તમારા માટે, તમારી સાથે, સતત…

રચનાત્મકતાને નિખારતી કારકિર્દી એનિમેશન

એનિમેટર ફોટા બનાવવા, તેમાં રંગ ભરવા અને સ્પેશિયલ ઇફેક્ટ આપવા માટે કોમ્પ્યુટરનો ઉપયોગ કરે છે.

0 209
  • નવી ક્ષિતિજ – હેતલ રાવ

એનિમેશન શબ્દ જ તમારામાં નવા રચનાત્મકતાના વિચારો સર્જે છે. આજના સમયમાં કરિયર બનાવવા માટે પણ આ ઉત્તમ માર્ગ છે. કારકિર્દીને ઉચ્ચ કક્ષાએ નિહાળવાની અને ગ્રોથ વધારવા માટે આ ક્ષેત્ર પરફેક્ટ છે.

આઇસ એજ, કુંગફુ પાન્ડા, બાહુબલી અને તેના જેવી અનેક ફિલ્મો બાળકો સાથે મોટા લોકો માટે પણ મનોરંજનનું માધ્યમ છે. કદાચ આ જ કારણોસર યુવાનો માટે એનિમેશન ઇન્ડસ્ટ્રી કરિયરનો વે બની રહી છે.

એનિમેટરની કામગીરી
એનિમેટર કલાકાર એવા કાર્ટૂન અને ફોટોગ્રાફ બનાવે છે જે મલ્ટિમીડિયા પ્રોડક્શનના માધ્યમથી લોકોનું મનોરંજન કરે છે, લોકોને શિક્ષિત કરે છે અને તેમને આગળ વધવા માટે પ્રોત્સાહિત કરે છે. એનિમેટર ફોટા બનાવવા, તેમાં રંગ ભરવા અને સ્પેશિયલ ઇફેક્ટ આપવા માટે કોમ્પ્યુટરનો ઉપયોગ કરે છે. આ આર્ટિસ્ટ ગેમિંગ, ફિલ્મના નિર્માણમાં અથવા શિક્ષણ સંબંધી એનિમેશનમાં સ્પેશલાઇઝેશન કરે છે.

યોગ્યતા
ઓછામાં ઓછા ૪૫ ટકા સાથે ધોરણ ૧૨ પાસ હોવું જરૃરી છે. એચએચસી પાસ હોય તેવા જ યુવાનોને માન્યતા પ્રાપ્ત સંસ્થાઓમાં પ્રવેશ મળી શકે છે.

કોર્સ
આ ક્ષેત્રમાં રસ ધરાવતા ઉમેદવારો એનિમેશનમાં સ્નાતક અને અનુસ્નાતકમાં ડિપ્લોમા અથવા તો ડિગ્રી કોર્સ કરી શકે છે. મોટા ભાગની કૉલેજોમાં બેચરલ ઓફ ફાઇન આટ્ર્સ એટલે કે બીએફએ કોર્સ દરમિયાન જ પ્રશ્નપત્ર સ્વરૃપે એનિમેશનનો અભ્યાસ કરાવવામાં આવે છે. ઘણી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં ડિપ્લોમા અથવા એડવાન્સ ડિપ્લોમા પણ કરાવાય છે. ઉપરાંત સર્ટિફિકેટ કોર્સમાં માર્કેટની માગ પ્રમાણે એનિમેશનના પ્રોફેશનલ તરીકે પણ તાલીમ અપાય છે.

મુખ્ય સંસ્થાઓ
*           બીએ ઇન એનિમેશન એન્ડ મલ્ટિમીડિયા

*           બીએસસી ઇન અનિમેશન એન્ડ મલ્ટિમીડિયા

*           બેચલર ઓફ વિઝ્યુઅલ આટ્ર્સ (એનિમેશન)

*           બેચલર ઓફ ફાઇન આટ્ર્સ ઇન એનિમેશન, ગ્રાફિક્સ એન્ડ વેબ ડિઝાઇન

*           ડિપ્લોમા ઇન ટૂ ડી, થ્રી ડી એનિમેશન

*           ડિપ્લોમા ઇન ડિજિટલ એનિમેશન

*           સર્ટિફિકેટ ઇન બીએફએક્સ

*           સર્ટિફિકેટ ઇન સીજી આટ્ર્સ

ફી સ્ટ્રક્ચર
ફી માળખું સંસ્થા અને કોર્સ આધારિત નક્કી થાય છે. જુદી-જુદી સંસ્થાઓમાં ફીનું ધોરણ પણ અલગ-અલગ હોય છે. તેવી જ રીતે કોર્સની પસંદગી પ્રમાણે પણ ફી વધતી-ઘટતી રહે છે. જોકે આ ક્ષેત્રમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા યુવાનોએ ૫૦ હજારથી લઈને બે લાખ રૃપિયા સુધીની ફી ભરવાની તૈયારી રાખવી પડે છે. વિશેષજ્ઞોના મત પ્રમાણે જો આ અભ્યાસ માટે વધુ ફી ભરવાની તૈયારી હોય તો ડિપ્લોમા કોર્સની જગ્યાએ ડિગ્રી કોર્સ કરવો વધુ યોગ્ય રહેશે. ઇગ્નૂમાં પણ માન્યતા પ્રાપ્ત કોર્સ ચાલે છે. વિદ્યાર્થીઓ તેમાં પણ પ્રવેશ મેળવી શકે છે.

એપ્ટિટ્યૂડ, સ્કિલ
ડ્રોઇંગ કે ફાઇનઆર્ટ બૅકગ્રાઉન્ડ ધરાવનારા યુવાનો માટે એનિમેશન ઇન્ડસ્ટ્રી કરિયર માટે બેસ્ટ છે, પરંતુ ઘણી એવી સ્કિલ છે જે આ ફિલ્ડમાં જરૃરી છે અને ઉપયોગી પણ છે. જેમ કે યુવાનોમાં આર્ટિસ્ટિક કલા, સીએડી (કેડ)ની જાણકારી, એસ્થેટિક્સની સમજ, ચિત્રો દ્વારા વિચારોની અભિવ્યક્તિ, રચનાત્મકતા, લાક્ષણિકતાઓ, કોમ્પ્યુટર અને તકનીકી સ્કિલ, ગણિતની સારી સમજ, ખાસ કરી જિયોમેટ્રી અને ટ્રિગ્નોમેટ્રી વિશે જ્ઞાન પ્રોફેશનલ્સ માટે આવશ્યક છે.

જોબ પ્રોફાઇલ
*           સ્ટોરીબોર્ડ આર્ટિસ્ટ ઃ કોઈ વિચાર વિકસિત થયા પછી, સ્ક્રિપ્ટ એટલે કે સ્ટોરી તૈયાર થાય છે, જેને સ્ટોરી બોર્ડ પર સ્કેચ કરવામાં આવે છે. આર્ટિસ્ટ સ્ટોરીબોર્ડની રજૂઆત કર્યા પછી તેને દ્રશ્યોમાં રૃપાંતર કરે છે. આર્ટિસ્ટ પાત્રોના અભિનય, ચહેરાના હાવભાવ અને પૃષ્ઠભૂમિ સહિત ઘણા મોટા દ્રશ્યો માટે વિઝ્યુઅલ તૈયાર કરે છે.

*           મોડેલર ઃ એનિમેશન મોડેલર પાત્રો અને દ્રશ્યોને અસ્તિત્વમાં લાવવાનું કાર્ય કરે છે. જે પાત્રોને જરૃરિયાત પ્રમાણે સીજેઆઈ પ્રોજેક્ટ સાથે જોડે છે. ઉપરાંત થ્રી ડાઇમેશનલ કોમ્પ્યુટર ફોર્મેટનું નિર્માણ પણ કરે છે.

Related Posts
1 of 289

*           ટૂ ડી એનિમેટર અને થ્રી ડી એનિમેટર ઃ કેરેક્ટરને જીવંત બનાવવાનું કામ એનિમેટર્સ કરે છે. ટૂ ડી એનિમેટર ફ્લેટ ચિત્ર બનાવવાનું કામ કરે છે. જેમાં પહોળાઈ અને લંબાઈને મહત્ત્વ આપવામાં આવે છે, પરંતુ ઊંડાણને નહીં. જ્યારે થ્રી ડી એનિમેટર પહોળાઈ, લંબાઈ સાથે ઊંડાણનું પણ જોડાણ કરે છે.

નોકરીના વિકલ્પ
સંખ્યાની દ્રષ્ટિએ જોઈએ તો ભારતમાં ૩૦૦થી પણ વધારે એનિમેશન સ્ટુડિયો છે. જ્યાં હજારો એનિમેશન પ્રોફેશનલ્સ કામ કરે છે. એનિમેશન ત્રણ સ્ટેજ પર આધારિત છે. પ્રી પ્રોડક્શન, પ્રોડક્શન અને પોસ્ટ પ્રોડક્શન. અનિમેશન પ્રોફેશનલ્સ ઘણા પ્રકારના કાર્ય કરે છે. કોઈ પણ એનિમેશન સ્ટુડિયોના  કંપનીમાં કાયમી રૃપે કામ કરી શકે છે અથવા તો પ્રોડક્શન હાઉસમાં ફ્રીલાન્સર તરીકે પણ કાર્ય કરી શકાય છે. આ ક્ષેત્રે કામ કરવાના ઘણા વિકલ્પ મળી રહે છે.

પગાર ધોરણ
આર્કિટેક્ચર એનિમેટર તરીકે શરૃઆતના સમયમાં ૧૫૦૦૦ રૃપિયા વેતન મળે છે. જ્યારે કાર્ટૂન એનિમેટરને ૧૨ હજાર અને મેડિકલ એનિમેટરને ૨૫ હજાર રૃપિયા સેલેરી પ્રતિમાસ મળી રહે છે. અનુભવ વધવાની સાથે-સાથે પગારમાં પણ વધારો થતો રહે છે.

મુખ્ય સંસ્થાઓ
*           નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિલ્ડ એન્ડ ફાઇન આટ્ર્સ, કલકત્તા

*           ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી

*           માયા એકેડમી ઓફ એડવાન્સ સિનેમેટ્રિક્સ, મુંબઈ

*           ટેકનો પોઇન્ટ મલ્ટિમીડિયા, બેંગ્લુરુ

આ કંપનીઓ આપે છે કામ

*           મલ્ટિમીડિયા ઉદ્યોગ

*           જાહેરાત એજન્સીઓ

*           એનિમેશન મીડિયા

*           મીડિયા એજન્સીઓ

*           ફિલ્મ નિર્માણ કંપનીઓ

*           એનિમેશન ઉદ્યોગ

*           વોલ્ટ ડિઝ્ની

*           સોની

*           ડોક્યુમેન્ટ્રી ફર્મ

*           મેક્સ

ભારતનો એનિમેશન ઉદ્યોગ ઝડપથી વધી રહ્યો છે. નાસકોમના તાજેતરના રિપોર્ટ પ્રમાણે એનિમેશન ઉદ્યોગ દર વર્ષે ૨૨ ટકા ગ્રોથ કરી રહ્યો છે. ભારતમાં એનિમેશન ઉદ્યોગને વિકસિત થવામાં થોડું મોડું જરૃર થયું છે, પરંતુ હાલના તબક્કે આ બિઝનેસ વેગવંતો બની રહ્યો છે. ભારતીય સ્ટુડિયોની સાથે આંતરરાષ્ટ્રીય આઉટસોર્સિંગ સાથે સંકળાયેલા પ્રોજેક્ટમાં પણ પ્રોફેશનલ્સની ડિમાન્ડ વધી રહી છે. તે જોતા લાગે છે કે યુવાનો માટે આ એક સારી કારકિર્દી બની રહી છે.
——————————-

Leave A Reply

Your email address will not be published.

Translate »