તમારા માટે, તમારી સાથે, સતત…

વિક્રમ સંવત 2075નું ફળકથન – મીન રાશી

આર્થિક દૃષ્ટિઅે નાણાં મળતા રહેશે

0 941

વિક્રમ સંવત 2075નું ફળકથન

મેષ

स्थिरधनो रहितः सुजनैर्नरः सुतयुतः प्रमदाविजितो भवेत् ।
अजगतो द्विजराज इतिरित विभुतयाद् भुतया स्वसुकीर्तिभाक्

જન્મના સમયે ચંદ્ર જો મેષ રાશિમાં હોય તો જાતક સ્થિર સંપત્તિ રહિત,, સ્વજનોથી યુક્ત, પુત્રવાન, સ્ત્રી ઓને જીતવાવાળો, સ્વબળે ઐશ્વર્ય (અધિકાર) યશ પ્રાપ્ત કરનાર હોય છે.

વર્ષારંભે આપનો રાશિ અધિપતિ મંગળ આપની રાશિથી 11 માં ભાવે રહેશે. આપનો ભાગ્યાધિપતિ અને સમૃદ્ધિનો કારક 8 મા ભાવે વૃશ્ચિક રાશિ માં રહેશે. ધન રાશિમાં રહેલો શનિ, સૂર્ય સાથે ભાગ્યસ્થાનમાં રહેશે. ચતુર્થ સ્થાનમાં રાહુ કર્ક રાશિનો અને દશમ સ્થાનમાં કેતુ મકર રાશિનો પસાર થશે વર્ષારંભે તબિયત કાળજી લેવો જોઇઅે. તેમાં પણ માનસિક ઉદ્વેગ થવાના યોગો બને છે. કૌટુંબિક દૃષ્ટિઅે અેકંદરે ઠીક લાગે છે. તેઓ વાંધા-વચકા પાડીને સંબંધ બગાડવાનો પ્રયાસ કરશે.તેમના પાસેથી સહકારની અપેક્ષા રાખવી નહીં.તેઓ તો પરેશાન રહેશે પણ કોઈ પણ રીતે તટસ્થ થવું જોઈએ.તમે વર્ષના પૂર્વાર્ધમાં તમે સારી રીતે સમય પસાર કરી શકો તેમ છતાં પણ, ઉત્તરાર્ધનો સમય થોડો પડકારજનક લાગી રહ્યો છે. તમારા હાથમાંથી તક જતી રહે તેવી પણ સંભાવના જણાઈ રહી છે. તમે કોઈપણ નવું સાહસ ખેડો તે પહેલા બે વાર વિચાર કરીને આગળ વધજો. આ સમયમાં તમારી ચિંતા અને અજંપો વધી શકે છે માટે તમારે ખાસ કાળજીપૂવર્ક સમય વિતાવવો પડશે તેમ ગણેશજી જણાવે છે. વર્ષનો છેલ્લો ત્રિમાસિક ગાળો આપના માટે બહેતર જણાઈ રહ્યો છે જેમાં પ્રોફેશનલ્સ અને વ્યવસાયિકોને ભાગીદારીમાં સાનુકૂળતા રહેશે. આ સમયમાં તમે જે ઈચ્છો છો તે કંઈક નવું કરવા અંગે વિચારી શકો છો પરંતુ અત્યાર સુધી તમને તે માટે કોઈના તરફથી સહકાર નહીં મળ્યો હોય. ટૂંકમાં કહીએ તો હવે તમારા એ વિચાર પર વિશ્વાસ મુકીને કોઈ તેમાં રોકાણ કરવા અથવા ભાગીદારી કરીને તમને સહકાર આપવા માટે તૈયાર થશે.

Related Posts
1 of 13

સમૃદ્ધિ અને સંપત્તિ
આર્થિક દૃષ્ટિઅે નાણાં મળતા રહેશે પણ ક્યાં વપરાઇ જશે તેની ખબર પડશે નહીં, નાણાંકીય બાબતે લોકો સાથે બોલવાનું થાય. જીવનસાથી અથવા ભાગીદીરથી લાભ થાય. સ્થાવર મિલક્તના કામકાજોમાં લાભ રહે.આર્થિક બાબતોમાં તમારે સાવચેતી રહેવાની જરૂર છે. નાણાકીય વ્યવહાર વખતે આપ્તજનો અથવા આપના વિશ્વાસુઓ સાથે જ ગેરસમજ થવાની શક્યતાઓ રહેલી છે માટે સમજી વિચારીને લેવડદેવડ કરવી. કુંટુબ તરફથી નાણાં મળવાની શક્યતા પણ જણાઈ રહી છે. તમે આર્થિક ઉન્નતિના કારણે વૈભવી જીવનશૈલી અપનાવશો અને મોજશોખમાં પણ વધુ ધ્યાન આપશો. વર્ષારંભમાં થોડી નાણાભીડ વર્તાશે પરંતુ નાણાં આવવાની ગતિ વધુ રહેવાથી ટૂંક સમયમાં તમારે સારી સ્થિતિમાં આવી જશો. સટ્ટાકીય બાબત નું વ્યસન ન લાગે તેનુ ધ્યાન રાખવુ જરુરી છે. 30-1-2019 પછી નાણાં માટે ભાગ્યનો સાથ મળશે.

અંગત અને જાહેર સંબંધો
કુટુંબમાં કોઈ બાબત અંગે ચર્ચા-વિવાદ થવાની શક્યતા છે આ કારણથી તમારા સંબંધોમાં ખટાશ આવી શકે છે. પારિવારિક સમસ્યાઓ ઉકેલવા પ્રયાસ કરો. બીજી બાજુ, તમે તમારી વર્તણૂકમાં કેટલાક ફેરફાર કરી શકો છો. બાળકો સાથે સમય પસાર કરવા માટે પ્રયત્ન કરવો જેથી તમારા બાળકોને એકલતા દૂર થશે અને તેઓ ખુશીથી રહેશે. પૈતૃક સંપત્તિના કેસનું સમાધાન કરવું કરવા જતા વિઘ્ન આવશે તેથી કોર્ટ કચેરી એ પહોંચશો અને તે કાર્યોમાં વિલંબ થશે. આ સ્થિતિ તમારા સંબંધોમાં તણાવ લાવી શકે છે. ખાસ કરીને મોટા ભાઈ-બહેનો સાથે સંબંધોમાં તણાવ આવી શકે છે. મહત્‍વના દસ્‍તાવેજો પર સહી-સિક્કા કરતાં ધ્‍યાન રાખવું. સ્ફૂર્તિ અને તાજગીનો અભાવ રહેશે. વર્ષના ઉત્તરાર્ધમાં પારીવારીક સંબંધોમાં સુધારો થતા માનસિક શાંતિ અનુભવશો અને અગાઉ થયેલા વાદવિવાદમાં યોગ્ય નિકાલ આવશે. શુભ અને માંગલિક પ્રસંગો બને. માતૃ પક્ષમાં માંગલિક પ્રસંગ બને અથવા તેમનાથી લાભ થાય. રાજકીય ક્ષેત્ર કે જાહેરજીવનમાં સફળતા ઓછી મળે. યાત્રા- પ્રવાસ કે ધાર્મિક કાર્યોમાં ખર્ચ થાય.

પ્રણય અને દાંપત્ય જીવન
દાંપત્યજીવનમાં સુખદ પ્રસંગો બને. આંતરિક ને માનસિક શાંતિ રહે. ગણેશજી આપને બહુ જ સ્‍પષ્ટ કહેવા માંગે છે કે બહુ આક્રમક કે હિંસાત્‍મક બનીને જોરથી બોલવાની કે બરાડીને બોલવાની આદતથી દૂર રહેજો. આપ દિલના બહુ સાફ છો પણ બોલીને બગાડો છો. બની શકે તો મૌન આપના માટે સર્વશ્રેષ્ઠ વર્તન સાબિત થઇ શકે છે. તમારી સ્‍પષ્ટ અને કડવી વાત આપના માટે મુસીબત અને પતનનું કારણ બની શકે છે. આપે આપના સંબંધોમાં શિષ્ટાચાર, સાવધાની અને કુશળતા રાખવી પડશે,આપના અંગત જીવનમાં એક જોશ અને અલગ જ આયામ લાવી આપને પ્રોત્‍સાહિત કરશે. દરેક વાતને સમજવાની અને સુલઝાવાની શક્તિ અને કરિશ્‍મા આપની પાસે છે. તમે તમારા ગુસ્સા પર કાબૂ રાખવા માંગો છો. ખાસ કરીને જ્યારે તમે તમારા પાર્ટનરને વાત કરી રહ્યાં હોવ ત્યારે પાર્ટનરની સંપૂર્ણ ખ્યાલ રાખો અને પ્રેમથી રહો. જીવનસાથી સાથે રોમેન્ટિક અને યાદગાર પ્રવાસનો યોગ બન્યો છે. આ સમયગાળા દરમિયાન કેટલાક નવા સંબંધો બને અને કેટલાક નવા લોકો પણ તમારા મિત્રવર્તુળમાં ઉમેરાઈ શકે છે.

નોકરી અને વ્યવસાય
આ વર્ષે વ્યાવસાયિક હેતુથી કરેલી મુસાફરી લાભદાયી રહે. વ્યવહારુ કે ધંધાકીય ભાગીદારીમાં મનદુઃખના પ્રસંગો બની શકે છે માટે ખાસ કરીને જેમની સાથે લાંબા સમયથી કામ કરી રહ્યા છો ત્યાં થોડી બાંધછોડની નીતિ પણ અપનાવવી પડશે. નોકરીથી લાભ રહે અને વેતન વધારો, પ્રમોશનની તક, લાંબી મુસાફરીની શક્યતા પણ કહી શકાય. વ્યાવસાયિક નિર્ણયો લેવામાં સાચવીને કાર્ય કરવું. નવું સાહસ કે રોકાણ કરવું હિતાવહ નથી. આપની શાંતિ હણાઇ ગઇ હોય તેવું લાગે. તેથી આપ શાંતિમય જીવન જીવવા માટે કંઇ જ ના કરો. બસ, કામના સમયે કામ કરો અને જ્યારે કશું ના કરતા હોવ ત્યારે આરામ કરો. ઘરે કે વ્યવસાયના સ્થળે જ્યાં હોવ ત્યાં પૂરતું ધ્યાન આપો તો વાંધો નહીં આવે, અન્યથા આપને ઘર અને વ્યવસાય બંને વચ્ચે બેલેન્સ જાળવતા દમ નીકળી જશે. કાર્યસ્થળ પર તમારા માટે કામનું દબાણ હોવાથી તમે ચિંતા કરી શકો છો. જો આવી સ્થિતિમાં તમે નક્કર આયોજન સાથે આગળ વધશો તો સારા પરિણામ મળશે. મોટાભાગના નોકરિયાતોને પોતાનું કૌશલ્ય બતાવીને પ્રમોશન મેળવવાની સંપૂર્ણ તક મળી શકે છે. સાથે સાથે જો તમે નોકરીની શોધમાં હોવ તો તમારી આ ઇચ્છા પણ પૂર્ણ થશે.

મુસાફરી અને આરોગ્ય
જીવનસાથીને માંદગીના કારણે હોસ્પિટલમાં દાખલ થવાના યોગો છે. તેથી જીવનસાથી માટે વીમો કરાવવો જરુરી છે. શ્વાસની, ત્વચાની લગતી સમસ્યાઓ થવાની શક્યતા છે.આપ પહેલાથી વધારે વ્યસ્ત રહેશો. પાછળના મહિનાઓમાં કરેલા કાર્યોનાં ફળ તમે અત્યારે ચાખશો. સાથે સાથે, યાત્રા-પ્રવાસના આયોજનો પણ થવાની સંભાવના ગણેશજી જોઈ રહ્યા છે.વિદેશમાં વસતા સગાંસ્‍નેહીઓના સમાચારથી આપનું મન પુલકિત થશે. પુરુષોને વિજાતીય મિત્રો સાથેના સંબંધો લાભદાયક પુરવાર થાય. ધાર્મિક યાત્રા સંભવિત છે. આપે મનમાં ઘડેલી કાર્ય યોજના સાકાર થશે. જોખમી કાર્યો અથવા મુસાફરી વખતે અત્યંત સાવચેત રહેવાની જરૂર છે, કારણ કે ઈજા થવાની શક્યતા છે. વાહન ચલાવતી વખતે પણ સાવચેત રહેવું જરુરી છે. આ સમયગાળા દરમિયાન તમે કોઈની સામે વાંધો ઉઠાવશો, ઉગ્ર દલીલબાજી કરશો અને ગુસ્સો પણ કરશો ત્યારે કદાચ મારામારી સુધી પણ આવી શકો છો. તમે તમારા ક્રોધ પર કાબૂ રાખજો અન્યથા સંખ્યાબંધ સમસ્યાઓમાં ઘેરાઈ જશો. ડાયબિટિસ અથવા હૃદય સંબંધી વિકાર હોય ખૂબ જ સાવચેત રહેવું. ખાન-પાન પર પણ ખાસ ધ્યાન આપવું. કસરત અને યોગ્ય ડાયેટથી આરોગ્ય સંબંધિત સમસ્યાઓ દૂર કરી શકો છો.

શિક્ષણ અને જ્ઞાન
વિદ્યાર્થીઓને અભ્યાસમાં એકાગ્રતા જાળવવા માટે દરરોજ સવારે સ્ફટિકની માળાથી “ૐ ઐં સ્મૃત્યૈ નમઃ” મંત્રનો જાપ કરવાથી લાભ થશે. જિદ્દી વલણ આપને કોઈને કોઈ પ્રકારે નુક્સાન કરાવી શકે છે માટે “નમે તે સૌને ગમે”ની નીતિ અપનાવજો. કેટલાક વિષયોમાં નકારાત્મક વિચારસરણી આપના મન પર પ્રભાવિત રહેતા આપને ચોક્કસ નિર્ણય પર આવવામાં ઘણી સમસ્યા રહેશે. ક્રોધના કારણે કોઇ સાથે ઝગડો કરી બેસશો. આધ્યાત્મિકતાનો આશરો લેવાથી તમારું મન શાંત બનશે. આ વર્ષના ઉતરાર્ધમાં વિદ્યાર્થીઓ માટે આ વર્ષ ખૂબ સરસ સમય છે.જો આયોજનપૂર્વક આગળ વધીને તેમજ કારકિર્દીને અનુલક્ષીને મહેનત કરશો તો સિદ્ધિના યોગ પણ નકારી શકાય નહીં. જેમને સ્કોલરશિપ અથવા એજ્યુકેશન લોનની જરૂર હોય તેમને પણ આ કાર્યો પાર પડી શકે છે. તેજસ્વી વિદ્યાર્થીઓ પુરસ્કારરૂપે આર્થિક લાભ મેળવશે. આ વર્ષમાં તમે સામાન્ય અભ્યાસ ઉપરાંત નવું  કૌશલ્ય શીખવા માટે કોઈ વિશેષ કોર્સમાં જોડાવ તેવી શક્યતા છે. તમારા શિક્ષક તમારી મહેનતની પ્રશંસા કરશે, જે તમારી માન અને ધગશમાં વધારો કરશે. જો તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોવ તો પણ સારા પરિણામો મળશે. ઈજનેરી અથવા એમબીએ જેવા ઉચ્ચ અભ્યાસમાં સારી સફળતાની આશા રાખી શકો છો.
——————-.

Leave A Reply

Your email address will not be published.

Translate »