તમારા માટે, તમારી સાથે, સતત…

ઇમેજ કન્સલ્ટન્ટ બની વ્યક્તિત્વને નિખારો

આજકાલ દરેક જ્ગ્યાએ પોતાની છબી સારી બનાવવા માટે ઇમેજ કન્સલ્ટન્ટની મદદ લેવામાં આવી રહી છે.

0 168
  • નવી ક્ષિતિજ – હેતલ રાવ

તમારી પાસે લોકોને સ્માર્ટ બનાવવાની કળા છે તો ઇમેજ કન્સલ્ટન્ટ બનીને તમારાં સપનાં સાકાર કરી શકો છો. આ ક્ષેત્રમાં અભ્યાસલક્ષી અનેક કોર્સ ઉપલબ્ધ છે. તો વળી નોકરી માટેની પણ અનેક તક રહેલી છે.

આજે દરેક વ્યક્તિ ભીડથી અલગ દેખાવવાના પ્રયત્ન કરે છે. રાજકારણ હોય, કોર્પોરેટ જગત હોય કે પછી સેલિબ્રિટી હોય, દરેકને પોતાની ઇમેજ બીજા કરતાં ચઢિયાતી બનાવવામાં રસ હોય છે. એટલું જ નહીં, નામી કંપનીઓ પણ માર્કેટમાં પોતાની સારી ઇમેજ રજૂ કરવા વિશેષજ્ઞોની મદદ લે છે. હકીકતમાં તમારી ઇમેજ સૌથી મહત્ત્વની છે, જે પ્રથમ વારમાં જ માર્કેટમાં અને અન્ય વ્યક્તિ પર છાપ છોડે છે. માટે જ કહેવાય છે કે ફર્સ્ટ ઇમેજ ઇઝ લાસ્ટ ઇમેજ. આ જ કારણોસર ઇમેજ કન્સલ્ટન્ટ તરીકે સારી આવક મળી રહે છે. વર્ચ્યુઅલ મીડિયા અને આઇટી સેલના કારણે આ ક્ષેત્ર પ્રગતિના સોપાન સર કરી રહ્યું છે. ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, લિંકઇન અને વૉટ્સઍપ ગ્રૂપ આ દિશામાં ગતિ સાથે આગળ વધી રહ્યું છે. આ સમગ્ર છબી સલાહકારના કારણે શક્ય બની છે. આજકાલ દરેક જ્ગ્યાએ પોતાની છબી સારી બનાવવા માટે ઇમેજ કન્સલ્ટન્ટની મદદ લેવામાં આવી રહી છે. માટે જ આ ક્ષેત્ર આજે પ્રગતિશીલ કારકિર્દીનું માધ્યમ બની રહ્યું છે. જો તમે કંઈક નવંુ કરવા ઇચ્છો છો તો આ ક્ષેત્ર તમારા માટે છે.

ઇમેજ કન્સલ્ટન્ટ
પોતાના ક્લાયન્ટની વ્યક્તિગત અને પ્રોફેશનલ ઇમેજને સારી બનાવવી અને અન્ય વ્યક્તિ સામે પોતાની જાતને કઈ રીતે રજૂ કરવી તેની સમજ ઇમેજ કન્સલ્ટન્ટ આપે છે. પુરુષ અને મહિલા બંને માટે ઇમેજ કન્સલ્ટન્ટ સલાહકાર બને છે. જાહેર સ્થળ પર કેવું વર્તન કરવું તેની સમજ આપે છે. ક્લાયન્ટના પહેરવેશથી લઈને સંપૂર્ણ  વ્યક્તિત્વનું મૂલ્યાંકન કરે છે. આ ઉપરાંત પર્સનલી અને વ્યક્તિગત સ્તર પર પોતાને સારી રીતે પ્રસ્તુત કરવા કેવા ફેરફાર કરવા તેની પણ સલાહ આપે છે. આ પ્રોફેશનલ્સ લોકોની ઉપસ્થિતિ, વ્યવહાર અને સંચારની સાથે મળીને કામ કરે છે. વ્યક્તિ વિશેષ અથવા કોર્પોરેટ કંપનીના કન્સલ્ટન્ટ તરીકે કામ કરતા સમયે તેમની કાર્યશૈલી બદલાઈ જાય છે. ઘણી વાર ઇમેજ કન્સલ્ટન્ટનું કામ ફેશન સ્ટાઇલિસ્ટ અને વૉર્ડરોબ મેનેજરના સ્વરૃપે જોવા મળે છે.

યોગ્યતા
કેટલીક સંસ્થાઓમાં એડવાન્સ ડિપ્લોમા, ડિપ્લોમા અને સર્ટિફિકેટ કોર્સ કરાવવામાં આવે છે. જેમાં ધોરણ ૧૨ અને સ્નાતક પછી પ્રવેશ મેળવી શકાય છે. જો વિદ્યાર્થી પાસે પબ્લિક રિલેશન, ફેશન, હેર એન્ડ બ્યુટી થેરાપી, માનવ સંસાધન પ્રબંધન જેવા ક્ષેત્રોમાં કામ કરવાનો અનુભવ હશે તો તે લાભદાયી બની રહે છે. આ ક્ષેત્રોમાં ઇમેજ કન્સલ્ટિંગ, ફેશન ડિઝાઇનિંગ, બોડી ટાઇપ્સ, અને કપડાં વગેરે જેવી જાણકારી પુરી પડાય છે, જે તમને મદદરૃપ બની રહે છે. કોર્સ પૂર્ણ થયા પછી ઇન્ટર્નશિપ પણ કરી શકો છો.

સ્કિલ હેલ્પફુલ બની રહેશે
ઇમેજ કન્સલ્ટન્ટ બનવા માટે લેટેસ્ટ ફેશનની જાણકારી અને સારી કોમ્યુનિકેશન સ્કિલની સાથે સાથે મજબૂત પ્રેઝન્ટેશન સ્કિલ પણ હોવી જોઈએ. માર્કેટિંગ અને સેલ્સ પ્રમોશન ઉપરાંત જુદી-જુદી સંસ્કૃતિઓની ઓળખ કરવાનું કૌશલ્ય પણ જરૃરી છે, કારણ કે આ સ્કિલના આધારે તમે કલ્ચર પ્રમાણે ઇમેજ કન્સલ્ટિંગ કરી શકો.  એટલું જ નહીં, એક સારા ઇમેજ કન્સલ્ટન્ટ બનવા માટે તમારા ક્લાઇન્ટની બોડી લેન્ગ્વેજ, કલરની મનોવૈજ્ઞાનિક સમજ અને તેની લાઇફ-સ્ટાઇલ વિશે સંપૂર્ણ સમજ તમારી પાસે હોવી જોઈએ. ઇમેજ કન્સલ્ટન્ટ બનવા માટે લોકો સાથે મેળ મિલાપ કરતા રહેવું જોઈએ. પોતાની ડ્રેસિંગ સેન્સ, વ્યવહાર, વાતચીત કરવાની કળા પણ આકર્ષક હોવી જોઈએ. નોકરીના વિકલ્પ

રાજનૈતિક પક્ષ, ઍરલાઇન્સ, હૉસ્પિટલ સેક્ટર, ઇવેન્ટ મૅનેજમૅન્ટ કંપની, ફેશન ઇન્ડસ્ટ્રી, ઇમેજ કન્સલ્ટન્સી પેઢી અને રિટેલ ઇન્ડસ્ટ્રીમાં ભરપૂર તક રહેલી છે. આજકાલ તો મોટી-મોટી કંપનીઓ પોતાના કર્મચારીઓના લુકમાં ફેરફાર કરવા માટે ઇમેજ કન્સલ્ટન્ટને નિયુક્ત કરે છે. એચઆર અને રિક્રૂટમૅન્ટ એજન્સીઓમાં પણ નોકરી માટેના વિકલ્પો છે. આવી જગ્યાઓ પર ઇમેજ કન્સલ્ટન્ટ નોકરી મેળવનારાનું વિશ્લેષણ કરી કંપનીને સારા કર્મચારી આપવામાં મદદ કરે છે.

સૅલરી પેકેજ
શરૃઆતના સમયમાં પ્રોફેશનલ્સને ૩૦ હજાર રૃપિયાથી લઈને ૩૫ હજાર રૃપિયા સુધી પ્રતિમાસ પગાર મળી રહે છે. ચાર-પાંચ વર્ષના અનુભવ પછી ૫૦-૫૫ હજાર સૅલરી પ્રતિમાસ મળી રહે છે. આ ઉપરાંત ઘણા પ્રકારના ઇન્સેન્ટિવ પણ મળે છે. આજના સમયમાં રાજનેતાઓ હોય, ઉદ્યોગપતિ હોય કે કોઈ પણ જાણીતી સેલિબ્રિટી હોય પોતાની સારી ઇમેજ લોકો સમક્ષ રજૂ કરવા માટે ઇમેજ કન્સલ્ટન્ટની મદદ લેવાનું પસંદ કરે છે. નેતાઓ દેશ-વિદેશની ઇમેજ કન્સલ્ટન્સી એજન્સીઓ સાથે કરાર કરે છે. એક ઇમેજ કન્સલ્ટન્ટ બે જુદી-જુદી પાર્ટીઓનું એકસાથે પીઆર કરે છે. જેના કારણે દર વર્ષે પ્રોફેશનલ્સની માગમાં વધારો થઈ રહ્યો છે. ફેશન ઇન્ડસ્ટ્રીમાં મૉડલ અને ડિઝાઇનરના અંગત ઇમેજ કન્સલ્ટન્ટ તરીકે પણ સારી તક રહેલી છે. જોકે એક વાત સ્વીકારવી રહી કે આ ક્ષેત્રમાં ડગ માંડવાથી લઈને પગ જમાવવા સુધી દરેક જગ્યાએ મહેનત કરવાની તૈયારી રાખવી પડે છે.
————-.

મુખ્ય કોર્સ

*           સર્ટિફિકેટ કોર્સ ઇન ઇમેજ કન્સલ્ટિંગ

Related Posts
1 of 289

*           ડિપ્લોમા ઇન ઇમેજ કન્સલ્ટિંગ

*           પીજી ડિપ્લોમા ઇન ઇમેજ કન્સલ્ટિંગ

*           ઇમેજ કન્સલ્ટિંગ એન્ડ સોફ્ટ સ્કિલ્સ ટ્રેનિંગ

મુખ્ય સંસ્થાઓ

*           ઇમેજ કન્સલ્ટિંગ બિઝનેસ ઇન્સ્ટિટ્યૂટ, નવી દિલ્લી

*           ઇમ્પેક્ટ, ઇમેજ, સ્ટાઇલ એન્ડ એલિકેટ કન્સલ્ટન્ટ, ગુરુગ્રામ

*           સ્ટર્લિંગ સ્ટાઇલ એકેડેમી, મુંબઈ

*           ફર્સ્ટ ઇમ્પ્રેશન, ભુવનેશ્વર

*           ફેશન સ્ટાઇલિસ્ટ ઇન્સ્ટિટ્યૂટ

———————————

Leave A Reply

Your email address will not be published.

Translate »