તમારા માટે, તમારી સાથે, સતત…

સાપ્તાહિક રાશી ભવિષ્ય

વૃષભ : માન-સન્માનમાં વૃદ્ધિ થશે.

0 516

તા. 22-09-2018 થી તા. 30-09-2018

મેષ : તા. 23 અને તા. 24 દરમિયાન સારા ભોજનની પ્રાપ્તિ થાય. સંતાનો સાથે સારો એવો સમય વિતાવી શકો. તેમને કંઈક નવું શીખવો તેમજ તેમની સાથે ખૂબ મસ્તી પણ કરો. સંતાનો હાલમાં તમારા આજ્ઞાનું પાલન કરશે તેમજ મોટા સંતાનો હશે તો કોઈપણ કામમાં તમારી સલાહ અને માર્ગદર્શનને અનુસરશે. વડીલ અને મિત્રોનો સહકાર મળશે. સ્ત્રીવર્ગ તરફથી લાભ થાય. મકાન-વાહન પ્રાપ્તિના સારા યોગો છે. અભ્યાસમાં સફળતા મળે. મનપસંદ શાળા કે કોલેજમાં પ્રવેશ મળવાના સારા યોગો છે. અવિવાહિતો માટે વિવાહ માટેનો અનુકૂળ સમય છે. પાર્ટનરશીપના ધંધામાં સારો એવો નફો મળે. ઘરમાં શુભ પ્રસંગો તેમજ ધાર્મિક આયોજનો બને. ભેટ સોગાદો માટેનો ઉત્તમ સમય છે. તા. 25 અને તા. 26ના રોજ આપના માટે સ્વાસ્થ્ય માટે સમય અનુકૂળ નથી. કોર્ટ કચેરીના કાર્યમાં નિષ્ફળતા મળે. માનસિક ચિંતા રહે. ધાર્મિક યાત્રા માટે અનુકૂળ સમય છે. વિદેશગમન માટેનો પણ ઉત્તમ સમય છે. પિતાની તબિયત નરમ ગરમ રહે જેના કારણે તમારા રોજિંદા શિડ્યુલમાં ફેરફાર કરવો પડે તેવી સંભાવના છે. પિતાના આરોગ્યની કાળજી કરવી અન્યથા હોસ્પિટલમાં દાખલ થવાના યોગો છે. તા. 27 અને તા. 28 દરમિયાન સમય તમારી તરફેણમાં રહેશે. વ્યવસાયમાં વધારે મહેનત કરવી પડશે તેથી વ્યવસાયમાં કોઈ સારો મોટો ઓર્ડેર મળી શકે. સમય તમારી અનુકૂળતા પ્રમાણે ફરશે. તા. 29ના રોજ અભ્યાસમાં થોડું વધારે ધ્યાન કેન્દ્રિત કરવું. સારું ભોજન પ્રાપ્ત ન પણ થાય.
———————-.

વૃષભ : તા. 23 અને 24 દરમિયાન માન-સન્માનમાં વૃદ્ધિ થશે. સમાજમાં આપના પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે. આપની આવકમાં વૃદ્ધિ થશે. જીવનમાં સુખ-શાંતિનો અનુભવ કરશો. લાંબા સમયથી અધુરા રહેલ કાર્યો પુરા થશે. તા. 25 અને 26 દરમિયાન વ્યાપાર અર્થે કોઈ મુસાફરી થશે જે આપના માટે લાભ દાયી રહેશે. આપ પોતાની જીવનશૈલીમાં ફેરફાર કરશો. કોઈ ભૌતિક સુખસાધનની ખરીદી કરશો. નવા કપડા, દાગીના, કિંમતી સામાનની ખરીદી કરશો. આપના વિચારોમાં ધન અને આવકની ધૂન સવાર થશે. તા. 27 અને 28 દરમિયાન માનસિક પીડા રહેશે. દોસ્તી કે પ્રણયમાં દગો થઇ શકે છે. આપના શત્રુઓની સંખ્યામાં વધારો થશે. આપનામાં આપને આત્મવિશ્વાસની ઉણપ લાગશે. વાતચીત કરતા કરતા ઝગડો થઇ શકે છે. પોતાના મનને કાબુમાં રાખવું. સમજી વિચારીને બોલવું. સ્વાસ્થ્યની સમસ્યા થઇ શકે છે. અનિદ્રા અને તે સંબધિત રોગો થવાની શક્યતા રહેલી. તા. 29ના રોજ ગૃહની સ્થિતિ આપના પક્ષમાં રહેશે. તણાવ ઓછો થશે . પુરતો આરામ અને મનોરંજન બંને મળશે. મહેનતનો પૂરો લાભ મળશે. દરેક કાર્ય સરળતાથી પાર પડશે. ઘરમાં મહેમાનોનું આગમન થશે અને તેમાં આપ વ્યસ્ત રહેશો. સંતાનની કારકિર્દી વિશે કાળજી રાખવી પડશે. શેરબજારમાં લાંબા ગાળાના ઇન્વેસ્ટમેન્ટથી લાભ થાય.
———————-.

મિથુન : સપ્તાહના આરંભે તમારે ખાસ કરીને પિતાના આરોગ્ય વિશે કાળજી લેવી જરુરી છે. તારીખ 23ના રોજ યાત્રા પ્રવાસમાં વિઘ્ન કે વિલંબ આવે. તા. 24ના રોજ બપોર સુધી સમય વિજય સૂચક છે. દરેક જગ્યાએથી શુભ સમાચાર મળશે. આપનો વ્યક્તિગત વિકાસ થશે. આપ મનની વાત પત્ની અને સંતાનો સમક્ષ રજૂ કરી શકશો અને કોઈ યોજના ઘડી હોય તો તેમાં તેમને પણ સહભાગી બનાવી શકશો. સંતાન સંબંધી કોઈ સારા સમાચાર તમારા મનને હર્ષિત કરશે. તા. 24ના મધ્યાહનથી તા. 26ની સાંજ સુધી આપ માતા-પિતા સાથે સમય પસાર કરશો. સરકારી અને કોર્ટ-કચેરીના અટકેલા કાર્ય પુરા થશે. રાજકીય લોકો અથવા વગદાર લોકો સાથે સંબંધોમાં સામીપ્ય રહેશે અને તમે અત્યાર સુધી તેમની સાથે સાચવેલા સંબંધો જ તમને ફાયદો કરાવશે. આપને દરેક કાર્યમાં સફળતા મળશે. કામકાજના સ્થળે કાર્યસંતોષ મળશે. જમીન-મિલકત સંબંધી લેવડ-દેવડ થશે. જીવનસાથી જોડે સંબંધોમાં મધુરતા આવે. જાતીય સંબંધોની પણ અવારનવાર ઈચ્છા વધશે. અવિવાહિતોને જો લગ્નનું આયોજન હોય તો હાલમાં સમય આપની તરફેણમાં છે. તા. 27 અને 28 દરમિયાન બેંકની ગતિવિધિઓમાં વ્યસ્ત રહેશો. મહેનત અને પરિશ્રમનો પુરેપુરો લાભ મેળવશો. આપ આપની આવક વધારવા માટે બુદ્ધિથી ચતુરાઈ પૂર્વક નિર્ણય લેશો. મકાનમાં કોઈ પરિવર્તનની સંભાવના છે. સપ્તાહના છેલ્લા દિવસે માનસિક અજંપો વધુ રહેશે જેથી કામકાજમાં ઓછુ મન લાગશે. નિર્ણય લેવામાં ખૂબ સાવધાની રાખવી.
———————-.

કર્ક : તા. 23ના રોજ કઠીન પરિશ્રમના અંતે નિષ્ફળતા મળે જેથી મનમાં થોડો અફસોસ થશે. બહાર ગામ ફરવા જાવ તો નદી કે તળાવમાં ન્હાવા જવું હિતાવહ નથી. તા. 24 બપોર સુધીનો સમય કોઈ આપની લાગણીને ઠેસ પહોંચાડી શકે છે. આપ પોતાનું હિત નહીં સાચવી શકો. સ્વાસ્થ્યમાં ગરબડ થવાની શક્યતા છે. પેટની સમસ્યા વધી શકે છે. સમય નિરર્થક કાર્યમાં પસાર થશે. રાજકીય કાર્ય અટકી શકે છે અને તેના કારણે આપના પૈસા પણ ખોટી રીતે રોકાઈ જશે. ધન હાનિનો પ્રબળ યોગ છે. તા. 24 બપોર પછી અને તા. 25, 26 દરમિયાન આપના અટકેલા કાર્ય પૂર્ણ થશે. સ્વાસ્થ્યમાં સુધારો થશે. સંતાનથી શુભ સમાચાર પ્રાપ્ત થશે. આપ આધ્યાત્મિક રીતે સમય પસાર કરશો. ઘણી મુશ્કેલીઓ વચ્ચે આપ મહેનતથી સમયને આપના પક્ષમાં ફેરવશો. ઘર-પરિવારમાં સ્થિતિ સંતોષજનક રહેશે. તા. 27 અને 28 દરમિયાન આપ આપના ઘર માટે નવા સામાનની ખરીદી કરશો. સરકારી કાર્યમાં સફળતા મળશે. આપનું ભૂતકાળમાં કરેલ રોકાણ ખુબ લાભદાયીનીવડશે. જીવનસાથી જોડેના સંબંધોમાં સુધારો આવશે. ઘર-પરિવારનો સહયોગ મળશે. તા. 29 દરમિયાન દિવસ લાભદાયી રહેશે. આળસ દૂર થશે અને કામમાં મન લાગશે. કામકાજ અને આજીવિકાની બાબતમાં પરિસ્થિતિ આપની તરફેણમાં રહેશે.
———————-.

સિંહ : તા 23ના રોજ આપને ક્યાંય બહાર ફરવા જવાનો કાર્યક્રમ બનશે. પાર્ટી અને સમારંભમાં આપ જશો અને વાકછટાથી લોકોની વચ્ચે છવાઈ જશો. મિત્રો સાથે મુલાકાતનો યોગ જણાઈ રહ્યો છે. અવિવાહિતો માટે વિવાહમાં વિઘ્ન વિલંબ થાય. તા 24 બપોર પછી સમય પ્રતિકૂળ છે. તા 25 અને 26 દરમિયાન આપની પર કોઈ ખોટો આરોપ કે કલંક લાગી શકે છે. પરિવારના કોઈ સભ્યનું સ્વાસ્થ્ય કથળતા આપને દવાખાને જવાનો વારો પણ આવી શકે. આપનું સરકારી કાર્ય અટકી શકે છે. આપે શત્રુ અને વિરોધીથી સતર્ક રહેવું. તા 27 અને 28 દરમિયાન સમય વિજયસૂચક છે. આપને દરેક તરફથી શુભ સમાચાર મળશે. આપનામાં ઉત્સાહ અને સ્ફૂર્તિનો અનુભવ કરશો. આપનાથી ઉચ્ચ અધિકારી પ્રસન્ન રહેશે. સંગીત અને કળામાં આપની રૂચિ રહેશે. તા 29ના રોજ આપના અંગત કોઈ કાર્યને આપની કુશળતાથી પૂર્ણ કરશો. આપને આપના કાર્યમાં સફળતા મળશે.
———————-.

Related Posts
1 of 259

કન્યા : આ સપ્તાહની શરૂઆતમાં આપને સ્વાસ્થ્યની નાની-મોટી ફરિયાદો થઈ શકે છે. જેઓ બીમારીથી પીડાય છે તેમને સારવારની અપેક્ષા કરતા ઓછી અસર જોવા મળે. જોકે નોકરિયાતો અને છુટક કામકાજો કરતા જાતકો માટે પ્રગતીનો સમય છે. આવકની દૃષ્ટિએ વિલંબ અને અવરોધોનો સામનો કર્યા પછી સફળતા મળશે માટે પ્રયાસ કરવાનું ન છોડતા તેમ ગણેશજી ખાસ જણાવી રહ્યા છે. પ્રેમસંબંધોમાં આગળ વધવા દરેક ડગલું ફુંકી ફુંકીને ભરજો નહીંતર તમારા માટે નવી મુશ્કેલી ઉભી થશે. સપ્તાહના મધ્યનો સમય દાંપત્યજીવનન માટે સારો જણાઈ રહ્યો છે પરંતુ તમારે ખાસ કરીને અહંને અંકુશમાં રાખવો પડશે. આ સમયમાં આપ દૂરના અંતરે કમ્યુનિકેશન પર વધુ ધ્યાન આપશો. ખાસ કરીને આધુનિક ગેઝેટ્સની મદદથી આપ વ્યવસાયિક સંપર્કો, સંબંધીઓ અને સોશિયલ ગ્રૂપમાં એકધારા સક્રીય રહેશો. કોર્ટ કચેરીના અટકેલા કાર્યો આગળ વધશે અને તેમાં સફળતા મળશે. સપ્તાહના અંતિમ ચરણમાં સખાવત પાછળ તમે નાણાં ખર્ચશો. આધ્યાત્મિકતા અને ઇશ્વરની આરાધનામાં વધુ રુચિ લેશો. ગૂઢ અને આધ્યાત્મિક બાબતોમાં કંઈક નવું શીખવા માટે પ્રયાસ કરશો. આ સમયમાં તમારે સ્વાસ્થ્યની વધુ કાળજી લેવી જ પડશે.
———————-.

તુલા : તા 23 અને 24 દરમિયાન મહેમાનનું આગમન થશે. મહેમાન સાથે તમે વ્યસ્ત રહેશો. આવકની વૃદ્ધિ માટે આયોજન કરશો. તમે વ્યસ્તતા વચ્ચે પણ પરિવારને સમય આપશો. માનસિક રીતે શાંતિ મેળવશો. કોઈપણ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લેશો અને સફળતા પણ મેળવશો. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં મહેનત કરવી પડશે. ખાસ કરીને એકાગ્રતા માટે મેડિટેશન કરવાની સલાહ છે. તા 25 અને 26 દરમિયાન મકાનની સજાવટ પાછળ ખર્ચ થશે. તમે પોતાની આસપાસના માહોલને વધુ સુંદર બનાવવા માટે કોઈ મોંઘી ચીજ, ફર્નિચર અથવા રિનોવેશન પાછળ ખર્ચ કરો તેવી શક્યતા પણ છે. ક્યાંયથી શુભ સમાચાર મળશે. રોજબરોજના કાર્યમાં વ્યસ્ત રહેશો. પારિવારિક જવાબદારી પુરી લગનથી નિભાવશો. સંપત્તિ સંબંધી વિવાદમાં કોઈ મધ્યસ્થીની મદદથી ઉકેલ આવશે. નોકરીમાં બઢતી મળી શકે છે. આપનું પુરું ધ્યાન આપના કામ પર કેન્દ્રિત થશે. તા 27 અને 28 દરમિયાન જીવનસાથી જોડેના સબંધોમાં મધુરતા આવશે. આપના વિચારો વધુ સિદ્ધાંતવાદી રહેશે. સ્વાસ્થ્ય પણ સારું રહેશે. કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિની મદદથી આપના પ્રગતિના રસ્તા ખુલશે. તા 29ના રોજ વાહન સાવધાનીથી ચલાવવું. ક્રોધ અને આવેશથી બચવું.
———————-.

વૃશ્ચિક : સપ્તાહના આરંભમાં તા 23 અને 24 દરમિયાન સમય આપની તરફેણમાં ન હોવાથી સાચવી લેવા જેવો છે. કામકાજમાં તેમજ આર્થિક વ્યવહારોમાં સાવધાની રાખવી. કારણ વગર કોઈની સાથે વિવાદ થઇ શકે છે. વાહન ચલાવવામાં પણ ગતિ મર્યાદિત રાખવી. આવકના પ્રમાણમાં ખર્ચનું પ્રમાણ વધુ રહેશે. સ્વાસ્થ્યની ફરિયાદો રહેશે જેમાં ખાસ કરીને બદલાતી ઋતુની આપના સ્વાસ્થ્ય પર ઝડપથી અસર પડશે. આળસ અને થાક અનુભવશો. તા 25 અને 26 દરમિયાન વ્યવસાયમાં ધારી સફળતા નહીં મળે. વિદ્યાર્થીઓ માટે સમય લાભકારી છે. રૂપિયાની બાબતમાં કોઈની પર ભરોસો કરવો નહીં. પુરી રીતે સમર્પિત થઇને કામ કરશો. જ્યાં સુધી કાર્ય પુરું નહીં થાય ત્યાં સુધી પ્રયત્ન નહીં છોડો . કોઈ મહત્ત્વપૂર્ણ કાર્ય નહીં થાય છતાં મનથી પ્રસંન્ન રહેશો. તા 27 અને 28 દરમિયાન સંપત્તિ દાયક તબક્કો છે. આવક પ્રાપ્તિના રસ્તા ખુલશે. કોઈ મહત્ત્વના સમાચાર મેળવશો. સ્થિતિ તો અનુકૂળ હશે પણ મનની પરિસ્થિતિ અસમંજસ ભરી રહેશે. મોજમસ્તી પાછળ ખર્ચ થશે. તા 29 દરમિયાન ભાગ્ય પ્રબળ રહેશે. દિવસ શાંતિપૂર્ણ રીતે પસાર થશે. ઓછી મહેનતમાં પણ વધુ લાભ મેળવશો.
———————-.

ધન : સપ્તાહના આરંભે પિતાના આરોગ્યની ખાસ કાળજી રાખવી. યાત્રા-પ્રવાસમાં વિઘ્ન કે વિલંબ આવે. તા. 24ના મધ્યાહન સુધીનો સમય કામકાજમાં વિજય સૂચક છે. પ્રોફેશનલ મોરચે શુભ સમાચાર મળશે. આપનો વ્યક્તિગત વિકાસ થશે. પોતાના મનની વાતમાં પત્ની અને સંતાનોને સહભાગી બનાવશો. સંતાન સંબંધી કોઈ સારા સમાચાર મળશે. તા. 24 બપોર પછી તથા તા. 25 અને 26 વિદ્યાર્થી માટે અભ્યાસમાં ધ્યાન રાખવું જરૂરી છે. પરીક્ષાઓની તૈયારીમાં ખૂબ જ ચિવટતા રાખવી પડશે તેમજ પૂર્વ શિડ્યુલ બનાવી તેને ચુસ્તપણે વળગી રહેવું પડશે. મિત્રો સાથે બહાર હરવા-ફરવા જવાની ઈચ્છા થશે પરંતુ મન પર અંકુશ રાખીને અભ્યાસમાં ધ્યાન આપજો. નોકરિયાતોને નવા સંપર્ક ફાયદાકારક રહેશે. તા. 27 અને 28 બપોર સુધી આનંદ પ્રમોદ માટે સમય સારો છે. કોઈ શુભ સમાચાર પ્રાપ્ત થશે. આર્થિક સમસ્યા પર આપે ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. કેરિયર અને ભવિષ્યને અનુલક્ષીને કોઈ યોજના બનાવી હશે તો સફળતા પ્રાપ્ત થશે. જુના ફસાયેલા નાણા છુટા થશે.
———————-.

મકર : તા. 23ના રોજ આર્થિક લાભ મેળવવા માટે તબક્કો સારો છે પરંતુ પરિશ્રમની તૈયારી રાખવી પડશે. બહાર ગામ ફરવા જાવ તો નદી કે તળાવમાં ન્હાવા જવું હિતાવહ નથી. તા. 24 બપોર સુધીના સમયમાં કોઈ આપની લાગણીને ઠેસ પંહોચાડી શકે છે. સ્વાસ્થ્યમાં ગરબડ થવાની શક્યતા છે. પેટની સમસ્યા વધી શકે છે. આનો મોટાભાગનો સમય નિરર્થક કાર્યમાં પસાર થશે. આ સપ્તાહે તમારે પ્રોફેશનલ બાબતોમાં વધુ ખર્ચ કરવો પડશે અને તેના પ્રમાણમાં નફાનું ધોરણ ઓછુ રહેવાથી મનોમન વસવસો થઈ શકે છે. ઉત્તરાર્ધના સમયમાં આપ આધ્યાત્મિક અથવા અન્ય હેતુથી ટુંકી મુસાફરી કરી શકો છો. તા. 27 અને 28 દરમિયાન આપ આપના ઘર માટે નવા સામાનની ખરીદી કરશો. સરકારી કાર્યમાં સફળતા મળશે. આપનું ભૂતકાળમાં કરેલ રોકાણ ખુબ લાભદાયીનીવડશે. જીવનસાથી જોડેના સંબંધોમાં સુધારો આવશે. ઘર-પરિવારનો સહયોગ મળશે. તા. 29 દરમિયાન દિવસ લાભદાયી રહેશે. સંતાનથી શુભ સમાચાર પ્રાપ્ત થશે. આળસ દૂર થશે અને કામમાં મન લાગશે. કામ-કાજ અને આજીવિકાની બાબતમાં પરિસ્થિતિ આપની તરફેણમાં રહેશે.
———————-.

કુંભ : શરૂઆતના ચરણમાં તમારા દિલમાં રોમાન્સની લાગણી વધુ રહેશે. અવિવાહિત જાતકો પ્રિયપાત્ર સમક્ષ પ્રેમનો પ્રસ્તાવ મૂકે તેવી શક્યતા છે. કુટુંબ સાથે રમણીય સ્થળે બહાર ફરવા કે દેવસ્થાનના દર્શને, સામાજિક સમારંભમાં કે મિત્રો અથવા ઓફિસના સહકર્મીઓ સાથે પાર્ટીમાં જશો અને આનંદમાં સમય પસાર થશે. તમે પ્રેમની અભિવ્યક્તિ કલાત્મક અંદાજમાં કરી શકશો. સેલ્સ અને માર્કેટિંગ વાણી સંબંધિત ક્ષેત્રોમાં જોડાયેલા જાતકો તેમની વાકછટાથી ઉત્તમ પરિણામ પ્રાપ્ત કરશે. વેપારીવર્ગ પોતાના વ્યવસાયને નવી ક્ષિતિજો સુધી પહોંચાડી શકશે. ધંધામાં વિસ્તરણ માટે નવા આયોજનો હાથ ધરી શકશે. ઉત્તરાર્ધમાં તમારી સાહસવૃત્તિ વધશે. ધંધાર્થે મુસાફરી કરવાની થાય. વ્યજવસાયમાં આપ નવી પધ્ધતિનો અમલ કરશો. થોડી આળસ અને કંટાળો આવતા કેટલાક કાર્યો વિલંબમાં પડશે. આવી સ્થિતિનો પ્રતિસ્પસર્ધીઓ કે હરીફો ગેરલાભ ન ઉઠાવે તે જોવું. આપને ઘરમાંથી તેમજ સંતાનો તરફથી શુભ સમાચાર મળે. જૂના મિત્રો સાથે આનંદદાયક મુલાકાત થાય. આપ ફરીથી સ્ફુર્તિ અને પ્રસન્નભતા અનુભવશો. આરોગ્યથ સારું રહેતાં નોકરી-ધંધામાં મન લાગશે.
———————-.

મીન : તા 23 અને 24 બપોર સુધી કારણ વગરની ચિંતા રહી શકે છે. વ્યાપાર વ્યવસાયમાં કોઈ તકલીફ થઇ શકે છે તેથી આપનું મનોબળમાં કમી આવશે. કોઈ આપને ઠેસ પહોચાડી શકે છે. કોઈ લાલચ આપને નુકસાન પહોચાડી શકે છે. લાગણીથી નિર્ણય લેવા નહીં. તા 24બપોર પછી અને 25, 26 દરમિયાન સમય સુધરશે. આપ વ્યાવસાયિક ભાગીદાર અને સહકર્મચારી સાથે સારો તાલમેલ રહેશે. બુદ્ધિ અને વિવેકથી આપ કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેશો જેથી શત્રુ અને વિરોધી આપની બુદ્ધિની પ્રસંશા કરશે. જીવનના દરેક રૂપને આપ ગંભીરતાથી લેશો. તા 27 અને 28 દરમિયાન આપ ખરીદીમાં વ્યસ્ત રહેશો. વ્યાપાર વ્યવસાયમાં કોઈ ખાસ લાભદાયી નહીં રહે પરંતુ સામાજિક કાર્ય માટે સમય સારો રહેશે. કાર્યમાં આપની આશા મુજબ બધુ પાર નહીં પડે છતાં પણ આપના પ્રયત્નો માટે આત્મસંતોષ અનુભવશો. થાકના કારણે ક્યારેક ક્યારેક આળસ પણ અનુભવશો. તા 29 દરમિયાન આર્થિક રીતે સારો સમય છે. સામાજિક, આર્થિક, પારિવારિક ક્ષેત્રે સારૂં રહેશે. મિત્રો તરફથી લાભ પણ થાય અને તેમની પાછળ નાણાંનો ખર્ચ પણ કરશો. ઘરમાં ઘરવપરાશની ચીજોની ખરીદી પાછળ ખર્ચ કરવો પડશે. અવિવાહિત જાતકોને તેમની મંઝિલ હવે નજીક લાગશે.
———————-.

Leave A Reply

Your email address will not be published.

Translate »