તમારા માટે, તમારી સાથે, સતત…

નિપાહ વાઇરસઃ દર્દ અને દહેશત

આ રોગ ચામાચીડિયા દ્વારા ફેલાય છે

0 126

સંકટ

કેરળમાં નિપાહ વાઇરસને કારણે મૃત્યુદરમાં દિન પ્રતિદિન વધારો નોંધાઈ રહ્યો છે. છેલ્લા આંકડા મુજબ આ મૃત્યુઆંક સોળને પાર કરી ગયો છે. રોગે ભરડો ભલે કેરળમાં લીધો હોય, પણ તેના કહેરને કારણે સમગ્ર ભારતમાં હાહાકાર મચી ગયો છે અને તેનું એક કારણ છે ફળો. આ રોગ ચામાચીડિયા દ્વારા ફેલાય છે. ચામાચીડિયા ફળો પર ચાંચ મારે છે અને નિપાહ વાઇરસ ફળોમાં પહોંચે છે. આ ફળો આરોગવાથી વ્યક્તિ નિપાહ વાઇરસના સંક્રમણનો ભોગ બને છે. નિપાહ વાઇરસને કારણે બીમાર પડનારી વ્યક્તિને જો ચોવીસ કલાકની અંદર ટ્રીટમેન્ટ આપવામાં ન આવે તો દર્દી કોમામાં જતો રહે છે અને તેનું મૃત્યુ નીપજે છે. આ વાઇરસ સામે લડવા માટે કોઈ રસી પણ હજુ સુધી શોધાઈ નથી.

Related Posts
1 of 142

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આપેલી ચેતવણી મુજબ ભારત અને ઓસ્ટ્રેલિયામાં નિપાહ વાઇરસ ફેલાવાનું જોખમ સૌથી વધુ છે. આ વાઇરસ પહેલવહેલો વર્ષ ૧૯૯૮માં મલેશિયામાં જોવા મળ્યો હતો. મલેશિયાના કાંપુંગ સુંગઇ નિપાહ નામના ગામમાં આ વાઇરસને કારણે લોકો બીમારીનો ભોગ બન્યા હતા અને તેથી જ આ વાઇરસને નિપાહ વાઇરસ તરીકે ઓળખવામાં આવે છે. ફ્રૂટ બેટ પ્રજાતિના ચામાચીડિયાને કારણે આ વાઇરસ ખૂબ ઝડપથી ફેલાય છે. તે ફળો પર ચાંચ મારે છે અને વાઇરસ ફેલાવે છે. આ સંક્રમિત ફળો માણસો આરોગે છે અને તેઓ રોગની ઝપટમાં આવી જાય છે.
——————————.

વધુ વિગતો વાંચવા અભિયાન સબસ્ક્રાઇબ કરો…http://abhiyaanmagazine.com/subscribe/

 

Leave A Reply

Your email address will not be published.

Translate »