તમારા માટે, તમારી સાથે, સતત…

સાપ્તાહિક રાશી ભવિષ્ય – તા. 01-07-02018 થી તા. 07-07-2018

કર્ક : આપ સફળતાપૂર્વક કાર્યો સંપન્ન કરી શકશો

0 1,089

તા. 01-07-02018 થી તા. 07-07-2018

મેષ :
તા. 1 દરમિયાન અને તા. 2 બપોર સુધી આપ પ્રસન્ન રહેશો. આપનામાં હિંમત અને આશા મજબૂત થશે. તા. 2ના રોજ બપોર પછી અને તા. 3, 4ના રોજ ખુબ ધન લાભ થશે. નિઃસંતાન દંપતિ માટે સંતાન પ્રાપ્તિના યોગ બનશે. શેર સટ્ટામાં ગણતરીપૂર્વકના સાહસ કરવાથી લાભ થાય. તમારી મનપસંદ વ્યક્તિ સાથે મળવા માટેનો સારો સમય છે. મિત્રોથી લાભ થશે. પરિવાર સાથે પણ તમે આનંદમય સમય પસાર કરશો. સમાજમાં માન-સન્માન, યશ-પ્રત્તિષ્ઠામાં વધારો થશે. સરકારી કામકાજમાં સફળતા મળે. તા. 5 અને 6 દરમિયાન આપનામાં આત્મવિશ્વાસનો અભાવ વર્તાશે. આપની સાથે છળકપટ કે વિશ્વાસઘાત થઇ શકે છે. નોકરીમાં તકલીફ થાય. તમારી પીઠ પાછળ તમારા વિરોધીઓ કાવતરાખોરી કરે તેવી પણ સંભાવના રહેશે. કોર્ટ કચેરીના કામમાં તમારી વિરુદ્ધ ચુકાદા આવે. નાણાકીય વ્યવહારોમાં સમસ્યાઓ આવે. ઉછીના લીધેલાનાણાં પાછા આપવામાં વિલંબ થાય. માતાની તબિયત બગડતાં હોસ્પિટલમાં દાખલ થવાની શક્યતા છે. મોટાભાગના સમયમાં તમને આળસ અને સુસ્તિ વર્તાશે. મકાન-વાહનમાં રિપેરીંગના ખર્ચા થાય. જમીનના સોદાઓમાં વાદ-વિવાદ થાય. આંખોમાં તકલીફ થવાની સંભવાના રહે. તા. 7ના રોજ આપના માટે રાહતદાયક દિવસ રહેશે. આપ પોતાની સારસંભાળ તથા કાળજી લેશો.
———————–.

વૃષભ :
તા. 1 અને 2 દરમિયાન આપનો દિવસ ચિંતાજનક પસાર થશે. દિવસ દરમિયાન નિરર્થક ભાગદોડ રહી શકે છે. બહારગામ ફરવા જાવ તો જળાશયની નજીક જવાનું ટાળજો. તા. 2ના રોજ બપોર પછી અને તા. 3 અને 4 દરમિયાન આપનો સમય ધીરેધીરે સાનુકૂળ થશે. આપના માન-સન્માનમાં વૃદ્ધિ થશે. મકાનના રીપેરીંગની શક્યતા છે. આપના સંબંધોમાં આત્મિયતામાં વધારો થશે. પત્ની સાથે આપનો સમય સારો વ્યતિત થશે. આપ કોઈ વિશેષ કાર્યનું આયોજન તથા તૈયારી કરશો. કામકાજના સ્થળે આપ કોઈ નવા પદનો કાર્યભાર સાંભળશો. કારોબારમાં વૃદ્ધિ થશે. તા. 5 અને 6 દરમિયાન આપને સમય મહત્ત્વના કાર્યમાં અનુકૂળતા વધશે. વ્યાપારમાં નવી નવી પદ્ધતિઓ અપનાવશો. આપને અચાનક ધનલાભ થઇ શકે છે. આ સમયમાં આપને સ્વાદના ચટાકા લેવાની ઈચ્છા થશે અને ગ્રહોનો સાથ મળતો હોવાથી ઉત્તમ ભોજનની પ્રાપ્તિ થાય. આપ મિત્રો સાથે આનંદમાં સમય પસાર કરશો. શુભ પ્રસંગોનું આયોજન શક્ય બને. વડીલોનો સાથ-સહકાર મળે. તા. 7ના રોજ સમય અશુભ રહે. આપની પ્રગતિમાં અચાનક અવરોધ આવશે. આપને મનોમન દુઃખની અનુભૂતિ થશે. કામકાજમાં પણ આપ કોઈ ભૂલ કરો તેવી શક્યતા છે. એક તરફ ઘરની ચિંતામાં બીજી બાજુ કારકિર્દીની ચિંતા આપને ભીંસમાં રાખશે.
———————–.

મિથુન :
તા. 1ના રોજ તથા તા. 2 બપોર સુધી આપ પોતાના માટે કોઈ સારો નિર્ણય નહીં લઇ શકો. આપની મહેનતનો પૂરો લાભ આપને નહીં મળી શકે. ધંધામાં કોઇ મોટા નિર્ણય લેવાથી નુકસાન થવાના યોગો છે. બહાર ગામ ફરવા જાવ તો નદી કે તળાવમાં ન્હાવા જવું નહીં. વારસાગત મિલક્તનો હક લેવા માટે કોર્ટ કચેરીના ઉંબરે ચઢવું પડે તેવી નોબત પણ આવી શકે છે. વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી કારણ કે અક્સમાત અને અસ્થિભંગના યોગ બને છે. તા. 2 બપોર પછીનો સમય ધીરેધીરે અનુકૂળ થશે. તા. 3 અને 4 દરમિયાન આપ રાહત અનુભવશો. જીવનસાથી તરફથી ભેટસોગાદ મળી શકે છે. આપના સંબંધોમાં મધુરતા રહેશે. ચિંતા અને તણાવમાં એકંદરે ઘટાડશો થશે. તા. 5 અને 6 દરમિયાન માન-સન્માન તથા પ્રતિષ્ઠા મળી શકે છે. આપે અગાઉ કરેલા કાર્યની પ્રસંશા થશે. પ્રોફેશનલ બાબતોમાં આપની વ્યસ્તતા ઘણી વધશે. સરકારી અને કાયકાદીય કાર્યમાં સફળતા મળશે. આપ સામાજિક પ્રસંગમાં સહભાગી થશો. વિદેશ વ્યાપારમાં અથવા જન્મભૂમિકથી દૂર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વેપારમાં જોડાયેલા જાતકો માટે આ સમય વિશેષ લાભદાયી રહેશે. તા. 7ના રોજ આવકમાં વૃદ્ધિ થશે. મિલકત સંબંધી કોઈ લેણ-દેણ થશે. આપની આવડતના કારણે આપના ઉપરી અધિકારી તથા બોસ આપનાથી ખુશ રહેશે.
———————–.

કર્ક :
તા. 1 અને તા. 2 બપોર સુધીનો સમય આપ સફળતાપૂર્વક પસાર કરશો અને કોઈપણ કાર્યમાં નેતૃત્ત્વ સંભાળશો. નોકરિયાતોને ઓફિસમાં પોતાનું વર્ચસ્વ વધશે. આપના વિચારોમાં બીજાને સહમત કરવામાં આપ સફળ થશો. સેલ્સ અને માર્કેટિંગમાં જોડાયેલા જાતકો તેમના લક્ષ્ય હાંસલ કરી શકશે. ઘર-પરિવારમાં તમે મોટાભાગના સમયમાં વ્યસ્ત રહેશો. ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિમાં આપની રૂચિ વધશે. ઘર-પરિવાર મતભેદ અને તણાવ સમાપ્ત થશે. આરોગ્યની બાબતે કાળજી લેવી. ખાસ કરીને શરદી-કફ કે વાઇરલ ઇન્ફેશન થવાની શક્યતા છે. તા. 2 બપોર પછી થી 4 દરમિયાન સમય ખરાબ છે. આપની નોકરીમાં બદલી થઇ શકે છે. કદાચ આ બદલી અણગમતી હોય તો પણ સ્વીકારવી પડશે. જો બદલીથી બચો તો છેવટે જવાબદારીમાં પરિવર્તન સ્વીકારવું પડશે. સ્વાસ્થ્ય પણ મધ્યમ રહેશે. શત્રુ પર નજર રાખવી અતિ આવશ્યક છે. આર્થિક પરિણામ સાનુકૂળ નહીં રહે. આપને કોઈની સાથે સામાન્ય વાતચીતમાં ઝગડો થઇ શકે છે. પોતાના પર નિયંત્રણ રાખવું અને વિચાર્યા વગર બોલવું નહીં. કોઈપણ પરિસ્થિતિ આપના મગજ પર અંકુશ ન લે તેનું ધ્યાન રાખવું. તા. 5 અને 6 દરમિયાન સાસરી પક્ષથી લાભ થઇ શકે છે. સ્વાસ્થ્યમાં સુધારો થશે. કામ અને આરામ વચ્ચે સંતુલન જાળવશો. પરોપકારના કાર્યોમાં પણ તમને રુચિ વધશે. નકારાત્મકતાથી દૂર રહીને સકારાત્મક વિચારોમાં આપ ઓતપ્રોત થશો. સંતાન સંબંધી કોઈ ખુશખબર મળશે. તા. 7ના રોજ ઘરમાં મહેમાનનું આગમન થશે અને તેમની આગતા-સ્વાગતમાં આપ વ્યસ્ત રહેશો.
———————–.

સિંહ :
તા 1ના રોજ આપનામાં જે આપની કુશળતા અને હોંશિયારી છે તેનો ઉપયોગ કરીને આપ અસંભવ કાર્ય પણ પુરું કરી શકશો. આપ જેટલા વધુ આત્મવિશ્વાસ સાથે કામ કરશો એટલા ફાયદામાં રહેશો. તા 2 થી 4 દરમિયાન આપની રચનાત્મક પ્રતિભા ખુલીને સામે આવશે. આપના સ્વાસ્થ્યમાં સુધારો આવશે. શરીરમાં ચુસ્તિ અને સ્ફૂર્તિના કારણે દરેક કામ અલગ અંદાજથી કરવાનો થનગનાટ તમારામાં દેખાઈ આવશે. આપ ભવિષ્યને સુધારવા માટે વર્તમાન પર પુરતું ધ્યાન આપશો. આપને આગળ વધવાની તક મળશે. ઘરપરિવારમાં સ્થિતિ સંતોષજનક રહેશે. જીવનસાથી જોડે સમય પસાર કરશો. એકાંતની પળો માણવાની પણ અવારનવાર તકો મળે. તા 5 અને 6 દરમિયાન સમય ઠીક નથી. આપના વિરોધી આપના પર હાવી થઇ શકે છે. બહુ ભાગદોડ અને વ્યસ્તતાના કારણે આપ થાક અનુભવશો. આપનું મન શંકાશીલ રહેશે. આપની અંગત વાતો જાહેર થઇ શકે છે. આપની નિંદા થઇ શકે છે. આપના વાણી અને વર્તન પર નિયંત્રણ રાખવું. તા 7ના રોજ આપ આપની સુઝબુઝ અને કાબેલિયતનો ઉપયોગ કરીને લાભ મેળવશો. બેરોજગારને રોજગાર મળી શકે છે.
———————–.

Related Posts
1 of 130

કન્યા :
સપ્તાહનો પ્રારંભ ગણેશજી મિશ્ર પ્રકારનો જોઈ રહ્યા છે. કારણ કે આપના પંચમ સ્થાનમાં કેતુ, વક્રી મંગળ અને ચંદ્રની યુતિ છે જ્યારે તેની બરાબર સામે અગિયારમા સ્થાનમાં રાહુ, શુક્ર અને બુધની યુતિ છે. ખાસ કરીને નોકરિયાતવર્ગને કેટલીક મુશ્કેલીઓ કે અવરોધોનો સામનો કરવો પડી શકે છે. આપને સ્વાસ્થ્ય સંબંધિત ફરિયાદો પણ થઈ શકે છે. બૌદ્ધિક અને સર્જનાત્મક કાર્યોમાં આપ સારું પરફોર્મન્સ આપી શકશો પરંતુ તેના અપેક્ષિત વળતર માટે રાહ જોવી પડશે. મકાન જમીન વગેરેના દસ્‍તાવેજોના દરેક મુદ્દાઓ ધ્યાનપૂર્વક વાંચી-સમજી પછી સહી સિક્કા કરવા. આધ્યાત્મિકતા અને યોગ માનસિક વ્‍યગ્રતા દૂર કરશે. સપ્તાહનો મધ્યનો સમય દાંપત્યજીવનનું સુખ માણવા માટે સાનુકૂળ છે. આપનામાં વિજાતિય આકર્ષણ વધુ રહેશે. આપ મનોરંજન પાછળ નાણાં ખર્ચવામાં પાછા નહીં પડો. સપ્તાહના અંતિમ તબક્કામાં પત્ની કે શ્વસુર પક્ષથી ઓછો કે વિલંબથી સહકાર મળે. પ્રોફેશનલ ક્ષેત્રે ઉપરીઓ સાથે આપ તાલમેલ જમાવી શકશો. વિદ્યાર્થીવર્ગ માટે પણ સપ્તાહનું પ્રારંભિક ચરણ સારું છે પરંતુ હાલમાં કોઈ મોટી સિદ્ધિની આશા ન રાખતા. તમારે અભ્યાસમાં ખૂબ આયોજન સાથે આગળ વધવું પડશે.
———————–.

તુલા :
આ સપ્તાહના આરંભમાં માનસિક વ્યાકુળતા અને બિનજરૂરી ચિંતા રહેશે. ખાસ કરીને તા 1ના રોજ પરિવારમાં નજીવી બાબતે કંકાસ કે વાદવિવાદ થઇ શકે છે. ક્રોધ અને આવેશ પર કાબુ રાખવો. નોકર વર્ગથી પરેશાન થઇ શકો છો. તા 2 બપોર પછી સમય ધીર ધીરે અનુકૂળ રહેશે. તા 2 બપોર પછી અને 3,4 દરમિયાન વિદ્યાર્થી ઓ માટે સમય લાભપ્રદ છે. સમય સુખશાંતિ પૂર્ણ રહેશે. સગા-સંબંધી સાથેના સબંધોમાં સુધારો આવશે. આપ બધાથી અલગ વિચારીને કોઈ મોટો નિર્ણય લેશો. તા 4 થી શુક્ર સિંહ રાશિમાં આપની રાશિથી અગિયારમાં સ્થાનમાં ભ્રમણ કરશે જેથી નવા મિત્રો મળશે. પરિવારમાં સુખ શાંતિ રહેશે. સંતાનો અને પત્ની અંગે શુભ ફળ આપશે. સ્ત્રી મિત્રોથી લાભ રહેશે. તા 5 અને 6 દરમિયાન સંપત્તિનો કોઈ પણ વિવાદનો મધ્યસ્થીની મદદથી ઉકેલ લાવશો. આપનામાં નવા વિચારો અને નવી યોજના આવશે. જીવનના ઉતર-ચઢાવને આપ સારી રીતે સમજી શકશો. તા 7ના રોજ આપનું ધાર્યું કાર્ય પૂર્ણ થશે.
———————–.

વૃશ્ચિક :
તા 1ના રોજ પરિવાર સાથે સમય પસાર કરશો. જીવનસાથી જોડેની આત્મીયતામાં વધારો થશે. સગા-સંબંધી સાથે મેળ-મુલાકાત થશે. દિવસ મોજમસ્તી અને ખુશીનો રહેશે. તા 2,3 અને 4 દરમિયાન કોઈ સાથે કારણ વગર ઝગડો કે વિવાદ થઇ શકે છે. મન ઉદાસ રહેશે. કોઈની સાથે થયેલી વાતથી આપનું મન ખિન્ન રહેશે. કોઈ વ્યક્તિ માટે તમારા મનમાં ઉભી થયેલી નકારાત્મક છાપના કારણે સંબંધોમાં ગેરસમજ આવી શકે છે. ખાસ કરીને તમારા કોઈ આપ્તજનો હાલમાં સાથ-સહકાર ન આપે તો તેમના વિશે ગેરસમજ બાંધવાના બદલે તેમની મજબૂરી સમજવાનો પ્રયાસ કરજો. માતાના સ્વાસ્થ્યની ચિંતા રહેશે. ઊંઘની અનિયમિતતા તમારા સ્વાસ્થ્ય પર અસર પાડશે. તા 5 અને 6 દરમિયાન કેરિયરમાં વધુ સમર્પણ અને નિષ્ઠા સાથે બહેતર પરફોર્મન્સ આપશો. આપના વિચારોમાં પારદર્શકતા રહેશે. વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ રહેશે. તા 5 થી શુક્ર આપની રાશિથી દસમાં સ્થાનમાં ભ્રમણ કરશે. જેથી ચિંતામાં વધારો કરશે. વ્યવસાયમાં વિઘ્નો આવશે. સરકાર, કાયદાકીય પળોજણો, ટેક્સ અથવા નવા કાયદાકીય માળખાઓથી કોઈ પરેશાની થઇ શકે છે. તા 7ના રોજ વારસાગત સંપત્તિ માટે મહત્ત્વની ચર્ચા થાય તેમજ તમારી તરફેણમાં નિર્ણય આવી શકે છે. આવકને વધારવામાં આપનું ધ્યાન કેન્દ્રિત થશે.
———————–.

ધન :
સપ્તાહના આરંભમાં તમે માનસિક પ્રફુલ્લિતાનો અહેસાસ કરશો. તા. 1અને 2 તમારા માટે આનંદદાયક પસાર થાય. ખાસ કરીને પરિવાર સાથે તમે વધુ સમય વિતાવશો અને તેમની ખુશી માટે કોઈ ખર્ચ કરો તેવી પણ સંભાવના છે. તા. 3 અને 4 દરમિયાન પ્રણયસંબંધોમાં સામીપ્ય વધવાની શક્યતા રહેશે. જીવનસાથી અથવા પ્રિયપાત્ર સાથે ભેટસોગાદની આપ-લે થાય અથવા તમે એકબીજાને ખુશ રાખવા માટે કંઈક કરો તેવી સંભાવના છે. આપના સંબંધોમાં મધુરતા રહેશે. ચિંતા અને તણાવ ઓછો થશે. તા. 5 અને 6 બપોર પછીનો સમય ચિંતાદાયક રહેશે. વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં સફળતા અપાવનારો તબક્કો છે. સપ્તાહના છેલ્લા ચરણમાં સ્પર્ધાત્મક વિષયોની પરીક્ષા માટે તૈયારી કરતા જાતકો બહેતર પરફોર્મન્સ આપી શકશે. તા. 7ના રોજ ઉત્તમ કપડા તથા ભોજનની પ્રાપ્તિ થશે. આપ ઘર માટે નવી વસ્તુઓની ખરીદી કરશો. આપના મોજ-શોખ પાછળ ખર્ચાઓનું પ્રમાણ વધશે. વિદેશમાં અભ્યાસ અર્થે જવા માંગતા જાતકોને હાલમાં સંજોગો અનુકૂળ જણાઈ રહ્યા છે.
———————–.

મકર :
આ સપ્તાહે તમે વિજાતીય પાત્રો તરફ ખૂબ આકર્ષિત થશો અને જાતીય સંબંધોની શક્યતા પણ ઘણી વધી જશે. જોકે વર્તન અને અભિવ્યક્તિમાં તમે ખૂબ આક્રમક રહેશો જેથી સંબંધો પર અસર પડી શકે છે. શરૂઆતના સમયમાં તમે કામકાજોના બદલે સંબંધો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરશો. તા. 1 અને 2 સંતાનો પાછળ ખર્ચ કે મૂડી રોકાણ કરો. કલાકાર અને ખેલાડીઓ તેમનું શ્રેષ્ઠ પરફોર્મન્‍સ તેમજ પ્રતિભા દેખાડી શકશે. તા. 2ના મધ્યાહન પછી અને તા. 3,4ના રોજ આપને ભાષણ, મિટિંગ કે વાદવિવાદમાં સારી સફળતા મળે. આપની વાણી કોઇને મોહિત કરે અને તે આપ માટે લાભકારી નીવડે. તા. 5 અને 6 દરમિયાન સાસરી પક્ષથી લાભ થઇ શકે છે. સ્વાસ્થ્યમાં સુધારો થશે. કામ અને આરામ વચ્ચે સંતુલન જાળવશો. પરોપકારના કાર્યો કરશો. નકારાત્મકતાથી દૂર રહીને સકારાત્મકતા વિચારોમાં આપ લાવી શકશો. સંતાન સંબંધી કોઈ ખુશખબર મળશે. તા. 7ના રોજ મહેમાનનું આગમન થશે. જેની આગતા-સ્વાગતમાં આપ વ્યસ્ત રહેશો. વાંચન- લેખનમાં આપને અભિરૂચિ વધશે. મહેનતના પ્રમાણમાં ઓછું પરિણામ મળવા છતાં આપ ખંતપૂર્વક કામમાં આગળ વધી શકશો.
———————–.

કુંભ :
આપની રચનાત્‍મક અને કલાત્‍મક શક્તિઓ આપને રોજિંદી ઘરેડમાંથી બહાર આવી કંઈક નવું કરવા પ્રેરશે. આપનામાં વૈચારિક સ્થિરતા પણ રહે જેથી ચીવટપૂર્વક કામ કરી શકો. જવાબદારીઓ સારી રીતે નિભાવી શકશો. નાણાંકીય બાબતોનું આયોજન થાય. સરકારી બૉન્ડ્સ, બેંક ડિપોઝિટ, ડિબેન્ચર કે મ્યુચ્યુઅલ ફંડમાં લાંબાગાળાનું મૂડીરોકાણ કરશો. આપનો આત્‍મવિશ્વાસ વધશે. રમતગમત અને કલાક્ષેત્રના કસબીઓને પોતાની પ્રતિભા દર્શાવવાનો મોકો મળશે. સપ્તાહના મધ્યમાં આપને માતાની તંદુરસ્‍તી વિશે ચિંતા રહેશે. નકારાત્‍મક વિચારોથી બચવું. આપની સર્જનશીલતામાં વધારો થાય. ધર્મ અને આધ્યાત્મિકતા તરફ આપ વધુ ઝુકશો. જીવનના રહસ્યો જાણવા માટે આધ્યાત્મિક ગુરુની શોધ કરશો. આપના હાથે કોઇ ધાર્મિક કાર્ય થાય. નોકરિયાત વર્ગ પોતાની સારી કામગીરીથી ઉપરી અધિકારીઓને પ્રભાવિત કરી શકશે. સહકાર્યકરોનો સહકાર મળે. વિદ્યાર્થીઓ તેમના અભ્‍યાસમાં સારો દેખાવ કરી શકશે. એકાદ ધાર્મિક સ્‍થળની મુલાકાત થશે. લાંબા અંતરની મુસાફરીનો યોગ છે. દૂર વસતા સ્‍નેહી મિત્રોના શુભ સમાચાર સાંપડે. પરદેશગમન માટેની શક્યતાઓ ઊભી થાય. ગૃહ-ઉપયોગી ચીજો પાછળ ખર્ચ થાય. વિદ્યાર્થીઓએ હવે જીવ લગાવીને મહેનત કરવી પડશે. અવિવાહિત જાતકોના ઘરે શરણાઈઓ વાગવાના યોગ છે. કુટુંબ સાથે સામાજિક મેળાવડા, લગ્નમાં કે બહાર ફરવામાં આનંદમય સમય પસાર થશે. તન- મનથી પ્રસન્‍નતા અનુભવશો. જાહેર જીવનમાં યશકીર્તિ મળે. વેપારીઓ પોતાના વ્યવસાયને નવી ક્ષિતિજો સુધી લઈ જઈ શકશે. ભાગીદારીથી લાભ થાય.
———————–.

મીન :
તા 1ના રોજ દિમાગમાં રજા અને મોજમસ્તીનો મૂડ બનેલો રહેશે. ઘર-પરિવારની સાથે ક્યાંય બહાર જવાનો કાર્યક્રમ બનશે. મિત્રો સાથે સમય પસાર કરશો. તા 2, 3 અને 4 દરમિયાન સમય ખરાબ છે. પરિવારના સભ્યો જ આપની નિંદા કરી શકે છે. નિરર્થક ખર્ચાનું પ્રમાણ વધશે. સંતાનના કારણે આપ ચિંતા અનુભવશો. મનમાં નિરાશાનો ભાવ રહેશે. સ્વાસ્થ્ય મામલે સાવધાન રહેવું. તા 5 મીએ શત્રુઓથી હેરાનગતિ થઇ શકે છે. ચિંતા અને ઉદ્વેગમાં વધારો થશે. જોકે, નોકરીમાં શુભ પરિણામ મળશે. તા 5 અને 6 દરમિયાન પરિવાર અને મિત્રો માટે સારો સમય છે. રચનાત્મક કાર્યોમાં વ્યસ્ત રહેશો. કોઈ વિશેષ કાર્ય યોજનાપૂર્વક કરશો અને એનું પરિણામ પણ ખુબ સારું મળશે. તા 7ના રોજ પૈસા માટે આપને અગાઉ જે ચિંતા રહેતી હશે તેના ઉકેલ માટે તમામ સંભવ પ્રયાસ કરશો. આ પ્રયાસોમાં આપ ઘણે અંશે સફળ પણ થશો. જીવનસાથી અથવા પ્રિયપાત્ર સાથે પ્રેમની ક્ષણો માણી શકશો તેમજ એકબીજાને ભેટ-સોગાદો આપશો. વેપારીવર્ગ માટે લાભદાયી સમય રહેશે. વેપાર અને આવકમાં વૃદ્ધિ થાય. નોકરિયાતવર્ગ ઓફિસમાં પરફોર્મન્સ સુધારી શકશે અને નિર્ધારિત સમયમાં મોટા કાર્યો પાર પાડીને પોતાની ઉન્નતિનો માર્ગ બનાવશે. મિત્રો તરફથી પણ પૂરતો સહકાર અને લાભ મળે. જૂના મિત્રો સાથે વર્ષો બાદ થયેલી મુલાકાત આપને ભૂતકાળની સફર કરાવશે.
———————–.

Leave A Reply

Your email address will not be published.

Translate »