તમારા માટે, તમારી સાથે, સતત…

વેડિંગ મેકઅપ: ચેહરા સજાકે રખના

મિલેનિઅલ પિન્ક અત્યારે બ્રાઇડની પહેલી પસંદગી છે.

0 64

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલભૂમિકા ત્રિવેદી

દુલ્હન તેના લગ્નમાં કેટલી સુંદર દેખાશે તેનો બધો આધાર તેના મેકઅપ પર છે. તમે મોંઘો ટ્રેન્ડી લેંઘો પહેરી પણ લીધો, મોંઘી અને ફેશનેબલ જ્વેલરીથી સજીધજી પણ ગયા, પરંતુ જો મેકઅપ પરફેક્ટ નહીં હોય તો બધું જ પાણીમાં. જોકે હવે તો વધુ પડતા એક્સપ્લોરેશનના કારણે લોકોમાં જાગૃતિ પણ  આવી છે. બ્રાઇડ તેનાં લગ્ન પહેલાં ઘણુ રિસર્ચ પણ કરી લેતી હોય છે. કેમ કે દરેક વ્યક્તિ પરફેક્ટ દેખાવા ઇચ્છે છે.  પણે વેડિંગ મેકઅપના કેટલાક ટ્રેન્ડ જોઈએ.

હળવો છતાં શાઇની મેકઅપ
અનુષ્કા શર્માએ તેનાં લગ્નમાં આ પ્રકારનો મેકઅપ કર્યો હતો. જ્યારે તમને તમારી સ્કિન પર શાઇન હોવાનો કોન્ફિડન્સ હોય ત્યારે તમે આ પ્રકારનો સુપર ટ્રેન્ડિંગ વેડિંગ મેકઅપ ટ્રાય કરી શકો છો. તેમાં એકદમ લાઇટ  બેઝ અને ન્યુડ લિપ્સ હોય છે. આ લૂક એકદમ ફ્રેશ લાગે છે. આ પ્રકારના મેકઅપમાં સોફ્ટ ક્રિએટિંગ, નો ગ્રાફિક લાઇન્સ અને કલર્સની મ્યુટ રેન્જ હોય છે. તેમાં પિચી પિન્ક આઇશેડો, સ્મગ્ડ બ્રાઉન આઇલાઇનર કરવામાં આવે છે. આવા મેકઅપમાં સ્કિન સિલ્કી અને નેચરલ લાગે છે. આ મેકઅપમાં વ્હાઇટ અને પિન્કનું કોમ્બિનેશન પણ કરાય છે. જોકે તેમાં આઉટફિટનો કલર પણ જો લાઇટ હોય તો ચાર ચાંદ લાગી જાય છે.

Related Posts
1 of 146

મિલેનિઅલ પિન્ક મેકઅપ
આજકાલ પિન્ક મેકઅપનો પણ ટ્રેન્ડ જોરમાં છે. મિલેનિઅલ પિન્ક અત્યારે બ્રાઇડની પહેલી પસંદગી છે. બ્યુટીફુલ લેંઘાની સાથે-સાથે મેકઅપ ટ્રેન્ડમાં પિન્ક આ સિઝનનો કલર છે. ઇન્ડિયન સ્કિન ટોન પ્રમાણે આ કલરનો મેકઅપ પરફેક્ટ પણ લાગે છે. આ મેકઅપ લાઇટની સાથે ફ્લ્ફી હોવાથી તે ફ્રેશ ફીલિંગ આપે છે. પિન્ક આઇ મેકઅપની સાથે-સાથે લિપ્સ એકદમ બોલ્ડ હોય છે. પેસ્ટલ લહેંઘા સાથે આ મેકઅપની શોભા કંઈક અલગ હોય છે. મહેંદી ફંક્શન કે અન્ય પ્રિ-વેડિંગ ફંક્શન માટે આ મેકઅપ બેસ્ટ છે.

મોડર્ન ઇન્ડિયન મેકઅપ
ભારતીય સ્કિન ટોનને પરફેક્ટલી સૂટ કરે તેવો આ મેકઅપ છે. આમ તો ટ્રાય કરવા માટે ઘણા લૂક હોય છે, પરંતુ મોડર્ન ઇન્ડિયન લૂક માટે આ મેકઅપ ખૂબ જ પસંદ કરાય છે. તેમાં મેટ મેકઅપ હોય છે અને માત્ર ચિકનો ભાગ શાઇની હોય છે. આંખો સ્મોકી જ્યારે લિપ્સ પર પણ લાઇટ અને મેટ કલર લગાવાય છે. ઘણીવાર આ મેકઅપમાં ક્યારેય રેડ લિપસ્ટિક કરાતી નથી. ક્યારેક તો ન્યુડ લિપ્સ રખાય છે અને માત્ર હાઈલાઈટર કરાય છે. મોડર્ન ઇન્ડિયન બ્રાઇડ આ પ્રકારના મેકઅપમાં સ્ટાઇલિશ લૂક મેળવી શકે છે. ઇન્ડિયન સ્કિન માટે તે પરફેક્ટ છે.

સોફ્ટ ડ્યુઈ મેકઅપ
જો તમારે ડે ટાઇમમાં ક્લાસિક અને સૂક્ષ્મ મેકઅપ જોઈતો હોય તો તમારા માટે આ સોફ્ટ ડ્યુઈ મેકઅપ બેસ્ટ છે. જે છોકરીઓને ઓછો અથવા સાવ લાઇટ અથવા તો નો મેકઅપ લૂક પસંદ હોય તેમણે પોતાના આ સ્પેશિયલ દિવસે આ મેકઅપ જ ટ્રાય કરવો. કેમ કે આ મેકઅપ કર્યા બાદ સ્કિન તો ગ્લો કરે છે, પરંતુ મેકઅપ એકદમ હેવી લાગતો નથી. એવું જ લાગે છે જાણે મેકઅપ કર્યો જ નથી છતાં બ્રાઇડ ચમકતી રહે છે. આ મેકઅપમાં બોલ્ડ લાઇનર હોય છે અથવા લિપ્સ પિન્ક કલરના કરાય છે. તમારી સ્કિન નેચરલી ગ્લોઇંગ લાગી શકે છે.

કલર્ડ સ્મોકી આઇ-મેકઅપ
મોડર્ન સમયમાં ઘણી બ્રાઇડ આ લૂક ટ્રાય કરતી હોય છે. કલર્ડ સ્મોકી આઇ એ બોલ્ડ લૂક છે જે તમારા ફીચર્સને હાઈલાઇટ કરે છે. આ મેકઅપમાં તમે તમારા લિપ્સ અને આઇ મેકઅપને મેચ કરી શકો છો. બ્રાઇટ બોલ્ડ બ્રાઇડલ લૂક માટે ડાર્ક લિપ કલર પણ કરી શકો છો. કોરલ, પીચ, બ્રોન્ઝ અને પિન્કમાંથી તમને ગમે તે શેડ પસંદ કરી શકો છો.
——————–

Leave A Reply

Your email address will not be published.

Translate »