શ્રેયા શ્રોફ, પાલનપુર
બળાત્કારીઓનો ઉકેલ 'સજા-એ-ફાંસી' ફેમિલી ઝોનમાં 'બળાત્કારની સમસ્યાનો ઉકેલ શું?' - તેની વિગતે ચર્ચા વાંચવા મળી. બળાત્કારીઓનો ઉકેલ સજા-એ-મોત રહેવી જોઈએ. ચર્ચામાં મુખ્ય ઉકેલ બળાત્કારીને મોતની સજા આપવી જોઈએ.
દેવશંકર જોષી, રાજકોટ
ઢેબરભાઈ - સાલસ રાજપુરુષ... 'અભિયાન'માં 'સૌરાષ્ટ્ર સરકારના પહેલા મુખ્યપ્રધાન ઢેબરભાઈ ભાડાના મકાનમાં રહેતા હતા' -માં વિગતો વાંચી ગદગદ થઈ જવાયું. એક સાલસ રાજપુરુષ તરીકે તેમણે રાજધર્મ નિભાવ્યાની અનુભૂતિ થઈ. પ્રજા સાથે સીધો સંવાદ રાખી પ્રશાસન…
વિભા જાની, ખંભાત
ન્યાયતંત્ર સામે 'અવિશ્વાસ'... દેશમાં લોકશાહી ખતરામાં છે, અસહિષ્ણુતા વધતી જાય છે, ન્યાયપાલિકા સ્વતંત્રપણે કામ નથી કરતી વગેરે તથ્યોની કાગારોળ સાથે વિપક્ષોએ સર્વોચ્ચ ન્યાયાધીશ સામે મહાભિયોગની દરખાસ્ત મૂકવાની બાલિશ હરકત કરી છે. વિપક્ષના વરિષ્ઠ…
પરાગ વૈદ્ય, સુરત
ગુજરાતની સમૃદ્ધિ મુંબઈમાં સમાણી... ભાષાવાર રાજ્યોના વિભાજનમાં રાજકીય દાવપેચના કારણે ગુજરાતની સમૃદ્ધિ મુંબઈમાં સમાઈ ગઈ. મુંબઈ પેશવાકાળથી ગુજરાત-સૌરાષ્ટ્રની પ્રજાની વેપાર-વણજથી સમૃદ્ધ બનતું ગયું. વિભાજનની ઘડીએ સૌરાષ્ટ્ર-કચ્છને ઘણું મોટું…
હિમાંશુ સુરાણા, અમરેલી
મુંબાદેવીનું સ્મરણ...સૌરાષ્ટ્રની દેવી મોમાઈ ૧૯૬૦ના આરસાની ગુજરાત-મુંબઈની વિગતો રસપ્રદ રહી. ખાસ તો મુંબઈ સ્થિત મુંબાદેવી મૂળ તો સૌરાષ્ટ્રની દેવી મોમાઈની રોચક વિગતો જાણી આશ્ચર્ય પણ થયું. 'અભિયાન'માં વિભાજન સાથે સંકળાયેલા ગુજરાત અને મુંબઈની…
યશ કોષ્ટી, વડોદરા
ટાઇટલ કવર એક્ટ્રેક્ટિવ... 'અભિયાન'ના કવરપેજ લાજવાબ હોય છે.
હરિશ મકવાણા, આણંદ
પુસ્તકોથી વિદ્યાર્થીઓ વંચિત... 'લો બોલો, સત્ર પૂર્ણ થયું, પણ પાઠ્યપુસ્તકો ન મળ્યા'માં વિગતો જાણી. રાજ્યમાં શિક્ષણસેવા ઓનલાઇન કરી છે. પાઠ્યપુસ્તકો ઇન્ટરનેટ માધ્યમથી ડાઉનલોડ કરવાની સુવિધા ઉપલબ્ધ કરી છે, પરંતુ દરેક વિદ્યાર્થીઓ આખે આખું પુસ્તક…
શેખર દેશપાંડે, અમદાવાદ
વિહિપની અલગ ઓળખ... 'વિશ્વ હિન્દુ પરિષદ'ની વિગતો જાણી. વિહિપના ટૂંકા નામથી અડધી સદીથી કાર્યરત સંસ્થાની ઘણી એવી કામગીરીની જાણકારી 'અભિયાન'માં વાંચવા મળી જે ગૌરવપ્રદ છે. વિહિપના ગ્રાસરૃટનાં સેવાકાર્યો ની વિગતો જાણી. દેશમાં છૂઆછૂતને નિર્મૂલ…
હિમાની ગાંધી, અમરોલી
ગુજરાતી ફિલ્મો 'ઢ' નથી રહી... ગુજરાતી ફિલ્મો દિવસે-દિવસે બોલ્ડ બનતી જાય છે. ફિલ્મોની કથાથી માંડી સંગીત અને અભિનયમાં નવી જનરેશનને રસ પડવા લાગ્યો છે. રાષ્ટ્રીય સ્તરે પ્રાદેશિક ભાષાની ફિલ્મોમાં ગુજરાતની 'ઢ' ફિલ્મ પુરસ્કૃત બની તે ગૌરવની વાત છે.
યજ્ઞેશ ત્રિવેદી, અમદાવાદ
સંસ્થા સર્વોપરી, વ્યક્તિ નહીં... 'લોકશાહીમાં વ્યક્તિઓના સમૂહથી સંસ્થાનું નિર્માણ થાય છે. તેમાં વ્યક્તિ સર્વોપરી નથી. પ્રવિણભાઈ એવું માનીને ચાલતા કે સંસ્થાના સંચાલનના પાયામાં લોકશાહી મૂલ્યો કરતાં મારી વિચારસરણી કેન્દ્રસ્થાને રહેવી જોઈએ. તે…