તમારા માટે, તમારી સાથે, સતત…

સાપ્તાહિક રાશી ભવિષ્ય તા. 27-05-2018 થી તા. 02-06-2018

વૃષભ : આપનું સ્વાસ્થ્ય સારું રહેશે. રોગથી મુક્તિ મળશે. ચિંતા-પરેશાની ઓછી થશે. આપના આત્મવિશ્વાસમાં વધારો થશે.

0 1,164

(સાપ્તાહિક રાશી ભવિષ્ય) તા. 27-05-2018 થી તા. 02-06-2018

મેષ : સપ્તાહની શરૂઆતે કોઈપણ કારણથી મુસાફરીનો પ્રસંગ બનશે જે લાભદાયી રહેશે. વ્યાપાર અને ભાગીદારીમાં લાભદાયક તબક્કો રહેશે. ઘરમાં પરિવાર સાથે હળીમળીને સમય આનંદદાયક પસાર થશે. આપની વારસાગત મિલકતની બાબત માટે આપ વ્યસ્ત રહેશો. આપની ધીરજ આપને માટે ઘણી ફાયદાકારક રહેશે. તા. 29 અને 30 દરમિયાન સ્વાસ્થ્યની કાળજી રાખવી જરૂરી છે અન્યથા આપના કાર્યોમાં અંતરાય આવી શકે છે. સાવધાનીથી આ તબક્કો પસાર કરવો. બહાર ફરવા જવાનું થાય તો પાણી, જળાશય, નદીથી દૂર રહેવું. આપના બનતા કાર્યો અટકી શકે છે તેમજ ધનહાનિ થઇ શકે છે. આપ બીજાની આલોચનામાં વ્યસ્ત રહેશો જેનાથી આપની પ્રતિષ્ઠાને નુકસાન થઇ શકે છે. તા. 31-05 અને તા. 01-06 તથા તા. 02-06 દરમિયાન આપની સુઝબુઝથી આપનું કાર્ય પતાવવાનું રહેશે. આપના ભરોસા અને આત્મવિશ્વાસના કારણે મોટાભાગની મુશ્કેલી ઉકેલી શકાશે. તમે હાલમાં કોઈ ધાર્મિક કાર્ય કરો, પૂજા પાઠમાં ભાગ લો, સત્સંગમાં જાવ તેવી સંભાવના પણ રહે. ઘરમાં મહેમાનોનું આગમન થશે. જુના પરિચિતોને મળવાનું પણ થઇ શકે છે. આર્થિક બાબત તેમજ સંતાનની બાબતે ખુબજ ધ્યાન રાખવાની જરુર છે.
——————————.

વૃષભ : તા. 27 અને 28 દરમિયાન આપનું સ્વાસ્થ્ય સારું રહેશે. રોગથી મુક્તિ મળશે. ચિંતા અને પરેશાની ઓછી થશે. આપના આત્મવિશ્વાસમાં વધારો થશે. આપ જો નવી નોકરીની શોધમાં હશો, તો મળવાની સંપૂર્ણ શક્યતા છે. કમિશન કે દલાલીના કામથી આર્થિક લાભ થાય. વધુ પડતુ ગળ્યુ ખાવાની આદતથી ડાયાબિટિસ થવાની શક્યતા છે. તા 29 અને 30ના રોજ આપ કાર્યને વધુ સારી રીતે પૂર્ણ કરવા પ્રયત્નશીલ રહેશો. રમતગમત અને મનોરંજન ગતિવિધિમાં ભાગ લેશો. નવી વ્યક્તિ જોડે મુલાકાત થશે. પરિવારના સભ્યોનો સાથ સહકાર મળશે. બહાર હરવાફરવાનો કાર્યક્રમ બનશે. જીવનસાથી જોડે મનમેળ ઓછો રહે. પાર્ટનરશીપના ધંધામાં નુકસાન જતા પાર્ટનરશીપ તુટવાના યોગો બની શકે છે. તા. 31-05 અને તા 1-06 અને તા. 2ની બપોર સુધીનો સમય આપને સંભાળીને રહેવું. આ દિવસો દરમિયાન આપને બીજાના કારણે પરેશાની ઉભી થઇ શકે. અકસ્માત કે કોઈ અઘટિત ઘટના ઘટી શકે છે. આર્થિક તંગી અનુભવાશે. નાણાકીય તકલીફના કારણે આપની ઘણી યોજનાઓ પડી ભાંગે એવા સંજોગો બને અને આપનો દિવસ વિષાદપૂર્ણ તેમજ ચિંતાગ્રસ્ત રહે.
——————————.

મિથુન : સપ્તાહના આરંભે પ્રેમસંબંધોમાં તમારું મન વધુ પરોવાયેલું રહેશે. તા. 27ના રોજ અને તા. 28 બપોર સુધી આપની ઈચ્છા મુજબ કાર્ય થવાથી મન પ્રસન્ન રહેશે. વિદ્યાર્થીઓ સ્પર્ધા, પ્રતિસ્પર્ધામાં ભાગ લેશે. નાણાકીય કાર્યોમાં સમજી વિચારીને આગળ વધવું. હાલમાં રોકાણ મામલે કોઈપણ નિર્ણય લેતા પહેલા બે વાર તજજ્ઞોની સલાહ લઈને સાહસ કરજો. આપને સ્વાસ્થ્યની કાળજી રાખવાની સલાહ છે જેમાં ખાસ કરીને પેટના દર્દોથી સાચવવું. શેરબજારથી આર્થિક લાભ થાય. હરવા ફરવા માટેનો ઉત્તમ સમય જણાઈ રહ્યો છે. સંતાન ઈચ્છુક જાતકોને સંતાન પ્રાપ્તિ માટેનો સારો સમય છે. તા. 28 બપોર પછી અને તા. 29 તથા 30 દરમિયાન આપના માટે દિવસો આર્થિક રૂપે દિવસો લાભદાયી રહેશે. નવા કપડા, ઝવેરાત, કિંમતી સામાનની ખરીદી કરી શકશો. મિત્રોનો સાથ મેળવશો. આપ ઉત્તમ સુવિધા મેળવશો. કોઈ મહત્ત્વપૂર્ણ આર્થિક લેવડ-દેવડ કરશો. નોકરીમાં આવક વૃદ્ધિ થાય. બેંકથી લોન મળવા માટેનો સારો સમય. અવિવાહિતો માટે વિવાહ માટેનો યોગ્ય સમય છે. તા. 31 અને 1 દરમિયાન તથા તા. 2 સાંજ સુધી સાતમાં સ્થાનમાં ચંદ્ર આપના માટે અને પરિવાર માટે સુખદાયી રહેશે. આપની કોઈ ઈચ્છા પુરી થશે. દાંપત્યજીવનના સંબંધમાં પારસ્પરિક આત્મિયતાનો અહેસાસ થશે. તા. 2 સાંજ પછી સમય આપનો સાથ નહીં આપે. આપના કોઈપણ કાર્ય કરતા મુસીબત આવી શકે. મનદુઃખનો પ્રસંગ થઇ શકે છે.
——————————.

કર્ક : તા. 27 મકાન – વાહન પ્રાપ્તિના સારા યોગો બને છે. વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં આયોજનપૂર્વક આગળ વધશે અને અભ્યાસ સિવાયના વિષયો અથવા કોર્સમાં રુચિ લે તેવી શક્યતા છે. આપને આવા અભ્યાસમાં સારી સફળતા મળવાની પણ શક્યતા છે. તા. 28 સાંજ સુધી આવક કરતા ખર્ચનું પ્રમાણ વધુ રહેશે. અતિ વ્યસ્તતાના કારણે તમે પોતાને ઉતાવળમાં નુકસાન કરી બેસશો. ઉપરી અધિકારીથી માન-હાનિ થઇ શકે છે. શક્ય હોય ત્યાં સુધી તેમની સાથે વ્યવહારમાં વિનમ્રતા રાખવી. આપને નિર્ધારિત સમયમાં કામ પુરુ કરવા માટે અન્યોનો સહકાર અપેક્ષા કરતા ઓછો મળવાથી વધુ મહેનત કરવી પડશે. કામના ભારણ વચ્ચે ભોજનની નિયમિતતા, આરામ અને આપના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. તા. 28 સાંજ પછી દિવસો અનુકૂળ થશે. તા. 29 અને 30 દરમિયાન આપના માટે પ્રગતિનો રસ્તો ખુલશે. કોઈ મહત્ત્વનો સોદો થઇ શકે છે. વિદ્યાર્થીઓ માટે વિદ્યાભ્યાસમાં આપની મુશ્કેલીઓ દૂર થશે. ઘરમાં મહેમાનનું આગમન થશે. સગા-સંબંધી તથા મિત્રોનો સહયોગ મળશે. જુના અટકેલા કાર્યો પૂર્ણ થશે. આપને પ્રણય સંબંધોમાં સફળતા મળશે. કોઈ ખાસ વ્યક્તિ તરફ તમે આકર્ષાવ તેવી પુરી શક્યતા છે. તા. 31 અને 1 દરમિયાન સમય સંપત્તિદાયક સારો રહેશે. નવું વાહન ખરીદવાનું આયોજન પાર પાડી શકો છો. કોઈ મહત્ત્વની બાબતમાં આપ બીજાને માર્ગદર્શન આપી તેમને મદદરૂપ થશો. પ્રણય સંબંધોમાં પારસ્પરિક સંબંધો સારા રહેશે પરંતુ બંને પરિવારજનો આ સંબંધોનો વિરોધ કરશે. આપના વ્યવસાયમાં લોકપ્રિયતા અને પ્રતિષ્ઠા મેળવશો. તા. 2 ના રોજ આપ પ્રોફેશનલ બાબતો અને કારકિર્દીમાં વધુ ધ્યાન આપશો.
——————————.

સિંહ : તા 27, 28 બપોર સુધીનો સમય આર્થિક સ્થિતિ સંતોષજનક રહેશે. વ્યપાર વ્યવસાયમાં ઉચિત લાભ મેળવશો. નોકરીની સારી તક મળશે. ફ્રેશર્સને પણ આ સમયમાં આપેલા ઈન્ટરવ્યુમાં ઘણી સરળતા રહેશે અને આપને સફળતા મળવાની શક્યતા બમણી થઈ જશે. કાર્યસ્થળે આપ પોતાની કુનેહના કારમે લોકપ્રિયતા મેળવશો. યાત્રા પર જવાના યોગ છે. આપ નવા સંબંધ પણ બાંધશો જે આપના માટે ઘણા ઉપયોગી થશે. તા 28 બપોર પછીનો સમય વિપરીત રહેશે. લોકો સાથે વર્તનમાં સૌમ્ય રહેવું. તા 29 અને 30 દરમિયાન નાણાકીય બાબતને લઇને પત્ની સાથે તકરાર થશે. અને વાદવિવાદ વધુ થશે, અને વાત અહં સુધી આવી શકે છે. આપ કોઈ મુસીબતમાં પડી શકો છો. આપને પોતાની જ વ્યક્તિથી વિશ્વાસઘાત થઇ શકે છે. જેના માટે આપે સતર્ક રહેવું જરૂરી છે. અજાણી વ્યક્તિથી સાવધાન રહેવું. ધન હાનિનો યોગ પણ છે. તા 31 અને 1 દરમિયાન કોઈ મહત્વપૂર્ણ સમાચાર આપને મળી શકે છે. કોઈ એવો પ્રસંગ બનશે જેથી આપ ખુશ રહેશો. આપના અટકેલા કાર્ય પુરા થશે. સંતાન તરફથી આપને ખુશી મળશે. તા 2ના રોજ રાજકીય કાર્યોમાં આપ સફળતા મેળવશો. આપ આપની મક્કમ ગતિથી આગળ વધશો.
——————————.

Related Posts
1 of 124

કન્યા : આપ આનંદ ઉત્‍સાહ અને તન- મનની પ્રફુલ્લિતતા સાથે નવું કામ હાથમાં લેશો તો તેમાં અચૂક સફળતા મળશે. ધાર્મિક પ્રસંગો કે માંગલિક પ્રસંગોમાં જવાનું થાય માટે પ્રવાસની તૈયારી રાખજો. જોકે, મનમાં કોઈ બાબતે થોડી ગડમથલ રહેવાથી મહત્વના નિર્ણયો હાલમાં ટાળજો. પરિવારના સભ્‍યો સાથે ખટરાગ થાય. નકારાત્‍મક વિચારો મન પર છવાયેલા રહેશે તેને દૂર કરવાનો પ્રયત્‍ન કરવો પડે. સપ્તાહના મધ્યમાં માનસિક ઉદ્વેગ રહેશે. ધન અને માનહાનિની પણ શક્યતા છે. નોકરીમાં સમસ્‍યાઓ ઉભી થાય. સ્‍થાવર મિલકતના દસ્‍તાવેજો કરવામાં કાળજી રાખવી. સ્‍ત્રીઓ સાથેના સંબંધો હાનિકર્તા નીવડી શકે છે. સપ્તાહના મધ્યે આપની આપની કલ્પનાશક્તિ અને રચનાત્મકતાને આપ નવા આયામ સુધી પહોંચાડી શકશો. આપની કલમ કે કળાથી નવી અને પ્રસંશનીય કૃતિ તૈયાર કરી શકશો. સપ્તાહના અંતિમ ચરણમાં સ્વભાવમાં ઉશ્કેરાટ આવતા ક્લાયન્ટ્સ, ઉપરીઓ અથવા વ્યવસાયિક રીતે સંકળાયેલી કોઈપણ વ્યક્તિ સાથે બિનજરૂરી તણાવ ઉભો થાય. સંતાન અંગે કોઈને કોઈ ચિંતા સતાવે. આ સમયમાં તમારી મહત્વાકાંક્ષા વધારે હશે જેથી તેને અનુરૂપ તમે જીવનમાં પરિવર્તન કરવાની કોશિષ કરશો. અંતિમ દિવસ વિદ્યાર્થીઓ માટે સારો સમય છે. પ્રેમીજનો પણ પ્રિયપાત્રનું સાનિધ્‍ય માણી શકે.
——————————.

તુલા : તા 27,28ના રોજ માનસિક શાંતિ રહેશે. આપ નકારાત્મકતાથી સકારત્મક વિચારો તરફ જશો. તમારી બદલાયેલી વિચારધારાની શુભ અસર કામકાજમાં જોવા મળશે. ખાસ કરીને બુદ્ધિ અને ક્ષમતાથી દરેક કાર્યમાં સફળતા મેળવશો. શિક્ષણ, મીડિયા, ટેકનોલોજી, રિસર્ચ જેવા કામકાજોમાં તમારી પ્રગતિની શક્યતા વધશે. કામકાજની અધિકતાના કારણે સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવાની ગણેશજી સલાહ આપે છે. તા 27 થી બુધ આઠમાં સ્થાનમાં ભ્રમણ કરશે લાભની સ્થિતિ ઓછી રહેશે. મિત્રો દ્વારા હાનિ પહોંચી શકે છે. સ્વાસ્થ્ય ઠીક રહેશે. મનમાં કોઈપણ કારણસર અજંપો રહેશે. તા 29,30 દરમિયાન સમય મધ્યમ ફળદાયી છે. મનની દરેક શંકાનું સમાધાન થશે. ભૌતિક અને આર્થિક રીતે આપે સહયોગાત્મક વલણ રાખવું પડશે. વ્યવસાય અને કામકાજમાં આવેલા વિઘ્ન ધીરે ધીરે દૂર થશે. કામની વ્યસ્તતાના પ્રમાણમાં અપેક્ષિત લાભ ન મળે તો પણ નિરાશ થયા વગર પ્રયાસો ચાલુ રાખવાની સલાહ છે. તા 31,1 અને 2 બપોર સુધીના સમયમાં ક્યાંયથી ફસાયેલા પૈસા પાછા આવશે. વ્યવસાયમાં સારી તક મળશે. કોઈ જુના મિત્રની મુલાકાત આપના માટે લાભદાયી પુરવાર થશે. આજીવિકા અને કામકાજ પર ગંભીરતાથી ધ્યાન આપશો. તા 2 બપોર પછીનો સમય પ્રતિકુળ રહેશે.
——————————.

વૃશ્ચિક : સપ્તાહના આરંભે તમારે આર્થિક મોરચે નુકસાની ન થાય તેની કાળજી લેવી પડશે. ખાસ કરીને તા 27 અને 28 બપોર સુધીનો સમય કોઈ મહત્ત્વની ચીજ ગુમ થઇ શકે છે. કામકાજમાં વળતરની વધારે અપેક્ષા રાખવી યોગ્ય નથી. કોઈ મહત્ત્વનો નિર્ણય ઉતાવળમાં લેવો નહીં. મિત્રો અને સહયોગી આપની સાથે વિશ્વાસઘાત કરી શકે છે. તા 28 થી બુધ આપની રાશિથી આઠમાં સ્થાનમાં ભ્રમણ કરતા વૈવાહિક જીવનમાં પરેશાની આવી શકે છે. આ સમયમાં મન ચિંતામાં રહેશે. વિદ્યાર્થીઓ સામાન્ય અભ્યાસમાં ઓછુ ધ્યાન આપશે. જોકે, ગૂઢ અને આધ્યાત્મિક બાબતોમાં ઊંડુ જ્ઞાન મેળવવા માટે ગ્રહોનો સાથ મળી રહ્યો છે. મિત્રો સાથેના સંબંધમાં તિરાડ પડી શકે છે. ભાગીદારીમાં મુશ્કેલી આવી શકે છે. તા 28 બપોર પછી સમય આપના પક્ષમાં રહેશે. તા 29 અને 30 દરમિયાન કામકાજમાં થોડી આળસ આવશે છતાં પણ આત્મવિશ્વાસ અને મનોબળમાં વધારો થશે. તા 31 અને 1 દરમિયાન આપના કાર્યક્ષેત્રમાં વધારો થશે. સપ્તાહના ઉત્તરાર્ધના સમયમાં ભાગ્યનો સાથ મળવાની અપેક્ષા રાખી શકો છો. સંપત્તિમાં વધારો થશે. તા 2ના રોજ આપ ક્યાય બહારગામ જવાનો કાર્યક્રમ બનાવશો પણ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી રહેશે.
——————————.

ધન : તા. 27ના રોજ અને તા. 28 દરમિયાન પરિવારોના વડીલોના આશીર્વાદ અને પ્રેમ મેળવશો. કેરિયરને આગળ વધારવા કરેલ અથાગ પ્રયત્નને ધાર્યું પરિણામ મેળવશો. આપ પોતાના કર્તવ્યને સારી રીતે નિભાવશો. તા. 28 બપોર પછી અને તા. 29 તથા 30 આપના માટે ચિંતાદાયક રહેશે. આપ કોઈ જગ્યાએ છેતરામણીનો ભોગ બનશો. કોર્ટ કેસની બાબતમાં આપના માટે નિર્ણય સંતોષકારક નહીં હોય આંખાનો રોગના કારણે ઓપરેશનના યોગો બને. સરકારી કામકાજમાં અપજશ મળે. આર્થિક સમસ્યાઓ વધે. ઘરમાં શુભ કાર્યેના લીધે ખર્ચનું પ્રમાણ વધે. ભાઇ-બહેના સાથેના સંબંધોમાં તિરાડ આવે. તા. 31 અને 1 દરમિયાન તથા તા. 2ના દરમિયાન કાર્યકુશળતામાં વૃદ્ધિ થશે. આવકના નવા સાધનો પર ધ્યાન આપશો. સંપત્તિ તથા માલના ખરીદ-વેચાણમાં વ્યસ્ત રહેશો. પ્રણય સંબંધોમાં ઉતાર-ચઢાવ રહેશે. વ્યવસાયિક કાર્ય માટે યાત્રા સફળ થશે. વ્યસ્તતા પણ રહેશે તથા એ મુજબનું ફળ પણ મળશે. તા. 2 સાંજ પછી સમય અશુભ છે. આપના કોઈપણ કાર્ય કરતા મુસીબત આવી શકે. મનદુઃખનો પ્રસંગ થઇ શકે છે.
——————————.

મકર : આ સપ્તાહે આયાત નિકાસ સાથે સંકળાયેલા વેપારીઓને ધંધામાં લાભ થશે અને નવા ક્લાયન્ટ પણ મળશે. તા. 28ના રોજ આપની ખોવાયેલી વસ્‍તુ પરત મળવાની સંભાવના છે. પ્રિયપાત્ર સાથે પ્રેમનો સુખદ અનુભવ મેળવી શકશો. શક્તિની આરાધના કરવી. ૐ હ્રીં દું દુર્ગાયૈ નમઃ મંત્રના જાપ સાથે માં દુર્ગાનું સ્મરણ કરવાથી કાર્યસિદ્ધિ થશે. તા. 28ની સાંજ પછી સ્થિતિ અનુકૂળ થશે. તા. 29 અને 30 પ્રવાસ, આર્થિક લાભ અને વાહનસુખની શક્યતા છે. અહં સંતોષવાના બદલે સમર્પણની ભાવના રાખવી. આપ રહસ્‍યમય બાબતો તથા ગૂઢ વિદ્યાઓ તરફ વધારે આકર્ષણ અનુભવો. જીવનની વાસ્તવિકતા સમજવાના પ્રયાસરૂપે આપ આધ્યાત્મિકતા તરફ વળશો. જરૂરિયાતમંદોને મદદ કરવાનું અથવા દાન-પુણ્ય કરવાનું વલણ વધે. ઓફિસમાં આપને સહકર્મચારીઓનો સાથ સહકાર ઓછો મળે. તા. 31 અને 1 સંતાનોના અભ્યાસ અંગેના પ્રશ્નો મૂંઝવશે. સપ્તાહના અંતે આપ આર્થિક કે વ્યવસાયિક જોખમોથી દૂર રહેજો. શેર-સટ્ટા કે જુગાર જેવી પ્રવૃત્તિઓમાં પડશો તો પરસેવાની કમાણી પાણીમાં જશે. કામના બોજના કારણે શરીરમાં થાક, આળસ અને કંટાળા પણ અનુભવાશે. સ્‍વાસ્‍થ્‍ય નરમગરમ રહે. પ્રતિસ્‍પર્ધીઓ સાથે વાદવિવાદ ટાળવો. તા. 2 દરમિયાન આપ આપના કાર્યો એ વધુ સારી રીતે પૂર્ણ કરવાનો પ્રયત્ન કરશો. ઘર-પરિવારનો સહયોગ મેળવશો.
——————————.

કુંભ : કોઇપણ પ્રકારના નવા કાર્યની શરૂઆત ન કરવી. શારીરિક થાક અને માનસિક બેચેની રહે. ઑફિસ કે વ્‍યવસાયમાં વધારે પડતા કાર્યબોજથી થાક અનુભવાય. વિકએન્ડનો સમય શક્ય હોય તો દોડધામના બદલે આધ્યાત્મિકતા માટે વિતાવવો. આપની વાકચાતુર્યથી કોઇને મંત્રમુગ્ધ કરીને લાભ મેળવી શકશો તથા સુમેળભર્યા સંબંધો બાંધી શકશો. આપ કોઇ શુભકાર્ય કરવા પ્રેરાશો. વધુ મહેનતે ઓછું પરિણામ મળવા છતાં ખંતપૂર્વક આગળ વધી શકો. લાંબાગાળાના મૂડી રોકાણ કરી શકો. વેપાર ધંધામાં આર્થિક લાભ મળી શકે. સ્‍વાસ્‍થ્‍ય એકંદરે મધ્‍યમ રહે. નોકરી-વ્‍યવસાયમાં નવી વિચારસરણીનો અમલ કરશો. અવિચારી પગલું કે નિર્ણયની આપના કામ અને તેના પરિણામ પર અસર પડશે માટે સાચવજો. એસીડિટી, વાયુ કે કરોડરજ્જૂ અથવા પીઠમાં દુઃખાવાની ફરિયાદ રહે. પ્રતિસ્‍પર્ધીઓ સાથે વાદવિવાદમાં ન ઉતરવું. અગ્નિ તથા પાણીથી સાવચેત રહેવું. વેપારીઓને ઉઘરાણી અર્થે કરેલી મુસાફરીથી લાભ થાય તેમજ પ્રવાસ દરમિયાન નવા સંપર્કો થાય. આપનો આત્‍મવિશ્વાસ વધશે. સ્વાસ્થ્ય પણ સાથ આપશે. નિર્ણયશક્તિના અભાવના કારણે અગત્‍યના નિર્ણયો હાલ તુરત મોકુફ રાખજો, તેના કારણે સારી તકો હાથમાંથી સરકી જાય. ચર્ચા દરમ્‍યાન આપનું વલણ જક્કી રહેવાથી ઘર્ષણ થવાનો સંભવ છે. બિનજરૂરી ગુસ્સો ન કરવો. સહનશીલતા કેળવી બીજાના દૃષ્ટિબિંદુને સમજવાનો પ્રયાસ કરવો. શુભપ્રસંગો કે લગ્નપ્રસંગોમાં હાજરી આપવાનું થાય.
——————————.

મીન : તા 27 અને 28 બપોર સુધી આપના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. શત્રુ અને વિરોધી આપને હાનિ પહોંચાડી શકે છે. કોઈ સંબંધી તરફથી અશુભ સમાચાર મળી શકે છે. કાનૂની સમસ્યા થઇ શકે છે. આપની પ્રગતિમાં મુશ્કેલી આવી શકે છે. તા 28 થી ભાઈઓ સાથે મનદુઃખ થઇ શકે છે. આપની સાહસિકતામાં ઉણપ આવી શકે છે. અભ્યાસમાં તકલીફ આવી શકે છે. તા 28 બપોર પછી અને 29, 30 દરમિયાન પોતાના પર વિશ્વાસ રાખવો જેથી દરેક મુશ્કેલીનો સામનો કરી શકો છો. વધારાની આવક માટે આપ પ્રયત્નશીલ રહેશો. કાર્યક્ષેત્રમાં વિશેષ પ્રયત્નશીલ રહેશો. તા 31, 1 અને 2 દરમિયાન ધનનું આગમન થશે. આયાત અને નિકાસથી જોડાયેલ હોય તેના માટે લાભ પ્રાપ્તિ થઇ શકે છે. આપના દરેક કાર્યમાં પ્રગતિ થશે. સાથી કર્મચારીઓનો સાથ મળે. આપના જીવનની રફ્તાર થોડી ઝડપી બનશે. સપ્તાહના અંતે અગત્‍યના નિર્ણયો લેવામાં દ્વિધા રહે. મનમાં વિચારોનું યુદ્ધ ચાલતું રહેશે. પરિણામે, માનસિક થાક અનુભવશો. આમાંથી છુટકારો મેળવવા આપ આધ્યાત્મિકતા તરફ વળશો. આર્થિક લાભ થાય પરંતુ સામે બિનજરૂરી ખર્ચ ટાળી બચત પર ધ્યાન રાખવું, રોકાણથી આવકના સ્ત્રોત ઊભા કરશે.
——————————.

Leave A Reply

Your email address will not be published.

Translate »