તમારા માટે, તમારી સાથે, સતત…

સાપ્તાહિક ભવિષ્ય

મિથુન- સામાજિક કાર્યમાં વ્યસ્ત

0 303

મેષ : તા. 25ના રોજ આપનું સ્વાસ્થ્ય સારું રહે. પરિવારજનો સાથે આનંદદાયક દિવસ પસાર થાય પરંતુ ખર્ચના પ્રમાણમાં વધારો થાય. ખાસ કરીને પરિવારની ખુશી અથવા પરિવારજનોની જરૂરિયાતો સંતોષવા માટે તમે વધુ ખર્ચ કરશો. હાલમાં તમારે ખરેખર તો થોડુ બચત પર ધ્યાન આપવું જોઈએ. પ્રવાસના સંજોગ પણ બનશે. તા 27ના રોજ શુક્ર આપની રાશિમાં ભ્રમણ કરશે જેથી દાંપત્યજીવન માટે સમય આનંદદાયી રહેશે. વિજાતીય સંબંધોની શક્યતા પ્રબળ બનશે. આપને ભૌતિક સુખની પ્રાપ્તિ થવાના સંજોગો પણ પ્રબળ બનશે. તા. 26 અને 27ના રોજ આપ ઓફિસ કે વ્યવસાયિક કામકાજોમાં વધુ વ્યસ્ત રહેશો. મોટાભાનો સમય ભાવી કામના આયોજનોમાં અથવા કામકાજના વિસ્તરણ સંબંધિત આયોજન કે ચર્ચામાં જશે. આર્થિક રીતે લાભદાયી સમય નથી. શત્રુ અને વિરોધી આપને હાનિ પહોચાડવાનો પ્રયાસ કરશે તેથી સાવધાન રહેવું જરૂરી છે. ખર્ચમાં વૃદ્ધિ થતા આપ પરેશાન રહેશો. તા 28 અને 29 દરમિયાન વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ છે. આપની એકાગ્રતા અને સમજશક્તિમાં દેખીતો સુધારો આવશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને શૈક્ષણિક ક્ષેત્રની કોઈપણ પ્રવૃત્તિમાં ભાગ લઇ શકો છો. આપની બુદ્ધિક્ષમતામાં વધારો થશે. કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિનો સાથ અને સહયોગ પ્રગતિમાં મદદરૂપ થશે. તા 30 અને 31 દરમિયાન આપ આર્થિક મામલામાં બહુ વિચારીને કાર્ય કરશો. આ સમય આર્થિક રીતે લાભદાયી રહેશે. આપને નોકરીમાં બઢતી મળી શકશે. આર્થિક દૃષ્ટિકોણ અને કારકિર્દીની દૃષ્ટિએ સમય ઉત્તમ છે.

——————-.
વૃષભ : સપ્તાહના આરંભે તા. 25ના રોજ આપે દિવસ દરમિયાન કુટુંબમાં વાદવિવાદથી બચવું પરિવારમાં ચિંતાજનક વાતાવરણ રહેશે. આ દિવસ માનસિક રીતે નિરાશાજનક રહેશે અને જીવનમાં સંઘર્ષ વધતો જણાશે. અને ક પ્રયત્ન કરતાં છતાં પણ નિરાશા મળે. નાદુરસ્ત તબિયતના કારણે સારવાર લેવી પડે અથવા ઓપરેશન થવાની પણ શક્યતા છે. વાહન ચલાવતી વખતે ખુબજ સાવધાની રાખવાની જરુરી છે અન્યથા અક્સમાત નડે. તા. 26 અને 27 દરમિયાન ધનલાભ રહેશે. આપના પદ પ્રતિષ્ઠામાં વધારો થશે. વ્યવસાયમાં વૃદ્ધિ થશે. બહાર યાત્રા-પ્રવાસની તક મળશે. આપને પોતાના કાર્યોમાં ભાગ્યનો સાથ મળી રહેશે. આપના અટકેલા કામો પુરા થશે. આપ જે કાર્ય કરશો એમાં સફળતા મળશે. આપના કાર્યમાં જરૂરી પરિવર્તન આવશે. તા 28, 29 અને તા. 30 દરમિયાન ભાઈઓની સાથે, સંબંધીઓની સાથે બોલાચાલી કે પછી ઝગડો થવાની સંભાવના છે જે કષ્ટદાયી રહેશે. સંતાનો અંગે કોઈને કોઈ ચિંતા રહેશે. કાર્યસ્થળે ઉપરી અધિકારી કે પછી બોસ સાથે વાદવિવાદ થઇ શકે છે. આપનામાં નકારાત્મક વિચારસરણીનું પ્રભૂત્વ વધારે રહેશે. પતિપત્ની વચ્ચે મતભેદ થશે. દરેક કાર્ય સમજી વિચારીને કરવું. તા. 31ના રોજ વિદ્યાર્થીઓ માટે સારો સમય રહેશે. દાંપત્યજીવનમાં વિવાદનો ઉકેલ આવશે. અવિવાહિતો માટે વિવાહ માટેનો પ્રસ્તાવ મળશે.

——————-.
મિથુન : સપ્તાહના આરંભે તા. 25ના રોજ આપ સામાજિક કાર્યમાં વ્યસ્ત રહેશો. તમારા વ્યક્તિત્વ વિકાસ માટે સૌંદર્ય પ્રસાધનો અને બ્યૂટી ટ્રીટમેન્ટ પાછળ ખર્ચ કરો તેવી સંભાવના પણ છે. સ્વાસ્થ્ય સંબંધી પરેશાની ઓછી થઇ શકે છે. મિત્રોનો સાથ-સહકાર મેળવશો. પ્રણય સંબંધોમાં ઉતર-ચઢાવ રહેશે. આવકના સ્ત્રોત પર ધ્યાન આપવું અત્યંત આવશ્યક છે. તા. 26 અને 27 દરમિયાન આપ માતા-પિતા સાથે સમય પસાર કરશો. માં-બાપ સાથે આનંદની લાગણી અનુભવશો. આ સમય લાગણી ભર્યા સંબંધોમાં નવી ઉષ્માનો સંચાર કરશે. આપ આવકનું નવું માધ્યમ ઉભું કરી શકશો. તા 27 થી શુક્ર આપની રાશિથી અગિયારમાં સ્થાનમાં ભ્રમણ કરશે. આપની મોજશોખની ચીજોમાં રૂચિ અને આનંદ પ્રમોદમાં વધશે. સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે છતાં સાવધાની રાખવી જરૂરી છે. સંતાનથી ખુશી મળશે. તા. 28, 29 અને તા. 30 બપોર સુધી જીવનસાથી જોડેના સંબંધોમાં સુધારો આવશે. આપ તણાવમુક્ત રહેશો. આપના ઉપરી અધિકારી સાથે આપનો તાલમેલ સારો રહેશે. ટુંકી મુસાફરીના યોગ છે. પ્રિયજનો તરફથી આપને ભેટ-સોગાદ મળી શકે છે. વ્યાપારમાં નવો કોન્ટ્રેકટ મેળવી શકો છો. આપ વ્યવસાય માટે નવા સંપર્ક સ્થાપી શકશો. તા. 30 બપોર પછી કે પછી તા. 31 દરમિયાન સમય ખરાબ છે. આપનો કોઈની જોડે બિનજરૂરી વિવાદ થઇ શકે છે. આપની કોઈ અંગત વ્યક્તિ સાથે મનદુઃખ થવાથી સંબંધો વણસી શકે છે.

——————-.
કર્ક : તા. 25ના રોજ આપના કાર્યસ્થળના સંબંધોમાં અવરોધ આવશે. આપના પ્રણય સંબંધમાં પણ વિધ્ન આવશે. કોઈ કંકાસ, વાદ-વિવાદ અને લડાઈ-ઝગડાથી દૂર રહેવું. તા. 26 અને 27 દરમિયાન આપના પરિવારમાં સુખ શાંતિ વધશે. આપ તકવાદી બનશો. નોકરીના પદમાં ઉન્નત્તિ થશે. આપના કાર્ય પ્રત્યે આપ સંપૂર્ણ સમર્પિત રહેશો. જમીન મકાનમાં ઇન્વેસ્ટથી આર્થિક લાભ થાય. માતાની તબિયત નરમ ગરમ રહે. વિદ્યાર્થીઓએ અભ્યાસની બાબત બહુજ કાળજી કરવાની જરુરુ છે. સમજી વિચારીને કોઇપણ નિર્ણય લેવું ખોટો નિર્ણય તમને મોટી આર્થિક હાનિ આપશે. તા. 28, 29 તથા તા. 30 બપોર સુધી આપ કોઈ ક્ષેત્રમાં પોતાની સક્ષમતા સાબિત કરશો. આપના ખર્ચા સાથે આવકમાં પણ વધારો થશે. આપનામાં વધારાની ઉર્જાનો સંચાર અનુભવશો. પિતા સાથેના સંબંધા સુધરે. વિદેશગમન માટે સારા યોગો બને છે. જીવનસાથી જોડે મતભેદના યોગો બને છે. વિવાહ ઇચ્છુક વ્યક્તિને વિવાહમાં વિલંબ થાય તા. 30 બપોર પછી અને તા. 31 દરમિયાન ઉત્તમ સમય છે. આપના વિચારોમાં પરિવર્તન આવશે. આપ બીજાને તમારા વિચારોથી તથા કાર્યોથી અભિભૂત કરશો. તમારી પ્રતિભામાં નિખાર લાવશો. પરિવારના મદદથી વ્યાપારમાં વૃદ્ધિ થાય.

——————-.
સિંહ : તા 25ના રોજ આર્થિક બાબતોમાં આપ કોઈ મજબુત નિર્ણય લેશો. જેનાથી આપના નફામાં વધારો થશે. તમે નવી કાર્યશૈલી અપનાવો તેવી સંભાવના પણ છે. પ્રોફેશનલ મોરચે આપ પોતાની પ્રોડક્ટ કે સેવાની ગુણવત્તા સુધારવા માટે પણ પગલાં લેશો. જુના મિત્રો સાથે સમય પસાર કરશો. આપે જે કાર્ય નક્કી કર્યું હશે તે પુરું કરીને રહેશો. આર્થિક સ્થિતિમાં આપ પહેલાથી વધુ મજબુત બનશો. તા 26 અને 27 દરમિયાન 12માં સ્થાનમાં ચંદ્ર આપના માટે મુશ્કેલીવાળો સમય રહે. આપની પીઠ પાછળ આપની નિંદા કે આલોચના થઇ શકે છે. ગુપ્તશત્રુઓ અને એમના ષડયંત્રથી સાવધ રહેવું. વ્યાપાર અને વ્યવસાયમાં કોઈની પર કરેલો ભરોસો આપના માટે ભૂલ સાબિત થશે. તા 28, 29 અને 30 દરમિયાન આપના દરેક સંબંધમાં મધુરતા આવશે. આપના હાથમાં આવેલી દરેક તકનો આપ પૂરો લાભ મેળવશો. ક્યાંકથી શુભ સમાચાર મેળવશો. પરિવારમાં કોઈ મહેમાનનું આગમન થઇ શકે છે. તા 31ના રોજ કોઈ પાર્ટી અને સામજિક સમારંભમાં આપ ભાગ લેશો.

——————-.
કન્યા : નોકરી વ્ય્વસાયમાં આપને ગળાકાપ સ્પર્ધાનો સામનો કરવો પડે. મનની દ્વિધા આપની નિર્ણયશક્તિને કુંઠિત કરશે. જોકે આપની સર્જનશક્તિ અને રચનાત્મકતાને યોગ્યમ દિશા મળતા આપના મગજમાં નવીન વિચારો સ્ફુરશે. લાગણીનું પ્રમાણ વધારે રહેશે. સપ્તાહના મધ્યમાં વ્યવહારુ અભિગમ અપનાવજો તેમજ સ્ત્રીસવર્ગથી સાવચેત રહેજો. જમીન- જાયદાદના કાર્યો શક્ય હોય તો હાલમાં ટાળવા. ધીમે ધીમે ગ્રહદશા સુધારતા આપ શરીર અને મનથી સ્વાસ્થાતા અનુભવશો. વ્યવસાયિક ક્ષેત્રે પણ આશાનું કિરણ જાગશે. નોકરિયાતોને ઓફિસમાં સહકર્મીઓ તેમ જ ઉપરીઓ તરફથી સહકાર મળવા લાગશે. વેપારીઓને પ્રતિસ્પર્ધીઓ પર વિજય મળશે. પરિવારના સભ્યોળ સાથે હળીમળીને રહેવું. રોજિંદા કાર્યોમાં વિલંબ થાય તો પણ બને ત્યાં સુધી ગુસ્સો ન કરવો. નોકરિયાતોને સાથી કાર્યકરોનો સહયોગ ઓછો મળે. તારીખ 29 અને 30 દરમિયાન પતિ- પત્ની વચ્ચેત પણ મનદુ:ખ થાય. જીવનસાથીનું આરોગ્યછ ચિંતા જન્માાવે. વિજાતીય પાત્ર સાથેની મુલાકાત દરમ્યાસન સાવધાની રાખવી. કોઇ સાથે ઝઘડો કે વાદવિવાદમાં ન પડવાની ગણેશજી સલાહ આપે છે. આપ જીવનના કેટલાક સત્યો શોધવા આધ્યાત્મ કે ગૂઢ વિદ્યા તરફ આકર્ષાશો. છેલ્લા દિવસે બૌદ્ધિક કે લેખનકાર્યમાં આપ સક્રિય રહેશો અને આપ પોતાની કલમની તાકાત બતાવી શકશો.

Related Posts
1 of 13

——————-.
તુલા : સપ્તાહના આરંભે આપના ઘરે કોઈ મહેમાનનું આગમન થઈ શકે છે. મોટાભાગનો સમય તમે આગતાસ્વાગતામાં આપશો. તા 26 અને 27 દરમિયાન આત્મવિશ્વાસ અને મનોબળથી આપ દરેક મુકામને મેળવશો. વ્યવસાયમાં આપને કંઇક નવું શીખવા મળશે. નવી કાર્યશૈલીનો તમે અમલ કરો તેવી સંભાવના પણ છે. નવા આભુષણની ખરીદી કરશો. તા 27 થી શુક્ર આપની રાશિથી સાતમાં સ્થાનમાં ભ્રમણ કરશે જે અવિવાહિત અને વિવાહિત બંને જાતકો માટે સારો સમય રહેશે. લગ્નેશની દૃષ્ટિ લગ્ન પર રહેશે માટે વિજાતીય આકર્ષણ વધુ રહેશે અને તમે ચરમ આનંદ માણવાની તકો પણ પામશો. એકંદરે મનમાં પ્રસન્નતા રહેશે. સ્વાસ્થ્યને લઇને સાવધાન રહેવું. તા 28 અને 29 દરમિયાન આપની સમજદારી અને બુદ્ધિથી કરેલું રોકાણ ભવિષ્યમાં લાભદાયી રહેશે. આપના પરાક્રમમાં વધારો થશે. રોજગારીની સારી તક મળશે. ધૈર્ય અને દૃઢતાથી સફળતા મેળવશો. સંતાનના સ્વાસ્થ્યને કારણે ચિંતા રહેશે. તા 30 અને 31 દરમિયાન ધનહાનિના પ્રબળ યોગ છે. કોઈ કામ નિર્વિઘ્ને પુરું નહીં થાય માટે ધીરજ રાખવી અને ગાફેલિયત ટાળવી. ઘરની કોઈ વડીલ વ્યક્તિના સ્વાસ્થ્યની ચિંતા રહેશે.

——————-.
વૃશ્ચિક : તા 25ના રોજ આપ કારણ વગર કોઈની સાથે કંકાસ થઇ શકે છે. તમારી વાણીમાં કટુતા અને અને ક્રોધ પર નિયંત્રણ રાખવું. અંગત વ્યક્તિઓ તરફથી વિશ્વાસઘાત થઇ શકે છે. કોઈપણ કામ બીજાના ભરોસે છોડવાથી મુશ્કેલી સર્જાશે અને તમારી પ્રતિષ્ઠા પણ બગડશે માટે તમારાથી થતું હોય એટલું જ કામનું ભારણ લેવું. તા 25થી શુક્ર આપની રાશિથી છઠ્ઠા સ્થાનમાં ભ્રમણ કરશે જેથી શત્રુઓ દ્વારા હેરાનગતિ થઇ શકે છે. આરોગ્યના પ્રશ્નો ઉભા થશે. ત્વચાની સમસ્યા, ગુપ્તભાગોની બીમારી, એલર્જીની શક્યતા વધશે. ગરમીજન્ય રોગોના કારણે માંદગી પાછળ ખર્ચ થશે. દાંપત્યજીવનમાં ખટરાગ થઇ શકે છે. જોકે, નોકરી માટે શુભ રહેશે. તમારી કલ્પનાશક્તિના કારણે કામમાં નવતર પ્રયોગો દ્વારા તમે ઉપરીઓને પ્રભાવિત કરશો. તા 26 અને 27 દરમિયાન માનસિક સંતોષ રહેશે. સામાજિક કાર્યોમાં સક્રીયતા વધશે અને જરૂર જણાય ત્યાં નેતૃત્ત્વ પણ સંભાળશો. તા 28 અને 29 દરમિયાન ધનપ્રાપ્તિ માટે કરેલ મહેનતમાં આપની અપેક્ષા કરતા વધુ સારું પરિણામ મળશે. સમાજમાં આપની ખ્યાતિ વધશે. દિવસ હસી-મજાકમાં પસાર થશે. તા 30 અને 31 દરમિયાન જુના રોગમાંથી મુક્તિ મળશે. જુના મિત્રો સાથે સમય પસાર કરશો . આર્થિક ક્ષેત્રમાં કોઈ મજબુત નિર્ણય લેશો જે નફામાં વધારો આપશે.

——————-.
ધન : તા. 25 દરમિયાન આપના માટે આર્થિક રૂપે લાભદાયી તબક્કો રહેશે. નવા કપડા, ઝવેરાત, કિંમતી સામાનની ખરીદી કરી શકશો. મિત્રોનો સાથ મેળવશો. આપ ઉત્તમ સુવિધા ભોગવી શકશો. કોઈ મહત્ત્વપૂર્ણ આર્થિક લેવડ-દેવડ કરશો. નોકરીમાં આવક વૃદ્ધિ થાય. બેંકથી લોન મળવા માટેનો સારો સમય છે. જીવનસાથી જોડે મધુર સંબંધો વધે. અવિવાહિતોને વિવાહ માટે યોગ્ય પાત્ર મળે તેમજ સગાઈ થઈ ગઈ હોય તેમને લગ્ન માટેના સંજોગો બનશે. તા. 26 અને 27સાંજ પછી સમય અશુભ છે. આપના કોઈપણ કાર્ય કરતા મુસીબત આવી શકે. મનદુઃખનો પ્રસંગ થઇ શકે છે. તા. 28,29 અને તા. 30 સાંજ સુધી આપ સંબંધો સાચવવા પ્રયાસ કરશો. આપ કોઈ મિટિંગમાં ભાગ લેશો. પિતાની તબિયતની કાળજી લેવી. વિદેશયાત્રામાં તકલીફો આવે. ધાર્મિક યાત્રાના યોગો બને છે. તા. 30 બપોર પછી અને તા. 31 દરમિયાન આપના માટે માન-પ્રતિષ્ઠાના દિવસો રહેશે. આપના કાર્યની પ્રસંશા થશે. કામમાં વ્યસ્તતા વધુ રહેશે. પરંતુ આપની આ વ્યસ્તતા તથા મહેનત આપને સફળતા અપાવશે અને તે પણ ધાર્યા મુજબ મેળવશો. ઉઘરાણી માટે દિવસો સારા રહે. આપની વ્યવસાયિક પ્રવૃત્તિ સફળતાપૂર્વક પાર પડશે.

——————-.
મકર : તા. 25 અને 26સપ્તાહની શરૂઆતમાં કામકાજમાં વધુ મહેનતે ઓછી સફળતા મળે. અપચો કે પેટને લગતાં દર્દ, શરદી, ખાંસી સતાવે. આવેશમાં આવીને કોઈપણ જોખમી વિચાર, નિર્ણય કે આયોજન કરશો તો પોતાના જ પગ પર કુહાડો મારવા જેવો ઘાટ સર્જાશે. કોઇપણ બાબતે નિર્ણય લેતા પૂર્વે શાંત ચિત્તે તમામ પાસાનો વિચાર કરવો. કામની ભાગદોડમાં પરિવાર તરફ દુર્લક્ષ્યસ સેવાય. તા. 27 અને 28 મુસાફરીમાં ઈજા કે સ્વાસ્થ્ય બગડવાની અથવા કોઈનાથી છેતરાવાની શક્યતા છે. આપના અક્કડ વલણથી બીજાને નુકસાન ન થાય તેનું ધ્યાન રાખવું. સપ્તાહના મધ્યમાં લાંબાગાળાનું આર્થિક આયોજન કરી શકો. પૈસા બનાવવાનો શૉર્ટકટ આપને ભારે પડી શકે છે. તા. 28,29 આર્થિક અને વ્યાસવસાયિક દૃષ્ટિએ સપ્તાહ લાભદાયક હોવાનું ગણેશજી જણાવે છે. તન- મનથી સ્ફૂ9ર્તિ અને તાજગી અનુભવશો. હનુમાનજીની પૂજા-પાઠ અને હનુમાન ચાલીસા કરવા. મિત્રો, સ્વ્જનો સાથે કોઇ સમારંભ કે પર્યટનમાં જશો. બીમાર જાતકોની તબિયતમાં સુધારો જણાશે. હરીફો સામેની લડાઇમાં તમારી જ જીત છે. તા. 30 બપોર પછી અને તા. 31 સપ્તાહના અંતે જીવનસાથી અને સંતાનો સાથે સુખમય સમય વિતાવી શકશો. નોકરીમાં સંતોષ અને રાહતની લાગણી અનુભવો. સહકર્મીઓ અને ઉપરીઓ સાથે સારા સંબંધો રહે. એક્સપોર્ટ-ઇમ્પોોર્ટ સાથે સંકળાયેલા વેપારીઓને લાભ અને સફળતા મળે. બૌદ્ધિક ચર્ચામાં સમાધાનકારી વલણ અપનાવવું પડે.

——————-.
કુંભ : ઘરમાં મિત્રો અને સગાં સ્નેાહીઓની અવરજવરથી ખુશાલીનો માહોલ રહેશે. તેમના તરફથી મળેલી આકસ્મિક ભેટ આપને ખુશ કરી દે. હસીખુશી અને આનંદ મેળવવા જીવનસાથી તેમજ બાળકો માટે સમય ફાળવશો. ઘરનું બંધિયાર વાતાવરણ છોડી તેમની સાથે સુંદર સ્થળે ફરવા જશો. નવા કાર્યનો પ્રારંભ કરવાની પ્રેરણા થશે. જોકે, તમે એ અંગે ચોક્કસ નિર્ણયનહીં લઈ શકો. નોકરી કે વ્ય્વસાયમાં સ્પ્ર્ધાત્મ.ક વાતાવરણ રહે. હિતશત્રુઓ ઉપરીઓની નજરમાં આપને ઉતારી પાડવાના ચક્કરમાં રહે. આપની વાતચીત કરવાની કળા આ સમયમાં રંગ લાવશે. આપની પરોપકારની ભાવના લોકસેવાના કાર્યો કરાવશે. પરિવાર, જીવનસાથી અને સંતાનો પ્રત્યે પણ આત્મીયતા વધશે. તન- મન પ્રફુલ્લિત રહેશે. વાતનું વતેસર કરવાની વૃત્તિ ટાળવી. માનસિક અજંપા સાથે શારીરિક અસ્‍વસ્થતતાથી આપ બેચેન રહેશો. વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી. શક્ય હોય તો લાંબી મુસાફરી ટાળવી. વિદ્યાર્થીવર્ગ માટે મધ્યઆમ સમય છે. અભ્યાસમાં એકાગ્રતાની જરૂર રહે. સતત અભ્યાસ વચ્ચે મેડીટેશન કરવાથી માનસિક સ્વસ્થતા વધશે. અહં સંતોષવાના બદલે સમર્પણની ભાવના રાખવી. આપ રહસ્યીમય બાબતો તથા ગૂઢ વિદ્યાઓ તરફ વધારે આકર્ષણ અનુભવો. જીવનની વાસ્તવિકતા સમજવાના પ્રયાસરૂપે આપ આધ્યાત્મિકતા તરફ વળશો. સતત બહાર ફરવાથી તેમજ બહારનું જમવાથી સપ્તાહના અંતે શારીરિક અને માનસિક અસ્વાસ્થસતા અનુભવશો. શરદી, કફ, તાવની પીડા સતાવે. નિયમિત પ્રાણાયામ આપની તબિયત સારી રાખશે.

——————-.
મીન : તા 25ના રોજ કોઈ અપ્રિય ઘટના બની શકે છે. કાર્યની સફળતા માટે આપ વ્યસ્ત રહેશો પરંતુ મહેનતના પ્રમાણમાં ફળ ઓછુ મળે. કોઈનાથી અપમાનિત થઇ શકો છો. તા 26 અને 27ના રોજ અટકેલા કાર્યો આગળ વધશે. આપે વિચાર્યું પણ ન હોય એવા કાર્યો પૂર્ણ થશે. દરેક સ્પર્ધા અને પડકારનો સામનો આપ ચતુરાઈ અને વિવેકથી કરશો. ભાગ્યનો સાથ મળશે. ઓછી મહેનત છતાં વધુ ફળ મળશે. તા 27થી પરિવારમાં સુખ શાંતિ રહેશે. સોના-ચાંદી અને ઘરેણાની પ્રાપ્તિ થશે. સ્ત્રી વર્ગથી લાભ થઇ શકે છે. તા 28 અને 29ના રોજ કોઈ જુના મિત્રો સાથે મુલાકાત થઇ શકે છે. આનંદ પ્રાપ્તિના દિવસો રહેશે. આપ પોતાના માટે કોઈ નવી વસ્તુની ખરીદી કરશો. તા 30 અને 31ના રોજ નોકરીમાં સહયોગીઓનો સાથ મળશે. આપની યોજના પૂરી કરવા માટે આપનામાં દૃઢ ઈચ્છાશક્તિ રહેશે. સામાજિક, આર્થિક, પારિવારિક ક્ષેત્રે લાભ થવાના સંકેતો છે. મિત્રો તરફથી લાભ પણ થાય અને તેમની પાછળ નાણાંનો ખર્ચ પણ કરશો. અવિવાહિત જાતકોને જીવનસાથીની શોધ માટે ઘણો અનુકૂળ સમય છે. વિદેશમાં વેપાર કરતા કે વિદેશી કંપનીમાં નોકરી કરતા જાતકોને વધારાની આવક થશે.

Leave A Reply

Your email address will not be published.

Translate »