- સેવા –
રિલાયન્સ ફાઉન્ડેશન મિશન અન્ન સેવા કાર્યક્રમ અંતર્ગત કોવિડ-૧૯ લૉકડાઉન વચ્ચે ૩ કરોડ લોકોને ભોજન
રિલાયન્સ ફાઉન્ડેશનના મિશન અન્ન સેવાના ભાગરૃપે ૧૬ રાજ્યોના ૬૮ જિલ્લામાં અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં બે કરોડથી વધુ લોકોને ભોજનનું વિતરણ થઈ ચૂક્યું છે.
નીતા અંબાણી રિલાયન્સ ફાઉન્ડેશનનાં અધ્યક્ષ અને સ્થાપક છે. રિલાયન્સ ફાઉન્ડેશન નીતા અંબાણીના પતિ મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનો પરોપકારી હાથ છે.
રિલાયન્સ ફાઉન્ડેશન કોવિડ – ૧૯ મહામારીની વચ્ચે ‘ભારતના જરૃરિયાતમંદ અને ઓછો સ્ત્રોત ધરાવતા સમુદાયો’ને ત્રણ કરોડ લોકોને ભોજન અપાઈ રહ્યું છે.
આ પહેલ ફાઉન્ડેશનના ભોજન વિતરણ કાર્યક્રમ, મિશન અન્ન સેવા કાર્યક્રમનો એક ભાગ છે અને રિલાયન્સ ફાઉન્ડેશનની અખબારી યાદીમાં જણાવાયું છે કે કોઈ કોર્પોરેટ ફાઉન્ડેશન દ્વારા વૈશ્વિક સ્તરે કરવામાં આવેલી આવી આ સૌથી મોટી પહેલ છે.
ફાઉન્ડેશનના સ્થાપક અને અધ્યક્ષ નીતા અંબાણીએ જણાવ્યું હતું કે, “કોવિડ -૧૯ વિશ્વ, ભારત અને માનવતા માટે અભૂતપૂર્વ મહામારી છે.”
“ભારત લૉકડાઉનના વધારેલા સમયગાળામાં પ્રવેશે છે ત્યારે જેઓ તેમના આગલા ભોજન માટે દૈનિક વેતન પર નિર્ભર છે તેમના માટે અમારું હૃદય દ્રવી ઊઠે છે. તેઓ પણ અમારા પરિવાર – અમારા ભારત પરિવારના સભ્યો છે. તેથી જ, રિલાયન્સ ફાઉન્ડેશનમાં અમે મિશન અન્ન સેવા – અમારી પ્રતિજ્ઞા શરૃ કરી છે.” તેમણે ઉમેર્યું.
મિશનના ભાગરૃપે ૧૬ રાજ્યોના ૬૮ જિલ્લામાં અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં બે કરોડથી વધુ લોકોને ભોજનનું વિતરણ થઈ ચૂક્યું છે. રિલાયન્સ ફાઉન્ડેશન એ મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઈએલ) નો પરોપકારી હાથ છે.
રિલાયન્સે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોેરેશન (બીએમસી)ની ભાગીદારીમાં, ભારતની પહેલી ૧૦૦ બેડની એક્સક્લુસિવ કોવિડ -૧૯ હૉસ્પિટલ ફક્ત બે જ અઠવાડિયામાં શરૃ કરી દીધી છે, એવું નીતા અંબાણી દ્વારા કહેવામાં આવ્યું છે એમ સમાચાર એજન્સી પીટીઆઈએ જણાવ્યું હતું. “અમે હવે આ સુવિધાને ૨૫૦ પથારીની ક્ષમતામાં વધારી રહ્યા છીએ.” તેવું નીતા અંબાણીએ કહ્યું હતું.
તેમણે કહ્યું, “અમે ભારતભરના આરોગ્ય કર્મચારીઓ અને સંભાળ લેનારા લોકો માટે દરરોજ એક લાખ માસ્ક અને એક લાખ પી.પી.ઇ. (પર્સનલ રક્ષણાત્મક ઉપકરણો) ઉત્પન્ન કરીશું.”
————————-