તમારા માટે, તમારી સાથે, સતત…

અમેરિકાને દવાની નિકાસનો નિરર્થક વિવાદ

વાસ્તવમાં પહેલી વાત તો એ કે ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને કોઈ ધમકી આપી જ ન હતી.

0 315
  • રાજકાજ – ચાણક્ય
Related Posts
1 of 269

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હાઈડ્રોક્સી ક્લોરોક્વિન નામની દવાની નિકાસ પર ભારતે મુકેલા પ્રતિબંધને હટાવી લેવા માટે ભારતને આપેલી કહેવાતી ધમકી અને આ ધમકીને પગલે ભારતે અમેરિકા સમક્ષ ઝૂકી જઈને દવાની અમેરિકા નિકાસ પર પ્રતિબંધો હટાવી લેવાના મુદ્દાને ઈરાદાપૂર્વક વિવાદનું સ્વરૃપ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આવંુ કરતી વખતે તથ્યોને તોડી -મરોડીને પ્રસ્તુત કરવામાં આવ્યા અને લોકોમાં ગેરસમજ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આવી ગેરસમજ ફેલાઈ તેેમાં સરકાર પક્ષે પણ થયેલી ક્ષતિ જવાબદાર રહી. દવાની અમેરિકા નિકાસ પરના પ્રતિબંધ હટાવી લેવા માટેના કારણને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં પર્યાપ્ત સંદર્ભ સાથે રજૂ કરાયા નહીં તેને કારણે ભારત જાણે અમેરાકાની ધમકીથી ડરી ગયું અને દવા નિકાસ માટે છુટ આપી દીધી હોવાની છાપ ઊભી થઈ. વાસ્તવમાં પહેલી વાત તો એ કે ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને કોઈ ધમકી આપી જ ન હતી. ટ્રમ્પે ભારતના વડાપ્રધાન સાથે આ અંગે થયેલી વાતચીતની માહિતી પ્રેસને આપી એ પછી થયેલા સવાલ-જવાબમાં પત્રકારના એક પ્રશ્ન અને તેના પેટા પ્રશ્નને અને જવાબને ટ્વિસ્ટ કરીને મરોડીને રજુ કરવામાં આવતા ધમકીની છાપ ઊભી થઈ હતી. બીજી વાત એટલે ટ્રમ્પ સાથેની વાતચીત દરમિયાન જ ભારતના વડાપ્રધાને તેમની વિનંતી સ્વીકારીને દવાની નિકાસ પરના નિયંત્રણો હળવા કરવાની ખાતરી આપી હતી. એટલે ટ્રમ્પની પત્રકાર પરિષદ પહેલાં જ ભારત દવાની નિકાસ માટે તૈયાર થયું હતું અને એ પણ માત્ર અમેરિકા માટે જ નહીં તો અન્ય કેટલીક દેશોની માગણી અને કોરોનાના ગંભીર વૈશ્વિક સંકટને લક્ષમાં રાખીને ભારતની જરૃરતને પ્રાધાન્ય આપીને વધારાના જથ્થાની નિકાસની છુટ આપવાનો નિર્ણય થયો હતો. ભારતના આ નિર્ણયને પગલે જ બ્રાઝીલના વડાપ્રધાને તત્કાલ ભારતનો આભાર માન્યો હતો.

માત્ર હાઈડ્રોક્સી ક્લોરોક્વિન જ નહીં તો અન્ય દવાઓના ઉત્પાદન અને નિકાસમાં ભારત વિશ્વમાં અગ્ર સ્થાન ધરાવે છે. એ સ્થિતિમાં વિશ્વના ઘણા દેશો દવાની બાબતમાં ભારત પર નિર્ભર છે. આજે વિશ્વભરના કોરોના વાઈરસના સંક્રમણનું સંકટ છવાયેલું છે એવા સમયે દવાઓના પુરવઠા માટે ઘણા દેશોની નજર ભારત પર મંડાયેલી રહે છે. હાઈડ્રોક્સી ક્લોરોક્વિન કોરોના વાઈરસની દવા નથી પરંતુ તેના નિયંત્રણમાં તેનો ઉપયોગ થાય છે અને તે પ્રભાવી જણાઈ છે. ભારત પણ આ સંકટમાં ફસાયેલું છે અને સંક્રમીત લોકોની સંખ્યા વધી રહી છે ત્યારે ભારતમાં એક તરફ તેના ઉત્પાદનમાં વધારો કરવામાં આવ્યો છે તો બીજી બાજુ ભારતની જરૃરત માટે પુરતો જથ્થો ઉપલબ્ધ રાખવામાં આવ્યો છે. એ પછી ભારતે વિશ્વના દેશોને આ દવાની નિકાસ કરવાનું સ્વીકાર્યું છે તેમાં ભારતે કશું જ ખોટું કર્યું નથી. પેરાસિટામોલ અને ડાઈડ્રોક્સીક્લોરોક્વિનની નિકાસ છુટની માહિતી આપતાં વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ સ્પષ્ટ કર્યું હતું કે આ બાબતના નિર્ણય અંગે અનુમાનો કરવામાં અને આ મુદ્દાનું રાજનીતિકરણ કરવું જોઈએ નહીં. આ બંને દવાઓ નિકાસ માટે લાયસન્સ પ્રાપ્ત વસ્તુઓની યાદીમાં રાખવામાં આવશે અને ભારતની પોતાની જરૃરત માટેનો પુરતો જથ્થો હોવાથી આપણી દવા કંપનીઓ તેમની નિકાસ પ્રતિબધ્ધતાઓને પુરી કરી શકશે. સોશિયલ મીડિયામાં તો ભારતે અમેરિકાને દવાની નિકાસના બદલામાં અમેરિકા પાસેથી વિદેશ વેપારની ત્રણ શરતોનો તત્કાલ સ્વીકાર કરાવી લીધો હોવાની વાતો પણ પ્રચાલિત થઈ છે. પરંતુ તેનો કોઈ અધિકૃત સત્તાવાર આધાર નથી. કદાચ એટલે જ વિદેશ મંત્રાલયના પ્રવક્તા આ મુદ્દે અટકાવીબાજીનો આશ્રય ન લેવાનું જણાવ્યું હશે. મહત્ત્વની વાત એ છે કે ભારતે દવાની પોતાની જરૃરતોનો ખ્યાલ રાખ્યા પછી વિશ્વના દેશોને નિકાસ કરવાનો નિર્ણય કર્યો છે, એ યોગ્ય અને સમયોચિત તેમજ માનવીય અભિગમ સાથેનો છે.
——————————-

Leave A Reply

Your email address will not be published.

Translate »