તમારા માટે, તમારી સાથે, સતત…

સાપ્તાહિક રાશી ભવિષ્ય

સિંહ : યશ, પ્રતિષ્ઠા અને માન-સન્માનમાં વધારો થશે. પ્રોફેશનલ મોરચે હિંમત અને ધીરજથી કાર્ય પાર પાડશો.

0 588

તા. 30-09-2018 થી તા. 06-10-2018

મેષ : તા. 30 દરમિયાન આર્થિક સ્થિતિ માટે ખુબજ સારો સમય છે. પરિવારમાં આનંદની લાગણીનો અનુભવ થશે. ઘરમાં મહેમાનોનું આગમન થશે. મહિલા જાતકોને કુંટુબમાં માન-સન્માન વધે. આંખોના રોગ થવાની શક્યતા છે. તા. 1 દરમિયાન ધંધા-વ્યવસાય માટે સારો સમય છે. સામાજિક માન-સન્માન વધે. ધંધા-વ્યવસાયમાં નફાનું પ્રમાણ વધે. હાલમાં તમે કામકાજમાં કોઈ નવી કાર્યશૈલી અપનાવો, સ્ટાફરમાં ફેરફાર કરો તેમજ નવા સ્ટાફની ભરતી કરો તેવી સંભાવના રહે. તા. 2 દરમિયાન મકાન વાહનના વેચાણથી મોટા આર્થિક લાભ થાય. આ સમય દરમિયાન મન વધુ ચંચળ બને માટે કોઈપણ નિર્ણય લેવામાં ધીરજ રાખવી. માનસિક અંશાતિનો અનુભવ થાય. કુટંબમાં ધાર્મિક પ્રંસગ નિમિત્તે પ્રવાસ થાય. તા. 3 દરમિયાન ઘરમાં શુભ પ્રંસગ નિમિત્તે તમારા નિર્ણય મહત્ત્વપૂર્ણ રહેશે. જીવનસાથી જોડેના સંબંધો મધુર બને. ધંધા-વ્યવસાયમાં પાર્ટનરશીપ કરવાથી લાભ થાય. તા. 4 દરમિયાન આરામનો દિવસ છે. માતા પિતા સાથેના સંબંધો સુધરે. અભ્યાસમાં સારી પ્રગતિ થાય. ઉચ્ચ અભ્યાસ માટે વિદેશગમનના યોગો બને છે. તા. 5 દરમિયાન નોકરીમાં આવક વધે. મોસાળ પક્ષથી લાભ થાય. શ્વાસ, ચામડીના રોગો, પેટના રોગો થવાની સંભાવના રહે. મકાન-વાહનના ભાડાની આવકમાં વૃદ્ધિ થાય. માતાની તબિયત નરમ ગરમ રહે. નિઃસંતાન દંપતિ માટે સંતાન પ્રાપ્તિના સારા યોગ છે. સંતાનની પ્રગતિનો સારો સમય, શેરબજારથી લાભ થાય. આનંદપ્રમોદ માટે પણ સારો સમય.
—————————–.

વૃષભ : સપ્તાહના આરંભે તા. 30 અને તા. 1 બપોર સુધી આપની રાશિમાં ચંદ્ર આપના માટે લાભકારી રહેશે. આપ ચતુરાઈ અને વિનમ્રતાથી આપના કામ કરવી લેશો. સંતાન સંબંધી કોઈ સારા સમાચાર મળી શકે છે. તમારે કારકિર્દી વિશે વધારે મહેનત કરવી પડશે. આ સમય તમારામાં છુપાયેલા ટેલેન્ટ બતાવાનો સમય છે. તા. 2 અને 3 દરમિયાન આપના વિચારોમાં નકારાત્મકતા રહેશે. આપ આર્થિક બાબતને લઈને અસલામતી અનુભવશો. કુટુંબ પરિવાર વચ્ચે કોઈ રીતે કોઈ વાતને લઈને વાદ-વિવાદ થઇ શકે છે. કોઈ ખાસ કાર્ય નહીં થાય. કમિશન કે દલાલીના માધ્યમથી આર્થિક લાભ થવાના યોગો છે. તા. 4 અને 5 દરમિયાન આપ કાર્યમાં વ્યસ્ત ઓછા રહેશો. જેથી પાડોશી, પરિવાર, સગાસંબંધીઓ સાથે સમય પસાર કરશો. પરિવારમાં આપની પર માન, લાગણી વધશે. નવી ખુશીઓ મેળવશો. માંગલિક કાર્યોનું આયોજન થઇ શકે છે. શેરબજારથી લાભ થવાના યોગો છે. પ્રેમસંબંધોમાં મધુરતા આવે. મનોરંજન તેમજ હરવા ફરવા માટેનો અનુકૂળ દિવસ છે. તા. 6ના રોજ દરમિયાન ચતુર્થ ચંદ્રમાં સ્વાસ્થ્યની પરેશાની આપશે. આપને મુશ્કેલીઓનો સામનો કરવો પડે. આપના વિરુદ્ધમાં કોઈ ષડયંત્ર રચી શકે છે. માથાના દુખાવાની સમસ્યા ઉદ્ભવશે. મનમાં નકારાત્મક વિચારો રહેશે. આપની લાગણીઓને કોઈ ઠેસ પહોંચાડી શકે છે.
—————————–.

મિથુન : સપ્તાહના આરંભે કોઈપણ મોટું કાર્ય કરતા પહેલા કે કોઈ નિર્ણય કરતા પહેલા સારા-નરસા દરેક પાસાનો ગંભીરતા પૂર્વક વિચાર અવશ્ય કરવો. વિદેશગમન માટે અનુકૂળ સમય છે. આંખોને લગતા રોગ થવાની શક્તા રહેલી છે. તા 1ના રોજ વારસાગત મિલકતના કારણે વાદવિવાદ થવાથી કોર્ટ કચેરીના યોગો બને છે. તા. 2ના રોજ આવક વધારવા માટે તમારા મગજમાં સતત વિચારો ઘુમરાશે. આવક માટે તમારે વધુ મહેનત પણ કરવી પડશે. કૌટુંબિક વાતાવરણ સારું રહે. તા. 3 દરમિયાન શુભ સમાચાર મળશે. રોકાણ સંબંધી નિર્ણય એકદમ યોગ્ય રહેશે. શેરબજારથી પણ આર્થિક લાભ થાય. ઘર-પરિવારની બાબતમાં પરિવર્તનની આવશ્યકતા થઇ શકે છે. આપ પ્રસન્નતા અને આનંદ અનુભવશો. યાત્રા-પ્રવાસના પણ યોગ છે. તા. 4 અને 5 દરમિયાન માનસિક શાંતિ રહેશે પરંતુ નિર્ણયશક્તિના અભાવે તમે કોઈપણ ચોક્કસ સ્થિતિમાં નહીં આવી શકો. કોઈ સુખદ સમાચાર પ્રાપ્ત થાય. પરિવારજનોની ખુશી માટે અથવા તેમને વધુ બહેતર અને આરામદાયક જીવન આપવા માટે તમે મોટી ખરીદી કરો અથવા આ દિશામાં આગળ વધો તેવી સંભાવના છે. મિત્રો સાથે સમય વિતાવીને તમે મન પ્રફુલ્લિત કરવાનો પ્રયાસ કરશો. લગ્નોત્સુક જાતકો માટે આશાનું કિરણ દેખાઈ રહ્યું છે. તા. 6ના રોજ ધન પ્રાપ્તિનો યોગ છે. આત્મસંતોષ અનુભવશો. નવા શુભ કાર્ય કરવા માટે એકદમ અનુકૂળ દિવસ છે.
—————————–.

કર્ક : તા. 30ના રોજ પ્રેમસંબંધોમાં મધુરતા આવે. શરૂઆતનો દિવસ તમારા માટે આનંદદાયક રહેશે. મિત્રો અને પ્રિયપાત્રો તરફથી ભેટસોગાદો મળવાની શક્યતા છે. શેરબજારમાં ગણતરીપૂર્વકનું સાહસ કરવાથી લાભ થવાની પણ શક્યતા છે. તા. 1 બપોર સુધીનો સમય લાભદાયી હોવાથી નોકર-ચાકર, વાહન, ભૌતિક સુખ-સગવડમાં વધારો થશે. આર્થિક ઉપાર્જનમાં વ્યસ્ત રહેશો. જીવનસાથી જોડે મતભેદ થવાની શક્યતા છે. અવિવાહિતોને લગ્નમાં વિધ્ન, વિલંબ આવે. પાર્ટનરશીપના ધંધામાં મતભેદ ઉભા થાય તા. 1 બપોર પછી અને તા. 2 અને તા. 3 સાંજ સુધીના સમય દરમિયાન આપના કાર્યના મહત્ત્વના નિર્ણયો સ્થગિત રાખવા કારણ સમય ખરાબ છે. આપે વગર વિચાર્યે બોલવું નહીં. આપના બોલેલા શબ્દથી નવા શત્રુઓ ઉભા કરશો. તા. 3 બપોર પછી અને તા. 4, 5 દરમિયાન દિવસો સાનુકૂળ રહેશે. આપના માટે લાભદાયી સાબિત થશે. આવકની બાબતમાં સફળતા મળશે. જેથી આપનું મનોબળ મજબૂત થશે. આપ આર્થિક સલામતી અનુભવશો. નવી રોજગારીની તક મળશે. આપ ઘર તથા બહારના કાર્ય પણ બહુ સારી રીતે પાર પાડશો. તા. 6ના રોજ વ્યસ્તતા ઓછી રહેશે. યુવાન વર્ગને કારકિર્દી માટે નવું આયોજન કરશો. પરિવાર સાથે સમય પસાર કરશો.
—————————–.

સિંહ : આ સપ્તાહે તા 30 અને 1 દરમિયાન યશ, પ્રતિષ્ઠા અને માન-સન્માનમાં વધારો થશે. પ્રોફેશનલ મોરચે હિંમત અને ધીરજથી કાર્ય પાર પાડશો. આપની કાર્યક્ષમતામાં વધારો થશે. કોઈ માનનીય કે પ્રતિષ્ઠિત વ્યક્તિથી ઓળખાણ થશે અને તેમની સાથે મૈત્રી સંબંધોની શક્યતા પણ બનશે. તા 2 અને 3 દરમિયાન આર્થિક દૃશ્ટિએ સમય ઉત્તમ છે. આપની ઈચ્છા પુરી થવાનો સમય છે. મોજશોખ પુરા કરવા માટે તમે ખર્ચ કરવામાં પાછા નહીં પડો. વ્યાપારમાં ધન લાભ થશે. આ સમયમાં તમે પરિવાર અથવા પોતાના માટે વસ્ત્રો અથવા ગૃહ સજાવટ માટે કોઈ ખરીદી કરો તેવી શક્યતા પણ છે. લોકો આપની બુદ્ધિમતાની પ્રશંસા કરશે. આપના કામકાજને વધારવા માટે આપ નવું આયોજન કરશો. તા 4 અને 5 દરમિયાન આપની રાશિથી 12માં સ્થાનમાં ચંદ્ર હોવાથી આપને કષ્ટ અને પરેશાનીનો સામનો કરવો પડશે. મનમાં અશાંતિ રહેશે. ભાઈઓ સાથે વિવાદ થશે. કોઈ જગ્યાએથી આપનું થતું કાર્ય અટકશે. આપના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. તા 6 થી ફરી સમય ધીરે ધીરે પરિવર્તન થશે. સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીમાંથી રાહત મેળવશો. આપના પ્રણય સંબંધમાં ઉતાર ચઢાવ રહેશે.
—————————–.

Related Posts
1 of 13

કન્યા : શરૂઆતમાં તમારે  જીવનસાથી જોડે ઘણો તાલમેલ રહેશે. આપ એકબીજાની જવાબદારી નિભાવવા અને મદદ કરવા માટે તત્પર રહેશો. આ વૃત્તિ આપના સંબંધોમાં આત્મીયતા વધારશે. વ્યવસાયિક ક્ષેત્રે પ્રગતિકારક અને લાભદાયી તબક્કો પુરવાર થશે. આપ વૈભવી જીવનશૈલીને લગતી ચીજો પાછળ ખર્ચ કરો કે નવી ખરીદી કરો તેવી પણ શક્યતા છે. વ્યવસાયિક દૃષ્ટિએ આપનું બૌદ્ધિક કૌશલ્ય અને કલ્પનાશક્તિ તેમજ તર્કશક્તિ આપને દરેક ક્ષેત્રોમાં ઘણી સારી સફળતા અપાવશે. કામકાજમાં ભાગીદાર સાથે પણ સારો તાલમેલ જાળવી શકશો. નવા કરારો કે ભાગીદારીના દસ્તાવેજો કરવા માટે સાનુકૂળ સમય છે. વિદ્યાર્થી જાતકોમાં ખાસ કરીને જેઓ ઉચ્ચ અભ્યાસમાં જોડાયેલા છે તેમના માટે વધુ સાનુકૂળ તબક્કો ગણી શકાય. સપ્તાહના અંતિમ ચરણમાં પ્રિયપાત્ર સાથે ડેટિંગ, ડિનર કે શોપિંગ પર જવાનું આયોજન કરી શકો છો. આપ પોતાના દિલની લાગણી વધુ સારી રીતે વ્યક્ત કરી શકશો. આપને એક કરતા વધુ સ્ત્રોતોમાંથી લાભ લેવાની તકો પણ મળશે. જો તમે આયોજનપૂર્વક તે તકો ઝડપી લેશો તો એ તકો લાંબાગાળે ખૂબ ઉન્નતિનું કારણ બનશે.
—————————–.

તુલા : તા 30 અને 1 બપોર સુધી શત્રુ અને ષડ્યંત્રથી સાવધાન રહેવું. હાથમાં આવતાં રૂપિયા અટકશે. ઉઘરાણી કે લોનના કાર્યોમાં પણ અવરોધો આવી શકે છે. આપની ક્ષમતા કરતા વધુ કામની જવાબદારી લેતા માનસિક બોજ રહશે. તા 1 બપોર પછી અને 2 ,3 દરમિયાન આપ પૂર્ણ જોશ અને ઉત્સાહની અનુભૂતિ કરશો. આ સમયમાં તમારી આયોજનકળા સારી હોવાથી કોઈપણ કામ તેની પ્રાથમિકતાના આધારે પાર પાડશો. સુખસગવડની ચીજ પાછળ ખર્ચ થશે. પરિવારનો સાથસહકાર મળશે. કામકાજમાં વ્યસ્ત રહેશો જેથી સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. આવકના નવા સ્ત્રોતથી નફો થશે. આપની ચતુરાઈ અને વિવેકથી પોતાનું દરેક કાર્ય પૂર્ણ કરશો. સંપત્તિ અને વારસા જેવા મહત્ત્વના કાર્ય થશે. તા 4 અને 5 દરમિયાન સરકારી બાબતોમાં સફળતા મળશે. આપની લોકપ્રિયતામાં વધારો થશે. પ્રોફેશનલ મોરચે તમારા પરિચિતોના વર્તુળમાં વધારો કરવા માટે આ સમય બહેતર છે. તમારી વાણીનો પ્રભાવ ઘણો સારો રહેશે. સામાજિક કાર્યમાં વ્યસ્ત રહેશો. આપની સલાહ કોઈના માટે લાભકર્તા રહેશે. જૂનું રોકાણ લાભદાયી રહેશે. તા 6ના રોજ દિવસ લાભદાયી રહેશે. આપના વિચારો સકારાત્મક રહેશે. નોકરીમાં બોસ અને અધિકારી આપનાથી પ્રસન્ન રહેશે.
—————————–.

વૃશ્ચિક : અત્યારે તમારા મનમાં પ્રોફેશનલ મોરચે નવા નવા લોકો સાથે ઓળખાણ વધારવાની તેમજ તેમની સાથેના સંબંધોનો કામકાજમાં કેવી રીતે લાભ લેવો તેની યોજના બની રહી છે. આથી જ શરૂઆતમાં નવા નવા લોકો સાથે સંપર્ક કરશો. તમારા વિચારો સકારત્મક રહેશે. ક્યાંય ફરવા માટે જવાનો કાર્યક્રમ પણ બની શકે છે. આપની રૂચિ ભૌતિક વસ્તુ તરફ રહેશે. તા 1,2 અને 3 દરમિયાન આઠમાં સ્થાનમાં ચંદ્ર હોવાથી કોઈ અશુભ સમાચાર મળે અથવા માનસિક વ્યાકુળતા ઘણી વધારે રહેવાથી પોતાની આસપાસનો માહોલ પણ નકારાત્મક લાગી શકે છે. આપની સાથે કોઈ વિશ્વાસઘાત થઇ શકે છે. કોઈ અંગત વ્યક્તિ સાથે બોલચાલ થઇ શકે છે. મિત્રો અને સહયોગી ખરા સમયે દગો કરશે. કોઈ પણ દસ્તાવેજ ચકાસીને સહી કરવી. વાતાવરણમાં ફેરફારના કારણે થતી બીમારીથી સાવધ રહેવું. તા 4 અને 5 દરમિયાન સરકારી કાર્ય સમયસર પુરા થશે. કોર્ટ-કચેરીના કાર્યોમાં સફળતા મળશે. મિત્રો અને સહયોગીના સંબંધ સારા થશે. પોતાના વ્યક્તિગત વિકાસમાં બદલાવ આવશે. અનુભવથી આપના વ્યક્તિત્વનું ઘડતર થશે. તા 6ના રોજ વ્યવસાયમાં આપની સફળતાનો ગ્રાફ ઉપર જશે. આત્મવિશ્વાસમાં વધારો થશે આપના દ્વારા કરેલા કાર્યોની લોકો પ્રસંશા કરશે.
—————————–.

ધન : આર્થિક મોરચે સપ્તાહનો આરંભ એકંદરે સારો છે. ખાસ કરીને નોકરિયાતો અને છુટક કામકાજોમાં જોડાયેલા જાતકોને તા. 30 તથા તા. 1 ના રોજ ધનલાભનો યોગ છે. નોકરીમાં બઢતી મળશે. આપના કામ-કાજ અને નોકરીમાં નક્કી કરેલ લક્ષ્ય હાંસલ કરી શકશો. આપનું આર્થિક આયોજન સફળ થશે અને નવા સંપર્કો આપના માટે લાભદાયી રહેશે. કોર્ટ-કચેરીના કાર્યમાં સફળતા મળશે. શત્રુવર્ગ આપની વિરુદ્ધ ષડયંત્ર રચશે પણ તેઓ નિષ્ફળ જશે. આપના જીવનસાથી જોડે સંબંધમાં આત્મીયતા વધશે. પરિવારના સભ્યો સાથે આપનું વર્તન લાગણી ભર્યું રહેશે. તા. 2ના રોજ આવક વધારવા માટે મહેનતની જરુર પડશે. કૌટુંબિક વાતાવરણ સારુ રહે. તારીખ 3ના રોજ શુભ સમાચાર મળી શકે છે. રોકાણ સંબંધી નિર્ણય એકદમ યોગ્ય રહેશે. શેરબજારથી પણ આર્થિક લાભ થાય. ઘર-પરિવારની બાબતમાં કેટલાક પરિવર્તનોની જરૂરિયાત જણાશે. આપ પ્રસન્નતા અને આનંદ અનુભવશો. યાત્રા-પ્રવાસના પણ યોગ છે. તા. 4 અને 5 આપના માટે મુશ્કેલ રહેશે. કોઈ દુર્ઘટનાની સંભાવના પણ રહેશે તેમજ મનમાં અશાંતિ રહેશે. ઘરના કોઈ સભ્યના સ્વાસ્થ્યમાં ગરબડ થઇ શકે છે. વાહન સાવધાનીપૂર્વક ચલાવવું. કાર્યમાં વિધ્ન આવી શકે છે. શત્રુઓથી સાવધાન રહેવું. આપના ગુસ્સા પર નિયંત્રણ રાખવુંતા. 6ના રોજ ધન પ્રાપ્તિનો યોગ છે. આત્મસંતોષ અનુભવશો. નવા શુભ કાર્ય કરવા માટે એકદમ અનુકૂળ દિવસ છે.
—————————–.

મકર : તા. 30ના રોજ પ્રેમસંબંધોમાં મધુરતા આવે. વિજાતીય મિત્રો તરફથી ભેટ સોગાદો મળી શકે છે. શેરબજારથી લાભ થવાની પણ શક્યતા છે. તા. 1 બપોર સુધીનો સમય લાભદાયી હોવાથી નોકર-ચાકર,વાહન,ભૌતિક સુખ-સગવડમાં વધારો થશે. આર્થિક ઉપાર્જનમાં વ્યસ્ત રહેશો. જોકે તારીખ 3ની સાંજ પછી જીવનસાથી જોડે મતભેદ થવાની શક્યતા છે. અવિવાહિતો માટે લગ્નમાં વિધ્ન, વિલંબ આવે. પાર્ટનરશીપના ધંધામાં મતભેદ ઉભા થાય આ સમયમાં આપના સંયુક્ત સાહસો, નવા કરારો કે ભાગીદારી સંબંધિત મહત્ત્વના નિર્ણયો સ્થગિત રાખવા કારણ સમય ખરાબ છે. આપે વગર વિચાર્યે બોલવું નહીં. ભાગીદારીના કાર્યોમાં આર્થિક લેવડદેવડમાં સાવધાની ખૂબ જ આવશ્યક બની જશે. આપના બોલેલા શબ્દથી આપ શત્રુઓ ઉભા કરશો. તા.5ના મધ્યાહનથી 6ની સાંજ સુધીનો સમય સ્વાસ્થ્ય મામલે સાચવવા જેવો છે. આ તબક્કામાં ખાસ કરીને એસિડિટી, સાંધામાં દુખાવો, ચેતાઓ સંબંધિત સમસ્યા, વયસ્કોને ઢીંચણનો દુખાવો વધુ પરેશાન કરશે. આ સમયમાં વ્યવસાયિકોને તેમની પ્રોડક્ટ અથવા સેવાની ગુણવત્તા અંગે ગ્રાહકોની ફરિયાદ વધી શકે છે જેથી તમારે તેમના સંતોષ માટે અથવા તેમાં સુધારો કરવા માટે વધારાનો ખર્ચ કરવો પડે. વિદેશગમનના કાર્યો ધીમે ધીમે આગળ વધતા આશા જાગશે.
—————————–.

કુંભ : શરૂઆતમાં તમે કામધંધા કરતા આપ પરિવારજનો તરફ વિશેષ ધ્‍યાન આપશો. તેમની ખુશી માટે કોઈ નવી ખરીદી કરો તેવી શક્યતા પણ છે. સપ્તાહના મધ્યનો સમય પ્રેમસંબંધો માટે ઉત્તમ છે. સંતાનોએ મેળવેલી સિદ્ધિઓ આપને વધુ હર્ષિત કરશે. મિત્રો અથવા સહકર્મીઓ સાથે પ્રવાસનું આયોજન થાય. ભાગ્‍યવૃદ્ધિની તકો સાંપડશે. શેરબજારમાં રોકાણ દ્વારા અચાનક ધનલાભ થઈ શકે છે. રોજિંદા કાર્યોમાં ભરપૂર આત્‍મવિશ્‍વાસ અને મક્કમતા સાથે કામ કરશો. વિદ્યાર્થી વર્ગને ખરાબ મિત્રોની સોબતથી બચીને રહેવાની ખાસ સલાહ છે. નોકરિયાતો અને છુટક કામકાજો દ્વારા કમાણી કરતા જાતકોને પોતાના કાર્યો ધારણા પ્રમાણે પાર પડશે અને મહેનતના પ્રમાણમાં મળેલી સફળતાથી આપ સંતુષ્ટ હશો. જોકે તમારે હરીફોને ખૂબ જ યુક્તિપૂર્વક પછાડવાના રહેશે. શક્તિની ઉપાસનાથી આપને નાણાંકીય લાભની શક્યતા રહેશે તેમજ આપના અટવાઇ ગયેલા કાર્યો પૂર્ણ થાય. વધુ પડતો કામનો બોજ રહેવાથી અને ખાનપાનમાં બેદરકારીથી અંતિમ ચરણમાં આપનું આરોગ્‍ય બગડી શકે છે. નિયમિત કસરત, પ્રાણાયામ અને યોગ પર ધ્યાન આપશો તો લાભ થશે.
—————————–.

મીન : તા 30 અને 1 બપોર સુધી નવી યોજના પર ફરીથી કામ શરુ કરશો. આપનું વર્તન પણ બીજા સાથે સારું રહેશે. જીવનમાં ખુશીની તક મળશે. કોઈ સારા કાર્યના કારણે લાભ મળશે. ઉપરી અધિકારી સાથે તાલમેલ સારો રહેશે અને મહત્વના કાર્યો અંગે તેમની સાથે ચર્ચાની શક્યતા છે. તેઓ તમારા પર વિશ્વાસ મુકીને મોટો પ્રોજેક્ટ આપે તેવી શક્યતા પણ રહે. તા 1 બપોર પછી અને 2 તેમજ 3 દરમિયાન જીવનસાથી જોડે સબંધોમાં તણાવ રહેશે. કાર્યોમાં મુશ્કેલી આવી શકે છે. કોઈની પર વિશ્વાસ નહીં મુકવો. બીજાના લડાઈ ઝગડામાં વચ્ચે પડવાના કારણે આપને નુકસાન થઇ શકે છે. ખર્ચા પર નિયંત્રણ રાખજો. તા 4 અને 5 દરમિયાન ઘર-ઓફીસ અને દુકાનના કામમાં વ્યસ્ત રહેશો. પૈસાની આવક થશે પરંતુ ખર્ચા પણ વધુ રહેશે. સંયમિત જીવન જીવશો. તા 6ના રોજ મિત્રો અને સાથી કર્મચારીઓનો સાથ મળશે. મોજમસ્તી ભર્યો સમય રહેશે. આપનામાં સકારાત્મક ઊર્જાનો સંચાર થતો હોય તેવું અનુભવશો. પૈતૃક મિલકતો અને સંપતિની બાબતોમાં સફળતા મળશે. તા 6થી બુધ આપની રાશિથી અષ્ટમ સ્થાનમાં ભ્રમણ કરશે જેથી જાતકની આર્થિક અને સામાજિક સ્થિતિમાં સુધારો થશે. આપ ગેરસમજના ભોગ બનશો જેનું કારણ આપની વાણી અને વર્તન હોય તેવી સંભાવના છે. ભાગીદારો, સહકર્મીઓ કે ઉપરીઓ સાથે “હસવામાંથી ખસવું ન થાય” તેની કાળજી લેવી. મનમાં આવેશ અને ઉગ્રતા રહેવાના કારણે કોઇની સાથે ઝગડો કે તકરાર કરી બેસશો.
—————————–.

Leave A Reply

Your email address will not be published.

Translate »