તમારા માટે, તમારી સાથે, સતત…

વૃષભ – વિક્રમ સંવત 2075નું ફળકથન

આ વર્ષે વૃષભ જાતકોને "ના બોલવામાં નવ ગુણ"ની નીતિ લાભદાયી નીવડશે.

0 625

વૃષભ – વિક્રમ સંવત 2075નું ફળકથન

स्थिरगतिं सुमतिं कमनीयतां कुशलतां हि नृणामुपभोगताम् ।
वृषगतो हिमगु र्भृशमादिशेत् सुकृतितः कृतितश्च सुखानि च ।।

વૃષભ રાશિમાં ચંદ્ર હોય ત્યારે જન્મ લેવાવાળો જાતક સ્થિર ગતિ વાળો, બુદ્ધિમાન, સુંદર, કાર્યોમાં કુશળ, પરોપકારી, પુણ્ય અને સત્કાર્યો કરવા વાળો અને હંમેશા સુખી હોય છે.

આ વર્ષે વૃષભ જાતકોને “ના બોલવામાં નવ ગુણ”ની નીતિ લાભદાયી નીવડશે. શારીરિક સ્‍વાસ્‍થ્‍ય એકંદરે સારું જળવાશે. ભાઇભાંડુઓ સાથે સુમેળ રહે. ટૂંકી મુસાફરી થાય. ગણેશજી જણાવે છે કે વિચારોમાં દૃઢતા અને સ્થિરતા સાથે અગત્‍યના નિર્ણયો લેવા માટે સમય સારો છે. આપના જીવનસાથી સાથેનું સામીપ્‍ય વધારે ગાઢ બને. તમે એકબીજાને વધુ સારી રીતે સમજવાનો અને એકબીજાની જવાબદારી નિભાવીને સંબંધોમાં તમારી કૃતજ્ઞતા અભિવ્યક્ત કરવાનો પ્રયાસ કરશો. મિત્રો અને ‍પ્રિયપાત્ર સાથે મુલાકાત થાય. અવારનવાર નાનકડા પ્રવાસનું આયોજન થાય. વાહન મિલકતના દસ્‍તાવેજો કરવામાં ખૂબ સાવધાની રાખવી. કોઇ તમારી લાગણીને ઠેસ પહોંચાડે તેમ બની શકે છે. જોખમી વિચાર, વર્તન અને આયોજનથી દૂર રહેવું. કોઇપણ બાબતમાં ઉતાવળિયો નિર્ણય ટાળવો. પરિવારજનો સાથે મનદુ:ખ ન થાય તે જોવું. કામકાજમાં વધુ મહેનત પછી સફળતા મળે. બીમાર માણસોને આરોગ્‍યમાં સુધારો થતો લાગે. આર્થિક લાભની સંભાવના છે. વિદેશ સાથે સંકળાયેલા લોકોને વેપાર કે નોકરીમાં વિશેષ લાભ થઈ શકે છે. નોકરીમાં અથવા ધંધામાં સહકાર્યકરો સહકાર આપશે. તમારે ગુસ્સા પર કન્ટ્રોલ કરવો ખૂબ જરુરી છે, કારણ કે ક્રોધથી તમારા સંબંધો ઝડપથી તુટી શકે છે. આ સ્થિતિ તમારા માટે આર્થિક નુકસાનકારકનું કારણ બનશે. આ વર્ષે તમે કોઈ લક્ષ્ય હાંસલ કરવા માટે ઘણો પરિશ્રમ કરો તો પણ અપેક્ષિત ફળ ના મળે અથવા જરાય ફળ ના મળે તો આત્મવિશ્વાસ અને આશા ગુમાવતા નહીં કારણ કે તમારું કર્મ તમને ફળ ચોક્કસ આપશે.

સમૃદ્ધિ અને સંપત્તિ
તમારું આર્થિક ભાવી સુરક્ષિત કરવા માટે આ વર્ષે આપ પૂર્વાયોજન કરો. નાણાંની લેવડદેવડમાં સરળતા પડે. ઘરમાં શાંતિ અને આનંદનું વાતાવરણ જળવાય. જરૂરી કારણોસર ધનખર્ચ થાય. વેપારીઓને કાયદાકીય મુશ્‍કેલીઓ નડી શકે છે માટે સતર્ક રહેવું. દલાલી, કમિશન વ્‍યાજ વગેરેની આવકમાં વધારો થવાથી નાણાંકીય છૂટ રહેશે. ભગવતી લક્ષ્મીનો મંત્ર “ૐ શ્રીં હ્રીં શ્રીં કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ શ્રીં હ્રીં શ્રીં ૐ મહાલક્ષ્મ્યૈ નમઃ” નો જાપ કરવાથી પ્રચુર માત્રામાં ધન સંપત્તિની પ્રાપ્તિ થાય. શેર સટ્ટાકીય પ્રવૃત્તિમાં આર્થિક લાભ થાય. આ તબક્કે આંધળું સાહસ હિતાવહ નથી.આર્થિક લાભના યોગ પણ જણાય છે.નાણાંની લેવડદેવડમાં ઘણી સાનુકૂળતા રહેશે. ઘરમાં શાંતિ અને આનંદનો માહોલ આપને માનસિક હળવા રાખશે. ફાલતુ ધનખર્ચથી આપ દૂર રહી શકશો.આકસ્મિક ધનખર્ચ થાય.ભાગીદારો સાથે બોલવા-ચાલવામાં ખાસ કાળજી રાખવી.ઉઘરાણી વગેરે માટે સારો તબક્કો છે. ધાર્મિક સામાજિક કાર્યો પાછળ નાણાં ખર્ચાશે. આપનું વલણ આધ્યાત્મિકતા તરફ વધારે રહે.સંપત્તિની વાતોમાં ભરમાઈને એવું કામ ન કરતા કે જેથી જાહેરમાં અપમાનિત થવાનો વારો આવે.ધંધાર્થે પૈસાની લેવડદેવડ કરવામાં સફળતા મળે.આપના માટે સુરૂચિપૂર્ણ ભોજન, ઉત્તમ વસ્‍ત્રો અને આભૂષણોની ખરીદીની તકો લઈને આવશે.આપને આકસ્મિક ધનખર્ચના યોગ છે.

Related Posts
1 of 13

અંગત અને જાહેર સંબંધો
આપના મન પર અવારનવાર નકારાત્‍મક વિચારોનું આધિપત્ય રહેશે. વહીવટી કાર્યમાં કુનેહપૂર્વક આગળ વધવું. આપના માટે વ્યવસાયિક ક્ષેત્ર કરતા ઘર-પરિવાર અને લાગણીના સંબંધો પ્રાધાન્યતાએ રહેશે. સગાંસંબંધીઓ અથવા જુના મિત્રોની મુલાકાતથી આપનું મન પુલકિત થશે. પરિવાર સાથે પ્રવાસ પર્યટન થઈ શકે છે. આપ ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં વધારે વ્‍યસ્‍ત હશો. કદાચ આ કારણે તીર્થસ્થળે જવાનું પણ વિચારશો. આપના કાર્યો ધારણા પ્રમાણે પાર પડશે અને તેનાથી અપેક્ષિત લાભ પણ થશે. કુટુંબીજનો સાથે ગેરસમજ કે મનદુ:ખનો પ્રસંગ થવાથી મનમાં ગ્‍લાનિ રહે. બિનજરૂરી ખર્ચ પછીથી ટેન્શન કરાવશે.આપ પરિવારમાં ભાઇબહેન તેમ જ મિત્રો સાથે આનંદપૂર્વક સમય પસાર કરશો.હિતશત્રુઓ આપની પીઠ પાછળ ષડયંત્રો રચી શકે છે માટે સતર્ક રહેજો. મનમાં અનેક પ્રકારની દ્વિધાઓ રહે.જાહેર જીવનમાં આપના માનમોભામાં વધારો થાય. સંબંધોને સારી રીતે જાળવી રાખવા માટે તમારે મહેનત કરવી પડશે. તમારા પાર્ટનર દ્વારા તમે કોઇને લાભ થઈ શકે છે. અહંકાર અને ગુસ્સેથી દૂર રહો.

પ્રણય અને દાંપત્ય જીવન
આ વર્ષે મોટાભાગના સમયમાં વિવાહિતોને ગૃહસ્‍થજીવનમાં આનંદનું વાતાવરણ રહે. આરોગ્‍ય સુખ માણી શકશો. મિત્રો અને સ્‍નેહીઓ સાથેની મુલાકાતથી ખુશીનું વાતાવરણ રહે. લગ્‍નજીવનમાં સુખ સંતોષ અનુભવાય. જીવનસાથીના વર્તમાનમાં પરિપકવતા વધી હોય તેવું પણ તમને લાગશે. નવા સંબંધો બાંધતી વખતે સાવધાની રાખવી. સ્‍ત્રી મિત્રો તથા પત્‍ની અને પુત્રથી લાભ થશે. લગ્‍નોત્‍સુક યુવક યુવતીઓના લગ્‍નનો પ્રશ્ન નજીવા પ્રયત્નોથી ઉકેલાઈ જશે. દાંપત્‍યજીવનમાં પરમસુખનો અનુભવ કરશો. આપનું વિજાતિય પાત્રો તરફનું આકર્ષણ ઘણું વધી જશે. દૂર વસતા પ્રિયપાત્ર સાથે મુલાકાત થાય. જો સંબંધોમાં કોઈ પ્રકારે ખટરાગ હોય તો, “ૐ નમો ભગવતે વાસુદેવાય” મંત્રનો જાપ કરવાથી વિપત્તીઓમાંથી છુટકારો મેળવી શકશો. પ્રેમીઓ પરસ્‍પર ઘનિષ્‍ઠતા અનુભવશે. ખાસ કરીને ઓક્ટોબર સુધીના સમયમાં જેઓ પ્રેમસંબંધોમાં છે અને લગ્નનું વિચારી રહ્યા છે તેમને પરિવારની મંજૂરી મળવાની શક્યતા વધુ છે. મનગમતા પાત્રો સાથે હોટલમાં જવાના, સારા વસ્‍ત્રો આભૂષણો પહેરવાના પ્રસંગો બને. જીવનસાથી જોડે આપના સંબંધોમાં ઘણી મધુરતા રહેશે. દોસ્તો સાથે મિલન મુલાકાત અને મનોહર પર્યટન સ્‍થળ પર જવાની શક્યતા ઊભી થશે. સાંસારિક જીવન સુખદ રહે.

નોકરી અને વ્યવસાય
આ વર્ષે આપવા માટે મોટાભાગના સમયમાં નોકરી-ધંધામાં અનુકૂળ પરિસ્થિતિ રહેશે. ગૃહસ્‍થ જીવનમાં આનંદ રહેશે. ઑફિસ અને વ્‍યવસાયમાં આપનું વર્ચસ્‍વ વધશે. વિચારોમાં થોડી નકારાત્‍મકતા રહેશે જેનો હરીફો કે પ્રતિસ્પર્ધીઓ ગેરલાભ ઉઠાવી શકે છે. જોકે, કેટલીક અણગમતી ઘટનાઓના પગલે આપ માનસિક સ્‍વસ્‍થતા ગુમાવશો. નોકરિયાત વર્ગ નોકરીમાં ઈર્ષાનો ભોગ બની શકે છે. નોકરિયાતોને પ્રગતિમયની તકો મળશે જ્યારે વ્યાવસાયિકોને વેપારધંધામાં લાભદાયી સોદા થવાની શક્યતા છે. વ્યવસાયિક હેતુસર નાનો-મોટો પ્રવાસ થાય. આપના મનમાં લાગણીનું પ્રભુત્વ રહેતા અનાયાસે આપનું વલણ પક્ષપાતી રહેશે. કોઇ તમારી લાગણીને ઠેસ પહોંચાડે તેવી શક્યતા બને. પુરુષોને ઑફિસ કે વ્‍યવસાયમાં સ્‍ત્રી વર્ગથી ચેતવાની સલાહ છે. કોઇપણ બાબતમાં ઉતાવળિયો નિર્ણય ટાળવો. તમારી હકારાત્મકતા પર તમે પોઝિટિવ વલણ રાખશો. ક્યારેક કામનું ભારણ પણ રહેશે પરંતુ આ સમયમાં જ તમને પોતાની મેનેજમેન્ટ સ્કીલ બતાવવાની તક મળે. શક્ય હોય ત્યાં સુધી કામનું ભારણ એટલું બધું ના લેતા કે જેના કારણે તમે બીમાર પડો. જાન્યુઆરી થી માર્ચ સુધી કામમાં તમે ગંભીર રહો.

મુસાફરી અને આરોગ્ય
ખોરંભે ચડેલા કાર્યો પૂરા થતાં આપને માનસિક રાહત અનુભવાશે તેમ જ માંદા માણસોને આરોગ્‍યમાં સુધારો થતો લાગે. મોસાળપક્ષ તરફથી સારા સમાચાર મળે. ઑપરેશન, અકસ્‍માતથી સંભાળવું. છાતીના દર્દથી પરેશાની અનુભવાય. પૂરતો આરામ અને પૂરતી ઉંઘ ન મળવાથી આપનું આરોગ્‍ય બગડી શકે છે. ખાનપાન પર ધ્‍યાન નહીં આપો તો તબિયત બગડવાની પૂરી શક્યતા છે. તબીબી બાબતોમાં અણધાર્યા ખર્ચની પણ શક્યતા છે. નકારાત્‍મક વિચારો અને ગુસ્‍સાને દૂર રાખવાથી ઘણા સંકટોમાંથી ઉગરી જશો. પરિવારમાં માતાનું સ્વાસ્થ્ય તમારા માટે ચિંતાનું કારણ બની શકે છે અને તેમની સારવાર પાછળ ખર્ચ વધી શકે છે. આ સમયગાળા દરમિયાન તમે હાઇ કોલેસ્ટેરલ અને પાચન સંબંધિત વિકારનો ભોગ બનો તેવી સંભાવના છે. કામના વધારે પડતા ભારણથી તમે ચિંતિત રહેશો, તેથી તમારે શક્ય હોય ત્યાં સુધી કામની વચ્ચે થોડો વિરામ કે વેકેશન પણ લેવું પડશે. તમારા બહેતર આરોગ્ય માટે ટૂંકો વિરામ અત્યંત મહત્વપૂર્ણ અને તમારામાં નવી ઉર્જા ભરી દેનારો પુરવાર થશે. બદલાતા હવામાનના કારણે કેટલીક તકલીફોની જેમકે- શરદી અને કફ, ગરમીના સમયમાં ઝાડા-ઉલટી અથવા મરડો થઈ શકે છે. નિયમિત કસરત અને રનિંગ(દોડવું) તમારા માટે લાભદાયી રહેશે. નશીલા દ્રવ્યોની આદત હોય તેમણે અત્યારે આવી ચીજોથી ખાસ દૂર રહેવાની જરૂર છે. ગર્ભવતી મહિલાઓએ પણ સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવી પડે.

શિક્ષણ અને જ્ઞાન
વિદ્યાર્થી જાતકો કેટલાક સમયથી અભ્યાસમાં ખાસ કરીને તેમના મિત્રવર્તુળના કારણે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ વર્ષે આરંભમાં હજુ પણ તે સમસ્યા ચાલુ રહેશે પરંતુ માર્ચ મહિનાથી તેમાં સુધારો આવશે. જોકે, માર્ચ પછી ખાસ કરીને ભાવિ અભ્યાસ અંગે કોઈ મહત્વનો નિર્ણય લેવાનો હોય તો યોગ્ય વિદ્વાન અથવા જાણકાર વ્યક્તિની સલાહ લઈને આગળ વધજો. બૌદ્ધિક કાર્યો કે ‍સાહિત્‍યલેખન જેવી પ્રવૃત્તિઓ માટે પ્રારંભિક તબક્કો સાનુકૂળ છે. પ્રારંભમાં વધુ મહેનતે ઓછી સફળતા મળવાથી નિરાશાની લાગણી ઉપજે. માર્ચ મહિના સુધી વિદ્યાર્થીઓએ અભ્‍યાસમાં વધારે મહેનત કરવી પડશે. ત્યાર પછીના સમયમાં આપના વાણી અને વર્તનમાં શક્ય હોય એટલી પારદર્શકતા રાખજો જેથી કોઈપણ પ્રકારની ગેરસમજ ટાળી શકશો. માર્ચ સુધી ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અભ્‍યાસમાં મન ન લાગે. એકાગ્રતા માટે આપ નિયમિત “ૐ હ્રીં ઐં હ્રીં ૐ સરસ્વત્યૈ નમઃ” જાપ કરી શકો છો.આપનું મન ચિંતાઓથી ઘેરાયેલું રહેવાથી આપ કોઇ ચોક્કસ નિર્ણય લેવામાં અસમર્થ રહેશો.
————————.

Leave A Reply

Your email address will not be published.

Translate »