તમારા માટે, તમારી સાથે, સતત…
Browsing Category

Readers Feedback

ઉષા ભટ્ટ, અમદાવાદ

સમાજજીવનના પ્રશ્નોને વાચા... 'ધરતીનો છેડો ઘર, તેને તરછોડવાનો અનુભવ સારો નથી'માં વિગતો ઉપયોગી બની રહી. 'અભિયાન' સમાજજીવનના પ્રશ્નોને વાચા આપી મહિલાઓ માટે માર્ગદર્શક બની રહ્યું છે.

ડો. મુકેશ વાઘેલા, સુરત

વિદ્યાર્થીઓને તબીબી જ્ઞાન... કચ્છના અંતરિયાળ વિસ્તારોની શાળામાં વિદ્યાર્થીઓને આરોગ્ય અંગેનું તબીબી જ્ઞાન આપી નવી પેઢીને નિરામય આરોગ્ય મળી રહે તે દિશામાં થઈ રહેલાં કાર્યો આવકારદાયક છે. 'વિદ્યાર્થીઓના આરોગ્યના રક્ષક બન્યા ગાંધીધામનાં બાળકો'નો…

અશોક દેસાઈ, અમલસાડ

ચરખો આઝાદી સંગ્રામનું અહિંસક શસ્ત્ર... 'અભિયાન'માં ચરખા વિશેના બે લેખો મનનીય રહ્યા. સાબરમતીના સંતનું ચરખા દર્શન'માં દેશના કરોડો લોકોમાં નારાયણના દર્શન' અને 'ચરખાનાં ૧૦૦ વર્ષ'ની વિગતો રોચક રહી.

ખંજન અંતાણી, હૈદ્રાબાદ

હર ઘરમાં 'અભિયાન' 'અભિયાન'... અમને હજી યાદ છે કે ૧૯૮૫માં માતબર મૅગેઝિન સામે જે મધ્યાહ્નના સૂર્યની જેમ તપતાં હોય ત્યાં કેવી રીતે ટકશે અને ઊંચકાશે એ વિચારતા હતા... અને આજે જે-તે કારણોસર 'અભિયાન' એ મેદાનમાં આવવું પડ્યું તેને ડંકે કી ચોટ પે…

જયસુખ ઓ. પટેલ, ભચાઉ (કચ્છ)

જળ સંગ્રહ 'અભિયાન'ની નવી દિશા... 'અભિયાન'ની કવર સ્ટોરી અભ્યાસપૂર્ણ રહી. વિષયને કેન્દ્રમાં રાખી ખૂબ જ  વિસ્તારપૂર્વક અને માહિતીસભર લેખ અને 'દરિયા'ના પાણીથી જે આગળ વધતી ખારાશ અને મીઠા પાણીના સંગ્રહ વિશેનો વિગતવાર અહેવાલ વાંચવા મળ્યો. 'રણ…

કુલદીપ મણિયાર, રાજકોટ

પાણીની ચિંતા અને તેના ઉપાય... 'ગુજરાતમાં પાણીની સમસ્યાનો ઉકેલ આવી શકે, જો..'માં ગુજરાતમાં પાણીની સમસ્યાને લઈ વિસ્તૃત માહિતી વાંચવા મળી. મીઠા પાણીના સરોવરોના બંધારા અને નદીઓના પાણીનો સંગ્રહ કરી તેનો મહત્તમ ઉપયોગ કરવાના ઉપાયોની વિગતો જનસમૂહ…

પરાગ વૈદ્ય, સુરત

ફેસબુક પરની જાહેરાત... વિશ્વભરમાં વ્યક્તિગત રીતે સંવાદસેતુ સાધતું ફેસબુક પોતાની રૅવન્યૂ રળવા પોતાના પોર્ટલ પર જાહેરાત મૂકતી હોય છે. તે જોવી ના જોવી તમારી મુનસફીની વાત છે.

વિભા જાની, ખંભાત

જીવનની સેકન્ડ ઇનિંગ્સ... મહિલાઓ ખાસ કરીને ચાલીસી વટાવી લીધા પછી અસમંજસમાં હોય છે.  'અભિયાને' ફેમિલી ઝોનમાં 'અમે પણ રમીશું સેકન્ડ ઇનિંગ્સ...'માં સમાજની એવી મહિલાઓની વિગતો આપી જે અન્ય મહિલાઓ માટે ઉદાહરણરૃપ બની રહેશે.

દિલીપ પઢિયાર, અમરેલી

પ્રદેશ વિશેષ... 'અભિયાન' અમારા પરિવારનું માનીતું મેગેઝિન છે. પરિવારના સૌ સભ્યો માટે ઉપયોગી માહિતી નિયમિત પીરસે છે. ગુજરાતની નાની-નાની ઘટના જે પ્રદેશ વિશેષમાં અપાતી તે હવે ઓછી અથવા અનિયમિત વાંચવા મળે છે. તે નિયમિત રીતે પ્રકાશિત થાય તેવી…

ચિરંતન દવે, અમદાવાદ

આઝાદીના લડવૈયાની પ્રેમ કથા... 'અભિયાન'માં નિયમિત રીતે 'ક્રાંતિપથ પર પ્રણયનાં ફૂલ' વાંચીએ છીએ. ગમતી કોલમ છે. ઘણી વખતે પાત્રોની ઓળખ વગર તેની પ્રેમ કથાની વિગતો અમારી નવી જનરેશન માટે તાળો મેળવવો મુશ્કેલ પડે છે. ઘણી ઘટનાઓ જે આઝાદી વખતે લોકમુખે…
Translate »