તમારા માટે, તમારી સાથે, સતત…

બોલિવૂડમાં ફૂટબોલ ફિવર

ફિફા વર્લ્ડ કપ ફિવર આખા વિશ્વ પર છવાયેલું છે,

0 145
  • ગરિમા રાવ

ફિફા વર્લ્ડ કપ ફિવર આખા વિશ્વ પર છવાયેલું છે, ત્યારે ફૂટબોલ પ્રેમીઓમાં બોલિવૂડ પણ એટલું જ ક્રેઝી છે જેટલા અન્ય લોકો છે. આઇપીએલમાં પોતાની ટીમને સપોર્ટ કરવા પહોંચી જતા બોલિવૂડ સ્ટાર્સે ફિફા વર્લ્ડકપ માટે પણ પોતાની ટીમ પસંદ કરી લીધી છે, ત્યારે કયા બોલિવૂડ સ્ટાર્સને ફૂટબોલ ફિવર છે તે જાણવું ચાહકો માટે રસપ્રદ છે.

આમ તો ભારતમાં સૌથી વધુ લોકપ્રિય રમત ક્રિકેટ છે, પરંતુ હવે ફૂટબોલનો ક્રેઝ લોકોમાં વધતો જાય છે. લાંબા સમય બાદ ફિલ્મ રેસ ૩થી બોલિવૂડમાં કમબૅક કરનાર બોબી દેઓલ બાળપણથી જ ફૂટબોલ રમતો હતો, પણ ફિલ્મોની જેમ જ ત્યાં પણ તેની કિસ્મતે દગો આપ્યો. ફૂટબોલ રમતાં સમયે બોબીના પગ પર ઈજા થઈ અને તેને કાયમ માટે ફૂટબોલ રમવાનું છોડવું પડ્યું. છતાં આજે પણ તે ફૂટબોલ જોવાનું ક્યારેય ભૂલતો નથી. બોબી કહે છે, ‘મારી ફેવરિટ ટીમ બ્રાઝિલ છે, હું નેમારનો દીવાનો છું માટે પ્રેયર કરીશ કે બ્રાઝિલ જ ચેમ્પિયન બને.’ જ્યારે બોલિવૂડનો ચોકલેટી અભિનેતા રણબીર કપૂર કહે છે, ‘મારા માટે સ્પોર્ટ્સ એક પેશન છે. મને લાગે છે ભારતમાં પણ ફૂટબોલ ફેમશ થઈ જશે.’

Related Posts
1 of 14

‘આ વખતે હું આર્જેન્ટિનાને ફિફા વર્લ્ડકપ જીતતો જોવા ઇચ્છુ છું. તે મારી પસંદીદા ટીમ છે. હું વીકમાં બેથી ત્રણ વાર તો ફૂટબોલ રમતો જ હતો.’ તેમ કહેતા અનિલ કપૂરનો પુત્ર હર્ષવર્ધન કહે છે, ‘હવે ફિલ્મોના કારણે બિઝી રહું છું જેના કારણે ફૂટબોલ રમી નથી શકતો, પણ હા, જોવાનું ચૂક્તો નથી. આ વર્ષે મારી ફેવરિટ ટીમ ઇંગ્લેન્ડ છે. છતાં ફાઇનલ કહેવંુ મુશ્કેલ છે કે કઈ ટીમ ફિફા કપ જીતશે? સ્પેન પણ આ કપ જીતી શકે છે.’ અર્જુન કપૂર અસમંજસમાં છે કે કઈ ટીમના શિરે તાજ હશે. તે કહે છે, ‘હું સપોર્ટ તો બેલ્જિયમને કરું છું, પરંતુ ઇંગ્લેન્ડ અને આર્જેન્ટિનાની ટીમ પણ મને ગમે છે. તો વળી ફ્રાન્સની ટીમ પણ લાંબી રેસનો ઘોડો લાગે છે. કશું જ કહી શકાય તેમ નથી કે કોણ જીતશે, પણ હા, આ મેચ જોવાનું હું મિસ નહીં કરું.’

જોન અબ્રાહમ કહે છે, ‘ફિફા વર્લ્ડકપની વાત કરું તો મારી ફેવરિટ ટીમ ઇન્ડિયા છે, પણ તે આ મેચમાં સામેલ નથી માટે હું તો ઇચ્છુ કે આ વર્ષે ફિફા કપ કોઈ આફ્રિકી દેશ જીતે.’ બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની પસંદીદા ટીમ બ્રાઝિલ છે. જ્યારે બોલિવૂડમાં ઝાઝું કાઠું ન કાઢનાર બિગ બીનો પુત્ર અભિષેક કહે છે, ‘પિતાના કારણે હું પહેલેથી જ બ્રાઝિલ ટીમને જોતો આવ્યો છું અને તે જ મારી મનગમતી ટીમ છે. ૨૦૧૪માં પણ બ્રાઝિલ અને જર્મનીની સેમિફાઇનલ મેચ જોવા ગયો હતો. આ વર્ષે પણ બ્રાઝિલને જ ફુલ સપોર્ટ કરું છું.’ અલી ફજલ કહે છે, ‘બધા ગલી ક્રિકેટ રમતા ત્યારે હું ગલી ફૂટબોલ રમતો હતો. હું ફૂટબોલ પ્રેમી છું અને રહીશ. આ વર્ષે બ્રાઝિલ કપ લઈ જશે તેવી ધારણા છે. તો વળી પોર્તુગાલ પણ કપ જીતી બધાને સરપ્રાઇઝ કરી શકે છે. અત્યારે કહેવું મુશ્કેલ છે કે કોના શિરે આ તાજ જશે.’ કોલેજકાળમાં હું ફૂટબોલ ટીમનો કેપ્ટન હતો, તેમ કહેતા કાર્તિક આયર્ન કહે છે, ‘ફૂટબોલ સ્ટ્રેસબસ્ટર રમત છે. સાથે જ તેના કારણે ફિટ પણ રહી શકાય છે. આજે પણ જ્યારે સમય મળે ત્યારે ફૂટબોલ રમવાનું પસંદ કરું છું. ફિફા કપની વાત કરું તો ક્રોએશિયા બધાને અચંબો આપી શકે છે. તે ટીમમાં આ વર્ષે ઇવાના રેકીટિક અને લ્યૂકા જેવા કમાલના ખેલાડીઓ છે. હા, મારી પસંદીદા ટીમ તો પોર્તુગાલ છે, કારણ કે ક્રિસ્ટિયાનો રોનાલ્ડનો જબરદસ્ત ફેન છું. હાલમાં તે ખૂબ ફોર્મમાં રમી રહ્યો છે. કપ જીતવાના ચાન્સીસ આ ટીમના વધુ છે.’

——-.

Leave A Reply

Your email address will not be published.

Translate »