તમારા માટે, તમારી સાથે, સતત…

ઝીનત અમાનની અમન ખન્ના સામે  ફરિયાદ મામલો શું છે?

રેપ મામલે ઝીનતે વિવાદ જગાવ્યો છે

0 287

ગરિમા રાવ

લૈલા મે  લૈલા એસી મૈ લૈલા…. ગીતથી લાખોના દિલની ધડકન બનનારી બોલિવૂડની લૈલા ગર્લ ઝીનત અમાન પોતાના બિનધાસ્ત સ્ટેટમેન્ટને લઈને ફરી એકવાર ચર્ચામાં આવી છે. એક બિઝનેસમેન પર રેપનો આરોપ લગાવનાર ઝીનતે વિવાદ જગાવ્યો છે.

વિતેલા સમયની જાણીતી અદાકાર ઝીનત અમાન ૬૮ વર્ષની ઉંમરે એક બિઝનેસમેન પર રેપનો આરોપ લગાવીને ફરી એકવાર ચર્ચામાં આવી છે. આમ તો ઝીનતના અંગત જીવનમાં પણ ઘણા ઉતાર ચઢાવ રહ્યા છે. ઘણીવાર વિવાદોનો પણ સામનો કરવો પડ્યો છે, પરંતુ જે રીતે ૭૦-૮૦ના દશકમાં ફિલ્મ અભિનેત્રીની પારંપારિક છાપને તોડી પોતાની જાતને બોલ્ડ સ્વરૃપે રજૂ કરી, તેવી જ રીતે અંગત જીવનમાં પણ હંમેશાં બોલ્ડ અને બિનધાસ્ત રહી છે. કદાચ આ જ કારણોસર પોતાની ઇમેજની દરકાર કર્યા વિના ઉંમરના આ પડાવ પર આવીને ચૂપ રહેવું યોગ્ય ના લાગ્યું.

Related Posts
1 of 258

ઝીનતે ૩૮ વર્ષના કારોબારી અમન ખન્ના પર દુષ્કર્મ, દગો અને છળકપટનો કેસ નોંધાવ્યો છે. ૬૮ વર્ષીય અભિનેત્રીએ જુહુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે અમન ખન્ના ઉર્ફે સરફરાજ મોહમ્મદની ધરપકડ કરવામાં આવી છે. આરોપીને પકડીને સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાંથી તેને ૨૮ માર્ચ સુધી જેલભેગો કરવામાં આવ્યો છે. આ કેસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવ્યો છે. આ કેસમાં ઝીનતે ૧૫.૪ કરોડ રૃપિયાનો દગો કર્યો હોવાની ફરિયાદ કરી છે. ઉપરાંત ૨૦૧૧થી લઈને ૨૦૧૫ની વચ્ચે આરોપીએ વેપાર અર્થે ૧૫.૪ કરોડના સોના ચાંદીના દાગીના લીધા છે. વારંવાર કહેવા છતાં પણ આ દાગીના પરત કરવામાં આવ્યા નહીં. આ દાગીનાની જગ્યાએ આરોપીએ ઝીનતને સરકારી કોલોનીમાં ચાર ફ્લેટ અને સાંતાક્રુઝમાં એક ફ્લેટ આપવાની રજૂઆત કરી. જેની માટે ખોટા દસ્તાવેજો તૈયાર કરીને છળકપટ કરવામાં આવ્યું. નોંધાવેલી ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે અમન ખન્નાએ ખોટા દસ્તાવેજ બનાવીને ઝીનતની સાથેનું નકલી નિકાહનામું તૈયાર કર્યું છે. જેના આધારે તે અભિનેત્રીને ધમકાવતો હતો અને તેની સાથે દુષ્કર્મ પણ કરતો હતો.

ઝીન્નત અમાન પર થયેલા રેપના આરોપનું તથ્ય શું છે તેના માટે વાંચો અભિયાન. આજે જ સબસ્ક્રાઇબ કરો અભિયાનનું લવાજમ…..

—————-.

Leave A Reply

Your email address will not be published.

Translate »