તમારા માટે, તમારી સાથે, સતત…

વિશ્વવૃત્ત: વર્ષ ૬૪૯૧ની સાલનો ટાઇમ ટ્રાવેલર હોવાનો દાવો !!!

બ્રિટનમાં વેલ્સના દરિયાકિનારે વિચિત્ર જીવ તણાઈ આવ્યો

0 231

વિશ્વવૃત્ત

વર્ષ ૬૪૯૧ની સાલનો ટાઇમ ટ્રાવેલર હોવાનો દાવો !!!
૧૯૮૦ના દાયકામાં ‘બેક ટુ ધી ફ્યુચર’ નામની હોલિવૂડની ફિલ્મ આવી હતી. જેમાં એક કારમાં ફિટ કરવામાં આવેલા ટાઇમ મશીનની મદદથી એક યુવાન જુદા-જુદા ટાઇમ ઝોનમાં પહોંચી જતો હોવાની સ્ટોરીને ખૂબ જ અદ્ભુત રીતે પ્રસ્તુત કરવામાં આવી હતી. એ તો એક ફિલ્મ હતી, પરંતુ તાજેતરમાં જેમ્સ ઓલિવર નામની વ્યક્તિએ પોતે વર્ષ ૬૪૯૧ની સાલનો ટાઇમ ટ્રાવેલર હોવાનો દાવો કરીને દુનિયાને ચોંકાવી દીધી છે. તેણે એવો પણ દાવો કર્યાે છે કે તેના ટાઇમ મશીનમાં અચાનક ક્ષતિ સર્જાતાં તે આપણા ટાઇમઝોનમાં એટલે કે ૨૦૧૮ની સાલમાં આવીને ફસાઈ ગયો છે. ઓલિવરના આ વિચિત્ર દાવાની સત્યતા ચકાસવા પેરાનોર્મલ એક્સપટ્ર્સ અને લાઇ ડિટેક્ટરની પણ મદદ લેવામાં આવી હતી. સૌના આશ્ચર્ય વચ્ચે તેણે આ ટેસ્ટ પાસ કરી નિષ્ણાતોને પણ મૂંઝવણમાં મુકી દીધા છે. નિષ્ણાતોના કહેવા પ્રમાણે તે સાચું બોલી રહ્યો છે. ઓલિવરના દાવા પ્રમાણે તે વર્ષ ૬૪૯૧ની સાલમાંથી ૨૧મી સદીમાં એક મિશન અંતર્ગત આવ્યો હતો, પરંતુ હવે તે પોતાના ઘેર પરિવાર અને મિત્રોને મળવા પાછો જઈ શકે તેમ નથી. કેમ કે તેનું ટાઇમ મશીન બગડી ગયું છે. લાઇ ડિટેક્ટર ટેસ્ટમાં કરવામાં આવેલા તમામ પ્રશ્નોના તેણે સાચા જવાબ આપ્યા હતા. તેણે કરેલી વિનંતી બાદ વાતચીતના રેકોર્ડિંગ દરમિયાન તેનો ચહેરો પણ ઝાંખો કરી દેવામાં આવ્યો હતો. ઓલિવર સામે નવા પ્રશ્નોનો મારો કરવાની તૈયારીઓ થઈ રહી છે.
————————-.

Related Posts
1 of 142

બ્રિટનમાં વેલ્સના દરિયાકિનારે વિચિત્ર જીવ તણાઈ આવ્યો
બ્રિટનમાં વેલ્સના દરિયાકિનારે તાજેતરમાં મગર જેવો દેખાવ ધરાવતાં વિચિત્ર જીવનો મૃતદેહ તણાઈ આવ્યો હતો. બેથ જેન્નેટા નામના ૪૧ વર્ષીય મહિલા પોતાના પાલતુ શ્વાન સાથે ર્હોસ્સિલિ નજીક આવેલા દરિયાકિનારે ટહેલવા નીકળ્યાં હતાં, ત્યારે તેમની નજર આ જીવના સડી રહેલા મૃતદેહ પર પડી હતી. લાંબી પંૂછડી અને મોટું માથંુ ધરાવતો તે જીવ અંદાજે એકાદ મીટર લાંબો હતો. મહદ્અંશે મગર જેવા જણાતા મૃત પ્રાણીના બેથે ફોટા લીધા હતા. સોશિયલ સાઇટ્સ પર પણ લોકોએ આવો જીવ ક્યારેય જોયો ન હોવાની પ્રતિક્રિયાઓ આપી હતી. આ જીવ કઈ પ્રજાતિનો હશે? તે પ્રશ્નનો ઉત્તર મેળવવા મરીન બાયોલોજિસ્ટ્સ પણ કામે લાગ્યા હતા. બ્રિટનની સ્વાનસી યુનિવર્સિટીના બાયોસાયન્સ ડિપાર્ટમેન્ટની ઇકોલોજી રિસર્ચ ટીમના સદસ્ય ડૉ. ડેન ફોર્મેનના જણાવ્યા મુજબ તેના નીચલા જડબાની રેખા આ જીવ સામુદ્રિક સસ્તન વર્ગનું પ્રાણી વ્હેલ અથવા ડોલ્ફિન હોવાનું સૂચવે છે. પેન્ડિન તેમજ ર્હોસ્સિલિ બીચ પરથી અગાઉ વ્હેલ અને ડોલ્ફિન પ્રજાતિના જીવ મોટી સંખ્યામાં મૃત અવસ્થામાં મળી આવેલા છે. આવા પ્રાણીઓના મૃતદેહોના અવશેષો મોટા ભાગે જૂન અને જુલાઈ માસમાં મળી આવ્યાનું નોંધવામાં આવ્યું છે. ડૉ. ફોર્મેને ઉમેર્યું કે, પ્રથમ દ્રષ્ટિએ કોઈ મગરના અવશેષો હોવાનું લાગે છે, પણ એવું નથી. નેશનલ ટ્રસ્ટ એરિયા રેન્જર માર્ક હિપકિને આ જીવ વ્હેલની પ્રજાતિનું પોર્પાેઇઝ નામનું સસ્તન પ્રાણી હોવાની પુષ્ટિ કરતાં જણાવ્યું હતું કે, આ દરિયાઈ જીવ પાંચ ફૂટની લંબાઈ ધરાવતો હોય છે. તેના અવશેષો બીચ પરથી ખસેડી લેવામાં આવ્યા છે અને કાઉન્સિલને તેની જાણ કરી દેવામાં આવી છે.
————————-.

સૌથી ટચૂકડા આઇલેન્ડ પરના આ મકાનમાં કોણ રહે છે?
દુનિયામાં મહાસાગરો, સમુદ્રોની વચ્ચે એવા અનેક ટાપુઓ આવેલા છે, જ્યાં માનવવસ્તી જોવા મળતી નથી. કેટલાક ટાપુ તો એવા છે, જ્યાં કોઈ પગ મૂકવાની પણ હિંમત કરી શકતું નથી. હબ આઇલેન્ડ દુનિયાનો સૌથી ટચૂકડો આઇલેન્ડ હોવાનું માનવામાં આવે છે. આ ટાપુ પોતાના ખૂબ જ નાના વિસ્તાર માટે જાણીતો છે. ખૂબ જ નાનો એવો આ ટાપુ માંડ એક ટેનિસ કોર્ટના કદ જેટલો જ છે. અહીં ખૂબ જ ઓછી જગ્યા છે. નવાઈની વાત એ છે કે, આ ટચૂકડા ટાપુ ઉપર એક મકાન પણ આવેલું છે. ચારે બાજુ પાણીથી આ ટાપુ પરના એકમાત્ર મકાનમાં એક પરિવાર પણ વસે છે. ટાપુના ૩૩૦૦ ચોરસ ફૂટ કરતાં પણ ઓછા વિસ્તારમાં એક કોટેજ, ઝાડ અને કેટલીક ખુરશી આવી શકે તેટલી પૂરતી જગ્યા તો છે જ. ન્યૂયૉર્ક સ્ટેટની એલેક્ઝેન્ડ્રિયા ખાડીમાં ખૂબ દૂરની જગ્યાએ આવેલા આ ટાપુને ૧૯૫૦માં ધનાઢ્ય એવા સાઇઝલેન્ડ્સ પરિવારે ખરીદી લીધો હતો. જોકે, ટાપુ પર હોલિડે હોમ બનાવવાનો તેમનો પ્લાન સફળ રહ્યો ન હતો. કેમ કે ત્યાં રજાઓ ગાળવા ગયેલા પ્રવાસીઓનો અનુભવ સારો રહ્યો ન હતો. પગ મૂકવાની માંડ જગ્યા હોય તેટલી જમીન જાણે કે કોટેઝને ગળી જવા તત્પર હોય તેવું લાગતું હતું. કિનારે મુકેલી લોખંડની કેટલીક ખુરશીઓ પર સહેજ પણ સંતુલન ગુમાવો તો સીધા પાણીમાં તરતા જોવા મળો તેવી સ્થિતિ હતી. ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોડ્ર્સમાં કરાયેલા દાવા પ્રમાણે આ વિશ્વનો સૌથી ટચૂકડો માનવ વસવાટવાળો ટાપુ હોવાનું બહુમાન ધરાવે છે.
————————-.

Leave A Reply

Your email address will not be published.

Translate »