પ્રાથમિક સુવિધાઓ માટે ઝઝૂમતાં લોકો… ‘અભિયાન’માં ગ્રામ્યવિસ્તારોમાં પાયાની પ્રાથમિક સુવિધા સામે ઘણા પ્રશ્નો ચર્ચાય છે. મૂળમાં રોડ-રસ્તાની વાત હોય કે પાણી સંગ્રહનાં તળાવોની વાત, દરેક બાબતે પ્રશાસન નિષ્ક્રિય જોવા મળે છે. બોરસદના તળાવની વાત હોય કે ભટેરાપુરના રોડની વાત હોય છેવટે ગ્રામજનો સ્વબળે પ્રશ્નોને ઉકેલી લેતા હોય તે પ્રશાસન માટે શરમજનક બાબત બની રહે છે.