તમારા માટે, તમારી સાથે, સતત…

લિંગાયતનો મુદ્દો રાજ્યની રાજરમત પણ રાષ્ટ્ર માટે અગનખેલ

દેશમાં હિન્દુ-બિનહિન્દુ સમુદાયની રાજરમત

0 301

સુધીર એસ. રાવલ

લિંગાયતનો મુદ્દો રાજ્યની રાજરમત પણ રાષ્ટ્ર માટે અગનખેલ

Related Posts
1 of 269

બારે માસ ચૂંટણીની મોસમ એટલે આજનું ભારત. દર વર્ષે જેટલી ચૂંટણીઓ યોજાય તેમાં મોટા રાજ્યોની વિધાનસભા માટેની ચૂંટણીનો પ્રભાવ ભારતીય રાજકારણ પર પડે જ તે સ્વાભાવિક છે. આ વર્ષે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને કર્ણાટક જેવાં મોટાં અને મહત્ત્વનાં રાજ્યોમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણી મહત્ત્વની છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ભારતીય જનતા પક્ષની અને કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર શાસનમાં છે. આપણે ત્યાં તદ્દન સહજ પ્રણાલિકા એવી છે કે વાતો કરો વિકાસ અને સુશાસનની, સલામતી અને લોકકલ્યાણની, પરંતુ ચૂંટણી જીતવા આખરે તો દરેક પક્ષો વોટબેંક પોલિટિક્સ પર જ પોતાપોતાની રણનીતિ અમલમાં મૂકે છે. આ રણનીતિમાં મત મેળવવા માટે સમાજનું કે દેશનું જે થવાનું હોય તે થાય, પરંતુ ચૂંટણી મેદાનમાં તો જો જીતા વોહી સિકંદર! વિદુરનીતિની તો વાત છોડો, ચૂંટણી જીતવા માટે ચાણક્ય નીતિ કરતાં પણ શકુનિનીતિ પણ જો  ચઢિયાતિ જણાતી હોય તો તેના અમલ માટેનો કોઈ છોછ કોઈ પક્ષે હોતો નથી. એટલું જ નહીં, પ્રજા તરીકે આપણને પણ આખરી વિજયપતાકા લહેરાવનાર માટે તેની પ્રશંસા સિવાય નીતિ-અનીતિ, સાધનશુદ્ધિનો આગ્રહ કે મૂલ્યસભર સ્વચ્છ જાહેરજીવન જેવી ચર્ચાઓમાં રસ પડતો નથી.

કર્ણાટકમાં તાજેતરમાં મુખ્યપ્રધાન સિદ્ધરામૈયાએ ભાજપના હિન્દુ કાર્ડનો સામનો કરવા માટે લિંગાયત કાર્ડનો ઉપયોગ કરવા માટેનું શસ્ત્ર ઉગામ્યું છે. આમ તો હિન્દુ કાર્ડ એ પણ બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર એવા ભારતમાં હિન્દુ અને બિનહિન્દુ સમુદાય વચ્ચે ભાગલા પાડવાની જ રાજરમતનો હિસ્સો છે, જેનો અમલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને તેની રાજકીય પાંખ એવા ભાજપ દ્વારા દાયકાઓથી થઈ રહ્યો છે અને આજે તેની તાકાત એટલી હદે વધી ગઈ છે કે, બિનભાજપી પક્ષો હવે હિન્દુત્વના સહારે આગળ વધતા ભાજપનો વિજયરથ રોકવા હિન્દુ વોટબેંકમાં ગાબડું પડે તેવી રાજરમતને અનિવાર્ય સમજી રહ્યા છે. સિદ્ધરામૈયાએ કર્ણાટકની વસ્તીમાં આશરે ૧૭% જેટલો હિસ્સો ધરાવતાં લિંગાયત સમુદાયને અલગ ધર્મનો દરજ્જો આપવાની ભલામણ મંજૂર કરી દીધી છે. લિંગાયત સમુદાય ઘણા લાંબા સમયથી માગણી કરી રહ્યો હતો કે તેમને હિન્દુ ધર્મથી અલગ જાહેર કરવામાં આવે. આ માગણી સામે રાજ્ય સરકારે વડી અદાલતના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ નાગામોહન દાસના વડપણ હેઠળ એક સમિતિ રચી હતી. આ સમિતિએ લિંગાયત સમુદાયને અલગ ધર્મની સાથે જ લઘુમતીનો દરજ્જો આપવાની ભલામણ કરી હતી, જેને કર્ણાટક સરકારની કેબિનેટે મંજૂરી આપીને કેન્દ્રને મોકલી આપી છે. હવે બોલ કેન્દ્રની ભાજપના નેતૃત્વ હેઠળની એનડીએ સરકારની કોર્ટમાં આવી પડ્યો છે. રાજરમત એવી છે કે જો કેન્દ્ર સરકાર આ ભલામણને સ્વીકારવાની ના પાડે તો તેમના લિંગાયત સમુદાયના મતો જાય તેમ છે અને જો ભલામણ સ્વીકારે તો તેનો એવો અર્થ થાય કે હિન્દુઓમાં ભાગલા પડે તેમાં ભાજપને કોઈ વાંધો નથી.

દેશમાં ખૂબ જ સંવેદનશીલ એવા લિંગાયત કાર્ડ મુદ્દે રાજકીય મોરચે વાતાવરણ ગરમાયું છે તેનું વિશ્લેશણ વાંચવા માટે ‘અભિયાન’નું લવાજમ સબસ્ક્રાઇબ કરો…

Leave A Reply

Your email address will not be published.

Translate »