તમારા માટે, તમારી સાથે, સતત…

સાપ્તાહિક રાશી ભવિષ્ય

વૃષભ : તા. 25 અને 26 દરમિયાન આપની વ્યવસાયિક સ્થિતિમાં તકલીફ ઉભી થઇ શકે છે.

0 576

તા. 25 -11-2018 થી તા. 01-12-2018

મેષ : તા. 25 અને 26ના રોજ આપ પોતાનું કામ પોતાની સુઝબુઝથી પાર પાડશો. કર માટે દિવસ ઉત્તમ અને સફળ રહેશે. આપના અટકેલ કાર્ય પુરા થશે. આપના જુના રોકાયેલાનાણાં છુટ્ટા થશે. કમિશન કે દલાલીના કામકાજથી લાભ થાય. ભાઇ-બહેનો સાથેના સંબંધોમાં મધુરતા આવે. વારસાગત મિલકતથી લાભ થાય. આકસ્મિક ધન પ્રાપ્તિના સારા યોગો છે. તમારા પ્રતિભાને ઉજાગર કરવા માટેનો સારો સમય. મકાન-વાહન માટે અનુકૂળ સમય છે. તા. 27 અને 28 દરમિયાન ચોથે ચંદ્ર નુકસાન કરતા રહેશે. આપને પારિવારિક વિવાદોનો સામનો કરવો પડી શકે છે. માથાના દુખાવાની સમસ્યા રહેશે. જયારે ચંદ્ર –ગુરુ સાથે હોઈ આપનું મન વ્યર્થ શંકાકુશંકાઓમાં ફસાયેલું રહી શકે છે. વાહન ચલાવતી વખતે સાવધાની રાખવાની જરુર છે. અક્સમાત ન થાય તેનું ધ્યાન રાખવું. તા. 29 અને 30 તારીખ બપોર સુધી આપ્નામાતે જીંદગીમાં કંઈક નવીનતા ભર્યો પ્રસંગ બનશે. વિદ્યાર્થીઓ માટે જ્ઞાનવર્ધક સમય રહેશે. આપ જે કામ માટે દિલથી મહેનત કરતા હશો તે કામમાં સફળતા મેળવવાના સંજોગોનું નિર્માણ થશે. બપોર 1 વાગ્યા પછી આપની મહેનત પૂર્ણ થઇ કાર્ય સરળતાથી સંપન્ન થશે. આપના માટે આપની સફળતા આપને ઉત્સાહિત કરશે.
——————-.

વૃષભ : તા. 25 અને 26 દરમિયાન આપની વ્યવસાયિક સ્થિતિમાં તકલીફ ઉભી થઇ શકે છે. આપને માનસિક તણાવ રહે. પરિવારના સભ્યો સાથે વાદ-વિવાદ થઇ શકે છે. જોકે, પ્રોફેશનલ મોરચે વિચાર કરીએ તો, ધંધામાં નફાનું પ્રમાણ વધે. સરકારી કામકાજમાં સફળતા મળે. સામાજિક સ્તરે માન-સન્માન વધે. તા. 27 અને 28 દરમિયાન બીજા પર આશા ન રાખતા અને પોતાના કાર્ય પોતે જ કરશો. આપ પોતાના વર્તનથી બીજાના દિલ જીતશો. સામાજિક કાર્યમાં વ્યસ્ત રહેશો. આપને ધન, માનસિક આનંદ અને સંતોષની એકસાથે પ્રાપ્તિ થશે. કમિશન કે દલાલીના કાર્યથી આર્થિક લાભ થાય. ભાઇ-બહેના સાથેના સંબંધોમાં મધુરતા આવે. તા. 29 અને 30 દરમિયાન ચતુર્થ સ્થાનમાં રહેલો ચંદ્ર મનને અશાંત કરાવશે. ઘર-પરિવારમાં તણાવપૂર્ણ પરિસ્થિતિ રહેશે. સાસરી પક્ષમાં કડવાહટ આવશે. અવિવાહિતો માટે લગ્ન માટેનો અનુકૂળ સમય. જીવનસાથી જોડેના સંબંધોમાં સુધારો આવે. ધન હાનિનો યોગ છે. અથાગ પ્રયત્ન પછી પણ કાર્ય સફળ નહીં થાય. ઘરની સ્થિતિ આપના પક્ષમાં નથી. તા. 1ના રોજ આપને શરદી તથા કફની તકલીફ થઇ શકે છે. આપને કોઈ ખોટી સલાહ આપે અને ગેરમાર્ગે દોરશે. આપ કામના ભારણ અને કામના વધુ પડતા કલાકોના કારણે થાક અનુભવશો. વિદ્યાર્થીઓ માટે મધ્યમ ફળદાયી સમય રહેશે. સંતાનથી આપને ચિંતા રહેશે. આપે અકસ્માતથી સંભાળવું. કોઈ યાત્રા-પ્રવાસનું આયોજન કર્યું હોય તો ટાળજો.
——————-.

મિથુન : તા. 25 ના રોજ આપ જાત મહેનતથી પોતાના ભાગ્યનું ઘડતર કરશો. તા. 26 ના રોજ આપના વિચારોમાં સકારાત્મકતા આવશે. આપનો પરિશ્રમ સફળ થશે. આપ આપના સંબંધોમાં મજબૂતી લાવશો. યાત્રા-પ્રવાસ કરશો. સામાજિક પ્રસંગોમાં આનંદ, મનોરંજન મેળવશો. ધાર્મિક કાર્યમાં સમય વ્યતિત કરશો. પારિવારિક દૃષ્ટિએ સારો તબક્કો રહે. આર્થિક સ્થિતિમાં સુધારો થાય. તા. 27 અને 28 દરમિયાન સમય મિશ્ર ફળદાયી રહેશે. માનસિક તણાવ અને ચિંતા ઓછી થશે. જે પણ કાર્ય હાથમાં લેશો તેને પૂર્ણ કરીને જ જંપશો. રોજિંદી સમસ્યાનું સમાધાન મેળવશો. આપની વ્યસ્તતામાં ઘટાડો થશે જેથી પાડોશી, સગા-સંબંધી તથા પરિવાર સાથે સમય પસાર કરશો. નોકરીમાં પગાર વધારો થાય. વધારે પડતુ ખાવા-પીવાની આદતથી મેદસ્વીતા વધશે. પેટના રોગો થવાની શક્યતા છે. તા. 29 અને 30 દરમિયાન આર્થિક બાબતમાં સફળતા મળશે. સાથે સાથે આપ રોકાણ તરફ પણ ધ્યાન આપશો. ઘરમાં કોઈ માંગલિક કાર્યનું આયોજન કરશો. અવિવાહિતો માટે લગ્નની બાબતમાં વિઘ્ન વિલંબ થાય. તા. 1ના રોજ સ્વાસ્થ્ય સંબંધિત પરેશાની થશે. આપને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. આપની પીઠ પાછળ કોઈ ગુપ્ત ષડયંત્ર રચાઈ શકે છે.
——————-.

કર્ક : તા. 25 વિદેશગમન માટે સારા યોગો છે. આંખ – ગળા અને ખભાના રોગો થવાની સંભાવના છે. વારસાગત મિલકતો, જમીન કે મકાનના વાદવિવાદથી કોર્ટ કચેરીના યોગો બને છે. તા. 26 દરમિયાન વાહન સાવચેતીપૂર્વક ચલાવવું. આપના વિરોધીઓ તથા શત્રુઓ આપની સામે બાંયો ચડાવશે અને આપને કોઈપણ ઘડીએ પછાડવા માટે કાવાદાવા કરશે માટે સાવધાન રહેવું જરૂરી છે. સ્વાસ્થ્ય પણ આ સમયમાં તમારે વધુ સાચવવું પડશે. બેચેની ભર્યો તબક્કો તમને કોઈપણ કામમાં એકાગ્રતા નહીં લેવા દે. મિત્ર દ્વારા દગો થવાની શક્યતા છે. વ્યાપાર અને કામકાજની સ્થિતિ બરાબર નહીં રહે. ઉતાવળમાં કોઈ નિર્ણય લેવો નહીં. તા. 27 અને 28 દરમિયાન ભાગીદાર સાથેના વિવાદ દૂર થશે. આપની મહત્ત્વકાંક્ષા પુરી કરવાનો સમય છે. આર્થિક બાબતોને લગતા કાર્ય પૂર્ણ થશે. પારિવારિક સુખ-શાંતિમાં વધારો થશે. તા. 29 અને 30 દરમિયાન વ્યાપાર –વ્યવસાયમાં આવેલી તકલીફ દૂર થશે. કામના કારણે વ્યસ્તતા રહેશે પરંતુ અપેક્ષિત ફળ મળતા મનમાં આનંદ રહેશે. માનસિક તણાવ અને ચિંતા ઓછી રહેશે. આપનામાં આત્મવિશ્વાસ છલોછલ રહેશે. તા. 1ના રોજ આપની કુશળતામાં વધારો થશે. તમે કંઈક નવું શીખવા માટે પહેલ કરશો. આપના કાર્યની પ્રસંશા થશે. આપ આપના વ્યવહારથી બીજાના દિલ જીતી લેશો. આપ કોઈ ધાર્મિક કાર્યક્રમમાં વ્યસ્ત રહેશો.
——————-.

સિંહ : સપ્તાહના આરંભે તા 25 અને 26 દરમિયાન જીવનસાથી અને બાળકોની મનની ઈચ્છા પુરી કરશો. સામાજિક મેળ-મુલાકાતનો સમય રહેશે. તા 27 અને 28 દરમિયાન મિત્ર સાથે કોઈ વાતે મનદુઃખ થશે. તેમના તરફથી કોઈ બાબતે ઓછો સહકાર મળવાથી તમારું મન દુઃખી થશે. સંતાનની કોઈ વાતને લઇને આપ દુઃખી થશો. આર્થિક રીતે આપનો હાથ તંગ રહેશે. આપની વાણી પર નિયંત્રણ રાખવું. જીવનસાથી જોડે કોઈ વાતે બોલાચાલી થઇ શકે છે. તા 29 અને 30 દરમિયાન આપના રોકાયેલા કાર્ય કોઈ મિત્રની મદદથી આગળ વધશે. શત્રુ અને વિરોધી આપની સામે પરાજય મેળવશે. આપની સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે. તા 1ના રોજ જે કામ મનમાં નક્કી કરશો એ કોઈ પણ રીતે પૂર્ણ કરશો. આપના માનસિક ચિંતામાં અને તણાવમાં ઘટાડો થશે. આપે આપનું આર્થિક રોકાણ સમજીને કરવું જરૂરી છે, અન્યથા તે આપના માટે ભવિષ્યમાં નુકસાન કારક બની શકે તેમ છે. અગાઉના રોકાણોની સમીક્ષા કરીને જરૂર જણાય ત્યાં ફેરફાર કરવા માટે હાલનો સમય એકદમ યોગ્ય છે.
——————-.

Related Posts
1 of 259

કન્યા : આ સપ્તાહની શરૂઆતમાં તમે આર્થિક બાબતોમાં વધુ ધ્યાન આપશો અને કમાણી માટે પ્રોફેશનલ મોરચે વિસ્તરણ અથવા અન્ય માર્ગો વિચારશો. આમતો આપના માટે શરૂઆતનો તબક્કો લાભદાયી પણ છે માટે જ્યાં હાથ નાખશો ત્યાં કમાણીની શક્યતાઓ બનશે. આપની પ્રગતીમાં પરિવારમાં વડીલો, પ્રોફેશનલ મોરચે ઉપરીઓ અને મિત્રોની ભૂમિકા મહત્વની બનશે. જાહેર જીવનમાં તમે વ્યસ્ત થશો અને અવિવાહિત જાતકોને જાહેર મેળાવડામાં જ કોઈ યોગ્ય પાત્ર સાથે મુલાકાતના યોગ બનશે. તમારા અંગત કામકાજ કે ધંધાકીય કામકાજમાં ભાઈ અને મિત્રોનો સહકાર મળી રહેશે જે આપને સારું પીઠબળ પુરું પાડશે. જોકે અંતિમ બે દિવસમાં આપે ખૂબ સાચવવાનું છે અન્યથા ખોટા નિર્ણયના કારણે આર્થિક ફટકો પણ પડી શકે છે. ભાગીદારીના કામકાજમાં પણ ખાસ લાભની શક્યતા જણાતી નથી.  મકાન-જમીન-ફ્લેટ વગેરેમાં રોકાણ શક્ય હોય તો ટાળવું. આવા કામકાજ માટે લોન લેવાનું પણ હાલમાં મુલતવી રાખજો. સરકારી નોકરી કરતા જાતકોને બદલીનો ડર સતત સતાવ્યા કરશે જેની અસર આપના પરફોર્મન્સ પર પડશે. સપ્તાહના અંત ભાગમાં શારીરિક દૃષ્ટિએ પણ થોડો મુશ્કેલ જણાઈ રહ્યો છે.
——————-.

તુલા : તા 25 અને 26 દરમિયાન ફરીથી સમય ધીમે ધીમે અનુકૂળ રહેશે. રચનાત્મક કાર્યોમાં વ્યસ્ત રહેશો. આર્કિટેક્ટ, ગારમેન્ટ્સ, સુશોભન, કલાજગત, ગિફ્ટ આર્ટિકલ્સ વગેરે કાર્યોમાં જોડાયેલા જાતકો આ સમયમાં કંઈક નવીન પ્રોડક્ટ અથવા કામગીરી દ્વારા પોતાની અલગ ઓળખ બનાવી શકે છે. કામકાજમાં શરૂઆતનો સમય વિજય સૂચક રહેશે. ચિંતા અને પરેશાનીમાંથી રાહત મળશે. ઘરપરિવારમાં વધુ સમય પસાર કરશો. જૂના સંબંધીઓથી મુલાકાત થશે. તા 27 અને 28 દરમિયાન માન પ્રતિષ્ઠાનો તબક્કો રહેશે. આર્થિક ભાવી સુરક્ષિત કરવા અથવા કારકિર્દીમાં પ્રગતિ માટે યોજના બનાવશો. સામાજિક હિતના કાર્યોમાં આપ રૂચિ રાખશો. સામજિક પ્રસંગે જવાનું થઇ શકે છે. સરકાર તરફથી ફાયદો થઇ શકે છે. ઉપરી અધિકારી આપનાથી ખુશ રહેશે. તા 29 અને 30 દરમિયાન આર્થિક સ્થિતિમાં સુધારો આવશે. વ્યવસાયમાં કોઈ મહત્ત્વનો નિર્ણય લેશો જેનું પરિણામ લાંબા ગાળે ખૂબ ફાયદાકારક રહેશે. સંતાન સાથે સારી રીતે સમય પસાર કરશો. સંતાન તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. તા 1ના રોજ પરિવારના કોઈ વડીલ વ્યક્તિના સ્વાસ્થ્યની તકલીફ થઇ શકે છે.
——————-.

વૃશ્ચિક : સપ્તાહના પ્રથમ ચરણ દરમિયાન તમારું મન વિચારોની ગડમથલમાં અટવાયેલું રહેશે. દરેક બાબતે વધુ પડતો વિચાર કરવાની વૃત્તિના કારણે કોઈ તક આપના હાથમાંથી નીકળી જાય તેવી સંભાવના પણ રહેશે. આર્થિક બાબતોમાં હાથ તંગ રહેશે માટે ખર્ચને અંકુશમાં રાખજો અન્યથા અગાઉની બચત ખર્ચાઈ જાય અથવા તમારે ઉધારી કરવી પડે તેવી નોબત આવી શકે છે. નોકરીમાં બોસ આપનાથી નાખુશ રહેશે. વાહન સાવધાનીપૂર્વક ચલાવવું કારણ ઈજાની સંભાવના છે. આ સમય દરમિયાન કરેલો પ્રવાસ કષ્ટદાયી રહેશે. કામની વ્યસ્તતાના કારણે થાક અનુભવશો. તા 27 અને 28 દરમિયાન વ્યવહાર કુશળ બનશો. વ્યવસાયમાં વધુ સારી પરિસ્થિતિ રહેશે. વ્યવસાયમાં સ્વતંત્રરૂપે કાર્ય કરશો અને ધાર્યા મુજબ લાભ પણ મેળવશો. ઘરમાં કોઈ માંગલિક કાર્ય થશે. સરકારી કાર્ય અટકેલા હશે તે પૂર્ણ થશે. તા 29 અને 30 દરમિયાન સંતાનની સગાઇ અને કેરિયરની બાબતો આગળ વધશે. જૂનું વાહન વેચીને નવું ખરીદી શકો છો. પોતાની વાતની રજૂઆત સારી રીતે કરી શકશો. સબંધોનું મહત્ત્વ સમજવું જરૂરી છે. ધીરજ સાથે વ્યવહાર કરતા પરિણામ સારું મળશે. તા 1 દરમિયાન દિવસ લાભદાયી રહેશે. જીવનમાં સુખ અને શાંતિ અનુભવશો. વડીલોના આશીર્વાદ મેળવશો.
——————-.

ધન : તા. 25 અને 26 દરમિયાન આપના માટે દિવસો આર્થિક રૂપે દિવસો લાભદાયી રહેશે. નવા કપડા, ઝવેરાત, કિંમતી સામાનની ખરીદી કરી શકશો. મિત્રોનો સાથ મેળવશો. આપ પરિવારના સભ્યો તેમજ પોતાના માટે બહેતર સુવિધાના આશયથી ગેઝેટ્સ, ઈલેક્ટ્રોનિક ચીજો, વાહન અથવા અન્ય કોઈપણ ચીજોની ખરીદી પાછળ ખર્ચ કરો તેવી સંભાવના છે. કોઈ મહત્ત્વપૂર્ણ આર્થિક લેવડ-દેવડ થવાની શક્યતા જણાઈ રહી છે. નોકરીમાં અનઅપેક્ષિત રીતે આવક થઈ શકે છે. બેંકમાંથી લોન મળવા માટે સારો સમય. જીવનસાથી જોડે હાલમાં તમે મધુર સંબંધોનો આનંદ માણી શકશો. તમે એકબીજાની ઈચ્છા અને જરૂરિયાતો સમજશો અને તેને સંતોષવાનો પ્રયાસ પણ કરશો. અવિવાહિતોને હાલમાં યોગ્ય પાત્ર સાથે મુલાકાતની તેમજ જેઓ પહેલાથી જ પ્રેમસંબંધોમાં કે સગાઈના બંધનમાં છે તેમને લગ્ન થવાની સંભાવના વધશે. તા. 27 અને 28 આપના માટે કઠીન સંજોગોનો સંકેત આપે છે. તમારા સ્વભાવમાં અચાનક આવેલી ઉગ્રતા કોઈની સાથે નજીવી બાબતે વાદ-વિવાદ કે ઝઘડાનું કારણ બની શકે છે. આપના ક્રોધને નિયંત્રણમાં રાખવો જરૂરી છે અન્યથા પરિસ્થિતિ આપને કાયદા અને કોર્ટના ચક્કરો સુધી લઈ જશે. આ સમયમાં તમે જેમને નીકટના માનતા હોવ તેઓ પણ સાથ થોડી દેશે. જોકે, આ સમય ઘણો ટુંકો હોવાથી સંયમપૂર્વક પસાર કરી દેશો તો ખાસ વાંધો નહીં આવે. તા. 29 અને 30ના રોજ પિતા સાથે સંબંધોમાં સુધારો આવે. પિતા તરફથી આર્થિક મદદ મળવાના યોગો છે.
——————-.

મકર : આંખ, ગળા અને ખભાના રોગો થવા સંભવ છે વારસાગત જમીન કે મકાનના વાદવિવાદથી કોર્ટ કચેરીના યોગો બને છે અને 26 દરમિયાન વાહન સાવચેતી પૂર્વક ચલાવવું. આપના વિરોધીઓ તથા શત્રુઓ સફળ થઇ શકે છે. સાવધાન રહેવું જરૂરી છે. સ્વાસ્થ્ય સાચવવું. દિવસો બેચેની ભર્યા પસાર થશે. મિત્ર દ્વારા દગો થવાની શક્યતા છે. વ્યાપાર અને કામકાજની સ્થિતિ બરાબર નહીં રહે. ઉતાવળમાં કોઈ નિર્ણય લેવો નહીં. તા. 27 અને 28 દરમિયાન ભાગીદાર સાથેના વિવાદ દૂર થશે અને ફરીથી સમય સારો રહેશે. આપની મહત્ત્વકાંક્ષા પુરી કરવાનો સમય સારો છે. આર્થિક બાબતોને લગતા કાર્ય પૂર્ણ થશે. પારિવારિક સુખ-શાંતિમાં વધારો થશે. તા. 29 અને 30 દરમિયાન વ્યાપાર –વ્યવસાયમાં આવેલી તકલીફ દૂર થશે. કામના કારણે વ્યસ્તતા રહેશે. પરંતુ ધર્યો નફો નહીં મળી શકે. માનસિક તણાવ અને ચિંતા ઓછી રહેશે. આપનામાં આત્મવિશ્વાસ છલોછલ રહેશે. તા. 1ના રોજ આપની કુશળતામાં વધારો થશે. આપના કાર્યની પ્રસંશા થશે. આપ આપના વ્યવહારથી બીજાના દિલ જીતી લેશો. આપ કોઈ ધાર્મિક કાર્યક્રમમાં વ્યસ્ત રહેશો.
——————-.

કુંભ : આ સપ્તાહે આપના જીવનમાં સતત ચડાવઉતારની સ્થિતિ જોવા મળશે. બદલાતા સંજોગોમાં જાણે આપ આમતેમ અટવાતા હોવ તેવું અનુભવશો. શરૂઆતમાં વિજાતીય વ્‍યક્તિઓ ૫રત્‍વે આકર્ષણ વધશે. પ્રેમની અભિવ્યક્તિ માટે બહેતર સમય જણાઈ રહ્યો છે. સારાં વસ્‍ત્રો ઘરેણાં ૫હેરવાનો કે ખરીદવાનો મોકો મળે. તમારા બોલવાના અંદાજમાં ભાષાનું પ્રભૂત્વ જોવા મળશે. નવા લોકો સાથે આપની ઓળખાણ થાય અને તે સંબંધો ભવિષ્યમાં કામ પણ લાગશે. આ સપ્તાહે કમ્યુનિકેશન કેન્દ્ર સ્થાને રહેશે. આપ આધુનિક ઉપકરણો અને ટેકનોલોજીની મદદથી સંખ્યાબંધ લોકોના સતત સંપર્કમાં રહેવાનો પ્રયાસ કરશો. સપ્તાહના અંતિમ ચરણમાં ગૂઢ વિદ્યાઓ અને રહસ્‍યમય બાબતોમાં રૂચિ જાગશે. આ સપ્તાહે કર્મ સ્થાનમાં શુભ ગ્રહોની યુતિ હોવાથી તમે કામકાજમાં ઘણું સારું ધ્યાન આપશો અને તેમાં સારી સફળતા મળવાના યોગ પણ છે. જોકે તમારે ખાસ કરીને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે કારણ કે સ્વાસ્થ્યમાં સતત ચડાવઉતાર રહેશે.  અ૫ચન વગેરે પેટના દર્દોથી આરોગ્‍ય અંગેની ફરિયાદ રહે. શક્ય હોય ત્યાં સુધી ખાવમાં અનિયમિતતા ટાળવી. પાણીથી ભય રહે તેથી જળાશય પાસે જવાનું દુ:સાહસ ન કરવું.
——————-.

મીન : શરૂઆતમાં તમારામાં લાગણીનું પ્રમાણ વધુ રહેશે અને પરિવાર પ્રત્યે વધુ ઝુકેલા રહેશો. નકારાત્‍મક વિચારો મનમાંથી કાઢી નાખશો તો હતાશા નહીં આવે. અચાનક મુસાફરીનો યોગ ઊભો થાય. લેખન- સાહિત્‍ય પ્રવૃત્તિઓમાં આપને વિશેષ રસ પડશે. આપની તબિયત થોડી નરમગરમ રહેશે. નોકરીમાં પણ ઉપરી અધિકારીઓનો ઠપકો સાંભળવો પડે. ચિંતા કરવાની જરૂર નથી કારણ કે કામ બગડતા પહેલા આપ વાત વાળી લેશો. પરિવારની ખુશી માટે ખર્ચ થવાની શક્યતા પણ છે. સપ્તાહના મધ્યમાં પ્રેમસંબંધોમાં આગળ વધી શકો છો. સંતાનોના અભ્યાસની ચિંતા રહે પરંતુ ધીમે ધીમે આપના કાર્યો પૂર્ણ થતા ખુશી અનુભવશો. દાંપત્‍યજીવનના માધુર્યને માણી શકશો. સપ્તાહના અંતે આપનું મિત્ર વર્તુળ વધશે અને ખાસ કરીને આ સંબંધો પ્રોફેશનલ મોરચે આપને લાભકારક બનશે. નોકરિયાતો અને છુટક કામકાજ દ્વારા કમાણી કરતા જાતકોને આકસ્મિક ધનલાભ થાય. પ્રવાસ પર્યટન  થાય. સરકારી કાર્યોમાં ફાયદો થાય. જોકે આ સમયમાં કોઇના ઝઘડામાં સમાધાન કરાવતા કે કોઈના જામીન બનતા ફસાઈ જાઓ તેવી શક્યતા છે. સપ્તાહના અંતિમ ચરણમાં તમારે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું છે કારણ કે ઋતુગત સમસ્યાઓ તમને ભરડામાં લેવાનો પ્રયાસ કરશે.
——————-.

Leave A Reply

Your email address will not be published.

Translate »