તમારા માટે, તમારી સાથે, સતત…

સલમાન ખાન – ફિલ્મ, શિકાર, સજા, જામીન…

કોણે અપાવી સલ્લુને સજા

0 672

ગરિમા રાવ

બોલિવૂડના ભાઈજાન મુશ્કેલીમાં આવ્યા અને આખંુ બોલિવૂડ દુઃખમાં ગરકાવ થઈ ગયું, પરંતુ સલ્લુમિયાંને આ મુકામ હાંસિલ કરતા ઘણા વર્ષો વીત્યાં છે, કે પછી એમ કહી શકાય કે ઘણા વર્ષો વેડફ્યા. નાની-નાની વાતોમાં ઇમોશનલ થઈ જતો સલમાન પોતાના પરિવાર અને મિત્રો માટે હંમેશાં આગળ રહ્યો છે. સ્વભાવે મિતભાષી સલમાનને પોતાની અલ્લડ ઈમેજમાંથી ભાઈજાનની સફર સુધી પહોંચવામાં ઘણા કપરાં ચઢાણ પાર કરવા પડ્યા છે.

તસ્સલી કે ભી બહોત નખરે હૈં.. લાખ કોશિશ કર લો મિલતી હી નહીં હૈં..! સલમાન ખાનનું પણ કંઈક આવું જ છે. તે હંમેશાં કહે છે કે મારું જીવન મારા હાથમાં નથી. છેલ્લાં વીસ વર્ષથી મારા પર સજાની તલવાર લટકી રહી છે અને આ ડર પણ હવે સાચો પડ્યો છે. કાળા હરણના શિકારમાં સલમાનને પાંચ વર્ષની સજા થઈ. એક સમય એવો હતો જ્યારે ભાઈજાનને એક નજરે જોવો પણ કોઈ પસંદ નહોતા કરતા, જ્યાં જાય ત્યાં તેનો ક્રોધિત સ્વભાવ દેખાઈ આવતો. કોઈનું માન નહીં રાખવાનું, દરેક વ્યક્તિને પોતાનાથી ઊતરતી કક્ષાની ગણવી આ બધી તેની આદત બની ગઈ હતી. એક સમયે મીડિયાએ એવું નક્કી કર્યું હતંુ કે સલમાનની આવી અસભ્યતા નહીં ચલાવી લેવામાં આવે અને તેની ફિલ્મને બાયકોટ કરીશું. આ સમય હતો ૧૯૯૦નો જ્યારે સલ્લુમિયાં બાગી અને મૈંને પ્યાર કિયા ફિલ્મના કેફમાં હતો. અભિમાને તેના ચહેરાને પોતાનું ઘર બનાવી લીધું હતું. માત્ર મીડિયા કર્મી જ નહીં, પરંતુ પોતાની મહિલા મિત્રો સંગીતા બિજલાની અને સોમી અલી સાથે પણ દુર્વ્યવહારના કિસ્સા ફિલ્મી ગલીઓમાં હંમેશાં સંભળાતા હતા. ટૂંકમાં એક અક્કડ, ગુસ્સાવાળો, હિંસક અને બેદરકાર હીરોની છબી નેવુંના દશકમાં સલ્લુની હતી.

હવે આ સલમાનને મોટો ઝટકો લાગવાનો હતો. વાત છે ૧૯૯૮ની, સલમાન સૂરજ બડજાત્યાની ફિલ્મ હમ સાથ સાથ હંૈ ફિલ્મના શૂટિંગ માટે જોધપુરના કાંકળી ગામમાં હતો. અલમસ્ત સ્વભાવના કારણે સાથી મિત્રોને લઈને કાળા હરણના શિકાર પર નીકળી પડ્યો, પરંતુ તેને ખબર નહોતી કે આ તેના જીવનની એવી ભૂલ છે જે માટે તેને પૂરી જિંદગીની ભરપાઈ કરવી પડશે. બે હરણનો શિકાર કરતા તે પકડાઈ જાય છે અને ૩૨ વર્ષના સલ્લુને જીવનનો સૌથી મોટો ધક્કો લાગે છે. આજદિન સુધીની તેની મનમાની, મહિલા મિત્રો સાથે કરેલો દુર્વ્યવહાર એની છબી પર હાવી થઈ જાય છે અને બની જાય છે બોલિવૂડનો બેડબોય. આ તો શરૃઆત હોય છે, ૨૦૦૨માં મુંબઈમાં બનેલા હિટ એન્ડ રન કેસથી તેના ચારિત્ર્ય પર વધુ એક દાગ લાગે છે, ત્યારે સાબિત થાય છે કે સલમાનને જાનવરો કે માણસો કોઈની કદર નથી.

Related Posts
1 of 258

———-;

કોણે અપાવી સલ્લુને સજા
એવું તો કોણ છે જેણે ભાઈજાનને જેલના સળિયા ગણાવ્યા. કાંકાણી ગામના નિવાસી પૂનમચંદ અને ચુગરામ બિશ્નોઈએ વન વિભાગને જણાવ્યું કે, સલમાનને જીપ્સીમાંથી કાળા હરણને ગોળી મારતા અમે જોયો હતો. પૂનમચંદે કહ્યું કે, ૨ ઓક્ટોબર ૧૯૯૮માં મોડી રાતે ફટાકડા ફૂટવાનો અવાજ આવતા તે ઘરની બહાર નીકળ્યા તો એક સફેદ જીપ્સી ગામમાં ફરી રહી હતી. જેમાં સલમાને બંદૂક લઈને હરણ પર નિશાનો રાખ્યો હતો. તેણે ગોળી ચલાવતા બે કાળા હરણનો જીવ ગયો. પૂનમચંદ બૂમો પાડતા જીપ્સીની પાછળ દોડ્યા, પરંતુ સલમાને બંદૂક બતાવી ત્યાં સુધીમાં તો અન્ય ગ્રામજનો પણ આવી પહોંચ્યા. જીપ્સીનો પીછો કર્યો પરંતુ તે ભાગી ગયા. તેમની સાથે સૈફ, નીલમ, તબ્બુ અને સોનાલી પણ હતાં.  જ્યારે જીપ્સીના ડ્રાઇવર હરીશ દુલાનીની પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે, સલમાને કાળા હરણને જ નહીં, પરંતુ ચિંકારાને પણ માર્યા છે. ૨૬ અને ૨૮ ઓક્ટોબરે સલમાન શિકાર પર નીક્ળ્યો હતો અને ચિંકારાને મારીને હોટલ પર લઈ ગયો હતો. મિત્રો સાથે મળીને ચિંકારાની દાવત પણ કરી હતી. સલમાન અને હમ સાથ સાથના કલાકારોને પ્રથમવાર એકસાથે પકડવામાં આવ્યા હતા. ૩ ઓક્ટોબરે સવારના ગામના લોકો જોધપુર જિલ્લાના વન અધિકારીના ઘરે પહોંચ્યા અને ફરિયાદ કરી. ૭ ઓક્ટોબરે તેની તપાસ અધિકારી લલિત વોરાને સોંપવામાં આવી. તેઓ જીપ્સીના નંબર પરથી માલિક અરુણ યાદવ સુધી પહોંચ્યા અને તેણે જમાવ્યું કે સલમાન અને તેના સાથી જીપ્સી ભાડા રપર લઇ ગયા હતા. જીપ્સીની તપાસ કરતા લોહીના દાગા મળી આવ્યા. વોરા ફિલ્મના સેટ પર પહોંચ્યા અને સલમાન તથા સાથીઓની ધરપકડ કરી.

—.

બિશ્નોઈ સમાજમાં હરણનું મહત્ત્વ
જોધપુરના બિશ્નોઈ સમાજ કાળા હરણને પોતાના ધર્મગુરુ જમ્ભેશ્વરનો અવતાર માનીને પૂજે છે.  જમ્ભેશ્વરએ ૧૪૮૫માં બિશ્નોઈ પંથકની સ્થાપના કરી હતી અને તે માનતા કે ભગવાન દરેક જગ્યાએ છે. વૃક્ષ, ફૂલ, પાન અને પ્રાણીઓની રક્ષા કરવી જોઈએ. બિશ્નોઈ સમાજની મહિલાઓ કાળા હરણને સ્તનપાન કરાવે છે. જ્યારે સલમાને કાળા હરણને માર્યા ત્યારે પછી કાંકાણી ગામના રહેવાસીઓએ બંને કાળા હરણના શબને ત્યાં જ દફન કર્યા. બે ઓક્ટોબરે તે લોકો કાળા હરણની વરસી પણ મનાવે છે. ગ્રામજનોનો દાવો છે કે ૨ ઓક્ટોબર, ૧૯૯૮ની રાતે સલમાને કાળા હરણ પર ગોળી ચલાવી હતી ત્યારે બે હરણ મરણ પામ્યાં હતાં અને એકનો બચાવ થયો હતો. તે હરણ રોજ પોતાના મિત્રોની કબર પર જાય છે. રાજસ્થાન, પંજાબ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં જોવા મળે છે.

——————————————–.

Leave A Reply

Your email address will not be published.

Translate »