વિવેક બ્રહ્મભટ્ટ, નડિયાદ
જાહેર આરોગ્ય પર ગંભીર અસર... ઉદ્યોગોના વિકાસને રાજ્ય સરકાર પ્રોત્સાહન ભલે આપતી હોય, પરંતુ જે-તે ઉદ્યોગો જાહેર આરોગ્ય માટે ગંભીર પરિણામો આપતાં હોય ત્યારે સરકારની ફરજ બને છે કે તેને અટકાવવું. 'બાયો વેસ્ટમાં કરાયેલું રોકાણ ભારે પડી રહ્યું…
હિમાલી જોષી, મુન્દ્રા
સ્ટિફન હોકિંગ સાથે નાતો... ગુજરાતના યુવાન અભિજ્ઞ જોષી બ્રિટિશ સાયન્ટિસ્ટ સ્ટિફન હોકિંગ સાથેના નાતાની માહિતી ગૌરવપ્રદ રહી.
સ્મિતા વ્યાસ, વડોદરા
ફેમિલી ઝોન - ઈન્સ્ટન્ટ રીડિંગ ટૂલ્સ... 'અભિયાન'માં ફેમિલી ઝોન વિભાગ વાંચવો ગમે છે. 'અભિયાન' છેલ્લાં આઠ-દસ વર્ષથી નિયમિત વાંચું છું. ફેમિલી ઝોનમાં ઘણા વિભાગો જે પહેલાં આવતા તે હવે નથી વાંચવા મળતા. જેમ કે ખાણીપીણી, ધર્મ, જલસાઘર વગેરે. ફેમિલી…
જેનીશ પંચાલ, અમદાવાદ
સોશિયલ મીડિયા પર પ્રાયવસીનો મુદ્દો... 'ફેસબુકની ખોરી દાનત...'માં વિગતો વાંચી. સોશિયલ મીડિયા પરની તમામ એપ્લિકેશન્સ પર રજિસ્ટ્રર્ડ યુઝર્સ થવા માટેની માહિતીમાં તમે જે સિલેક્ટ કરો તે મુજબ તમારું પ્રોફાઇલ બને છે. ફેસબુક આટલી મોટી સોશિયલ…
દેવાંગ શ્રોફ, પાલનપુર
'અભિયાન'માં 'રાઈટ ઍન્ગલ' નવલકથા શરૃ થઈ. અદાલતી માહોલનું ચિત્ર સરસ રજૂ કર્યું...
ડો. મિલન ભાવસાર, અમદાવાદ
બૌદ્ધ ધર્મ અને ગુજરાત... 'અભિયાન'ની કવર સ્ટોરી 'ગુજરાતમાં બૌદ્ધના આગમન અને પલાયનના જોગ-સંજોગ' અભ્યાસપૂર્ણ રહી. 'બૌદ્ધ હેરિટેજનો સિલ્ક રૃટ ક્યાં છે...'માં વિગતો રોચક રહી. આવા વિષયને સમજવા-જાણવા આવી સાઇટની 'ફોટો સ્ટોરી'ની ખોટ વર્તાઈ.…
જયમલ વાઘેલા, સુરેન્દ્રનગર
'અભિયાન'માં કાર્ટૂન્સ લાજવાબ રહે છે. હાસ્યરસથી ભરપૂર રહે છે. -
ઉન્નતિ સોલંકી, અમદાવાદ
પુરુષપ્રધાન સમાજમાં સ્ત્રીની કલ્પના...'અભિયાન'ના 'ચર્નિંગ ઘાટ' કોલમના લેખક ગૌરાંગ અમીનના લેખો વાંચવા ગમે છે. ખૂબ જ બોલ્ડનેસ સાથે પુરુષપ્રધાન સમાજમાં સ્ત્રીની કલ્પના જ પુરુષને 'બિચારો' બનવામાં મજબૂર થઈ ગયો. 'એથ્લિટિક વિલ બી ન્યૂ બ્યુટીફુલ…
શેખર દૅશપાંડે, અમદાવાદ
ગુજ્જુ ખેલાડીઓને વિદેશી કોચની ટ્રેનિંગ... રાજ્યમાં ફૂટબોલની રમતને પ્રોત્સાહન મળે અને યુવાનો શરીરના સર્વાંગી વિકાસ માટે કેળવાય તેવી રમતોને રાજ્ય સરકારનું પગલું આવકારદાયક રહેશે. ફૂટબોલના કોચિંગ માટેના વિદેશી મહિલાની નિમણૂક ગુજરાતી ખેલાડીઓને…
હેમાંગિની દેરાસરી, સુરત
'હસતાં રહેજો રાજ'... હાસ્ય લેખક જગદીશ ત્રિવેદીના હાસ્ય લેખો વાંચવા ગમે છે. ગામગપાટા સાથે માર્મિક હાસ્યરસની મઝા માણીએ છીએ...