તમારા માટે, તમારી સાથે, સતત…
Browsing Category

Readers Feedback

હરિકૃષ્ણ જોષી, સુરત

કરેલા પર પાણી ફરી વળ્યું... વિશ્વવિખ્યાત વિહિપ સંસ્થાના અધ્યક્ષપણાની સુદીર્ઘ કામગીરી બાદ પ્રવીણ તોગડિયાએ પોતાની હાર બાદ જે વલણ અપનાવ્યું તે તેમના જીવનકાર્ય સામે કલંકિત બની રહ્યાનો અહેસાસ થયો. આટલાં વર્ષોથી નિસ્વાર્થ સેવાકાર્ય કર્યા બાદ મનની…

ગજેન્દ્ર ખત્રી, અમરોલી

પ્રવીણ તોગડિયા અસ્તાચળમાં... 'અભિયાન'ના ટાઇટલ અપીલિંગ રહે છે. 'તોગડિયા વિનાની વિશ્વ હિન્દુ પરિષદની દશા-દિશા' વિષયની કવર સ્ટોરીના ટાઇટલ પેજની ઇમેજ લાજવાબ રહી. પ્રવીણભાઈને અસ્તાચળમાં ગોઠવી દીધા..

વિરેન્દ્ર જાની, રાજકોટ

સમાંતર 'અલગ વિચારધારા' ભારે પડી... પ્રવીણ તોગડિયાની મહત્ત્વકાંક્ષા અનેકગણી હતી. વિહિપનાં સાથી સંગઠનો અથવા સપોર્ટેડ હેન્ડવાળી સંસ્થાઓને કિનારે રાખી સમાંતર વિચારધારા અને તેવા જ એજન્ડા પર કામ કરી મહત્ત્વકાંક્ષાને પોષવાની સ્ટ્રેટેજી તેમને ભારે…

દશરથ પટેલ, અમદાવાદ

એક સાંસ્કૃતિક આંદોલનનો ઉજાશ... પ્રવીણ તોગડિયાની પ્રમુખપદ પરની હારનાં પરિણામો બાદ 'વિહિપ' સામે જનમાનસમાં ઘણા પ્રશ્નાર્થો સર્જ્યા. 'અભિયાન'એ આ વિષયને કેન્દ્રમાં રાખી તેનું તટસ્થ વિશ્લેષણ કરી એક સાંસ્કૃતિક આંદોલન પર પ્રકાશ પાડ્યો. વિશ્વ હિન્દુ…

દિલીપ પઢિયાર, અમરેલી

સંસ્થા થકી વ્યક્તિનું અસ્તિત્વ હોય... 'અભિયાન'ની કવર સ્ટોરી અર્થસભર રહી. સંસ્થાની ગરિમા સાચવી અને વ્યક્તિગત અહમ્ને કિનારે કરી પ્રવીણભાઈની અતિ મહત્ત્વકાંક્ષાનાં પરિણામો જનમાનસમાં અંકિત કર્યા. સંસ્થા થકી વ્યક્તિનું અસ્તિત્વ છે, નહીં કે…

ભાવના પંચાલ, અમદાવાદ

વ્યવહારની આડમાં દહેજનું દૂષણ... આપણા ભદ્ર સમાજમાં દહેજનું દૂષણ હજુ પણ દેખાઈ રહ્યું છે. 'વ્યવહારની આડમાં લેવાતું દહેજ' આંખો ખોલનારી રહી.

દીપસિંહ ગોહિલ, ગાંધીધામ

ફૂલોના વ્યવસાયમાં કોમી એકતા... 'અભિયાન'માં દેશ-દર્પણમાં 'ફૂલોની ખેતી દ્વારા કોમી એખલાસનો સંદેશ આપતું ગામ'ની વિગતો જાણી ગૌરવની લાગણી થઈ. મુસ્લિમ પરિવારો ફૂલોની ખેતી કરી તે વ્યવસાયમાં ફૂલોની માળ બનાવી હિન્દુ મંદિરોમાં શણગાર માટે ઉપયોગમાં…

મયંક વ્યાસ,  રિયાધ, (સાઉદી અરેબિયા)

માભોમની મહેક 'અભિયાન' દ્વારા... 'અભિયાન' ઓનલાઇન સબસ્ક્રાઇબ કરી 'અભિયાન'નું વાર્ષિક લવાજમ ભર્યું. ગણતરીના સમયમાં 'અભિયાન' ઈ-એડિશન મારા લેપટોપ પર આવી ગઈ. વિદેશમાં ગુજરાતી અને ગુજરાત સાથે નાતો બંધાયો તેનો આનંદ થયો.

કુશ વ્યાસ, દુબઈ

એમ.બી.એસ.ની વાત નીકળી 'ચર્નિંગ ઘાટ'માં...'અભિયાન'ના ગૌરાંગ અમીન લિખિત 'ચર્નિંગ ઘાટ' તાજગીભર્યા વિચારો સાથે આવે છે. વાંચવી ગમી. 'આપણા માટે સાઉદી અરેબિયા, રણમાં ખીલેલું એક કમળ છે'માં રોચક વિગતો વાંચવા મળી. અતિ ધનાઢ્ય દેશનો યુવાન પ્રમુખ…
Translate »