તમારા માટે, તમારી સાથે, સતત…

ઓસ્ટ્રેલિયામાં ૧૮૮૬ની સાલમાં મોકલેલો સંદેશો મળ્યો

ટેક્સાસની કુદરતી અજાયબી એવો આ કૂવો જોખમી કેમ છે?

0 193

વિશ્વવૃત્ત

ટેક્સાસની કુદરતી અજાયબી એવો આ કૂવો જોખમી કેમ છે?
અમેરિકાના ટેક્સાસની હેઝ કાઉન્ટીમાં જેકોબ્સ વેલ (કૂવો) નામે એક જાણીતું સ્વિમિંગ માટેનું કુદરતી સ્થળ આવેલું છે. કુદરતી સૌંદર્યથી ભરપૂર આ સ્થળ હકીકતમાં બ્લેક હૉલ જેવો પાણીથી ભરેલો એક અંતહીન કૂવો છે. આ કૂવાની ખતરનાક અને રહસ્યમયી ઊંડાઈથી અજાણ કેટલાય મરજીવા અહીં એકવાર ડૂબકી લગાવ્યા બાદ તેમાંથી બહાર નીકળી નથી શક્યા. ટેક્સાસના આ કૂવાએ અત્યાર સુધી ઘણા લોકોના જીવ લીધા છે. જેકોબ્સ કૂવામાં ઊંડે પ્રાકૃતિક રીતે પથ્થરોની બનેલી ગુફાઓ આવેલી છે. આ ગુફાઓમાંથી પાણીનાં ઝરણાં નિરંતર વહ્યાં કરે છે. ઊંડી ગુફાઓમાંથી કાચ જેવું પાણી કૂવામાંથી બહાર નીકળી પાસેની સાઇપ્રેસ ખાડીમાં વહી જાય છે. એક અંદાજ પ્રમાણે ૧૦૦ ફૂટ કરતાં પણ વધુ ઊંડાઈ ધરાવતી સંપૂર્ણ રીતે પાણીમાં ડૂબેલી ટેક્સાસની આ બીજા નંબરની સૌથી લાંબી ગુફાઓનું પ્રવેશદ્વાર હોવાનું મનાય છે. જેકોબ્સ વેલની અંદર પાણીમાં ડૂબેલી ગુફાઓનાં રહસ્યો ઉજાગર કરવા માટેના વ્યવસ્થિત પ્રયત્નો વર્ષ ૨૦૦૦થી શરૃ કરવામાં આવ્યા હતા. તાલીમબદ્ધ મરજીવાઓની મદદ લેવામાં આવી હતી. પાણીની નીચે આવેલી સંરચનાઓનો નક્શો તૈયાર કરવા માટે વર્ષ ૨૦૦૭માં એક આખી ટીમ બનાવવામાં આવી હતી. આ ટીમે પાણીમાં ૬૦૦૦ ફૂટ સુધીના માર્ગનું દસ્તાવેજીકરણ કર્યું છે અને હજુ પણ આગળનાં સંશોધનો જારી છે. જેકોબ્સ વેલને શા માટે બ્લેક હૉલ કહે છે તે હવે સમજાયું ને!
——————————–.

Related Posts
1 of 142

ઇંગ્લેન્ડમાં ઘરમાં આવવા દરવાજો ખટખટાવતી વિવેકી બિલાડી!
ઇંગ્લેન્ડની મર્સીસાઇડ કાઉન્ટીના બુટલ ટાઉનમાં એક મકાનનો દરવાજો ખટખટાવતી બિલાડીની ચર્ચાઓ થઈ રહી છે. બિલાડીની રીતભાત અને વર્તણૂકને જોઈને નગરવાસીઓએ તેને વિશ્વની સૌથી વિવેકી બિલાડીનું બિરુદ પણ આપી દીધું છે! બુટલમાં રહેતો ડેન રિચર્ડસન નામનો એક કારચાલક તાજેતરમાં પોતાની કાર લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે એક મકાનના દરવાજે તેણે જે દ્રશ્ય જોયું તે જોઈને તે અવાચક થઈ ગયો. એક બિલાડી દરવાજાની બહાર એક ડસ્ટબિનની ઉપર ચઢેલી હતી. તેના આગળના પગના પંજાથી દરવાજો ખટખટાવી રહી હતી. મકાનમાં પ્રવેશવા માટે દરવાજો ખટખટાવી જાણે કે તે મકાનમાલિકની પરવાનગી માગી રહી હોય તેવું દ્રશ્ય સર્જાયું હતું. બિલાડીની ચતુરતા જોઈને તેને પોતાની આંખો પર ભરોસો નહોતો થતો. આ આખી ઘટનાને નિહાળનાર ૨૬ વર્ષીય રિચર્ડસને જણાવ્યું કે, ‘તે બિલાડી દરવાજાની બહાર મુકેલી ડસ્ટબિન પર શાંતિથી બેઠી હતી. થોડી-થોડી વારે તે ઊભી થઈ આગળના પગથી દરવાજો ખટખટાવતી હતી. પાછી ડસ્ટબિન પર બેસી જતી હતી અને દરવાજો ખૂલવાનો ઇંતજાર કરતી હતી. હું મારી કારમાં બેઠો બેઠો આ દ્રશ્ય જોઈ રહ્યો હતો. થોડીવાર થઈ ત્યાં ફરી પાછી બિલાડીએ દરવાજો ખટખટાવ્યો. તરત જ મેં મારો ફોન કાઢ્યો અને આ સીન રેકોર્ડ કરવા લાગ્યો. આવાં દ્રશ્યો જવલ્લે જ જોવા મળતાં હોય છે.’ રિચર્ડસનને જોકે એ વાતનો અફસોસ રહ્યો કે બિલાડી દરવાજો ખટખટાવતી રહી, પણ અંદરથી કોઈએ દરવાજો ખોલ્યો ન હતો.
——————————–.

ઓસ્ટ્રેલિયામાં ૧૮૮૬ની સાલમાં મોકલેલો સંદેશો મળ્યો
ઓસ્ટ્રેલિયામાં એક મહિલાને એક બોટલમાંથી ૧૮૮૬ની સાલમાં મોકલવામાં આવેલો એક સંદેશો મળી આવ્યો છે. કોઈ બોટલમાંથી મળેલો આ સૌથી જૂનો સંદેશો હોવાનું નિષ્ણાતોનું માનવું છે. ટોન્યા ઇલ્મેન નામની મહિલાએ જણાવ્યું કે, ‘હું વેડ્ઝ આઇલેન્ડના બીચ પર લટાર મારવા નીકળી હતી ત્યારે મારું ધ્યાન એક જૂની કાચની બોટલ પર ગયું હતું. ઘરમાં ડિસ્પ્લેમાં મૂકવાથી તે સારી લાગશે તેમ માની તે બોટલ મેં ઉઠાવી લીધી હતી. ઘરે જઈને તપાસ કરતાં બોટલમાં દોરીથી બાંધેલો ભીનો થઈ ગયેલો કાગળ જોવા મળ્યો હતો. કાગળ સુકાયા બાદ જોયું તો જર્મન ભાષામાં નોંધ લખેલી હતી. કાગળમાં ૧૨ જૂન, ૧૮૮૬ની તારીખ લખેલી હતી.’ પર્થમાં સ્થિત પશ્ચિમી ઓસ્ટ્રેલિયન મ્યુઝિયમના કહેવા પ્રમાણે ઓસ્ટ્રેલિયાના સાગરતટથી ૬૦૦ માઈલ દૂર હિંદ મહાસાગરમાં પૌલા નામનું સઢવાળું વહાણ પસાર થઈ રહ્યું હતું ત્યારે તે વહાણમાંથી આ બોટલ દરિયામાં ફેંકવામાં આવી હતી. મ્યુઝિયમના આસિસ્ટન્ટ ક્યૂરેટર રોસ એન્ડરસનના જણાવ્યા પ્રમાણે સમુદ્રી પ્રવાહોના અભ્યાસ માટે પ્રયોગના ભાગરૃપે જર્મન વહાણોમાંથી આવી હજારો બોટલો દરિયામાં ફેંકવામાં આવી હતી. આવી પ્રત્યેક બોટલમાં વહાણના નામ અને તારીખ સાથેની નોટ મૂકવામાં આવી હતી. આ બોટલ કયા દરિયાકાંઠેથી મળી આવી તેની વિગત આપવાનો અનુરોધ કરતું લખાણ પણ મૂકવામાં આવ્યું હતું. આ  બોટલ મ્યુઝિયમમાં પ્રદર્શનાર્થે મૂકવામાં આવનાર છે.
——————————–.

Leave A Reply

Your email address will not be published.

Translate »