તમારા માટે, તમારી સાથે, સતત…

સાપ્તાહિક રાશી ભવિષ્ય

કર્ક : તા. 14, 15 અને તા. 16 દરમિયાન સમય સારો છે. આવકની પ્રાપ્તિના સાધનોમાં વધારો થશે.

0 420

તા. 14-10-2018 થી તા. 20-10-2018

મેષ : તા. 14ના રોજ બપોર સુધી આપનો દિવસ ઉદાસીભાર્યો રહેશ. બહારગામ ફરવા જાવ તો નદી કે તળાવમાં ન્હાવા જવું નહીં. ઘરમાં શુભ કાર્યોમાં વિઘ્ન વિલંબ થાય. લગ્ન ઇચ્છુક વ્યક્તિને લગ્ન કાર્યોમાં વિઘ્ન આવે. જીવનસાથી જોડે મતભેદ થાય. કૌટુબિંક સમસ્યા વધે. નાણાકીય બાબતમાં વઘારે ધ્યાન રાખવાની જરુર છે. તા. 14 બપોર પછી અને તા. 15 અને 16 દરમિયાન આપને આપના કાર્યમાં સફળતા મળશે. આપની આંતરસુઝ દ્વારા આપ પોતાનું દરેક કાર્ય સારી રીતે અને સરળતાથી પાર પાડશો. પરિવારની સમસ્યા પર અંગત ધ્યાન આપી એનો ઉકેલ લાવી શકશો. ઘરમાં વડીલો સાથે ખુબ સરસ રીતે સમય વીતાવશો. નોકરીમાં પ્રમોશન મળે. ધંધામાં પ્રગતિ થાય. તા. 17 અને 18 ધન પ્રાપ્તિનો દિવસ રહેશે. વ્યવસાય માટે પણ દિવસ લાભદાયી રહેશે. આપની માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. સરકારી કામકાજમાં ફાયદો થશે. પરિવારમાં જે તણાવપૂર્ણ સંજોગોનું નિર્માણ થયું હશે એમાં રાહત જણાશે. તા. 19 અને 20 આપનો સમય ઘણો શુભ રહેશે. આપ નવા કાર્યની શરૂઆત કરશો. સામાજિક માન-પ્રતિષ્ઠા વધે. આપને માનસિક શાંતિની અનુભૂતિ થશે. સારા મનગમતા ભોજનની પ્રાપ્તિ થશે. તમારા વિજાતીય મિત્ર સાથે આનંદપૂર્વક દિવસ પસાર કરવાનો મળશે.
—————————–.

વૃષભ : તા. 14, અવિવાહતો માટે લગ્નના સારો યોગો છે. યોગ્ય પાત્ર સાથે મુલાકાતની પ્રબળ શક્યતા છે. જીવનસાથી જોડેના સંબંધોમાં મધુરતા આવે. ઘરમાં માંગલિક કાર્યેમાં વૃદ્ધિ થશે. તા. 15, 16 દરમિયાન દિવસો કષ્ટદાયક પસાર થશે. આઠમાં સ્થાનમાં ચંદ્ર ઘાતક રહેશે. ખોટા નકારાત્મક વિચારોથી દૂર રહેવું. કોઈની ખોટી સલાહ કે ચઢામણીથી દૂર રહેવું અને પોતાના અંતરમનની વાત સંભાળવી. વડીલ સંબંધીની તબિયતનું વિશેષ ધ્યાન રાખવું. જેના ફળસ્વરૂપ આપને હોસ્પિટલના ચક્કરમાં પડવું પડે. પડોશી સાથેના વિવાદો થવાના યોગો છે. બહાર ગામ ફરવા જાવ તો નદીએ કે તળાવમાં ન્હાવા જવું નહીં. તા. 17 અને 18 દરમિયાન સમય સામાન્ય રહેશે. ક્યાંક બહાર જાવાનું વિચારશો તો તમારા નિર્ધારિત કાર્યક્રમમાં વિલંબ થાય. અભ્યાસ કરતા બાળકો માટે વધુ મહેનત માંગી લે તેવો સમય છે. તા. 18ના રોજ સૂર્ય આપની રાશિથી છઠ્ઠા સ્થાનમાં ભ્રમણ કરવાથી આપને શત્રુઓ ઉપર વિજય અપાવશે. અન્ન અને વસ્ત્રનો લાભ થવાની સંભાવના છે. રોગોથી મુક્તિ મળશે. સરકારી કાર્યમાં સફળતા અને લાભ મળે. તા. 19 અને 20 દરમિયાન સમાજમાં આપનું માન-સન્માન વધશે. જુનું વાહન વેચીને નવા વાહનની ખરીદી કરશો. સમય આપની તરફેણમાં રહેશે. વ્યવસાયમાં નવી રીત અને પદ્ધતિ અપનાવવાથી ફાયદો થશે.
—————————–.

મિથુન :  તા. 14, 15 અને તા. 16 દરમિયાન ઘરમાં સમારકામ તથા ફેરબદલી કરવાની તૈયારી કરશો. આપના બધા વિધ્નો દૂર રહેશે. આપને આપના ઇષ્ટદેવ પર શ્રદ્ધા અને ભરોસો રાખશો. એકબાજુ કારકિર્દી અને બીજી બાજુ ઘરપરિવારની જવાબદારી આપના ઉપર રહેશે. જોકે તમે કુનેહપૂર્વક બંને વચ્ચે સમતુલા જાળવશો. મોસાળ પક્ષ સાથે સંબંધો સુધરે. તેમની સાથે કોઈ મહત્વની ચર્ચા થાય તેવી સંભાવના પણ છે. નોકરીમાં આર્થિક લાભની આશા રાખી શકો છો. તમારા કામની કદર થતી હોય તેવું લાગશે જેથી તમને વધુ ઉત્સાહપૂર્વક કામ કરવાનું મન થશે. જોકે કામના ભારણ વચ્ચે આરોગ્યની કાળજી કરવી. આંખોમાં બળતરા, ઝાંખપ આવવી અથવા અન્ય કોઈ નેત્ર રોગની શક્યતા છે. જીવનસાથી જોડે મતભેદ થવાના યોગો છે. કોર્ટ કચેરીના કામમાં સફળતા મળે. તા. 17થી સૂર્ય આપની રાશિથી પાંચમાં સ્થાનમાં ભ્રમણ કરતો હોવાના કારણે આપે સંતાનની તંદુરસ્તીનું ધ્યાન રાખવું જરૂરી છે. પ્રેમસંબંધોમાં અહંનો ટકરાવ વધશે. અભ્યાસમાં તકલીફ પડી શકે છે. તા. 17 થી 19ના મધ્યાહન સુધી આઠમે ચંદ્ર કષ્ટદાયક રહેશે. ચામડીના રોગો, ગુપ્તભાગોમાં બળતરા તથા બ્લડપ્રેશરની બીમારીથી સાવધાન રહેવું. જીવનસાથીની તબિયતમાં ગરબડ થઇ શકે છે. કોઈપણ કાર્યમાં આપનું મન નહીં લાગે. ખર્ચનું પ્રમાણ વધુ રહેશે. તા. 19 બપોર પછી તથા તા. 20 દરમિયાન સમય ઠીક છે. નવા કાર્યની શરૂઆત કરશો. આપના સ્વાસ્થ્યમાં સુધારો થશે. અભ્યાસમાં આપની પ્રગતિ થશે.
—————————–.

કર્ક : તા. 14, 15 અને તા. 16 દરમિયાન સમય સારો છે. આવકની પ્રાપ્તિના સાધનોમાં વધારો થશે. લાભ પ્રાપ્તિ થશે. આપના મિત્રોનો પૂર્ણ સહયોગ મેળવશો. આ સમય દરમિયાન જે કાર્યની યોજના બનાવશો તે પુરી થશે. નોકરી શોધી રહેલા ફ્રેશર્સ અથવા બહેતર તક શોધી રહેલા નોકરિયાતોને ઈન્ટરવ્યુ અથવા આકર્ષક ઓફર મળવાની શક્યતા છે. આપ પોતાની બુદ્ધિ તથા કકૌશલ્યથી બોસને પ્રભાવિત કરશો. તા. 17થી તા. 19ના મધ્યાહન સુધી આપની મહત્વાકાંક્ષા પુરી કરવા તરફ આપ આગળ વધશો. વ્યવસાયમાં આપ ભાગીદારીથી કામ કરશો. પતિ-પત્નીના સંબંધોમાં સુધારો આવશે. સમાજની કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ જોડે મુલાકાત થશે. તા. 18 દરમિયાન સૂર્ય આપની રાશિથી ચોથા સ્થાનમાં ભ્રમણ કરતા જમીન-મિલકતને લગતા પ્રશ્નો ઉદ્ભવી શકે છે. આપના યાત્રા-પ્રવાસમાં મુશ્કેલી આવી શકે છે. માનસિક તથા શારીરિક કષ્ટનો સામનો કરવો પડી શકે છે. તા. 19 બપોર પછી અને તા. 20 દરમિયાન આઠમે ચંદ્ર હોવાના કારણે ધન હાનિની શક્યતા છે. આપની કાર્યક્ષમતામાં ઘટાડો થશે. આપના આત્મવિશ્વાસમાં ઉણપ નોંધાશે. આપના થતા કાર્યોમાં અડચણ ઉદ્ભવી શકે છે. આપની ઉપર આપની કાર્યક્ષમતા કરતા વધુ કામનો બોજો રહેશે. આપને ભાગ-દોડ વધુ રહેશે. આપને પરેશાનીનો સામનો કરવો પડી શકે છે.
—————————–.

સિંહ : આ સપ્તાહની શરૂઆત એકંદરે ધીમી પરંતુ સકારાત્મક થઈ રહી છે. તા 14ના રોજ બપોર સુધી કદાચ ચિંતા રહે પરંતુ ત્યારપછી સમય અનુકૂળ છે. મકાન – વાહન પ્રાપ્તિમાં વિઘ્ન વિલંબ થાય. તા 15 અને 16 દરમિયાન સંતાન પ્રત્યે ચિંતિત રહેશો. આપ સંતાનની સમસ્યાનું નિવારણ લાવશો. આપ કારકિર્દી પ્રત્યે ખુબ સમજી વિચારીને નિર્ણય લેશો. તા 17, 18 દરમિયાન આપના વ્યવસાયમાં પ્રગતિની તક મળશે. નવી નોકરી અને નવા પડકાર આવશે પરિસ્થિતિને અનુરૂપ બનવા આવશ્યક ઊર્જા અને ઇચ્છાશક્તિની આપને જરૂર પડશે. તા 18 થી આપ રાશિથી ત્રીજા સ્થાનમાં સૂર્યનું ભ્રમણ થતા આપના માટે શુભ દાયી રહેશે. આપના સાહસમાં વધારો થશે. માનસિક શાંતિ મેળવશો. આપનું સ્વાસ્થ્ય સારું રહેશે અને નિયમિત યોગ તેમજ કસરત માટે પણ જાગૃત બનશો. આપને સંતાન અને મિત્રો દ્વારા લાભ થશે. તા 19 અને 20 દરમિયાન સામાજિક રીતે આપ વધુ સક્રીય રહેશો. આવકમાં વૃદ્ધિ થશે. આપને શેર બજારમાં સમજી વિચારીને કરેલા સોદામાં અપેક્ષાથી વધુ લાભ રહેશે. ઘર પરિવારની જવાબદારી અને કારકિર્દી બંનેની વચ્ચે સંતુલન કરી શકશો.
—————————–.

Related Posts
1 of 13

કન્યા : આપના પરથી કાર્યબોજ હળવો થતા માનસિક પ્રફુલ્લિતતાનો અનુભવ કરશો. શારીરિક સ્વાસ્થ્યમાં પણ સુધારો જોવા મળશે. ઘર-કુટુંબનું વાતાવરણ એખલાસભર્યું અને આનંદિત રહેશે. વિશેષ કરીને ભાઇબહેનો સાથેના સંબંધોમાં વધારે નિકટતા અનુભવશો. પ્રિયતમાનો સહવાસ આપના મનને રોમાંચિત કરશે. કાર્ય સિદ્ધિ અને પ્રગતિના કારણે આપ નામના વધશે. પરિવારની ખુશી માટે સપ્તાહના મધ્યમાં ખર્ચમાં વધારો થશે. સપ્તાહના મધ્યમાં પ્રેમસંબંધોમાં ખાસ સાચવવું. શક્ય હોય તો નવા સંબંધો ટાળવા. વૈચારિક મતભેદના કારણે પ્રેમસંબંધોમાં ભંગાણની સંભાવના પણ જણાય છે. દાંપત્યજીવનમાં પણ થોડી નિરસતા રહેવાની શક્યતા રહે. ખાસ કરીને શેરબજાર, લોટરી કે વાયદા બજારમાં અવિચારી સાહસ કરવાથી દૂર રહેજો. સપ્તાહના મધ્ય બાદ આપને પ્રોફેશનલ ક્ષેત્રે સકારાત્મકતા રહેશે. આપ હાલમાં કોઈ નવું કામ શરૂ કરવાનું વિચારશો તેમજ તેમાં સફળતા પણ મળી શકે છે. ખાસ કરીને સરકારી કામકાજમાં જોડાયેલા જાતકોને નવું સાહસ કરવાની ઈચ્છા પ્રબળ રહેશે. રમતગમતમાં આપને રુચિ રહેશે અને પ્રોફેશનલ રીતે સ્પોર્ટ્સમાં જોડાયેલા જાતકો હાલમાં સારી કમાણી કરી શકશે. સપ્તાહના અંતિમ દિવસે આપ જીવનસાથી જોડે મધુર સમય વિતાવી શકશો.
—————————–.

તુલા : તા 14 ,15 તેમજ 16ના રોજ ધર્મ, ધ્યાન, આધ્યાત્મમાં પુરું ધ્યાન રહેશે.આ વિષયોમાં વધુ જ્ઞાન મેળવવા માટે તમે આધ્યાત્મિક ગુરુના સંપર્કમાં આવો તેવી સંભાવના પણ છે. વ્યાપારમાં લાભની સ્થિતિની સાથે પરાક્રમમાં વૃદ્ધિ થશે. ભાઈ બહેનથી સહયોગ અને લાભ રહેશે. તા 17 ,18 અને 19 બપોર સુધી ક્રોધ પર નિયંત્રણ રાખવું. વિના કારણ આપની શત્રુતા વધશે. ધન-પ્રાપ્તિમાં મુશ્કેલી રહેશે. કોઈ અનપેક્ષિત બનાવ બની શકે છે. નવું રોકાણ કરવું નહીં અન્યથા આપને નુકસાન થઇ શકે છે. તા 18 થી સૂર્ય આપની રાશિમાં ભ્રમણ કરશે જેથી સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. હૃદય રોગ તેમજ પેટના દર્દોથી સંભાળવું. કાર્ય સિદ્ધિમાં વિલંબ થશે. કોર્ટના કાર્યમાં સફળતા નહીં મળી શકે. સગા સ્નેહી સાથે વિવાદથી સાચવવું. તા 19 બપોર પછી અને તા 20 દરમિયાન મહેમાનનું આગમન થશે. કોઈ નવા કાર્યને પ્રવૃત્તિ બનાવશો. સરકારી કાર્યમાં કોઈની મદદ આપને મળશે. વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસની ઈચ્છા હોય તો વિદેશગમન અથવા પ્રવેશ સંબંધિત કાર્યોમાં સફળતા મળી શકે છે.
—————————–.

વૃશ્ચિક : તા 14ના રોજ જે મહેનત અને પરિશ્રમ કરશો તેનું અનુકૂળ પરિણામ મળશે. આપની રાશિમાંથી ચંદ્રનું ભ્રમણ આપના માટે લાભ દાયી રહેશે. આ સમયમાં તમે પોતાના દેખાવ અને વ્યક્તિત્વને વધુ મહત્ત્વ આપશો. મનપ્રુફલ્લિત કરવા અને સુંદર દેખાવા માટે તમે મનોરંજન અને સ્પા, બ્યુટી ટ્રીટમેન્ટ, સ્વાદિષ્ટ ભોજન વગેરેમાં ખર્ચ કરશો. તા 15 અને 16 દરમિયાન મધ્યમ ફળદાયી છે. આવકમાં વૃદ્ધિ માટે તમે થોડા સક્રીય બનશો. ઘર માટે કોઈ નવી વસ્તુની ખરીદી કરશો. ઘરની જવાબદારી ખુબ સારી રીતે નિભાવશો. વ્યવસાય પર પણ પુરું ધ્યાન આપશો. તા 17,18 અને 19 બપોર સુધી આર્થિક ક્ષેત્રમાં નવું રોકાણ કરશો. ધન લાભનો યોગ છે. ભાઈ બહેનોના સંબંધ મધુર રહેશે. જુના મિત્રો સાથે થયેલી મુલાકાત તમને અચાનક સુખદ અનુભવ કરાવશે. ઘર કે ઓફિસમાં પરિવર્તન કરશો. તા 17 થી સૂર્ય આપની રાશિથી બારમાં સ્થાનમાં ભ્રમણ કરશે જેથી ખર્ચામાં વધારો થશે. પ્રતિષ્ઠા ખંડિત થાય તેવા કોઈપણ કાર્યોથી દૂર રહેવુ. સરકારી, કાયદાકીય અને ટેક્સ, અધિકારીવર્ગ સાથેના કાર્યોમાં નિષ્ફળતા મળી શકે છે. પેટની તેમજ આંખોની તકલીફ થઇ શકે છે. તા 19 બપોર પછી અને 20 દરમિયાન વાદ-વિવાદ અને કંકાસ થઇ શકે છે. રાજકીય પરેશાની થઇ શકે છે.
—————————–.

ધન : સપ્તાહના પહેલા દિવસે બપોર સુધી તમને મનમાં થોડી વ્યાકુળતા અને અજંપો રહેશે પરંતુ તા. 14ના મધ્યાહનથી 16ની સાંજ સુધીનો સમય એકંદરે તમે પોતાની જાત માટે ફાળવશો. ખાસ કરીને વ્યક્તિત્વ વિકાસ અને મોજશોખ પાછળ ખર્ચ કરવામાં તમે પાછા નહીં પડો. આમ પણ ઘણા સમયથી તમે સૌંદર્ય પ્રસાધનો અને બ્યુટી ટ્રીટમેન્ટમાં ખર્ચ નથી કર્યો માટે હાલમાં આવા ખર્ચની શક્યતા પણ છે. દાંપત્યજીવનમાં આત્મીયતા રહેશે. આપ ભૌતિક સુખ-સગવડ પાછળ ખર્ચ વધુ થશે . તા. 17 રોજ આવકમાં વૃદ્ધિ થશે. આવકના સાધનો વધારવા માટે પણ તમે સક્રીય બનશો. મિલકત સંબંધી કોઈ લેણ-દેણ થશે. આપની આવડતના કારણે આપના ઉપરી અધિકારી તથા બોસ આપનાથી ખુશ રહેશે. તા. 17 અને 18 તથા તા. 19 આંખોના રોગ થવાની સંભાવના રહેશે. તા. 19 બપોર પછી તથા તા. 20 દરમિયાન સમય મિશ્ર ફળદાયી રહેશે. માનસિક તણાવ ચિંતા ઓછી થશે. જે પણ કાર્ય હાથમાં લેશો તેને પૂર્ણ કરીને જ શ્વાસ લેશો. રોજિંદી સમસ્યાનું સમાધાન મેળવશો. આપની વ્યસ્તતામાં ઘટાડો થશે જેથી આપ પડોશી, સગા-સંબંધી તથા પરિવાર સાથે સમય પસાર કરશો.
—————————–.

મકર : સપ્તાહના આરંભે તા. 14,15 અને તા. 16 આપ તમામ કાર્યો સારી રીતે કરશો. પરિવારમાં સભ્‍યો સાથે આનંદથી સમય વીતાવો. આપ ઉર્જા અને ઉત્‍સાહનો અનુભવ કરશો. પરંતુ ખાવા-પીવામાં બેદરકાર થશો તો આપના આરોગ્‍યમાં ગરબડ ઊભી થાય. તા. 17,18 દરમિયાન તથા તા. 19 બપોર સુધી આપ આપની મહત્વાકાંક્ષા પુરી કરવા તરફ આગળ વધશો. આપના વ્યવસાયમાં આપ ભાગીદારીથી કામ કરશો. પતિ-પત્નીના સંબંધોમાં સુધારો આવશે. સમાજની કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ જોડે મુલાકાત થશે. તા. 18 દરમિયાન દરેક ક્ષેત્રે સમાધાનકારી વલણ અપનાવવું. આ સમય મિશ્રફળદાયી જણાય છે. તા. 19 બપોર પછી અને તા. 20 દરમિયાન નાણાંકીય બાબતોમાં ભવિષ્‍ય માટે સારું પ્‍લાનિંગ કરી શકો. નકારાત્‍મક વિચારોથી દૂર રહેવાની સલાહ છે. નોકરીમાં હિતશત્રુઓ ઉપરીઓની કાન ભંભેરણી દ્વારા આપને નબળા પાડવાનો પ્રયાસ કરશે. પરંતુ ચિંતાની જરૂર નથી કારણ કે તેમાંથી બહાર આવવાના આપના પ્રયત્‍નો કામયાબ નીવડશે. વ્‍યવસાયના ક્ષેત્રે સ્‍પર્ધાનો સામનો કરવો પડશે. નવું કાર્ય કરવાનું આયોજન થઈ શકે છે.
—————————–.

કુંભ : હાલમાં આપને ભાગ્ય અને કર્મ બંનેનો સાથ સારા પ્રમાણમાં મળશે. એકાદ ધાર્મિક સ્‍થળની મુલાકાત આપને આનંદ પમાડશે. ઓફિસ કે વ્‍યવસાયના સ્‍થળે કાર્યનું ભારણ વધારે રહે પરંતુ વધારાની આવકથી આપ આનંદિત થશો. વેપારધંધામાં પણ આર્થિક લાભ થવાની શક્યતા છે. નોકરિયાત વર્ગને તેમના કાર્યમાં યશ અને સફળતા મળશે. સાથી કર્મચારીઓનો પૂરો સાથ અને સહકાર પણ મળી રહેશે. હરીફો મ્‍હાત થતા આપ મનોમન હરખાશો. મિત્રો અને પ્રિયપાત્ર આપના મનને ખુશખુશાલ અને પ્રફુલ્લિત કરશે. નવા વસ્‍ત્રો, આભૂષણો, ગૃહસજાવટની ચીજો તથા પત્ની કે બાળકો માટેની ચીજવસ્તુઓમાં ખર્ચ થશે. ઘરમાં રંગરોગાન પાછળ ખર્ચ થાય. વેપારમાં નવી દિશાઓ ખુલતી જણાય. ધાર્યુ કામ પાર પડશે માટે ઈષ્ટદેવનો આભાર વ્યક્ત કરવાનું ચુકતા નહીં. અટવાઇ ગયેલાં કાર્યો પૂરા થાય. ધાર્મિક કાર્યો પાછળ ખર્ચ થાય. આપની રચનાત્‍મક અને કલાત્‍મક શક્તિમાં વધારો થશે. સપ્તાહના અંતિમ ચરણમાં સ્વાસ્થ્યની સમસ્યા ઉભી થશે. અનિદ્રા અને અજંપો તમને અનેક પ્રકારે અવરોધશે. કોઈની સાથે ઝઘડો થવાની તેમજ આકસ્મિક ઈજા થવાની પણ સંભાવના છે.
—————————–.

મીન : સપ્તાહના પૂર્વાર્ધનો સમય પ્રોફેશનલ મોરચે આશાસ્પદ જણાઈ રહ્યો છે. તા 14, 15 અને 16 દરમિયાન નોકરીમાં બઢતી મળી શકે છે. કોઈ સારા સમાચાર મળશે. ભાગીદાર સાથેના સબંધોમાં સુધારો થઇ શકે છે. આપની લોકપ્રિયતા તેમજ સન્માનમાં વધારો થશે. કોઈ ધાર્મિક સ્થળની યાત્રાના યોગ રહેશે. આપની મનની ઈચ્છા પૂરી કરવાનો સમય છે. તા 17,18 અને 19 બપોર સુધી લાભદાયક તબક્કો છે. વ્યવસાયમાં કોઈ મોટો ઓર્ડેર મળી શકે છે. ઘર પરિવારમાં આપનું માન રહેશે. વડીલોના આશીર્વાદ અને સ્નેહ મેળવશો. તા 18 થી ખર્ચામાં વધારો થશે. પત્નીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. માન હાનિ થઇ શકે છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. પ્રેશર કે પેટના રોગ થઇ શકે છે. તા 19 બપોર પછી અને 20 દરમિયાન નકારાત્મક સમય રહેશે. નોકરીના સ્થળે અપમાન થઇ શકે છે. અસ્થિભંગની શક્યતા હોવાથી વાહન ચલાવતી વખતે વિશેષ ધ્યાન રાખવું. આવક ઓછી અને ખર્ચ વધારે થતાં સંતુલિત કરવાનો પ્રયાસ કરશો. માનસિક ચિંતાથી ઉંઘ ન આવે. આવી સ્થિતિમાં યોગ, પ્રાણાયામ કે ધ્યાન અને આધ્યાત્મિક પ્રવૃત્તિથી લાભ થશે. કુટુંબનો માહોલ ધીમે ધીમે સુધરવા લાગશે. આર્થિક લાભની શક્યતાઓ છે. આપ મિટિંગ, સેમીનાર કે અન્ય કોઈ જાહેર કાર્યક્રમમાં ભાગ લેશો. આર્થિક આયોજનો પાર પાડવામાં આપને પહેલાં થોડીક મુશ્‍કેલીઓ જણાશે પરંતુ ત્‍યારબાદ સરળતાથી પાર પાડી શકો.
—————————–.

Leave A Reply

Your email address will not be published.

Translate »