તમારા માટે, તમારી સાથે, સતત…

સમાજને નવી રાહ ચીંધતાં અનોખાં લગ્ન

લગ્નનો ઇનકાર કરાતાં સમાજમાંથી બહિષ્કાર કરવાની ધમકીઓ મળવા લાગી

0 206

– લતિકા સુમન

પૂના અને મુંબઈમાં તાજેતરમાં થયેલાં બે લગ્નો ચર્ચામાં રહ્યાં હતાં. આ લગ્નો કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ કે પછી કોઈ માલેતુજારોનાં સંતાનોનાં ન હતાં. છતાં આ લગ્ન પ્રસંગોએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. કેમ કે, આ લગ્નોએ સમાજને એક સંદેશો આપવાનું કામ કર્યું હતું અને વર્ષાેથી ચાલ્યા આવતાં રૃઢિ-રિવાજો અને પરંપરાઓ સામે અવાજ ઉઠાવવાનું કામ કર્યું હતું. આ લગ્નોએ એ બધી જ પ્રણાલિકાઓને તોડીને એક ઇતિહાસ રચી દીધો છે.

ગત ૨૯મી માર્ચે ગોવિંદુ ગુડિલુ નામની એક દીકરીનાં આંતરજ્ઞાતીય લગ્ન સંપન્ન થયાં. આ સમાજની દીકરીએ પોતાની જ્ઞાતિની પંચાયત સામે અવાજ ઉઠાવીને આ પ્રકારે પહેલાં લગ્ન કર્યાં હતાં. તેનાં લગ્નમાં તેની જ્ઞાતિના તમામ વડીલો તેને આશીર્વાદ આપવા હાજર રહ્યા હતા. આ લગ્નએ કેવી રીતે નવો ઇતિહાસ રચી દીધો તે જાણવા ‘અભિયાને’ ગોવિંદુની બહેન દુર્ગા સાથે વાતચીત કરી. દુર્ગાએ પોતાની જ્ઞાતિ-પંચાયત સામે લાંબી લડત ચલાવી આવી પંચાયતને જ બરતરફ કરવાની ફરજ પાડી દીધી.

દુર્ગા જોગેશ્વરીના મેઘવાડી રોડ પર મુસ્લિમ કબ્રસ્તાનની બાજુના વિસ્તારમાં એક નાના મકાનમાં રહે છે. દુર્ગાનાં માતા-પિતા જ્યારે જોગેશ્વરીમાં આવ્યાં ત્યારે આખો પરિવાર ભીખ માગતો હતો. દુર્ગાની મોટી બહેન ગોવિંદુ જ્યારે તેની માતાના પેટમાં હતી ત્યારે જ તેના મામાએ તેનાં લગ્ન પોતાના પુત્ર સાથે નક્કી કરી દીધાં હતાં. તેના મામાએ પોતાની બહેન એટલે કે દુર્ગાની માતાને કહ્યું હતું કે જો તને પુત્રી થશે તો તેનાં લગ્ન મારા પુત્ર સાથે થશે. દુર્ગાની માતાએ પણ આ પ્રકારે વચન આપી દીધું હતું.

Related Posts
1 of 196

દુર્ગા અને તેનો પરિવાર જ્યાં રહેતો હતો ત્યાં ‘યુવા’ નામની સામાજિક સંસ્થાનું એક બાલમંદિર શરૃ થયું હતું. બાલમંદિરમાં આવતાં લક્ષ્મી કુંભારે નામના એક શિક્ષિકાએ આ વૈદુ જ્ઞાતિનાં બાળકોને ભણવા આવવા આગ્રહ કર્યાે. ત્યારે દુર્ગા, તેની બહેન ગોવિંદુ અને બીજાં બાળકો ભણવા તૈયાર થયાં. દુર્ગા ૭મા ધોરણ સુધી ભીખ માગતી અને ભણતી. એક દિવસ તે પોતાના જ સહાધ્યાયીના ઘરના દરવાજે ભીખ માગવા પહોંચી ગઈ. તેને ખૂબ શરમ આવી અને પછી તેણે ભીખ માગવાનું જ છોડી દીધું. હવે બંને બહેનો ભણવામાં ધ્યાન આપવા લાગી. પિતા પતરાની પેટી બનાવવાના કામમાં લાગી ગયા. ગોવિંદુ ભણીને કોમર્સમાં સ્નાતક થઈ અને કોર્પાેરેટ કંપનીમાં સારી નોકરી કરવા લાગી, જ્યારે દુર્ગા સામાજિક કાર્યાેમાં જોડાઈ ગઈ.

બંને બહેનો ભણવા જતી ત્યારથી સમાજની નાત પંચાયતે આનો સખત વિરોધ કર્યાે હતો, પણ ગોવિંદુની માતાએ તેને ભણવા દીધી. તેના મામા કહેતા કે ગોવિંદુ વધારે ભણશે તો બગડી જશે અને મારા દીકરા સાથે લગ્ન નહીં કરે. જ્યારે ગોવિંદુએ નોકરી શરૃ કરી ત્યારે તેના મામાએ લગ્ન માટે જીદ પકડી, પણ ગોવિંદુએ ના પાડી દીધી. કેમ કે, મામાનો દીકરો સાતમું ધોરણ ભણેલો હતો. તે કશું કામ નહોતો કરતો અને દારૃ પીતો હતો.

બીજી તરફ લગ્નનો ઇનકાર કરાતાં સમાજમાંથી બહિષ્કાર કરવાની ધમકીઓ મળવા લાગી. આમ છતાં ગોવિંદુ ન માની તો મામલો નાતની પંચાયતમાં ગયો. દુર્ગા કહે છે, અમારા સમાજમાં મરેલું જાનવર લાવીને ખાવાનું અને સાથે ખૂબ દારૃ પીવાની પ્રથા વર્ષાેથી ચાલી આવે છે. આવામાં ગોવિંદુ કોઈ દારૃડિયા માણસ સાથે લગ્ન કરવા તૈયાર ન હતી. આથી જ્યારે નાતની પંચાયત બેઠી ત્યારે મેં તેને સાથ આપવાનો નિર્ણય કર્યાે.

———————————   વધુ વિગતો વાંચવા અભિયાન સબસ્ક્રાઇબ કરો.    ———————————

Leave A Reply

Your email address will not be published.

Translate »