તમારા માટે, તમારી સાથે, સતત…

સાપ્તાહિક રાશી ભવિષ્ય

સિંહ : આ સપ્તાહે શરૂઆથમાં આપના વ્યવસાય અને કાર્યક્ષેત્રમાં આપની પ્રતિષ્ઠામાં વધારો થશે.

0 596

તા. 28-10-2018 થી તા. 03-11-2018

મેષ : તા. 28ના રોજ આપના કામના સ્થળે અંતરાય આવી શકે છે. આપના ઉપરી અધિકારી આપનાથીનારાજના થાય તેનું ધ્યાન રાખવું. વ્યાપાર-ધંધામાં અટકેલું કાર્ય પુરું થશે, પરંતુ એમાં આપને અપેક્ષિત આવક નહીં મળી શકે. તા. 29, 30 કોઈ નવી સંપત્તિ લેવાનો યોગ બને છે. શુભ કાર્યોનું આયોજન થશે જે આનંદ અને ખુશી લહેરાવશે. પડોશીઓ જોડે આત્મિયતા ભર્યો તેમજ લાગણીસભર સમય પસાર થશે. આ દિવસ દરમિયાન કરેલી મુસાફરી લાભદાયી રહેશે. ધંધામાં પ્રગતિ થાય. ધંધા અર્થે બહારગામ જવાનું થાય. મોટા ઓર્ડર મળવાના યોગો છે. તા. 31-10 અને તા. 01-11 દરમિયાન સ્વાસ્થ્ય નરમ રહે. મહેનતના પ્રમાણમાં ધારેલું ફળ નહીં મળે. આપના સ્વાસ્થ્ય માટે શક્ય હોઈ તો રિપોર્ટ કાઢવી લેવો જેથી પાછળથી આપને શારીરિક તકલીફ વધે નહીં. માતા સાથે પણ મનદુઃખ થઇ શકે છે. દરેક કાર્યેમાં વિઘ્ન, વિંલબ આવે તેના કારણે માનસિક તાણ ઉભો થાય, તેની તબિયત પર અસર થાય. માનસિક ડિપ્રેશનના લીધે સારવારની જરુર પડે. તા. 2 અને 3 દરમિયાન આપના માટે રાહતદાયક દિવસો રહેશે. આપના દિવસો સામાન્ય રૂપે પસાર થશે પરંતુ મનમાં શાંતિ અને સંતોષ રહેશે. આપના સ્વાસ્થ્યમાં પણ આપને સુધારો જોવા મળશે.
——————————.

વૃષભ : તા. 28ના રોજ દાંપત્યજીવનમાં ઉતાર-ચઢાવની સ્થિતિ રહેશે. તમે પારસ્પરિક ખામીઓ સુધારવાનો પ્રયત્ન કરશો. જીવનસાથી જોડે સંબંધમાં સુધારો રહેશે. નાની-નાની બાબતોને લઈને વિવાદ ટાળવો. તમારા જિદ્દી સ્વભાવના કારણે પારિવારિક સંબંધોમાં ખટાશ આવે. તા. 29 અને 30 દરમિયાન આપના આર્થિક હિસાબને વ્યવસ્થિત કરશો. આપને આર્થિક બાબતમાં થોડું ધ્યાન રાખવું જરૂરી રહેશે અન્યથા આગળ જતા નુકસાનકારક સાબિત થશે. પરિવારના સભ્યોમાંથી કોઈની તબિયતમાં મુશ્કેલી આવી શકે છે. વિદેશગમન માટે અનુકૂળ સમય છે. પિતા તરફથી આર્થિક મદદ મળે. આંખોના રોગો થવાની સંભાવના છે. તા. 31 અને 1 દરમિયાન આપ કોઈ વિશેષ કાર્ય અમલમાં મુકશો. વિવાહ સમારંભની તૈયારી રહેશે. સામાજિક મુલાકાતનો તબક્કો રહેશે. સંતાન માટે કોઈ મહત્ત્વની મિટિંગ થશે અને તે આપના માટે ફાયદાકારક રહેશે. પિતા-પુત્રના સંબંધો સ્નેહરૂપ રહેશે. તા. 2 અને 3 દરમિયાન કોઈની ઉપર વધુ વિશ્વાસ મુકવો નહીં. આપ બધાને શંકાની નજરથી જોશો. કોઈની પર વધુ પડતો વિશ્વાસ મુકીને પોતાની અંગત વાતો જાહેર ન કરવી અન્યથા તે ઘાતક પુરવાર થશે. કોઈ જગ્યાએ અપમાનનો સામનો કરવો પડે.
——————————.

મિથુન : તા. 28ના રોજ વિવાદો અને શારીરિક કષ્ટનો સામનો કરવો પડે. જીવનસાથી અથવા પરિવાર સાથે સંબંધોમાં તણાવ આવી શકે છે. આપની પ્રતિષ્ઠા ખરડાઈ શકે છે. જોકે, વિદેશગમન માટે સારા યોગો છે. આંખોના રોગો, દાંતમાં દુખાવો, ગળામાં બળતરાની શક્યતા છે. ઋતુગત બીમારીઓ તમને ભરડામાં લેવાનો પ્રયાસ કરશે. તા. 29 અને 30 દરમિયાન સમય ઉત્તમ રહેશે. કાર્યસફળતતાની આશા રાખી શકો છો. અગાઉ કરેલા રોકાણમાં અત્યારે ઉત્તમ વળતર મેળવવા માટે સોનેરી તક છે. આપ કાર્યમાં કોઈ નવું પરિવર્તન લાવશો અને તે પરિવર્તન આપના માટે લાભદાયી રહેશે. આવક વધારવા માટે વધારે મહેનત કરવાની જરુર છે. વારસાગત મિલકતના કારણે વાદવિવાદ થવાથી કોર્ટ કચેરીના યોગો બને છે. વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું. તમારામાં આક્રમકતા વધુ રહેશે. તા. 3 અને 1 દરમિયાન મિત્રો પરિવાર સાથે આનંદદાયક દિવસો પસાર કરશો. જેઓ પ્રેમસંબંધોમાં હોય તેઓ સંબંધોને આગામી સ્તર સુધી લઈ જવા સક્રીય થશે અને તેમાં પરિવારની મંજૂરી મળી શકે છે. આપ ખાવા-પીવાની બાબતોનું ધ્યાન રાખશો. તા. 2 અને 3 દરમિયાન પોતાને માનસિક રૂપથી ચિંતામુક્ત અનુભવશો. આપ આર્થિક વ્યવસ્થામાં સફળ થશો.
——————————.

કર્ક : તા. 28ના રોજ આપના વિરોધીઓ કે પછી શત્રુઓ આપની સામે ટકી નહીં શકે. કોઈ મહત્ત્વની બાબતમાં વડીલોની સલાહ લેવી પડશે. શરૂઆતનો સમય આનંદદાયક રીતે પસાર થશે. મિત્રો તરફથી ભેટ સોગાદો મળે. શેરબજારથી આર્થિક લાભ થવાની શક્યતા છે. પ્રેમ સંબંધોમાં મધુરતા આવે. પ્રેમની અભિવ્યક્તિ માટે પણ સારો સમય છે. તા. 29 અને 30 દરમિયાન અશુભ સમાચાર મળી શકે છે. કલેશ વાદ-વિવાદથી દૂર રહેવું. કોર્ટ-કચેરીમાં સ્થિતિ આપના માટે વિપરીત રહેશે. આપની પોતાની જ વ્યક્તિ આપની પીઠ પાછળ દગો કરે તેવી શક્યતા છે. વ્યવસાયિક રૂપથી કોઈ ખાસ સફળતા નહીં મળે. ખર્ચોમાં વધારો થશે. ઉતાવળમાં લીધેલો કોઈપણ નિર્ણય ભવિષ્યમાં નુકસાનદાયક સાબિત થઇ શકે છે. તા. 31 અને 1 દરમિયાનનો સમય સારો રહેશે. સમાજ-કલ્યાણ તથા લોકહિતના કામોમાં રૂચિ રહેશે. સંપત્તિ તથા પરિવારમાં વ્યસ્તતા રહેશે. પતિ-પત્નીમાં આત્મિયતા વધશે. જૂની ગેરસમજનું નિરાકરણ થઇ જશે. તા. 2 અને 3 દરમિયાનનો આપને માનસિક સુખ શાંતિ પ્રદાન કરશે. આપની ઈચ્છા મુજબ કાર્ય યોજના પાર પડશે. આપ માતા-પિતા તથા વડીલોના આશીર્વાદ અને લાગણી મેળવશો. આપ આધ્યાત્મ તરફ વળશો.
——————————.

સિંહ : આ સપ્તાહે શરૂઆથમાં આપના વ્યવસાય અને કાર્યક્ષેત્રમાં આપની પ્રતિષ્ઠામાં વધારો થશે. તમે મોટાભાગનો સમય પ્રોફેશનલ કાર્યોમાં આપશો. જોકે સામે પક્ષે આવક પણ થતી હોવાથી કામના ભારણનો આપને થાક નહીં લાગે. અત્યારે તમારા હાથમાં જે પણ કામ હોય તેને પતાવવાના મૂડમાં રહેશો. આપના આત્મવિશ્વાસમાં વધારો થશે. એકંદરે તમારા માટે આ સમય આનંદદાયક રહેશે. અટવાયેલા સરકારી કામકાજમાં સફળતા મળે તેમજ બાકી રહેલી સરકારી મંજૂરીઓ અને ટેક્સ સંબંધિત કાર્યોનો ઉકેલ આવે. તા 29 અને 30 દરમિયાન આપને રૂપિયાની આવક થશે. આપના કાર્યક્ષેત્રને વધારવા માટે આપ નવી યોજના બનાવશો. આપની ઈચ્છાને પુરી કરવાનો સમય છે. કોઈ માંગલિક કાર્યનું આયોજન થશે. તા 31 અને 1 દરમિયાન વ્યાપાર વ્યવસાયમાં ઉતારચઢાવ રહેશે. પાડોશી સાથે કોઈ બાબતમાં બોલવાનું થઇ શકે છે. આપના ખર્ચમાં વધારો થઇ શકે છે. આપની કાર્યક્ષમતામાં ઘટાડો થશે. તા 2 અને 3 દરમિયાન આપ સંપત્તિ અને માલના ખરીદ વેચાણમાં વ્યસ્ત રહેશો. આપ આવકના નવા સ્ત્રોત તરફ વધુ ધ્યાન આપશો. આપ દાંપત્યજીવનમાં એકબીજાની ભૂલ સુધારવાનો પ્રયત્ન કરશો. આપનું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે.
——————————.

Related Posts
1 of 259

કન્યા : સપ્તાહના પ્રારંભે આપ કોઈ ધાર્મિક કે માંગલિક પ્રસંગમાં હાજરી આપો અથવા ઘરમાં જ આવા કોઈ કાર્યક્રમનું આયોજન થાય તેવી સંભાવના છે. દૂરના અંતરનું કમ્યુનિકેશન વધશે. મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરતા જાતકોને સારી તક મળે તેમજ મહત્વનું પરિવર્તન થાય તેવી શક્યતા છે. વિદેશ સંબંધિત કાર્યોમાં હવે ગતિ આવશે. જાહેરજીવનમાં નામના અને પ્રતિષ્‍ઠા મળે. વિદ્યાર્થીઓ માટે પણ એકંદરે સાનુકૂળતાપૂર્ણ સમય રહેશે. સપ્તાહના મધ્યમાં નોકરી- વ્‍યવસાયના સ્‍થળે પણ પરિસ્થિતિ સાનુકૂળ થતી જશે. કાર્યમાં સફળતા મળશે. આવકના નવા સ્ત્રોતો ઊભા થવાની શક્યતા છે. સામાજિક વર્તુળમાં આપ નામના અને પ્રતિષ્‍ઠા હાંસલ કરી શકશો. સપ્તાહના અંતિમ ચરણમાં પ્રવાસ પર્યટન અને લગ્‍ન, જાહેરજીવનમાં સક્રીય અથવા જાહેર મેળાવડામાં હાજરી આપવાના સંજોગો સર્જાશે. અંતિમ બે દિવસમાં આરોગ્‍ય સંભાળવું. મગજ શાંત રાખવું પડશે. આપનું વલણ આધ્‍યાત્મિક બનતાં આપ ધાર્મિકતા તરફ વળશો. મૌન ધારણ કરવાથી આપ ઘણી બધી સમસ્‍યાઓમાંથી ઉગરી જશો. ખૂબ દોડધામ અને વ્યસ્તતામાં રહેશો અને છેવટે મનોમંથન કરતા આપને કોઈ ખાસ પરિણામ ન મળતા મનોમન વસવસો થાય માટે કંઈ નવું ન કરવામાં મજા છે.
——————————.

તુલા : તા 28ના રોજ આપના બનતા કાર્ય અટકી જશે. હાથમાં આવેલો લાભ અથવા પ્રગતિની તકમાં છેલ્લી ખડીએ પાસુ પલટાઈ જતા તમે નસીબનો દોષ કાઢશો. આપની ક્ષમતા કરતા વધુ કામની જવાબદારી આપ લેશો જેથી માનસિક તણાવની પરિસ્થિતિ રહેશે. તા 29 અને 30 દરમિયાન એક વાર ફરીથી જોશ અને ઉત્સાહ અનુભવશો. પરિવારનો સાથ મેળવશો. આપની સલાહ કોઈના માટે લાભ કર્તા રહેશે. રાજકીય કાર્યોમાં સફળતા મળશે. શત્રુ અને વિરોધીઓનો નાશ થશે તા 31 અને 1 દરમિયાન કોઈ મોટા અધિકારીના સાથને કારણે આપનું અટકેલું કાર્ય પૂર્ણ થશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. પ્રેમસંબંધોમાં આગળ વધી શકો છો પરંતુ ખાસ કરીને નવા સંબંધોની શરૂઆત કરવામાં તેમજ પ્રેમનો પ્રસ્તાવ મુકવામાં સતર્કતા રાખવી. નોકરિયાતોને કોઈ મહત્ત્વના કાર્યની જવાબદારી આપને સોંપવામાં આવશે. આપ કુશળતાથી કાર્ય પૂર્ણ કરશો. યશ-કીર્તિ અને માનસન્માનમાં વધારો થશે. તા 2 અને 3ના રોજ ક્યાંયથી રોકાયેલ પૈસા પ્રાપ્ત થશે. આપના વિચારોમાં સકારાત્મકતા આવશે. આપ ઘરની સાજસજાવટ અને સફાઈના કાર્યોમાં વ્યસ્ત રહેશો. વિદ્યાર્થીઓનું ધ્યાન પોતાના લક્ષ્ય પર રહેશે.
——————————.

વૃશ્ચિક : તા 28ના રોજ આપનો ધીરજ સાથેનો વ્યવહાર આપને આગળ લઇ જશે. દરેક મુદ્દાને આપ શાંતિથી અને ચતુરાઈપૂર્વક ઉકેલશો. તમારા અટકેલા કાર્યો પૂર્ણ થશે. તા 29 અને 30 દરમિયાન સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહેવું. આળસનો અનુભવ થશે. કંઈ કરવાની ઈચ્છા નહીં થાય. ધનહાનિના યોગ છે. કોર્ટ-કચેરીના કાર્યોમાં વિઘ્ન આવી શકે છે. આપના લક્ષ્યથી ધ્યાન હટશે. સેલ્સ અને માર્કેટિંગ, દલાલી, વીમા એજન્સી જેવા કાર્યોમાં જોડાયેલા જાતકોને ટાર્ગેટ પુરું કરવાનું દબાણ રહેશે. જરૂરિયાતથી વધુ ખર્ચા થતા ચિંતા રહેશે. તમે ખર્ચને પહોંચી વળવા લોન કે ઉધારીનું વિચારી રહ્યા હોવ તો તમારા ગજા બહારનું સાહસ ન કરતા. તા 31 અને 1 દરમિયાન ફાઈનાન્સ અને આર્થિક રીતે સંતોષ રહેશે. આપની સુઝબુઝથી દરેક કાર્ય સારી રીતે પૂર્ણ કરી શકશો. કોઈ કાર્યમાં કુશળતા મેળવશો. પરોપકાર અને ધાર્મિક કાર્યો કરશો. વિચારોમાંથી નકારાત્મકતા દૂર થશે. સંતાન તરફથી સારા સમાચાર મળશે. તા 2 અને 3 દરમિયાન આપના કાર્યોની પ્રસંશા થશે. કામની વ્યસ્તતા રહેશે. પ્રોપર્ટી સંબંધી લેણ-દેણ થઇ શકે છે. મકાનમાં સમારકામનું કાર્ય થશે. બહાર જવાનો કાર્યક્રમ થશે. આ સમય દરમિયાન કરેલ યાત્રા લાભદાયી રહેશે.
——————————.

ધન : સપ્તાહના આરંભે સ્વાસ્થ્યની થોડી કાળજી લેવી પડશે. કામનું ભારણ અને આરામનો અભાવ તમને મહત્ત્વના કાર્યો વખતે જ અટકાવી શકે છે. વિદેશ ગમન અથવા લાંબા અંતરની મુસાફરી માટે સારા યોગો છે. પહેલા દિવસે તમારું મન પ્રોફેસનલ બાબતોમાં વધુ પરોવાયેલું રહેશે. જોકે, ત્યારપછીના બે દિવસ ઉત્તમ દાંપત્યસુખનો અહેસાસ કરશો. શરૂઆતમાં અને ઉત્તરાર્ધના સમયમાં આંખોના રોગો થવાની શક્યતા છે. તા. 29 અને 30ના રોજ ભાગીદારી અથવા નવા કરારો માટે પણ સાનુકૂળ સમય છે. સહિયારા સાહસોમાં શુભ સમાચાર મળશે. ઉત્તરાર્ધના સમયમાં આપનામાં અધિરાઈ વધશે. છેલ્લા બે દિવસમાં અવિવાહિતો માટે લગ્ન સંબંધિત નિર્ણય લેવા માટે યોગ્ય સમય છે. સરકારી કામકાજ માટે સાનુકૂળ છે. વ્યવસાયમાં નવી યોજનાઓ બનાવશો. તથા નોકરીમાં કરેલા નવા પ્રયાસ સફળ થશે. બાળકોના અભ્યાસ કે કેરિયરની બાબતમાં કાર્ય આગળ વધશે. પરિવારમાં તણાવની સ્થિતિમાં રાહત મળશે. તા. 2 અને 3 દરમિયાન પોતાને માનસિક ચિંતામુક્ત અનુભવશો.
——————————.

મકર : તા. 28ના રોજ આપના વિરોધીઓ કે પછી શત્રુઓ આપની સામે ટકી નહીં શકે. કોઈ મહત્ત્વની બાબતમાં વડીલોની સલાહ લેવી પડશે. એકંદરે આપ આનંદદાયક રીતે સમય પસાર કરશો. મિત્રો તરફથી ભેટ સોગાદો મળે તેમજ શેરબજારથી આર્થિક લાભ થવાની શક્યતા છે. પ્રેમ સંબંધોમાં મધુરતા આવે તા. 29 અને 30 દરમિયાન અશુભ સમાચાર મળી શકે છે. કલેશ અને વાદ-વિવાદથી દૂર રહેવું. કોર્ટ-કચેરીમાં સ્થિતિ આપના માટે વિપરીત રહેશે. આપની પોતાની જ વ્યક્તિ આપની પીઠ પાછળ દગો કરે તેવી શક્યતા છે. વ્યવસાયિક રૂપથી કોઈ ખાસ સફળતા નહીં મળે. ખર્ચમાં વધારો થશે. ઉતાવળમાં લીધેલો કોઈપણ નિર્ણય ભવિષ્યમાં નુકસાનદાયક સાબિત થઇ શકે છે. તા. 31 અને 1 દરમિયાન સમય સારો રહેશે. સમાજ-કલ્યાણ તથા લોકહિતના કામોમાં રૂચિ રહેશે. સંપત્તિ તથા પરિવારમાં વ્યસ્તતા રહેશે. પતિ-પત્નીમાં આત્મીયતા વધશે. જૂની ગેરસમજનું નિરાકરણ થઇ જશે. તા. 2 અને 3 દરમિયાન આપને માનસિક સુખ શાંતિ રહેશે. આપની ઈચ્છા મુજબ કાર્ય યોજના પાર પડશે. આપ માતા-પિતા તથા વડીલોના આશીર્વાદ અને લાગણી મેળવશો. આપ આધ્યાત્મ તરફ વળશો.
——————————.

કુંભ : સપ્તાહની શરૂઆતમાં ૫રિવારમાં આનંદનું વાતાવરણ રહેશે. વાણીની મીઠાશથી આ૫ ધાર્યું કામ કઢાવી શકશો. આરોગ્‍ય સારૂં રહેશે. મિષ્ટાન્‍ન ભોજન મળે. પ્રવાસની શક્યતા છે. ખોટો ખર્ચ ન થાય તેનાથી સંભાળવું. સપ્તાહના મધ્યમાં અને અંતે મિશ્ર ફળ મળશે. આ૫ને રહસ્‍યો અને આદ્યાત્મિકતા તરફ આકર્ષણ રહેશે. નવા કાર્યનો પ્રારંભ કરવા માટે શુભ સમય છે. પ્રિય પાત્ર સાથે મિલન થાય. જીવનસાથી પ્રત્યે આપનું આકર્ષણ વધશે. પરિવાર સાથે સુંદર સ્થળે ફરવા જવાનું આયોજન પણ થઈ શકે છે. સગાં-સ્નેહીઓ અને મિત્રો સાથે મિલન મુલાકાતમાં આપનો મહત્તમ સમય પસાર થશે. સપ્તાહના ઉત્તરાર્ધમાં ખાવાપીવાની બાબતમાં ખાસ સાચવવાની સલાહ આપે છે. આરોગ્‍ય સંભાળવું. મનમાં આવેશ અને ગુસ્‍સાનું પ્રમાણ વધારે રહે. તેથી બોલવા ૫ર સંયમ રાખવો. પાણી અને જળાશયોથી ભય રહેવાની શક્યતા છે. દૂરના સ્‍થળે સંદેશ વ્‍યવહારથી આ૫ને ફાયદો થાય. અંતિમ ચરણમાં તમે દાંપત્યજીવનનું સુખ સારા પ્રમાણમાં માણી શકશો. નવા સંયુક્ત સાહસો કરવા માટે પણ છેલ્લા બે દિવસમાં કોઈ યોગ્ય ભાગીદાર મળે અથવા તમે નક્કર આયોજન કરી શકો તેવી સંભાવના છે.
——————————.

મીન : તા 28ના રોજ આપની અંદર આત્મવિશ્વાસ, દૃઢતા વધશે અને ભવિષ્યની યોજના માટે મનોબળ મક્કમ રહેશે. તા 29 અને 30ના રોજ આપના દરેક કાર્યમાં મુશ્કેલી આવશે. આપના પ્રયાસો છતાં આપ મુશ્કેલીને હલ નહીં કરી શકો. આ સમય દરમિયાન મહેનત અધિક કરવી પડશે. ઘરમાં કંકાસ ભર્યું વાતાવરણ રહેશે. આપની ધીરજ ખૂટી જશે. પરિવારમાં આપની પ્રતિષ્ઠાને નુકસાન પહોચશે. આપનામાં હતાશા રહેશે. તા 31 અને 1ના રોજ ઘરની વ્યવસ્થા સુધારશે. વિદ્યાર્થીઓ માટે અભ્યાસ મહત્વનો રહેશે. કેરિયર અને કામને મહત્વ આપશો. કોઈ મહત્વપૂર્ણ લેણદેણ થઇ શકે છે. કાર્યકુશળતા અને કાર્યક્ષમતામાં વધારો થશે. તા 2 અને 3 દરમિયાન ઉત્તમ સંપત્તિદાયક તબક્કો છે. કોઈ સંબંધી તરફથી શુભ સમાચાર મળી શકે છે. સંપતિનો વિવાદનો પારસ્પરિક સહમતીથી ઉકેલ આવશે. વ્યવસાયિક લાભ થશે. નોકરીમાં બઢતી મળી શકે છે. આર્થિક બાબતો માટે સાવચેતીભર્યો સમય છે. લોભામણી યોજનાઓમાં રોકાણની રકમ સલવાઇ ન જાય તેનું ધ્યાન રાખશો. મિત્રોને બરાબર જાણ્યા કે સમજ્યા વગર તેમની સાથે નાણાંનો વ્યવહાર કરવો નહીં. સપ્તાહના મધ્યમાં આપને આપના તથા જીવનસાથી અને સંતાનોના આરોગ્‍ય અંગે વિશેષ કાળજી લેવાની ચેતવણી છે.
——————————.

Leave A Reply

Your email address will not be published.

Translate »