તમારા માટે, તમારી સાથે, સતત…

સાપ્તાહિક રાશી ભવિષ્ય

તુલા : સ્ત્રી વર્ગને પારિવારિક બાબતમાં મનોવાંછિત સફળતા મળશે.

0 722

સાપ્તાહિક રાશી ભવિષ્ય

મેષ : તા. 16ના રોજ આપનો દિવસ નિરર્થક પસાર થશે. તમે કોઈપણ પ્રકારે મહેનત કરશો તેમાં અપેક્ષા કરતા ઓછુ ફળ મળશે. કોઈ વ્યક્તિના અણગમતા વર્તન કે વાણીથી આપની લાગણીને ઠેસ પહોંચવાની શક્યતા છે. પેટના રોગોની સમસ્યા ઉદ્ભવી શકે છે તથા હૃદય કે પેટના ઓપરેશન થવાની પણ શક્યતા રહેલી. બહારગામ ફરવા જાવ તો નદી કે તળાવમાં ન્હાવા જવું નહીં, આકસ્મિક મુશ્કેલી સર્જાવના યોગો છે. વાહન ચલાવતી વખતે ખુબજ સાવધાની પુર્વક ચલાવવું. શેરબજારથી નુકસાન થવાની પ્રબળ શક્તા રહેલી છે માટે શેરબજારથી દુર રહેવું હિતાવહ છે. સંતાન પ્રાપ્તિના યોગમાં તકલીફો આવે. સંતાનની તબિયતની બાબતમાં વિશેષ કાળજી રાખવાની જરુર છે. પ્રેમસંબંધોમાં મતભેદો ઉભા થાય. તા. 17, 18 અને તા. 19 દરમિયાન સાંજ સુધી આપને માટે નવું કાર્ય કરવા કે નવી જવાબદારી ઉઠાવવા યોગ્ય સમય નથી. વિદ્યાર્થી જાતકોને આયોજનપૂર્વક અભ્યાસમાં આગળ વધવા માટે તેમજ નવા નવા વિષયો ભણવા માટે સમય સારો રહેશે. તા. 19ની સાંજ પછી અને તા. 20, 21 દરમિયાન વ્યવસાયમાં પ્રગતિ થશે. કોઈ નવી નોકરીની તક પ્રાપ્ત થશે. આપના કરેલ કાર્યની પ્રશંસા થશે. તા. 22ના રોજ આપ આપની આર્થિક વ્યવસ્થાને આપ સુવ્યવસ્થિત રીતે અમલમાં મુકી શકશો. આપના મિત્રોને મળવાના સંજોગો ઉભા થશે.
—————————.

વૃષભ : તા. 16ના રોજ બહાર ફરવા જવાનો કાર્યક્રમ થશે. પાર્ટી, સમુહભોજન અથવા જાહેર કાર્યક્રમોમાં ભાગ લેવાનું થશે. આપના મિત્રો અને જીવનસાથી જોડે નાના પ્રવાસનું આયોજન પણ થઇ શકે. તા. 17 અને 18 દરમિયાન સૂર્ય આપની રાશિથી પાંચમાં સ્થાનમાં ભ્રમણ કરતો હોવાના કારણે સંતાનની તબિયતનું ધ્યાન રાખવું. પ્રણય માટે સમય શુભ નથી. તમારી વચ્ચે અહંનો ટકરાવ થશે. યાત્રા-પ્રવાસનું આયોજન કરવું નહીં. અન્યથા પ્રવાસ દરમિયાન વધુ હાડમારી પડે અને પરેશાનીનો સામનો કરવો પડે. તા. 17 અને 18 દરમિયાન આઠમાં સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ હોવાના કારણે આર્થિક બાબતમાં સાવધાની રાખવી. ખર્ચનું પ્રમાણ વધશે. માનસિક તણાવ રહેશે. કામના બોજ અને સ્વાસ્થ્યની તકલીફના કારણે સમસ્યાઓ વધશે. સંબંધોની મહત્ત્વતા સમજાશે. આપનું માનસિક વલણ જડ ન રાખતા ધૈર્યપૂર્ણ વ્યવહારથી પરિણામ વધુ સારું મળશે. તા. 19 બપોર પછીને તા. 20, 21 દરમિયાન સમય મધ્યમ રહેશે. આપને સંતાન સંબંધી બાબતોમાં ચિંતા રહેશે. આપનો ઝુકાવ આધ્યાત્મ તરફ રહેશે. ઈશ્વરની આરાધનામાં મન લાગી રહેશે. આપનું કોઈ અટકેલ કાર્ય પૂર્ણતા પામશે. તા. 22ના રોજ આપની કુશળતાથી સારી ઉપલબ્ધી મેળવશો. દિવસ વિજય સૂચક પુરવાર થશે. પ્રેરક કાર્ય કરશો. દરેક તરફથી શુભ સમાચાર મળશે. આપ પોતે એકદમ ઉર્જાવાન અને સ્ફૂર્તિ અનુભવશો.
—————————.

મિથુન : તા. 16ના રોજ આપ પ્રેરણાદાયક કાર્ય કરશો. સમય આનંદ, મોજ-શોખ, પાર્ટી મનાવવામાં મશગુલ રહેશો. ઘર પરિવાર, સગા સંબંધી તથા સંતાનો સાથે આપ વ્યસ્ત રહેશો. નોકરીમાં આર્થિક લાભ થાય. ઉપરીઓની કૃપાથી તમને કોઈ એવું કામ મળે જેમાં આર્થિક ઉન્નતિ અથવા પગારવૃદ્ધિની શક્યતા વધે. જોકે કામની વ્યસ્તતા વચ્ચે ભોજનની અનિયમિતતા આરોગ્યને લગતી સમસ્યાઓ ઉભી કરી શકે છે. તા. 17 થી સૂર્યનું ચતુર્થ સ્થાનમાં ભ્રમણ થતું હોવાના કારણે જમીન-મિલકતને લગતા પ્રશ્નો ઉદ્ભવે. યાત્રા-પ્રવાસમાં મુશ્કેલી આવે. માન હાનિના પ્રસંગો બની શકે. જીવનસાથી જોડે મતભેદ ઉભા થાય. લગ્ન ઇચ્છુક જાતકોને વિવાહમાં વિલંબ થાય તા. 18 અને તા. 19 બપોર સુધી દરેક કાર્ય શાંતિપૂર્વક પુરા કરવાનો પ્રયાસ કરશો. અને તેમાં આપ સફળ થશો. પતિ-પત્ની વચ્ચે હળવા વાદ-વિવાદ છતાય આત્મિયતા બની રહેશે. દૈનિક કાર્ય સરળતાથી પાર પડશો. યાત્રા દરમિયાન આંશિક તકલીફ સાથે પણ સફળતા મળશે. તા. 19 બપોર પછી અને તા. 20અને 21 દરમિયાન આપ કોઈ ષડયંત્ર શિકાર બની શકો છે. આપની પરેશાનીઓમાં વધારો થશે. ટેક્ષ ચોરી જેવા કાર્યથી સાચવવું અન્યથા આપ એમાં ફસાઈ શકો છો. તા. 22ના રોજ સમય સારો છે. સરકારી અને કાયદા સંબંધિત કાર્યો ગતિ પકડી શકે છે.
—————————.

કર્ક : તા. 16ના રોજ સૂર્ય આપની રાશિથી ત્રીજા સ્થાનમાં ભ્રમણ કરતો હોવાના કારણે સમય શુભ ફળદાયી રહેશે. રોગમાંથી મુક્તિ મળશે. સંતાન અને મિત્રો થકી લાભ મળશે. આપની સાહસ વૃત્તિમાં વધારો થશે. તા. 16ના રોજ વિદ્યાર્થીવર્ગ પોતાના ભણતર પર પુરતું ધ્યાન આપી શકશે. વડીલોના આશીર્વાદ મેળવશો. આપની બુદ્ધિ અને વિવેકપૂર્ણ મુશ્કેલમાં મુશ્કેલ કાર્ય સારી રીતે પૂર્ણ કરશો. તા. 17 અને 18 દરમિયાન સારા સમયની શરૂઆત છે. નવું વાહન ખરીદવાના યોગ છે. જમીન-મિલકત સંબંધી જે વિવાદ હશે તેનો રસ્તો મળી શકે છે. વ્યવસાયમાં કોઈ નવી પદ્ધતિનો આપ ઉપયોગ કરશો. આપ પોતાના સિદ્ધાંતો જોડે બાંઘ-છોડ કે સમાધાન નહીં કરો. આપના વિરોધીઓ તથા શત્રુઓ પર આપની જીત થશે. શત્રુઓ આપનું કંઈ બગડી નહીં શકે. તા. 19, 20 અને 21 દરમિયાન મિત્ર અને પરિવારનો સંપૂર્ણ સહયોગ મળશે તથા ક્યાંક કોઈ ઉત્સવ-પ્રસંગમાં વ્યસ્ત રહી શકો છો. આપના અટકેલા કાર્ય પુરા થશે. આપ આપની માનસિક ક્ષમતાનો પૂરો ઉપયોગ કરી શકશો. ચતુરાઈથી વિવેક પૂર્ણ કામ કરીને આપ આપનો લાભ વધારશો. આર્થિક ઉન્નતિ થશે. તા. 22ના રોજ કોઈ અપ્રિય ઘટના બની શકે છે. શત્રુઓ આપને હાનિ પહોંચાડી શકે છે. આપના કોઈ કાર્યની નિંદા થશે.
—————————.

સિંહ : સપ્તાહના આરંભે તા 16ના રોજ કોઈપણ સમસ્યા પર શાંતિથી વિચાર કરીને નિર્ણય લેવો જેનાથી વિરોધીઓ પર આપની જીત થઇ શકશે. તા 17 થી સૂર્ય આપની રાશિથી બીજા સ્થાનમાં ભ્રમણ કરતા આપના વિચારોમાં નકારાત્મકતા આવશે. આવકના સ્ત્રોતો મર્યાદિત રહેશે તેમજ નવા સ્ત્રોતો ઉભા કરવા માટે તમે આયોજન કરી શકશો પરંતુ તેના અમલમાં કોઈને કોઈ અચડણ આવી શકે છે. આ સમયમાં ઉઘરાણીના કાર્યોમાં આપની વાણીમાં અહં ન આવે તેની કાળજી લેવી. આપના માટે કૌટુંબિક તેમજ આર્થિક પ્રશ્ન ઉભા થઇ શકે છે. વેપાર-વ્યવસાય માટે પણ આપના માટે સારું ફળ નહીં આપે. તા 17 અને 18 દરમિયાન વિદ્યાર્થીઓ માટે સારો સમય છે. વ્યવસાયમાં આપને ખાસ સફળતા નહીં મળે. તા 19 થી બુધ સૂર્ય સાથે આપની રાશિથી બીજા સ્થાનમાં ભ્રમણ કરશે. આપની વાણીથી આપને વ્યવસાયમાં લાભ મળી શકશે. સેલ્સ અને માર્કેટિંગના કાર્યોમાં ટાર્ગેટ પુરા થઈ શકશે. વિદ્યાર્થીઓ વિધ્યાભ્યાસમાં પ્રગતિ કરશે. ભાવી અભ્યાસનું આયોજન થઈ શકે. તા 19 અને 20 અને 21 દરમિયાન આપની કારકિર્દી માટેની નવી યોજના આપ અમલમાં મુકશો. તા 22ના રોજ આપ જીવનસાથી જોડે મળીને પારસ્પરિક સહમતીથી ઘરની કોઈ મહત્વની બાબતમાં નિર્ણય લેશો.
—————————.

કન્યા : સપ્તાહના હેલા દિવસે આપ આર્થિક સાહસો અને રોકાણ મામલે નસીબ અજમાવી શકો છો. નવા સ્થળોની મુલાકાત, નવા વ્યવસાયિક કે કારકિર્દીને લગતા સાહસો અથવા નવી કાર્યપદ્ધતિ અપનાવવા જેવા કાર્યોમાં સફળતાની શક્યતા વધુ રહેશે. મિત્રો અને ભાઈ-બહેનો સાથે સંબંધોમાં ઘણો સૂલેહ રહેશે. ત્યાર પછીના સમયમાં પરિવારમાં સંબંધોમાં ઘણું સાચવવું પડશે. જમીન-મિલકત વગેરેના સોદા, દસ્તાવેજો વગેરે હાલમાં ન કરવા. મહિલાવર્ગથી શક્ય હોય એટલા બચીને રહેજો. આ સમયમાં ઘરમાં અથવા વાહનમાં કોઈ ખર્ચ આવવાની સંભાવના પણ જણાઈ રહી છે. તમે પરિવારની ખુશી માટે ખર્ચ કરો પરંતુ તેનો યશ ન મળવાથી મનોમન વસવસો થાય. વાણીનો સંભાળપૂર્વક ઉપયોગ કરવાથી આપ કોઇ સાથે વિખવાદ કે મનદુ:ખ ટાળી શકશો. સપ્તાહના અંતમાં આપે પ્રણયસંબંધોમાં સાચવવું. લગ્નોત્સુક જાતકોએ પણ કોઈપણ નિર્ણય લેતા પહેલા સો વાર વિચાર કરવો અન્યથા છેતરપિંડીનો ભોગ બની શકો છો. સંતાન સંબંધિત ચિંતા વધી શકે છે. ગર્ભવતી મહિલાઓને હાલમાં ખૂબ સાચવવું પડશે. ઑફિસમાં ઈર્ષા કે કિન્નાખોરીનો ભોગ બની શકો છો. ઉપરીઓને પણ આપના કામથી નાની-મોટી ફરિયાદો કે નારાજગી રહેશે.
—————————.

Related Posts
1 of 13

તુલા : તા 16ના રોજ સ્ત્રી વર્ગને પારિવારિક બાબતમાં મનોવાંછિત સફળતા મળશે. તમે પરિવારની ખુશી માટે નાણાં અને સમય બંને ખર્ચશો. આપ્તજનોના ચહેરા પર ખુશી જોઈને તમારામાં નવી ઉર્જાનો સંચાર થતો હોય તેવું લાગશે. તા 17 થી સૂર્ય આપની રાશિથી બારમાં સ્થાનમાં ભ્રમણ કરશે જેથી મિત્રો સાથે સમય પસાર કરશો. ઘર પરિવારમાં ખર્ચાનું પ્રમાણ વધશે. કાર્યમાં આપના પ્રયત્ન અને મહેનત છતાં આપનું પરફોર્મન્સ સારું નહીં રહે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. તા 18 થી બુધ પણ આપની રાશિથી બારમાં સ્થાનમાં ભ્રમણ કરશે. જેથી હિતશત્રુથી સાવધાન રહેવું. વિદ્યાભ્યાસમાં વિઘ્ન આવી શકે છે. તા 17,18 અને 19 બપોર સુધી ઓફિસમાં કામકાજમાં આપનો યોગ્યતા જોઈને નવી જવાબદારી સોંપશે. આપ ગંભીરતા પૂર્વક કામ કરશો. તમારું બૌદ્ધિકચાતુર્ય, આયોજનકળા અને કોઈપણ કામ અલગ અંદાજમાં કરવાની આવડતથી ઉપરીઓને ખૂબ પ્રભાવિત કરી શકશો. પૈસા સારા કમાવાની તક મળશે. વ્યવસાયમાં કોઈ એવા નિર્ણય લેશો જેથી આપનો નફો વધશે. જુના કામને નવી રીતે કરશો. તા 19 બપોર પછી અને 20,21 દરમિયાન મનમાં ઉદ્વેગ રહેશે. વિના કારણ ક્રોધ આવશે. તેના કારણે આપના સંબંધોમાં તણાવ આવી શકે છે. ખાસ કરીને વાણી અને મન પર નિયંત્રણ રાખવું. તા 22ના રોજ પ્રેમ અને સહાનુભૂતી મેળવશો.
—————————.

વૃશ્ચિક : પ્રોફેશનલ બાબતે નવી શરૂઆત કરવા માટે અથવા ધંધામાં વિસ્તરણ કરવા માટે અત્યારે તમે મનોમન કોઈ યોજના ઘડો અને તેનો અમલ કરો તેવી સંભાવના બની રહી છે. તા 16ના રોજ આપનો પ્રભાવ અને સાહસ આશ્ચર્યજનક રીતે વધશે. સ્વાસ્થ્યની તકલીફ દૂર થશે. તા 17 થી સૂર્ય આપની રાશિથી અગિયારમાં સ્થાનમાં ભ્રમણ કરશે જેથી વડીલોની કૃપા તેમજ આશીર્વાદ મેળવશો. સ્વાસ્થ્ય સારું રહેવાથી કામમાં સારું ધ્યાન આપી શકશો. આધ્યાત્મિક અને માંગલિક કાર્યોનું આયોજન થઈ શકે છે. નોકરિયાતોને નવો હોદ્દો કે નવી જવાબદારી મળી શકે છે. સરકાર તરફથી લાભની આશા રાખી શકો છો. તા 17 અને 18 દરમિયાન કોઈ નવો મોટો ઓર્ડેર મળી શકે છે. નોકરીમાં બોસ આપનાથી ખુશ રહેશે. આર્થિક રીતે થોડો હાથ તંગ રહેશે. તા 19 થી બુધ પણ આપની રાશિથી અગિયારમાં સ્થાનમાં ભ્રમણ કરશે જેથી સંતાનની પ્રગતિ થશે. મિત્રોથી ફાયદો રહેશે. સંતાનપ્રાપ્તિની પણ સંભાવના રહેશે. શુભકાર્યોમાં પ્રવૃત્ત રહેશો. તા 19,20 અને 21 દરમિયાન વિશેષ ઊર્જા અનુભવશો. નોકરીમાં સારી તક મળશે. તા 22ના રોજ અશુભ ફળદાયી સમય રહેશે. ધનહાનિની સંભાવના રહેશે.
—————————.

ધન : સપ્તાહના આરંભે વ્યાકુળતા અને અજંપો ઘણો વધારે રહેશે. તા. 16ના રોજ કોઈ અંગત વ્યક્તિથી છુટા પડવાનું દુઃખ અનુભવશો. આપને સંતાન સાથે કોઈ બાબતે મનદુઃખ થશે. સમય પણ આપની તરફેણમાં ન હોય તેવું લાગ્યા કરશે. તા. 17 દરમિયાન સંપત્તિની પ્રાપ્તિ થશે. આ સમયનું મહત્ત્વ સમજીને વર્તશો તો ખુબ ઝડપથી આપના માટે સુખદ પરિણામ આવશે. પતિ-પત્ની વચ્ચે સંબંધો મધુર રહેશે. આપને અંગત પળો માણવા માટે પણ યોગ્ય તકો મળી રહેશે. પ્રેમસંબંધો માટે ઉત્તમસમય છે. જેઓ પહેલાથી સંબંધોમાં છે તેઓ લગ્ન અંગે વિચારી શકે છે. આર્થિક અને કેરિયરની દૃષ્ટિએ સમય ઉત્તમ છે. આપ બીજાની મદદથી કોઈ મોટું કાર્ય કરશો. તમામ અવરોધ વચ્ચે પણ લક્ષ્ય પ્રાપ્ત કરશો. માનસિક ક્ષમતા અને કુશાગ્ર બુદ્ધિથી ઉંચાઈ પર પહોંચશો. તા. 18 અને તા. 19 બપોર સુધી દરેક કાર્ય શાંતિપૂર્વક પુરા કરવાનો પ્રયાસ કરશો. પતિ-પત્ની વચ્ચે હળવા વાદ-વિવાદ વચ્ચે પણ આત્મીયતા ટકી રહેશે. યાત્રા દરમિયાન આંશિક તકલીફ સાથે પણ સફળતા મળશે. તા. 20અને 21ના રોજ ધન સંબંધી બાબતોમાં આપ બહુ સાવધાની પૂર્વક આગળ વધજો. ઉઘરાણીનું કાર્ય કે પછી કોઈ નવી વસ્તુની ખરીદી માટે સમય અનુકૂળ નથી. સપ્તાહના છેલ્લા દિવસે સરકારી કાર્યોમાં વેગ જોવા મળે. આપની કાર્ય પદ્ધતિમાં ફેરફાર લાવીને સારું પરિણામ મેળવી શકશો.
—————————.

મકર : તા. 16ના સપ્તાહની શરૂઆતમાં પ્રેમસંબંધો અને સંતાનો સંબંધિત બાબતોમાં સારું રહેશે. આપને લાભની એકાદ સારી તક મળે પરંતુ સ્‍વભાવમાં ગુસ્સો અને જિદ્દીપણું વધારે રહેશે. વિદ્યાર્થી વર્ગ પોતાના ભણતર પર પુરતું ધ્યાન આપી શકશે. વડીલોના આશીર્વાદ મેળવશો. આપની બુદ્ધિ અને વિવેકપૂર્ણ મુશ્કેલમાં મુશ્કેલ કાર્ય સારી રીતે પૂર્ણ કરશો. તા. 17 અને 18 ઉચ્‍ચ અધિકારીઓથી સાવચેત રહેવાની સલાહ છે. માનસિક અજંપો રહેવાની શક્યતા છે. બિઝનેસમાં નવા પ્રોજેક્ટનું આયોજન કરવાનું ટાળજો. તારીખ 19ના મધ્યાહન પછી ગણેશજીનું સ્મરણ કરીને આગળ વધો તો ચોક્કસ સફળતા મળશે. સપ્તાહના મધ્યમાં જીવનસાથી જોડે નિકટતા માણી શકશો. સામાજિક અને જાહેરક્ષેત્રે આપની ખ્યાતિ વધશે. ભાગીદારો સાથે સંબંધો સૂમેળભર્યા રહેશે. આયાત- નિકાસ સાથે સંકળાયેલા વેપારીઓને ધંધામાં લાભ અને સફળતા મળશે. તા. 19,20 અને 21 દરમિયાન મિત્ર અને પરિવારનો સંપૂર્ણ સહયોગ મળશે. સપ્તાહના ઉત્તરાર્ધમાં કોઈની સાથે વિવાદ અને સંબંધોમાં ખોટી ભ્રમણા તમારી માનસિક સ્થિતિને ડામાડોળ કરી શકે છે. છેલ્લા દિવસે આર્થિક લાભની આશા રાખી શકો છો.
—————————.

કુંભ : આ સપ્તાહે શરૂઆતમાં તમે પ્રોફેશનલ બાબતોમાં વધુ ધ્યાન કેન્દ્રિત કરશો. કામકાજ અર્થે મુસાફરી કરો અને તે દરમિયાન નવા મિત્રો બનશે.  નોકરિયાત વર્ગને ઓફિસમાં પ્રસંશા અને બઢતી મળવાના યોગ છે પરંતુ આપની પ્રગતી કેટલાક લોકો જોઈ નહીં શકે માટે આપની વિરુદ્ધ કાવાદાવા કરવાનો પ્રયાસ કરશે. આપને આર્થિક લાભ પણ થશે. ગણેશજી જણાવે છે કે આપ પૈસાનું મહત્વ સમજજો. આપનો હાથ વધુ પડતો છૂટો હોય તો હિસાબ રાખજો નહીંતર સપ્તાહના અંતે બે છેડા ભેગા કરવાના ફાંફા પડશે. સપ્તાહના મધ્યમાં આપ ઘર-પરિવારને બાજુએ રાખી આર્થિક જવાબદારીઓ તરફ વધુ ધ્‍યાન આપશો અને આવકના સ્ત્રોતો વધારવા સક્રિય થશો. વિદ્યાર્થીવર્ગે અભ્યાસના ખંડમાં ટેલિફોન, મોટો અરીસો, માછલીઘર અથવા જેમાં ગતિશીલતા હોય તેવી ચીજો મુકવી, સપ્તાહના અંતે ગણેશજી આપને મનની સ્થિરતા જાળવીને કામ કરવાની સલાહ આપે છે. કાર્ય સફળતામાં વિલંબ અને સતત દોડધામના કારણે બીમાર પડતાં આપ થોડા હતાશ થશો. છેલ્લા દિવસે લોકો સાથેના સંબંધો સુમેળભર્યા રહેશે. બૌદ્ધિક ચર્ચા કે વાદવિવાદમાં સફળતા મળશે. આધ્યાત્મિક પુસ્તકોનું વાંચન તેમજ સંતો સાથે સત્સંગ કરવાથી આપને ઘણી રાહત રહેશે.
—————————.

મીન : તા 16ના રોજ નવા લોકોથી દોસ્તી થઇ શકે છે. ભાઈ-બહેન તેમજ સંબંધીઓ સાથેના સંબંધ મજબુત આવશે અને સંબંધોને નવી દિશા મળશે. તા 17થી કાર્યમાં નિષ્ફળતા મળી શકે છે. આપની કાર્યશૈલી અને ગુણવત્તામાં ખૂબ ચીવટતા રાખવી અન્યતા પ્રોફેશનલ મોરચે અત્યાર સુધી બનાવેલી આપની શાખ ખંડિત થઈ શકે છે. દાંપત્યજીવનમાં વિખવાદ થઇ શકે છે. એકબીજાને સહકારની ભાવના રાખવી. આ દિવસો દરમિયાન કરેલ મુસાફરીમાં વિઘ્ન આવી શકે છે તેમજ ચોરીનો પણ ભય રહેશે. તા 17 અને 18ના રોજ સરકારી ક્ષેત્રમાં સફળતા મળી શકે છે. માનસિક રીતે સ્વસ્થ અને પ્રસન્ન રહેશો. કોઈ પ્રભાવશાળી વ્યક્તિથી મુલાકાત થશે અને તેનાથી આપની પ્રગતિના રસ્તા ખુલશે. તા 19થી મિત્રો અને સંબંધીઓ જોડે સંબંધમાં તિરાડ પડી શકે છે. આપનું મન ચિંતાગ્રસ્ત રહેશે. તા 19, 20 અને 21નો તબક્કો નવા કાર્યની શરૂઆત માટે શુભ રહેશે. આપનો અભિગમ વ્યવહારિક કરતા કલ્પનાશીલ વધુ રહેશે. તા 22ના રોજ સમય ઠીક નથી આપની લાપરવાહીથી કામ બગડી શકે છે. નોકરી-વ્‍યવસાયના ક્ષેત્રે આપની કામગીરીના વખાણ થાય. નોકરીમાં પણ સહકર્મીઓ અને ઉપરીઓનો આપના પ્રત્યેનો દૃશ્ટિકોણ બદલાવા લાગશે. પદોન્‍નતિનો માર્ગ મોકળો થાય. આપનું વર્ચસ્‍વ વધે. સરકારી કાર્યો સરળતાથી પાર પડે અને તેનાથી લાભ થાય. સામાજિક ક્ષેત્રે માન- સન્‍માન પ્રાપ્‍ત કરો. સમાજસેવા કે લોકહિતના કાર્યો તરફ વળશો. કુટુંબના સભ્‍યો, મિત્રો વગેરે સાથે આનંદથી સમય પસાર થાય.

—————————.

Leave A Reply

Your email address will not be published.

Translate »