે. કોઈ અંગત વ્યક્તિથી દૂર થઇ શકો છો. આપને અચાનક નુકસાન થઇ શકે છે. કોઈની સાથેનો વાદ-વિવાદ ઝગડાનું સ્વરૂપ ધારણ કરી શકે છે. ઘર-પરિવારમાં મનદુઃખનો પ્રસંગ થઇ શકે છે.
————–.

મિથુન : તા. 2ના રોજ મકાન-વાહન પ્રાપ્તિ માટેના સારા યોગો છે. વિદ્યાર્થી માટે ભણવામાં સફળતા મળે. માતા સાથેના સંબંધો સારા રહે તથા તા. 3 બપોર સુધીનો સમય થાક અને તણાવ અનુભવશો. બીમાર પડી શકો છો. યાત્રા-પ્રવાસ દરમિયાન તકલીફ પડી શકે છે. અજાણી વ્યક્તિ સાથેનો પરિચય પરેશાનીનું કારણ બની શકે છે. આપનું મન ક્યાંય સ્થિર નહીં થાય. આપનું ઋણ સમયસર ચુકવી નહીં શકો. તા. 3ના રોજ બપોર પછીનો સમય ધીરેધીરે અનુકૂળ થશે. પિતા સાથેના સંબંધોમાં સુધારો આવે. વિદેશગમન માટે અનુકૂળ સમય છે. તા. 3 બપોર પછી અને તા. 4 અને તા. 5 દરમિયાન આપ સંતાન માટે સમય કાઢશો. આપના પોતાના શોખ પુરા કરશો. આપની બુદ્ધિ તથા પ્રતિભાની કદર થશે. પરિવારમાં મહેમાનોની અવાર-જવર રહેશે. તા. 6 અને 7 દરમિયાન લોટરી –સટ્ટામાં લાભ થઇ શકે છે. આ સમય આનંદ અને ખુશીઓથી ભરેલો હશે. વ્યવસાયમાં કોઈ નવો સોદો કરશો. આ સમયે આપ સપના સાકાર કરી શકશો. તા. 8 દરમિયાન મહેમાનની આગતા-સ્વાગતામાં પ્રયત્નરત રહેશો. કોઈ શુભ સમાચાર મળી શકે છે. કોઈ પ્રતિષ્ઠિત કે નામાંકિત વ્યક્તિ જોડે મુલાકાત થશે.
————–.

કર્ક : તા. 2 અને તા. 3 બપોર સુધીનો સમય ધન વૈભવમાં વધારો કરશે. આપને મહત્ત્વપૂર્ણ સમાચાર મળશે. દરેક બાજુએથી સફળતા મળશે. નોકરીમાં આપની સ્થિતિ મજબૂત થશે. તા. 3 બપોર પછી અને તા. 4, 5 દરમિયાન ચતુર્થ સ્થાનમાં ચંદ્ર હોવાથી પરેશાની ઓ વધશે. આર્થિક બજેટમાં ગરબડ થઇ શકે છે અને તેના કારણે મન અશાંત રહેશે. નજીકના સગાના સ્વાસ્થ્યમાં ગરબડ ઉભી થવાની શક્યતા છે. તેના કારણે આપને બેચેની રહ્યા કરે. આપની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચી શકે છે. વ્યર્થ ખર્ચાઓથી બચવું. તા. 6 અને 7 દરમિયાન ધીરેધીરે લાભદાયી પરિસ્થિતિઓમાં આવશો. કોઈ મહત્ત્વપૂર્ણ સોદા થઇ શકે છે. જે કાર્યમાટે ઘણા સમયથી પ્રયત્નશીલ હતા કે તે આ સમય દરમિયાન પૂર્ણ થશે. વિદ્યાર્થીઓએ વધુ મહેનતની તૈયારી રાખવી પડશે. ખાસ કરીને અભ્યાસમાં પ્રોજેક્ટ સબમિશનની સાથે સાથે પરીક્ષાની તૈયારી કરવામાં તમારે વધુ માર્ગદર્શનની જરૂર પડશે. યુવાનોને કારકિર્દીમાં નવી દિશા પ્રાપ્ત થશે. અવિવાહિતોને વિવાહનો પ્રસ્તાવ આવી શકે છે. તા. 8ના રોજ ઉત્તમ સમય છે. શુભ સમાચાર મળવાની શક્યતા છે. નવી વ્યક્તિઓને મળવાનું થશે. કોઈ જુનો વિવાદ ચાલતો હોય તો તેનું નિરાકરણ આવશે. કોઈ મિત્રનો સાથ મળશે. આપના માટે સમય રાહત ભર્યો રહેશે.
————–.

સિંહ : તા 2 અને 3 દરમિયાન ખાવા-પીવાનું વિશેષ ધ્યાન રાખવું કારણ કે અપચો તેમજ ઋતુમાં અચાનક થતા ફેરફારના કારણે પેટ સંબંધિત બીમારીઓ થવાની ઘણી સંભાવના છે. આપ આરામ કરવાના મૂડમાં રહેશો. આપ કામમાં આળસ અનુભવશો. આમ તો વર્તમાન દિવસો શાંતિ અને રાહત ભર્યા રહેશે છતાં તમારે નિયમિત કાર્યો પુરા કરવા માટે માનસિક તૈયારી રાખવી જ પડશે. તા 4 અને 5 દરમિયાન આપના આદર્શ વ્યક્તિની મુલાકાત થશે. કોઈ મિત્ર તરફથી શુભ સમાચાર મળશે. આપના ઉપરી અધિકારી આપનાથી ખુશ રહેશે. આપના માટે આર્થિક લાભનો સમય પુરવાર થશે. જુના રોકાણો, મિલકતો વેચીને તમે આર્થિક લાભ મેળવો અથવા અગાઉ કરેલી એફડી કે અન્ય રોકાણ તમારી આર્થિક ઉન્નતિનું કારણ બની શકે છે. આપના ભાઈ બહેનોને આપ મદદરૂપ થશો. તા 6 અને 7 દરમિયાન સમય ખરાબ છે. આપને કોઈ વિવાદનો સામનો કરવો પડશે. જેના કારણે આપને પરિવારજનો સાથેના સંબંધમાં ખટાશ આવશે. આપના માન-સન્માનમાં ઘટાડો થશે. આપના માટે ધીરજ રાખવી જરૂરી છે. તા 8ના રોજ આપ રાહત અનુભવશો. આપ દરેક કાર્ય સમજીવિચારીને કરશો. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં મહેનત કરવી જરૂરી રહેશે. અભ્યાસ ખૂબ ધીમી ગતિએ ચાલશે. શનિ આપના પંચમ સ્થાનમાં ભ્રમણ કરતા આપના માટે મહેનતના પ્રમાણમાં ટકા ઓછા આવી શકે છે. આપના માટે મહેનત જ એક પર્યાય છે.
————–.

કન્યા : આ સપ્તાહની શરૂઆતથી જ આપનું મન પ્રફુલ્લિત રહેશે. તમે નિજાનંદ માટે ખર્ચ કરશો. મોજશોખ પુરા કરશો. નવી ચીજ વસ્તુઓની ખરીદીની શક્યતા જણાઈ રહી છે. ખાસ કરીને પરિવારજનોને આરામદાયક જીવન આપવા માટે આપ ઘરમાં ઈલેક્ટ્રોનિક ચીજોની ખરીદી કરો, રંગરોગાન કે નવીનીકરણ અંગેનો વિચાર કરો, વસ્ત્રાભૂષણોની ખરીદી થાય, મહિલાઓ કોસ્મેટિક્સ કે બ્યૂટી ટ્રીટમેન્ટ પાછળ ખરીદી કરે વગેરેની શક્યતા પ્રબળ જણાય છે. આપના હાથમાં નાણાંનો પ્રવાહ સતત આવતો રહેશે જેથી આર્થિક મોરચે આપને ચિંતાનું કારણ જણાતું નથી. આપની આર્થિક સદ્ધરતા વધતા સામાજિક મોભો પણ વધશે. ઊંચી જીવનશૈલી તરફ આપ દોરવાશો. પરિવારમાં માતા અથવા કોઈપણ વડીલનું સ્વાસ્થ્ય આપના માટે ચિંતાનું કારણ બની શકે છે. કૌટુંબિક સંબંધોમાં સૌહાર્દ વધશે. ખાસ કરીને ભાઈ-બહેન સાથેના સંબંધોમાં આપને વધુ સૂમેળ રહેશે અને તેમના તરફથી મુસીબતના સમયમાં સાથ-સહકાર મળશે. ધંધા-વ્યવસાયમાં આપ ધન લાભ થાય પરંતુ કામની વ્યસ્તતા અને અતિ પરિશ્રમના કારણે આપનું શારીરિક સ્વાસ્થ્ય ન જોખમાય તેની તકેદારી રાખવાની જવાબદારી આપની જ છે તેમ ગણેશજી ટકોર કરી રહ્યા છે.
————–.

Related Posts
1 of 259

તુલા : સપ્તાહની શરૂઆતમાં ગ્રહોની સ્થિતિ આપની તરફેણમાં ન હોવાથી તા 2અને 3 બપોર સુધીનો સમય આપને માનસિક ચિંતાઓમાં વધારો કરાવશે. તમારી વ્યાકુળતા અને અજંપો શારીરિક મુશ્કેલી સર્જવા ઉપરાંત પ્રોફેશનલ મોરચો તમારું પરફોર્મન્સ નબળું કરશે. આ ઉપરાંત પ્રેમસંબંધોમાં પણ અવરોધો આવી શકે છે. સંતાન તેમજ પરિવાર તરફથી કોઈ સહયોગ ના મળવાથી તમે મનોમન અફસોસ કરશો. ગણેશજી કહે છે કે મન પર સંયમ રાખો કારણ કે આ સમય ખુબ ઝડપથી જતો રહેવાનો છે. ખર્ચ પર નિયંત્રણ રાખવું. કોઈ યાત્રા પર જવાનું થાય તો તેમાં મુશ્કેલી આવી શકે છે. તા 3 બપોર પછી અને 4 તેમજ 5 દરમિયાન આપની મહેનત અને પરિશ્રમનું પુરું ફળ મળશે. ઓફિસમાં આપ કોઈ મોટો નિર્ણય લેશો. ઈમાનદારીથી આપનું કાર્ય પૂર્ણ કરશો. કુશળતા અને વિવેકથી કામ કરવાથી આપની ઉન્નતિ થશે. પ્રિયપાત્ર કે આપ્તજનો તરફથી કોઈ ભેટ સોગાદ મળી શકે છે. તા 6 અને 7 દરમિયાન પૈસા તો મળશે પરંતુ માનસિક શાંતિ નહીં મળે. કાર્યક્ષેત્રમાં તમે વિસ્તરણ કરશો. રોજબરોજના કાર્યમાં વ્યસ્ત રહેશો. વ્યવસાયમાં સ્થિતિ આપના નિયંત્રણમાં રહેશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં વિઘ્ન આવી શકે છે. તા 8ના રોજ ભૌતિક સુખ સાધનોની ખરીદી કરશો. આપની લોકપ્રિયતામાં વધારો થશે.
————–.

વૃશ્ચિક : સપ્તાહના આરંભમાં તમારું મન પ્રફુલ્લિત અને આંતરિક રીતે તમે પુનરુર્જિત હોવ તેવું લાગશે. તા 2 અને 3 દરમિયાન સમય સારો છે. ચંદ્ર લાભ સ્થાનમાં હોવાથી અચાનક ધનપ્રાપ્તિ થશે. દૂરના અંતરેથી થતા લાભમાં પણ વધારો થઈ શકે છે. આપની આવકમાં વડીલો અને મિત્રો મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. આપની ઈચ્છા પુરી કરવાનો સમય છે. આપના દીર્ઘ દૃષ્ટિકોણના લીધે સારું પરિણામ મેળવશો. આપ લોકોનું સન્માન મેળવશો. ઘરમાં કોઈ શુભ કે માંગલિક પ્રસંગનું આયોજન થાય અથવા જાહેર મેળાવડામાં તમે જાવ તેવું બની શકે છે. પ્રેમસંબંધો અને લગ્ન અંગેનો નિર્ણય લેવા માટે પણ સમય સારો છે. ભાગીદારથી લાભ થશે. તા 4 અને 5 દરમિયાન કોઈ અપ્રિય કે અશુભ સમાચાર મળી શકે છે. અનિદ્રની ફરિયાદ વધશે. વ્યવસાયમાં કોઈ પણ નિર્ણય લેતા પહેલા ખુબ વિચાર કરવો. ગુપ્ત પ્રણય પ્રસંગો જાહેર થઇ શકે છે. પારિવારિક બાબતોમાં ચિંતા રહેશે. કોઈ અંગત વ્યક્તિથી વિયોગ થશે. તા 6,7 દરમિયાન વ્યવસાયમાં કાર્ય ગતિ પકડશે. ભૌતિક પ્રગતિ થશે. મનની ઈચ્છા પુરી થશે. એક જ સમયે ઘણા બધા કાર્ય પૂર્ણ થશે. કોઈ વિઘ્ન આવશે તો તેને દૂર કરીને આગળ વધશો. તા 8ના રોજ પ્રતિસ્પર્ધામાં આગળ આવવા માટે પ્રયાસ કરશો. પારિવારિક સમસ્યાનું નિવારણ આવશે.
————–.

ધન : સપ્તાહના આરંભે તમે નવા નવા લોકો સાથે મુલાકાત લેશો અને કાર્યપદ્ધતિ તેમજ સિદ્ધિઓના કારણે લોકપ્રિયતાની બાબતમાં સૌથી આગળ રહેશો. આપના માટે આ સમય પ્રસન્નતા ભર્યો પસાર થશે. આપના હાથે કોઈ સારું કાર્ય થશે. ઘર માટે કોઈ નવી વસ્તુની ખરીદી કરવાથી મન પ્રફુલ્લિત રહેશે. નોકરીમાં પ્રમોશનના યોગો બને છે. ધંધામાં તમે નવીન કામગીરી કરી શકશો. નવું સાહસ ખેડવા માટે તેમજ નવા કામકાજ માટે મહત્ત્વની મિટિંગ્સ થઈ શકે છે. સરકારી કામકાજમાં સફળતા મળે. તા. 4 અને તા. 5 દરમિયાન પરિવારોના વડીલોના આશીર્વાદ અને પ્રેમ મેળવશો. કેરિયરને આગળ વધારવા કરેલા અથાગ પ્રયત્નોનું ધાર્યું પરિણામ મેળવશો. આપ પોતાના કર્તવ્યને સારી રીતે નિભાવશો. તા. 6 અને 7 દરમિયાન લોટરી –સટ્ટામાં લાભ થઇ શકે છે. આ સમય આનંદ અને ખુશીઓથી ભરેલો હશે. વ્યવસાયમાં કોઈ નવો સોદો કરશો. આ સમયે આપ સપના સાકાર કરવા માટે આર્થિક ખર્ચમાં પાછા નહીં પડો. તા. 8ના રોજ કામકાજમાં આપની વ્યસ્તતા વધુ રહેશે અને કામના વધુ પડતા ભારણના કારણે થાક, અશક્તિનો અનુભવ કરશો. શત્રુ અને વિરોધીઓ આપની નિંદા અને ટીકા કરશે. આપના ઉપરી અધિકારી આપની વાણી-વર્તનથી નારાજ થશે.
————–.

મકર : તા. 2 અને તા. 3 કોઈક ધાર્મિક કે માંગલિક પ્રસંગમાં આપ હાજરી આપશો. વેપાર અર્થે મુસાફરી કરવાના યોગ છે. આપનામાં પરોપકારની ભાવના વધવાથી અન્‍ય લોકોને મદદરૂપ થવાનો પ્રયત્‍ન કરશો. તા. 3ના રોજ બપોર પછી અને તા. 4, 5 દરમિયાન આર્થિક બજેટમાં ગરબડ થઇ શકે છે જેથી મન અશાંત રહેશે. નજીકના સગાના સ્વાસ્થ્યમાં ગરબડ ઉભી થવાની શક્યતા છે, જેના કારણે આપને બેચેની રહ્યા કરે. આપની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચી શકે છે. વ્યર્થ ખર્ચાઓથી બચવું. તા. 6 અને 7 દરમિયાન ધીરેધીરે લાભદાયી પરિસ્થિતિઓમાં આવશો. કોઈ મહત્ત્વપૂર્ણ સોદા થઇ શકે છે. જે કાર્યમાટે ઘણા સમયથી પ્રયત્નશીલ હતા કે પછી મહેનત કરતા હતા તે આ સમય દરમિયાન પૂર્ણ થશે. વિદ્યાર્થીઓએ આ સમય દરમિયાન અભ્યાસમાં ધ્યાન આપવું, અન્યથા તમારા લક્ષ્ય પ્રાપ્તિમાં અવરોધ આવી શકે છે. યુવાનોને કેરિયરમાં નવી દિશા પ્રાપ્ત થશે. અવિવાહિતોને વિવાહનો પ્રસ્તાવ આવી શકે છે. તા. 8 આપ પરિવારજનો સાથે મળીને ઘરની બાબતો અંગે અગત્‍યની ચર્ચા વિચારણા કરશો. કોઇપણ બાબતે નિર્ણય લેતા પૂર્વે શાંત ચિત્તે તમામ પાસાનો વિચાર કરવો.
————–.

કુંભ : ઘણી બધી ચેલેન્જો સાથે થોડી ઘણી ઉપલબ્ધિઓ પણ મળશે પણ તે આપના જન્મના ગ્રહોને આધારે પણ જોવું જોઇએ. સ્વબળે કશુંક બનવાની ઇચ્છા એ જ આપની વિશિષ્ટતા છે. આ ફક્ત તમારી વ્યાવસાયિક કે આર્થિક ઉન્નતિ માટે નહીં પણ સંપૂર્ણ કારકીર્દિ માટે પણ એટલી જ જરૂરી છે. શરૂઆતના તબક્કામાં માનસિક અજંપો અને સ્વાસ્થ્યની થોડી સમસ્યાઓ બાદ ચંદ્રની સ્થિતિ બદલાતા ભાગ્યવૃદ્ધિ સાથે આર્થિક સદ્ધરતા પ્રાપ્ત કરવા માટે તકો મળી રહે. કુટુંબ, પરિવારજનો, સ્નેહીઓ, સગાંવ્હાલાઓ અને સંતાનો એમની મદદ કે એમનો સહકાર આપને મળી રહેશે. આપ અત્યારે એકાદ પ્રોજેક્ટ પર યોજનાબદ્ધ રીતે અને વ્યવસ્થિત રૂપે કામ કરતા હોય તેવું ગણેશજી જોઇ રહ્યા છે. પ્રોફેશનલ બાબતોમાં તમારું ધ્યાન વધુ પરોવાયેલું રહેશે. એક દૂરંદેશીભરી અને દૂરોગામી વ્યવસ્થા ઊભી કરવાની તમે હાલમાં તૈયારી કરશો. આયાતનિકાસના કાર્યો અને જન્મભૂમિથી દૂર થતા કાર્યો, દૂરના સ્થળે નોકરી અથવા મલ્ટીનેશનલ કંપનીના કાર્યોમાં તમે સારી પ્રગતી કરશો. આ સમયે ખાસ કરીને તમારે ગુસ્સાને અંકુશમાં રાખવો અને તમારામાં થઈ રહેલા શક્તિના સંચારને યોગ્ય દિશામાં વાળજો જેથી તેનો સદુપયોગ થઈ શકે.
————–.

મીન : સપ્તાહની શરૂઆત તમે ઉત્તમ દાંપત્ય સુખ સાથે કરશો. પ્રોફેશનલ બાબતોમાં ભાગીદાર સાથે મળીને મહત્વના નિર્ણય લો તેવી સંભાવના પણ છે. સાથે સાથે નવા કરારો કરવા માટે પણ ગણેશજી લીલીઝંડી બતાવી રહ્યા છે. મિત્રો અને પરિવાર સાથે આનંદપૂર્વક સમય પસાર કરશો. આર્થિક સ્થિતિમાં ચઢાવ- ઉતાર આવે નહીં તે માટે સાવચેત રહેશો. સપ્તાહના મધ્યમાં તબીબી બાબતો અને ધાર્મિક બાબતો પાછળ ખર્ચ થવાની શક્યતા છે. મૂડીરોકાણ સંભાળીને કરવું. આપને કાર્ય સફળતા મળવામાં થોડો વિલંબ થાય, એમ છતાં તે અંગેના પ્રયત્‍નો ચાલુ રાખતાં તે પાર પાડી શકશો. સામાન્ય અભ્યાસના બદલે આપને ગૂઢ અને આધ્યાત્મિક વિષયોમાં રુચિ વધશે. વિદ્યાર્થીઓએ પરીક્ષામાં પેપર લખવાની શરૂઆત કરતા પહેલા “ૐ એં” મંત્રનો 11 કે 21 વખત જાપ કરવો. સપ્તાહના ઉત્તરાર્ધમાં પ્રવાસનું આયોજન શક્ય બને. ધંધામાં પ્રતિસ્‍પર્ધીઓ સામે વિજય મેળવશો. આ સમયમાં શક્ય હોય ત્યાં સુધી આપની અંદર રહેલી ક્ષતિઓ પર નજર રાખો. સપ્તાહના અંતે આપનો મોટાભાગનો સમય બૌદ્ધિક કાર્યો અને ચર્ચામાં પસાર થશે. આપના નવીન વિચારો કોઈપણ વ્યક્તિને પ્રભાવિત કરશે. ઘરમાં પણ શાંતિનું વાતાવરણ રહે.

————–.

Leave A Reply

Your email address will not be published.

Translate »