તમારા માટે, તમારી સાથે, સતત…

સાપ્તાહિક રાશી ભવિષ્ય

વૃષભ : આપની રાશિમાં ચંદ્ર હોવાના કારણે આપના પ્રણય સંબંધમાં સફળતા મળી શકે.

0 524

તા. 02-09 -2018 થી તા. 08-09-2018

મેષ : તા. 2 અને 3 દરમિયાન વધુ પડતા કામને ટાળવું અન્યથા શરીર પર કામનું ભારણ સ્વાસ્થ્ય સમસ્યાઓ સર્જી શકે છે. આપ આ સમય દરમિયાન શારીરિક અને માનસિક થાકનો અનુભવ કરશો. શરીરમાં નબળાઈ પણ આવી શકે છે. ખર્ચનું પ્રમાણ વધુ રહેશે. શેરબજારથી આર્થિક લાભ થાય. સંતાન પ્રાપ્તિ માટે સારો સમય છે. પારિવારિક વાતાવરણ આંનદમય રહે. નવા મહેમાનોનુ આગમન થાય. પરિવાર સાથે હરવા ફરવા માટેનો સારો સમય છે. આંખોનું ઓપરેશન સફળતાપૂર્વક થાય. તા. 4 અને 5ના રોજ આપના અટકેલા કાર્ય પૂર્ણ થશે. ધંધા-વ્યવસાયમાં આર્થિક લાભ થાય. આપના અટવાયેલનાણાં પાછા આવશે. આપ દ્વારા કરાયેલા રોકાણમાં સારામાં સારું વળતર મળશે. આપના પ્રેમસંબંધોમાં સફળતા મળશે. પ્રેમની અભિવ્યક્તિ માટે પણ આ સમય શુભ છે. તા. 6, 7 અને તા. 8 બપોર સુધીનો દિવસ અશાંતિ ભર્યો રહેશે. મનના વિચારોમાં ગુંચવાડો રહેશે. સ્પષ્ટ માર્ગ દેખાશે નહીં. વિવાહ પ્રંસંગે નિમિત્તે બહારગામ જવાના યોગ બને છે. સંબંધોમાં સુધારો થતો જણાશે. આર્થિક લાભ થશે. તા. 8 બપોર પછી આપના દરેક પ્રશ્નનું નિરાકરણ આવશે જેનાથી તમે રાહત અનુભવશો. મકાન-વાહનના રિનોવેશન માટેના ખર્ચાઓ વધી જશે. સંતાન વિશે ચિંતા વધી જશે. કોઇપણ બાબતમાં સમજી વિચારીને નિર્ણય લેવાથી ફાયદો થાય. મકાન વેચવાથી સારો આર્થિક લાભ થાય. વિદ્યાભ્યાસમાં સારી પ્રગતિ થાય.
————————.

વૃષભ : આપની રાશિમાં ચંદ્ર હોવાના કારણે તા. 2 અને 3 દરમિયાન દિવસ સફળતાદાયક રહેશે. આપના પ્રણય સંબંધમાં સફળતા મળી શકે. જીવનસાથી જોડે સારો તાલમેલ રહેશે. ક્યાંક બહાર જવાનો કાર્યક્રમ થઇ શકે છે. આપ ફરીવાર પોતાની પ્રગતિ પર ધ્યાન કેન્દ્રિત કરશો. કામમાં મન લાગેલું રહેશે. સમય આપને સફળતા આપશે. આપની કાર્યક્ષમતામાં વધારો થશે. આપ વિદેશમાં કોઈ કંપની સાથે વ્યાપાર અર્થે જોડાયેલા હોવ તો બહેતર સફળતાના યોગો છે. ઘર-પરિવારાં દરેક જણ આપનાથી પ્રસન્ન રહેશે. તા. 4ના રોજ કામમાં આળસનો અનુભવ થશે. કાર્ય તો પૂર્ણ નહીં થાય પણ આરામ વધુ સારી રીતે થશે. આપના આર્થિક આયોજન પર વધુ દેખરેખ રાખવી જરૂરી રહેશે. ટેક્ષ સંબંધિત કાર્યોમાં થોડી સાવધાની રાખવી અને તેનું ઝીણવટભર્યું આયોજન કરવું જેથી આવનારી કાયદાકીય મુશ્કેલીઓથી બચી શકો. તા. 6 અને 7 દરમિયાન સમય ફરી સકારાત્મક છે. ધન કમાવવાનો દિવસ કહી શકાય માટે આ તબક્કાનો આવડત અનુસાર લાભ લઈ લેવો. ભૂતકાળમાં કરેલા કોઈ કાર્યને આપ આવકમાં રૂપાંતરિક કરી શકશો. ઉપરી ધિકારી સાથે સારો તાલમેલ રહેશે. સમયનો સારો સદુપયોગ કરશો. તા. 8 દરમિયાન ચોથા સ્થાનમાં ચંદ્ર કષ્ટદાયક વાહન સાવધાનીપૂર્વક ચલાવવું થઇ શકે તો યાત્રા પ્રવાસ ટાળવો.
————————.

મિથુન : તા. 2 અને 3 દરમિયાન ચંદ્ર બારમાં સ્થાનમાં આવતાં સમય ખરાબ છે જેના ફળસ્વરૂપ આપે આ દિવસો દરમિયાન કરેલી યાત્રા કષ્ટદાયક રહેશે. શનિનું સાતમાં સ્થાનમાં ભ્રમણ સ્વાસ્થ્યમાં તકલીફ આપશે. પગની તકલીફ તથા હાડકા સંબંધી રોગ થઇ શકે છે. જીવનસાથી જોડે પણ આપ પરેશાન થઇ શકો છો. કોઈ બીજી જગ્યાએ સ્થળાંતર થવાની સંભાવના છે. વિદેશગમન માટે સારા યોગો બને છે. તા. 4 અને 5ના દરમિયાન કાર્યકુશળતામાં વૃદ્ધિ થશે. આવકના નવા સાધનો પર ધ્યાન આપશો. સંપત્તિ તથા માલના ખરીદ-વેચાણમાં વ્યસ્ત રહેશો. પ્રણય સંબંધોમાં ઉતાર-ચઢાવ રહેશે. વ્યવસાયિક કાર્ય માટે કરેલી યાત્રા સફળ થશે. કામકાજમાં આપની વ્યસ્તતા ઘણી રહેશે પરંતુ અપેક્ષિત ફળ મળતા તમને કામના ભારણની ફરિયાદ નહીં રહે. તા. 6 અને 7 દરમિયાન કાર્યસ્થળ પર સ્થિતિ સામાન્ય રહેશે. આપને એકલા રહેવાનું ગમશે. તેના માટે આપ ધાર્મિક સ્થળની મુલાકાત પણ લેશો. આ સમય દરમિયાન આપ સામાજિક મુલાકાત કરશો. શેરબજારમાં આર્થિક લાભ થાય. નિઃસંતાન દંપતી માટે સંતાન પ્રાપ્તિના સારા યોગો બની રહ્યા છે. તા. 8ના રોજ આપનામાં ઊર્જા અને ઉત્સાહ રહેશે. સંતાનના ભણતર પર વિશેષ ધ્યાન આપશો. યશ પ્રાપ્તિ માટે પ્રયત્નરત રહેશો.
————————.

કર્ક : સપ્તાહનો આરંભ તમારા માટે આનંદદાયક હશે. મિત્રો તરફથી ભેટ સોગાદો મળશે. સરકાર તરફથી આર્થિક લાભ મળવાના યોગો છે. તા. 3 દરમિયાન આપ શાંત રહેવાનું પસંદ કરશો. કારકિર્દી સંબંધી અવરોધ દૂર થશે. મિત્રોનો સહયોગ મળશે. વિચારોમાં સકારાત્મકતા રહેશે. કોઈ સમારંભના આયોજનમાં વ્યસ્ત રહેશો. જુના ઉધાર આપેલાનાણાં છુટા થશે. આર્થિક રીતે સ્થિતિ મજબૂત થશે. નવી ભૌતિક વસ્તુની ખરીદી થશે અને એ વસ્તુનો ઉપયોગ કરશો. તા. 4 અને 5 દરમિયાન આત્મવિશ્વાસમાં ઘટાડો થશે. મિત્રો અને ભાગીદારોથી મતભેદ થશે. પાડોશીઓ જોડે વાદ-વિવાદ થઇ શકે છે. આપના ખર્ચનું પ્રમાણ વધશે. કાર્ય યોગ્ય સમયે પૂર્ણ નહીં થાય. ક્યાંકથી અશુભ સમાચાર મળી શકે છે. આપની પીઠ પાછળ પોતાના જ માણસો નિંદા કરશે. તા. 6 અને 7 દરમિયાન પરિસ્થિતિમાં બદલાવ આવશે. પારિવારિક સુખ-શાંતિમાં વધારો થશે. આપના કાર્ય કોઈપણ જાતની મુશ્કેલી કે વિરોધ વગર પૂર્ણ થશે. આપ કુશળતાપૂર્વક દરેક કાર્યનો ઉકેલ લાવશો. તા. 8ના રોજ સંતોષદાયક સ્થિતિ રહેશે. ઉપરી અધિકારીઓનો સહકાર મળશે. આપના મનને પ્રસન્ન કરે એવા સમાચાર પ્રાપ્ત થશે. આપ બીજા પર આશ્રિત ન રહેતા પોતાના કામ પોતની રીતે પુરા કરજો.
————————.

સિંહ : ભોગવિલાસ અને કળીયુગના સુખ આપતો ગ્રહ શુક્ર સપ્તાહના આરંભે રાશિ પરિવર્તન કરીને શુભ ગ્રહ ગુરુ સાથે આપની રાશિથી ત્રીજા સ્થાનમાં ભ્રમણ કરશે. આપના જીવનમાં ઉમંગ અને ઉત્સાહનો વધારો થશે. આપના ભાવી આયોજન તેમજ મૂડીરોકાણ માટે શ્રેષ્ઠ સમય રહેશે. આપને સંતાન દ્વારા લાભ થઇ શકે છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં પ્રગતિ થશે. આપના માન-સન્માનમાં વધારો થશે. તા 3થી બુધ પણ રાહુની યુતિથી અલગ થશે જેથી આપના પારિવારિક પ્રશ્નોમાં ઉકેલ આવશે. વિદ્યાર્થીઓને અભ્યાસ માટે નકારાત્મકતા હતી તેમાં હવે સફળતા મળશે આપની યાદશક્તિમાં પણ વધારો થશે. તા 2 અને 3 દરમિયાન ઘરમાં મહેમાનોનું આગમન થશે. પતિ-પત્ની વચ્ચે આત્મિયતામાં વધારો થશે. તા 4 અને 5 દરમિયાન આર્થિક દૃશ્ટિએ ઉત્તમ સમય છે. વ્યાપારમાં ધન લાભ થશે. તા 6 અને 7 દરમિયાન સમય કષ્ટકારી છે. બનતા કામ બગડી શકે છે. તા 8ના રોજ આપની રાશિમાંથી ચંદ્રનું ભ્રમણ આપના માટે સારો સમય આપશે. આ સમયમાં તમારા ચહેરાનું તેજ વધશે અને વ્યક્તિત્વ વિકાસ અંગે તમે સજાગ બનશો. મન પ્રફુલ્લિત થાય તેવા કાર્યોમાં ભાગ લેશો. મોજશોખ પુરા કરશો.
————————.

કન્યા : સપ્તાહના આરંભનો તબક્કો અપરીણિત યુવક યુવતીઓ માટે ઉત્તમ છે. આપના ઉંબરે લીલા તોરણ બંધાવાની શક્યતા છે. સૂર્ય બારમે હોવાથી કાયદાકીય, સરકારી અને અદાલતી કાર્યવાહીથી બચવું. તમારી પ્રતિષ્ઠા ખંડિત થાય તેવા કાર્યો પણ ન કરવા. ધા‍ર્મિક, સામાજિક કાર્યો પાછળ ધનખર્ચ થાય. વિદ્યાર્થીઓને વિદ્યાપ્રાપ્તિમાં અવરોધ આવતો હોય અથવા એકાગ્રતાની સમસ્યા હોય તો આપ અભ્યાસના ટેબલ પર પિરામિડ, મિનારો મૂકીને અવરોધો ટાળી શકો છો. રચનાત્‍મક અને કલાત્‍મક પ્રવૃત્તિઓ તરફ આપની રુચિ વધશે.  શ્વસુર પક્ષ અથવા પત્ની તરફથી કોઈ લાભ મળવાની આશા રાખી શકો છો. હાલમાં પત્નીના નામે કરેલું રોકાણ આપના માટે શુભ ફળદાયી સાબિત થશે. લેખન કાર્ય માટે ઉત્તમ સમય છે. સપ્તાહના મધ્યમાં આપની પ્રગતિ અને સફળતાના કારણે જાહેરજીવનમાં યશકીર્તિ મળશે. સપ્તાહના અંતિમ દિવસે વ્યય સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ માનસિક ગડમથલ અને સ્વાસ્થ્યની નાનીમોટી ફરિયાદોનો સંકેત આપે છે જે આપના અનેક કાર્યોમાં વિઘ્નનું કારણ બનશે. નોકરિયાતોને મનોમન બિનજરૂરી ભય સતાવશે જેથી આપના પરફોર્મન્સ પર વિપરિત અસર પડી શકે છે.
————————.

તુલા : તા 2 થી શુક્ર આપની રાશિમાં ભ્રમણ કરશે જેથી દાંપત્યજીવનમાં આનંદ રહેશે. તમે પોતાના વ્યક્તિત્વ વિકાસ અને દેખાવમાં વધારો લાવવા માટે કોસ્મેટિક ચીજો, બ્યૂટી ટ્રીટમેન્ટ, વસ્ત્રો, આભૂષણો વગેરેમાં ખર્ચ કરો તેવી સંભાવના પણ છે. નાટક સંગીત તેમજ આનંદ પ્રમોદમાં સમય પસાર થશે. પ્રેમસંબંધો માટે પણ હાલમાં સાનુકૂળતા વધશે કારણ કે તમારા મનમાં વિજાતીય પાત્રોના વિચારો વધુ રહેશે. વિવાહિતોને જીવનસાથીથી ધનલાભ થઇ શકે છે. તા 2 અને 3 દરમિયાન વાહન સાવધાનીપૂર્વક ચલાવવું. કોઈ અપ્રિય ઘટના બની શકે છે. ધનહાનિ પણ થઇ શકે છે. તા 3 થી બુધ આપની રાશિથી અગિયારમાં સ્થાનમાં ભ્રમણ કરતા અપરિણીત વ્યક્તિના લગ્નની શક્યતા ઉભી થાય. સંતાનોની પ્રગતિ થશે. મિત્ર વર્તુળથી લાભ થાય તેમજ સારી રીતે સમય પસાર થાય. શુભકાર્યમાં પ્રવૃત રહેશો. તા 4અને 5 દરમિયાન ક્યાંયથી કોઈ શુભ સમાચાર મળશે. તા 6 અને 7 દરમિયાન વ્યવસાય યથાવત ચાલશે. કોઈ મોટા નિર્ણય લેતા પહેલા ખૂબ સમજી વિચારીને નિર્ણય લેવો. તા 8ના રોજ વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ છે. કોર્ટકેસમાં સફળતાના યોગ છે.
————————.

Related Posts
1 of 259

વૃશ્ચિક : અત્યાર પ્રેમસંબંધોમાં હવે તમે શાશ્વત પ્રેમના બદલે ભોગવિલાસ અને મસ્તી માટેના ક્ષણિક સંબંધો પર વધુ ધ્યાન આપશો. વિજાતીય આકર્ષણ વધુ રહેશે માટે તેના કારણે તમારી પ્રતિષ્ઠા ખંડિત ન થાય તેનું ધ્યાન રાખવાની સલાહ છે. તા 2 થી શુક્ર આપની રાશિથી બારમાં સ્થાનમાં ભ્રમણ કરતા સુખ-સગવડના સાધનો મેળવશો. આર્થિક અને સાંસારિક સુખની પ્રાપ્તિ થશે. લગ્નજીવનમાં પ્રેમ અને આકર્ષણ વધશે. તા 3 થી બુધ આપની રાશિથી દસમાં સ્થાનમાં ભ્રમણ કરશે જેથી ધંધામાં લાભ થશે. નવી ઓળખાણ થશે. નવું વાહન લેવાનો યોગ રહેશે. લોકસેવાના કાર્યો કરશો. તા 2 અને 3 દરમિયાન પ્રેમ અને સમ્માન બંને મળશે. આપની પ્રતિભા વધસે. સ્વાસ્થ્ય સારું રહેશે. પતિ-પત્ની વચ્ચે ચાલતા મતભેદનું નિવારણ આવશે. તા 4 અને 5 દરમિયાન કોઈ જુઠા આરોપ કે કલંક લાગી શકે છે. શત્રુ અને વિરોધીથી સતર્ક રહેવું. પ્રણય પ્રસંગમાં નિષ્ફળતા મળી શકે છે. તા 6 અને 7 દરમિયાન કોઈ જુના મિત્રોથી મુલાકાત થશે. તા 8ના રોજ ઉચ્ચ અધિકારી આપનાથી ખુશ રહેશે. આર્થિક લાભ થશે. અટકેલ કાર્ય પુરા થશે.
————————.

ધન : સપ્તાહના પ્રારંભિક બે દિવસમાં તમે ખાસ કરીને રોજિંદી આવકમાં વધારો કરવા માટે જે પ્રયાસો કરો તેમાં ફાયદો રહેશે. તા. 2 અને 3 નોકરી-ધંધામાં સારું ફળ આપશે. આપના ધંધાનો વિકાસ થશે. નવી નોકરી મળવાની શક્યતા છે. આવક તથા ખર્ચનું પ્રમાણ વધુ રહેશે. તા. 4 અને 5 પ્રોફેશનલ મોરચે નવી ભાગીદારી અથવા કરારો કરવા માટે ઘણી સાનુકૂળતા રહેશે. નવી નોકરી મળવાની શક્યતા છે. આવકની સામે ખર્ચનું પ્રમાણ પણ વધુ રહેશે. તા. 6 અને 7દરમિયાન આર્થિક બાબતોમાં થોડી ખેંચતાણ રહેવાની સંભાવના છે. ખાસ કરીને બિનફળદાયી કાર્યોમાં તમારે અનિચ્છાએ પણ વધુ ખર્ચ કરવો પડશે. જીવનસાથી તેમજ શ્વસુર પક્ષથી કોઈ લાભ મળી શકે છે. આપ અગાઉના રોકાણનું આકલન કરીને તેમાં જરૂરી ફેરફાર કરશો. છેલ્લા દિવસે બપોર પછી કોઈ માંગલિક કાર્યનું આયોજન કરશો. અવિવાહિતોને જીવનસાથીની શોધ મામલે વિલંબ આવે, ક્યાંય વાત ચાલતી હોય તો તેમાં અવરોધ આવે અથવા અગમ્ય કારણોસર વાત અટકી પડે તેવી સંભાવના રહેશે. તા. 8ના રોજ આપનામાં ઊર્જા અને ઉત્સાહ રહેશે. સંતાનના ભણતર પર વિશેષ ધ્યાન આપશો. યશ પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ રહેશો.
————————.

મકર : સપ્તાહના આરંભે તમારા દિલમાં પ્રેમની કુંપળો ફુટશે. પ્રિયપાત્ર સાથે મુલાકાતની શક્યતા વધશે. પ્રેમની અભિવ્યક્તિમાં તમે આગળ આવશો પરંતુ ખાસ કરીને પાત્રની પસંદગીમાં તમે ખોટા ભ્રમમાં ન રહો તેનો ખ્યાલ રાખજો. હાલમાં વિવાહિતોને સંતાનો પ્રત્યે વધુ લાગણી રહેશે અને તેમના માટે ખર્ચ થઈ શકે છે. સપ્તાહના પૂર્વાર્ધમાં નોકરિયાતોને ઉપરી અધિકારીઓ સાથે અગત્‍યની ચર્ચા થશે.તમે જોમ અને જુસ્સા સાથે પોતાના કાર્યો પાર પાડીને સહકર્મીઓ અને મેજનેન્ટ સૌને ચોંકાવી દો તેવું પણ બની શકે છે. કાયદાકીય બાબતોમાં હાલમાં સંભાળવું પડશે. પ્રતિષ્ઠા સંબંધિત પ્રશ્નોમાં ખર્ચની શક્યતા રહે. ઉત્તરાર્ધના સમયમાં શક્ય હોય તો પૈતૃક મિલકતો સંબંધિ પ્રશ્નો છંછેડવા નહીં અન્યથા તમારી વિરુદ્ધમાં નિર્ણય આવી શકે છે. સપ્તાહના મધ્યમાં જીવનસાથી જોડે તમે વધુ નીકટ આવશો. ભાગીદારી કે નવા કરારો માટે આ સમય સારો છે પરંતુ અતિ ઉતાવળમાં આવવાના બદલે નાનમાં નાના પાસાનો વિચાર કરીને આગળ વધજો. તા. 8ના રોજ સ્વાસ્થ્યની વધુ કાળજી લેવી પડશે. ખાસ કરીને બ્લડપ્રેશર, હૃદયના ધબકારાની અનિયમિતતા, આંખોમાં બળતરા, પીઠદર્દ થઈ શકે છે. આ સમયમાં આપને ગૂઢ અને આધ્યાત્મિક જ્ઞાનમાં રુચિ જાગશે.
————————.

કુંભ : શરૂઆતના ચરણમાં વિજાતીય મિત્રોને મળવાથી આપને આનંદ થાય. શારીરિક- માનસિક તંદુરસ્‍તી જળવાયેલી રહે. મિત્રો, ભાઇભાંડુઓ અને પડોશીઓ સાથેના સંબંધો સુમેળભર્યા રહે. ગણેશજીના આશીર્વાદથી નવા કાર્યોનો પ્રારંભ કરી શકશો. માનસિક શાંતિ માટે આપ આધ્યાત્મિકતા તરફ વળશો. આવી સ્થિતિમાં મેડિટેશન અને યોગનો સહારો પણ લાભદાયી રહેશે. જનસેવા, પરોપકાર કે ધાર્મિક કાર્યો પાછળ ખર્ચ થાય. કામ કરવામાં થોડો ઉત્‍સાહ વધશે. આર્થિક લાભ થાય. મિત્રો તથા સગાંસ્‍નેહીઓ સાથે મિલન થાય. નવા કાર્યની શરૂઆત મુલતવી રાખજો. વાકચાતુરીથી ઘણો લાભ રહેશે. આપને નોકરી-ધંધા તેમજ કેટલાક પારિવારિક પ્રશ્નોના કારણે  સ્નેહીજનો સાથે મતભેદ ઊભા થાય તેવી શક્યતા છે. તેના પરિણામે ઘરનું વાતાવરણ ડહોળાતું જાય. આપના ખર્ચમાં વધારો થાય. કામમાં મહેનત પ્રમાણે ફળ ન મળતા નારાજગી રહેશે. આવી સ્થિતિમાં કોઈ અવિચારી પગલું ન ભરાઈ જાય તેનું ધ્યાન રાખવા ગણેશજી જણાવે છે. સપ્તાહની શરૂઆતમાં શારીરિક- માનસિક તંદુરસ્‍તી જળવાયેલી રહે પરંતુ ઉત્તરાર્ધમાં ગણું સાચવવું પડશે. આપની કલમથી શ્રેષ્ઠ સાહિત્યકૃતિનું સર્જન થવાની પણ શક્યતા છે. દરરોજ સવારે શિવજીને જળ અને બિલિપત્ર ચડાવવાથી તેમજ સોમવારનો ઉપવાસ કરવાથી લાભ થશે.
————————.

મીન : સપ્તાહના આરંભે વિવાહતોને તા 2 ના રોજ જીવનસાથી કે શ્વસુર પક્ષથી લાભ થઇ શકે છે. વિલ-વારસો તેમજ આકસ્મિક ધન લાભ થઇ શકે છે. વિદ્યાભ્યાસમાં સફળતા મળશે. શત્રુ પર વિજય મળે. નોકરી ધંધા માટે પ્રગતિકારક બનશે. આપના માન સન્માનમાં વૃદ્ધિ થશે. તા 2 અને 3 દરમિયાન આપના કાર્યક્ષેત્ર અને ઘરમાં આપની સલાહને મહત્વ આપવામાં આવશે. તા 4 અને 5 દરમિયાન આપના કામમાં વ્યસ્તતા રહેશે. આપની પ્રગતિ ધીમી પરંતુ એકધારી રહેશે. પૈસા અટકી અટકીને હાથમાં આવશે. ઘરની વડીલ વ્યક્તિના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. તા 6 અને 7ના રોજ આપના લક્ષ્ય અને ઉદ્દેશોને નક્કી કરશો. નજીકના મિત્રોથી મુલાકાત સાર્થક થશે. તા 8ના રોજ નોકરીમાં સ્થિરતા આવશે. આરામદાયક વાતાવરણ અને પ્રફુલ્લિતતા રહે. મહેમાનો અને મિત્રોની ઘરમાં અવરજવર રહેવાથી ઘરનો માહોલ ખુશીભર્યો રહે. નવા કપડાં, ઘરેણાં અને વાહનની ખરીદીના યોગ છે. વિજાતીય પાત્રો તરફ આકર્ષણ થાય. પ્રિય વ્યક્તિ સાથે ફરવા જવાની તકો મળશે. આપને સન્‍માન મળે અને લોકપ્રિય બનો. સપ્તાહના અંતે બીમાર વ્‍યક્તિઓએ નવી સારવાર કે ઓપરેશન ન કરાવવું. બદનામી ન થાય તેની તકેદારી રાખવી. ઓછું બોલવાથી વાદવિવાદ કે મનદુ:ખ નિવારી શકશો.
————————.

તમે પણ તમારી મૂંઝવતી સમસ્યાનું નિરાકરણ મેળવી શકો છો. પ્રશ્ન મોકલવા માટે મેઇલ આઇડી- abhiyaan@sambhaav.com

આપે જન્મનો સમય, સ્થળ, જન્મ તારીખ સાથે તમારા બે પ્રશ્નોની વિગતો ટૂંકમાં મોકલી આપવીની રહેશે.

તમારા મોકલેલા પ્રશ્નોના જવાબ અભિયાનના અંકમાં ભાવી કોલમમાં પ્રકાશિત થશે. આપનું નામ ગોપનિય રાખવાનું હોય તો મેઇલમાં તેનો ઉલ્લેખ કરવો.
————————.

 

Leave A Reply

Your email address will not be published.

Translate »