સાપ્તાહિક રાશી ભવિષ્યઃ તા. 08-07-2018 થી તા. 14-07-2018
મિથુન : સપ્તાહના આરંભે પરિવારમાં વડીલોનો સ્નેહ અને આશીર્વાદ મેળવશો.
મેષ :
તા. 8 અને 9ના રોજ બપોર સુધી લાભદાયક રહેશે. પિત્ત અને માઇગ્રેનની તકલીફ વધુ થતી જોવા મળશે. આપની ભાષા થોડીક વધુ કડક બને. આપની ઈચ્છાપૂર્તિ માટે સમય આપની સાથે છે એવું લાગશે. તા. 9 બપોર પછી અને તા. 10, 11 દરમિયાન આપ પરિવાર સાથે સમય વીતાવશો. પરિવાર સાથે મુસાફરી કરતાં હોવ તો જરુરી દવા ઓ સાથે લેવાનું ભુલતા નહીં પરંતુ શક્ય હોય ત્યાં સુધી તેમની સાથે કોઈપણ પ્રકારે વિવાદ ટાળવા. આપને આંખની પીડાથી સંભાળવાની ટકોર કરવામાં આવે છે. નાણાકીય તંગીનો સામનો કરવાનો રહેશે. ખર્ચા વિશેષ દેખાય છે. તા. 12. અને તા. 13 આપ ભેટસોગાદો મેળવશો. સંતાનની ચિંતા દૂર થશે. આપ સોનાના આભુષણ કે પછી નવા વસ્ત્રોની ખરીદી કરો તેવી સંભાવના છે. આપની તંદુરસ્તી સારી રહેશે. તા. 14 દરમિયાન આપનો સમય અનુકૂળ નથી જેના કારણે દાંપત્યજીવનમાં વિખવાદ થઇ શકે છે. હૃદયની બીમારીથી સંભાળવું. મનમાં અજંપો અને અશાંતિ અનુભવશે. માતા સાથે મતભેદો ઉભા થાય. શરદી-કફ-વાયરલ ઇન્ફેક્શન, ફેફસામાં તકલીફ વગૈરે શક્યતા રહે. પેટમાં ગરબડ ઉભી થઇ શકે છે. કોર્ટ કચેરીના કાર્યમાં વિધ્ન આવશે. આપને નોકરી-વ્યવસાયમાં કામથી આત્મસંતોષ મળશે.
———————.
વૃષભ :
તા. 8 અને 9 બપોર સુધી અપનો દિવસ અશાંતિપૂર્ણ પસાર થશે. કોઈ અશુભ સમાચાર મળી શકે. ઉપરી અધિકારી સાથે વૈચારિક મતભેદ થઇ શકે છે. કોઈ અઘટિત દુર્ઘટનાથી સાવધ રહેવું. પરેશાનીનો યોગ છે. તા. 9 બપોરથી તા. 10 અને તા. 11 બપોર સુધી ચંદ્ર આપની રાશિમાં પ્રથમ સ્થાનમાં હોવાથી સમય સારો છે. આપ તણાવમુક્ત થશો. આપ પરિસ્થિતિઓમાં આંતરિક રીતે મજબૂત રહેશો. આપ નોકરીમાં સારી કાર્યક્ષમતા પુરવાર કરશો. જેના ફળસ્વરૂપમાં વ્યપાર- નોકરીમાં સારું ફળ મળશે. તા. 11 બપોર પછી અને તા. 12 અને 13 બપોર સુધી ઘરેલું વિવાદને લઈને જુસ્સાપૂર્વક આપના મનની સ્થિતિથી અંદરથી સાવધ થશો. આપનું ઘરની વ્યક્તિઓ તરફનું વલણ બદલાશે. સમય શાંતિપૂર્વક પસાર કરવો. આપની કોઈ જૂની પરિચિત વ્યક્તિઓ સાથે મુલાકાત થશે. આપનો બહાર જવાનો કોઈ કાર્યક્રમ થશે. તા. 13 બપોર પછી અને તા. 14ના રોજ આપના માટે દિવસ ધીરેધીરે અનુકૂળ અને ફળદાયી રહેશે. આપ પુરા જોશ અને ઉત્સાહપૂર્વક કામ કરશો. આપના મનમાં આર્થિક સદ્ધરતા માટેનું આયોજન કરશો. આપ કોઈ વિશેષ નવા કાર્યનું આયોજન કરી શકશો અને સફળતા પણ પ્રાપ્ત થશે. આપને કોઈ જૂની સમસ્યાનું સમાધાન પણ મળશે. આપના વ્યક્તિત્વનો વિકાસ થશે.
———————.
મિથુન :
સપ્તાહના આરંભે તા. 8 અને 9ના મધ્યાહન સુધી પરિવારમાં વડીલોનો સ્નેહ અને આશીર્વાદ મેળવશો. આપ પોતાના કર્તવ્યનું ખુબ સારી રીતે પાલન કરશો. આપની કારકિર્દીને સફળ બનાવવા માટે અત્યાર સુધી કરેલા આયોજન હવે ખૂબ સારી રીતે અને સફળતાપૂર્વક પાર પાડશો. તા. 9ના મધ્યાહનથી તા. 11 મધ્યાહન સુધી ચંદ્ર આપની રાશિથી બારમે ભ્રણ કરશે જે અલગ અલગ પ્રકારે ઘાતક પુરવાર થશે. કોઈ વક્તિ જોડે વાદ-વિવાદ, તકરાર કે પછી ઝગડો થઇ શકે છે. આપના ક્રોધને નિયંત્રણમાં રાખવું જરૂરી છે અન્યથા પરિસ્થિતિ ગૂંચવાડા ભરી થઇ શકે છે. જોકે હાલમાં તમે વગદાર લોકો સાથેના સંબંધો દ્વારા પોતાનો માર્ગ કાઢી લેશો પરંતુ છતાંય મનની વ્યાકુળતા તમારી સમસ્યા વધારી શકે છે માટે માનસિક શાંતિ રાખવી. અંગત વ્યક્તિઓ પાસેથી હાલમાં મોટાપાયે સાથ સહકારની આશા ન રાખતા. તા. 11 બપોર પછીનો સમય ધીરેધીરે અનુકૂળ થશે. તા. 11 બપોર પછી અને તા. 12ના રોજ તથા તા. 13 બપોર સુધી આપ પોતાને સફળ સાબિત કરી શકશો. આપ સમજદારી પૂર્વક પગલા ભરશો . આપ નવી યોજનાઓ અને નવા વિચારોને અમલમાં મુકવામાં અગ્રેસર રહેશો. આપ આપની કાબેલિયત પુરવાર કરવા માટે પુરતો પ્રયત્ન કરશો. તા. 13 બપોર પછી અને તા. 14 દરમિયાન ધર્મ કાર્યમાં રૂચિ રાખશો. નાની મોટી યાત્રા થશે. આપ કોઈ જરૂરીયાત વાલી વ્યક્તિને મદદ કરશો.
———————.
કર્ક :
તા. 8 ધંધામાં સારી પ્રગતિ થાય. જીવનસાથી જોડે મતભેદ થવાના યોગો છે. તા. 9 દરમિયાન આપના હસ્તે કોઈ સારું કાર્ય સંપન્ન થશે અને તેની પ્રસંશા પણ ખૂબ થશે. સરકારી કાર્યમાં સફળતા મળશે. આપ પોતાની જવાબદારી પ્રત્યે ગંભીર રહેશો. કામકાજનું દબાણ ખુબ વધુ રહેશે પણ આપ દરેક કાર્યા સુઝબુઝ અને નક્કર આયોજન સાથે પાર પાડીને દરેક વ્યક્તિને પોતાની નિયમન કળાથી આંજી દેશો. તા. 10 અને 11 બપોર સુધીનો સમય લાભદાયી રહશે. સર્વ બાજુથી લાભ મળશે. આર્થિક સ્થિતિ સુદૃઢ બનશે. આપના અનુભવ પરથી વ્યાપારમાં મક્કમતાપૂર્વક નિર્ણય લેશો. આત્મવિશ્વાસ અને મનોબળ ખુબ મજ્બૂત થતા આપ હિંમતપૂર્ણ નિર્ણય લેવામાં પણ પાછા નહીં પડો. તા. 11 બપોર પછી થી તા. 13ના બપોર સુધીના સમયમાં બારમે ચંદ્ર હોવાથી સમય બરાબર નથી. આપનાથી કોઈ મોટી ભૂલ થઇ શકે છે. આપને કોઈ ફસાવી શકે છે. વિચાર્યા વગર કોઈ નિર્ણય કરવો નહીં. કોઈની ઉપર આંધળો વિશ્વાસ મુકીને કોઈ દસ્તાવેજ પર સહી કરવી નહીં. તા. 13 બપોર પછી અને તા. 14ના રોજ દરેક કાર્ય શાંતિપૂર્વક પૂર્ણ કરશો. તણાવ ઓછો થશે. તમે પોતાની જાત માટે સમય આપશો અને શારીરિક હળવાશ તેમજ સૌંદર્યપ્રત્યે જાગૃતિના આશય સાથે મસાજ, બ્યૂટી ટ્રીટમેન્ટ, સ્પા વગેરેમાં જશો. મનોરંજનમાં સમય પસાર કરશો. ક્યાંક બહાર જાવાનો કાર્યક્રમ અંશે.
———————.
સિંહ :
તા 8ના રોજ આપ ક્યાંય બહાર ખાવા-પીવાનો કાર્યક્રમ બનાવશો. અવિવાહિત જાતકોને વિવાહનો પ્રસ્તાવ આવી શકે છે. દિવસ મોજમસ્તીમાં પસાર થશે. પિતા સાથે વાદ વિવાદના કારણે મતભેદ થઈ શકે છે માટે વાણી અને વર્તનમાં સંયમ રાખવો. તા 9 અને 10 દરમિયાન સમય સારો છે. સંતાન સંબંધી શુભ સમાચાર મળશે. લોકો આપના પ્રત્યે વધુ લાગણી દાખવશે અને તમે પણ બદલામાં પુરતો પ્રેમ અને લાગણીભર્યા સંબંધો સાચવવા માટે તત્પર રહેશે. તેનાથી પારસ્પરિક નીકટતા વધશે. વ્યવહારિક જીવનમાં તમે સક્રીય બનશો. આપના વિચારો સકારાત્મક રહેશે અને આપ આશાવાદી બનશો. આપ પોતાના માટે સ્વકેન્દ્રી રહેશો. તા 11, 12 અને 13 બપોર સુધીનો દિવસ સર્વપ્રકારે લાભદાયી રહેશે. આપ ભૌતિક ચીજવસ્તુની ખરીદી કરશો. શત્રુ અને વિરોધી પરાસ્ત થશે. જન્મના ગ્રહોનો સાથ મળતો હશે તો અચાનક લાભ મળશે. કોઈ મોટી વ્યક્તિથી મુલાકાત થશે. આપના મકાન માટે કોઈ નવું ઇન્ટીરીયરનું કાર્ય કરાવશો. તા 13 બપોર પછી અને 14 દરમિયાન સમય ગરબડ વાળો છે. ચંદ્રની સ્થિતિ સારી નથી. મનમાં નિરાશાનો ભાવ રહેશે. સમય વ્યર્થ કાર્યમાં પસાર થશે, આપના મહત્વના કાર્યોને થોડા સમય માટે સ્થગિત રાખવા.
———————.
કન્યા :
સપ્તાહના પ્રારંભે આરોગ્ય થોડું નરમગરમ રહેશે તેમ જ માનસિક વ્યગ્રતા અનુભવાશે. શક્ય હોય તો હાલમાં કોઈપણ નવા કાર્યનો પ્રારંભ ટાળજો. આપના વાણી અને વર્તન જેટલાં પારદર્શક રાખશો એટલી સંબંધોમાં વિખવાદની શક્યતા ટાળી શકશો. પારિવારિક મામલે કેટલીક પીછેહઠ કે અવરોધોના કારણે આપનું મન વ્યાકુળ રહેશે. પ્રેમસંબંધો માટે સપ્તાહનો પૂર્વાર્ધ યોગ્ય નથી. વિદ્યાર્થી જાતકોને પણ શરૂઆતમાં એકાગ્રતાનો અભાવ વર્તાય. ધાર્મિક હેતુથી પ્રવાસ થાય. જોકે સપ્તાહના મધ્યથી આપની સ્થિતિમાં સુધારો આવશે. ખાસ કરીને નોકરિયાત જાતકો તેમના ઉપરી અધિકારીઓ સાથે સારી રીતે તાલમેલ મિલાવી શકશે. વેપારીઓએ નવા અખતરાથી દૂર રહેવું. અંતિમ ચરણ વિદ્યાર્થી જાતકો માટે એકંદરે શુભ સમય છે. અપેક્ષિત પરિણામ માટે આપ અભ્યાસ કરતી વખતે દરવાજાની સામે મોં રાખીને ન બેસતા તેવી સલાહ છે. આપને જાહેર માન- સન્માન મળે. જેમ સમય વધશે તેમ આપની સાહસવૃત્તિ વધશે. ભાઈબહેન અને મિત્ર સાથેના સંબંધોમાં સાનુકૂળતા રહે. ટ્રેડિંગના કામકાજમાં આપને લાભ થઈ શકે છે. નોકરિયાતોને નવી જવાબદારીના યોગો પણ પ્રબળ જણાઈ રહ્યા છે.
———————.
તુલા :
તા 8 અને 9 બપોર સુધીના સમય દરમિયાન પારિવારિક સુખ શાંતિનો રહેશે. ભાગીદાર તેમજ પાર્ટનર સાથે સંબંધમાં સુધારો થશે કોઈ ગેરસમજ દૂર થશે. આ સમયમાં વ્યવાસયિક મોરચે નવી ભાગીદારી અથવા કકારો કરવા માટે પણ ગ્રહોનો સાથ મળી રહ્યો છે. આપના દરેક કાર્ય પર આપના વિચારોનું પુરું નિયંત્રણ હશે. કોઈપણ નિર્ણય તમે ખૂબ જ સ્થિર માનસિકતા સાથે લઈ શકશો. તા 9 બપોર પછી અને 10 તેમજ 11 દરમિયાન આપની સાથે કોઈ અપ્રિય ઘટના બની શકે છે. અશુભ સમાચાર મળશે. પ્રોફેશનલ મોરચે ખૂબ સાવધાની રાખવી આવક પ્રાપ્તિમાં મુશ્કેલી આવશે. આર્થિક બાબતમાં કોઈ ઉલઝન પણ થઇ શકે છે. આપની વ્યસ્તતા ખુબ રહેશે,પણ એ મુજબ ફળ નહીં મળે. તા 12 અને 13 દરમિયાન ગ્રહ ફરીથી આપના પક્ષમાં રહેશે. શત્રુ અને વિરોધીની આપના વિરુદ્ધની યોજના નિષ્ફળ જશે. ઘર પરિવારમાં વ્યસ્ત રહેશો. આપનાથી કોઈ સારું કાર્ય થશે જેનો જશ પણ આપને મળશે. તા 14ના રોજ જોબ માટે કોઈ સારા પેકેજની ઓફર આવી શકે છે પણ પુરી ચકાસણી પછી જ નિર્ણય લેવો.
———————.
વૃશ્ચિક :
સપ્તાહના આરંભે તમારું મન વ્યવસાયિક બાબતોના બદલે થોડો વિરામ લઈને મન પ્રફુલ્લિત કરવા પાછળ વધુ પરોવાયેલું રહેશે. તા 8ના રોજ મોજ મસ્તી પાછળ ખર્ચા થશે. વસ્ત્રો, આભૂષણો, સ્વાદિષ્ટ ભોજન, બ્યુટી ટ્રીટમેન્ટ, ફરવામાં કે ટુંકા પ્રવાસમાં તમે સમય અને નાણાં ખર્ચશો. પ્રોફેશલ મોરચે અત્યાર સુધી કરેલા પ્રયાસોમાં સફળતા તેમજ લાભ મળવાના પુરા યોગ છે. તા 9,10 અને 11 બપોર સુધી આળસ દૂર થશે અને કામમાં મન લાગશે. ભાગ્યનો ખૂબ સારો સાથ મળશે. ઓછી મહેનતમાં પણ વધુ લાભ મળશે. પુરા જોશ અને ઉત્સાહથી કામ કરશો. સુખસુવિધામાં વધારો થશે. ગ્રહો આપના પક્ષમાં છે. કોઈની સાથે થયેલા મનદુઃખનું સમાધાન કરશો. તા 11 બપોર પછી ચંદ્ર આઠમાં સ્થાનમાં ભ્રમણ કરશે. તા 11 બપોર અને 12 તેમજ 13 દરમિયાન સમય સારો નથી. રૂપિયા-પૈસાની લેવડ-દેવડમાં ધ્યાન રાખવું તેમજ શક્ય હોય તો લેખિત નોંધ રાખવી. આપની કોઈ વસ્તુ ચોરી થઇ શકે છે. આપના કામની આલોચના કે નિંદા થઇ શકે છે. પેટના દર્દ કે અપચન થઇ શકે છે. તા 14ના રોજ ખર્ચા સાથે આવક પર ધ્યાન આપશો. આપના કાર્યક્ષેત્રમાં વિશેષ ધ્યાન આપશો. આપના માટે પરિવાર પ્રાથમિકતા પર રહેશે.
———————.
ધન :
સપ્તાહના આરંભે તા. 8ના રોજ આપ પ્રેરણાદાયક કાર્ય કરશો. તમારો મોટાભાગનો સમય આનંદ, મોજ-શોખ, પાર્ટી મનાવવામાં વિતશે. ઘર પરિવાર, સગા સંબંધી તથા સંતાનો સાથે આપ વ્યસ્ત રહેશો. નોકરી આર્થિક લાભ થાય. વધારે ખાવાપીવાથી આરોગ્યને લગતી સમસ્યા ઉદ્ભવે. તા. 10ના રોજ તેમજ તા. 11 દરમિયાન સમય ખરાબ છે. આપને પરેશાનીનો સામનો કરવો પડશે. સમય ચિંતાદાયક પસાર થશે. આપ્તજનોને બીમારી થતા હોસ્પિટલના ચક્કર કાપવા પડે તેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે. આપનો સમય નિરર્થક કાર્યમાં વેડફાઈ જશે. તા. 12 તથા 13 દરમિયાન મિત્રો પરિવાર સાથે આનંદદાયક દિવસો પસાર કરશો. અવિવાહિતોને જીવનસાથીની પસંદગી માટે યોગ્ય પાત્ર સાથે મુલાકાત થઈ શકે છે. આપ પોતાના કામમાં સુધારો લાવશો. વ્યવસાયમાં પણ પ્રોડક્ટ કે ગુણવત્તાના સુધારા માટે નવી શૈલી અપનાવો અથવા રિસર્ચ પાછળ ખર્ચ કરો તેવી સંભાવના છે. આપ પોતાની ખાવા-પીવાની બાબતોનું ધ્યાન રાખશો. સહ-પરિવાર ક્યાં બહાર જવાનું સારું આયોજન ગોઠવાશે. તા. 13 બપોર પછી અને તા. 14ના રોજ કોઈ નજીકની વ્યક્તિથી છુટા પડવાનું દુઃખ અનુભવશો. આપને સંતાન સાથે કોઈ બાબતે મનદુઃખ થશે. સમય આપની તરફેણમાં નહીં હોય.
———————.
મકર :
આ સપ્તાહનો પ્રારંભિક તબક્કો આપ આનંદ-ઉત્સાહથી પસાર કરશો. આપના કાર્યો નિર્ધારિત આયોજન અનુસાર પૂરા થાય તેમજ આર્થિક લાભની સંભાવના છે. ધંધામાં સારી પ્રગતિ થાય. જીવનસાથી જોડે મતભેદ થવાના યોગો છે. મોસાળ પક્ષ તરફથી આનંદના સમાચાર મળે અને તેના તરફથી કોઇ લાભ થાય. બીમાર વ્યક્તિને સુધારો જણાય. આપના હસ્તે કોઈ સારું કાર્ય સંપન્ન થશે. સરકારી કાર્યમાં સફાળતા મળશે. આપ પોતાની જવાબદારી પ્રત્યે ગંભીર રહેશો. કામકાજનું દબાણ ખુબ વધુ રહેશે પણ આપના પર દબાણ હાવી નહીં થાય. તા. 10 અને 11 બપોર સુધીનો સમય લાભદાયી રહશે. આપ ગૃહસ્થજીવન અને દાંપત્યજીવન બંનેમાં સુખ અને આનંદનો અનુભવ કરશો. દૂર વસતા આપ્તજનના સમાચારથી આપને ખુશી થશે. આર્થિક સ્થિતિ સુદૃઢ બનશે. આપ વ્યાપારમાં મક્કમતાપૂર્વક મહત્ત્વનો નિર્ણય લેશો. ઉત્તરાર્ધના સમયમાં કામકાજમાં આપનાથી કોઈ મોટી ભૂલ થઇ શકે છે. કોઈ વ્યક્તિ આપને ખોટા આક્ષેપોમાં ફસાવી શકે છે માટે સાવધાની રાખવી. કોઈની ઉપર આંધળો વિશ્વાસ મુકીને કોઈ દસ્તાવેજ પર સહી કરવી નહીં.
———————.
કુંભ :
આ સપ્તાહે શરૂઆતમાં આર્થિક બાબતે આપનો હાથ થોડો તંગ રહેશે. ખાસ કરીને હાથમાં જે રૂપિયા આવવાની આશા હોય તે કોઈપણ કારણથી અટકી જશે. અંગત વ્યક્તિ દ્વારા વિશ્વાસઘાત થઈ શકે છે. રાજકીય કાર્યોમાં અવરોધ અને મુશ્કેલી આવી શકે છે. કોઈ અપ્રિય સમાચાર મળી શકે છે. આ સમય દરમ્યાન કરેલ પ્રવાસમાં પરેશાની થઇ શકે છે. અનિયમિત ખાવા પીવાથી સ્વાસ્થ્યની તકલીફ આવી શકે છે. સામાજિક, આર્થિક ક્ષેત્રે લાભ અને વૃદ્ધિનું સૂચન છે. આપ લાંબાગાળાનું રોકાણ કરશો. જોકે, તેમાં સાવધાની રાખવી, અન્યથા એવી યોજનામાં ફસાઈ જશો. વેપારક્ષેત્રે નવા સંપર્કો અને ઓળખાણોથી લાભ થાય. જીવનસાથીના પ્રેમની વર્ષા આપને ભીંજવી નાખશે. ધાર્મિક કાર્યો પાછળ ધનખર્ચ થાય. કોર્ટ-કચેરીના મામલામાં સંભાળીને કામ લેવું. સંતાનોના અભ્યાસ અને સ્વાસ્થ્ય અંગે આપને થોડી ચિંતા રહે છતાં તેમની સાથે સારી રીતે સમય વિતાવવાથી મન હળવું રહેશે. સંતાનોની પ્રગતિ માટે આપ ચોક્કસ પગલાં લેશો. કોઇ આકસ્મિક કારણસર પ્રવાસ કરવો પડે. વિદ્યાર્થી મિત્રોએ પરીક્ષામાં પેપર લખવાની શરૂઆત કરતા પહેલા “ૐ ગં ગણપતયે નમઃ” અને “ૐ ઐં મહાસરસ્વત્યૈ નમઃ”નો 11-11 વખત જાપ કરવો. તન-મનના ઉત્સાહ અને વિચારોની સ્થિરતાને કારણે આપના બધા કામ સારી રીતે પાર પડે.
———————.
મીન :
તા 8 અને 9ના રોજ સંતાન સાથે સમય પસાર કરશો અને સંતાન આપનું માન પણ રાખશે અને આપના કહ્યામાં રહેશે. આર્થિક બાબતોમાં પોતાનું હિત વિચારશો. તા 10 અને 11ના રોજ આપની જીવનશૈલીમાં બદલાવ આવશે. આપનું વ્યક્તિત્વ આકર્ષક રહેશે. આપ શાંતિ અને આત્મવિશ્વાસ અનુભવશો આપના સાહસ અને પ્રતિષ્ઠામાં વધારો થશે. કોઈ નવી મુલાકાત થશે જે આપના માટે લાભદાયી રહશે. કોઈની તરફથી ભેટ-સોગાદ મળી શકે છે. તા 12 અને 13ના રોજ હાથમાં આવતાં રૂપિયા અટકશે. આપની પોતાની વ્યક્તિઓ વિશ્વાસઘાત કરી શકે છે. રાજકીય કાર્યોમાં અવરોધ અને મુશ્કેલી આવી શકે છે. કોઈ અપ્રિય સમાચાર મળી શકે છે. આ સમય દરમિયાન કરેલ પ્રવાસમાં પરેશાની થઇ શકે છે. અનિયમિત ખાવાપીવાથી સ્વાસ્થ્યની તકલીફ આવી શકે છે. તા 14ના રોજ વિદ્યાર્થીઓ માટે શુભ સમાચાર મળી શકે છે. આપના મનમાં નકારાત્મક વિચારોની ભરમાર રહેશે. ખાનપાનમાં ધ્યાન રાખવું. વાહન ચલાવતાં સંભાળવું. અચાનક બહારગામ જવાનો પ્રસંગ ઊભો થાય. સંતાનોના પ્રશ્નો મૂંઝવશે. ફેફસાંના દર્દ, દમ, બ્રોન્કાઇટીસ, સંધિવા, કફ જેવી સમસ્યાઓ સતાવશે. સપ્તાહના મધ્યમાં કોઇક ચિંતા અને ઉપાધિ આપને પરેશાન કરે. શરીરમાં થાક, આળસ અને અશક્તિ રહેવાના કારણે કામ કરવામાં ઉત્સાહ ન જણાય.
———————.