તમારા માટે, તમારી સાથે, સતત…

ઇન્ફ્રાસ્ટ્રક્ચર-રિયલ એસ્ટેટમાં કારકિર્દીનું નિર્માણ કરવા તૈયાર થઈ જાવ

આ ક્ષેત્રે નોકરીઓની ભરમાળ છે.

0 162

નવી ક્ષિતિજ – હેતલ રાવ

ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રિયલ એસ્ટેટનું માર્કેટ દિન-પ્રતિદિન આગળ વધી રહ્યંુ છે ત્યારે બીજી બાજુ આ ક્ષેત્રમાં આગળ વધવાના અને કરિયર બનાવવાના અનેક વિકલ્પો યુવાનો માટે ઊભરી રહ્યા છે. સુવિધા પૂર્ણ શહેર બનવાની યોજના અંતર્ગત અનેક યુવાનો માટે કારકિર્દીનો આ બેસ્ટ વૅ બની રહ્યો છે.

ઊંચી ઊંચી બિલ્ડિંગો મકાનો અને અત્યાધુનિક ઑફિસો જોઈને કોઈને પણ દેશની પ્રગતિની જાણકારી મળી જ જાય છે. જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રિયલ એસ્ટેટની દેન છે.  જેટલી ઝડપી ભારતની અર્થવ્યવસ્થા આગળ વધે છે તેટલી જ તેજીથી રિયલ એસ્ટેટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ બુલંદીઓ સર કરી રહ્યાં છે. એટલું જ નહીં, કારકિર્દી માટે પણ યુવાનો માટે આ પ્રથમ પસંદગી બની રહ્યંુ છે. નિષ્ણાતોનું માનવું છે કે આ ક્ષેત્ર દેશના સોથી મોટા રોજગાર ક્ષેત્રમાંનો એક વિકલ્પ છે.

કારકિર્દીની વાત કરીએ તો રિયલ એસ્ટેટને માત્ર પ્રોપર્ટી ડીલર કે એજન્ટના ભાગરૃપે જોવામાં આવે છે, પરંતુ હકીકતમાં આ ક્ષેત્રે નોકરીઓની ભરમાળ છે. ઘણા મોટા ઉદ્યોગ જેવા કે સ્ટીલ, સિમેન્ટ અને ઇલેક્ટ્રોનિક્સ આની સાથે જોડાયેલા છે. રેરા (રિયલ એસ્ટેટ રેગ્યુલેશન ઍક્ટ)  જ્યારથી અમલમાં આવ્યો છે ત્યારથી લોકોની આ ક્ષેત્રે વિશ્વસનીયતા વધી રહી છે. આમાં મહેનત પ્રમાણે આવક અને પદ બંને મળે છે. સાથે જ બિઝનેસનો પણ સ્કોપ રહેલો છે.

નેટવર્કિંગ જરૃરી
આ ક્ષેત્રમાં પોતાની કાયમી જમાવટ કરવી હોય તો કૌશ્લ્ય હોવું જરૃરી છે અને જેના માટે આ કામમાં માહેર હોય તેવા લોકો સાથે સંબંધ કેળવવો મુલાકાત કરવી જરૃરી છે. જમીન, પ્લોટ, વિલા, વ્યાવસાયિક ભવન, મૉલ ખરીદ વેચાણ માટે ઉચ્ચ કક્ષાનું માર્કેટિંગ સ્કિલ પણ જરૃરી છે. આ ઉપરાંત માર્કેટ અને પ્રોપર્ટીમાં પૈસા બાબતે થતો ઉતાર ચઢાવની પણ માહિતી હોવી જરૃરી છે. પરિશ્રમ, અનુશાસન, ત્વરિત નિર્ણય લેવાની ક્ષમતા અને હકારાત્મક દ્રષ્ટિકોણ આ કાર્યને વધુ ગતિશીલ બનાવે છે.  લોકોની સાથે મળવું, બેસવું, વાતચીત કરવી આ કામને આ કાર્ય માટે મહત્ત્વનું માનવામાં આવે છે.

શું કહે છે આંકડા…
સીઈબીઆરના રિપોર્ટ પ્રમાણે ૨૦૩૦ સુધી વિશ્વમાં ભારત ત્રીજા નંબરનો સૌથી મજબૂત અર્થવ્યવસ્થાવાળો દેશ બની જશે. જેની સીધી અસર રિયલ એસ્ટેટ ક્ષેત્ર પર પડશે અને કામમાં વધારો થશે. આજના સમયમાં આ ક્ષેત્રમાં દર વર્ષે ૧૧ ટકાનો વધારો થઈ રહ્યો છે. ૨૦૨૦ સુધી આ જ દર રહેશે તેવી શક્યતા છે. આજના તબક્કે ૫૦ જેટલી નામી રિયલ એસ્ટેટ કંપનીઓનું નામ ઇન્ડિયન સ્ટોક માર્કેટમાં જોડાયેલું છે અને જ્યાંથી નોકરીના વિશાળ સ્કોપ પણ મળી રહ્યા છે.

સ્નાતક પછી વિશાળ તક
સાયન્સ વિષયથી ૧૨ ધોરણ પાસ વિદ્યાર્થી સિવિલ અને સ્ટ્રક્વરલ એન્જિનિયરિંગમાં બી.ટેક. કરી શકે છે. જો કળા વિષય સાથે ૧૨ ધોરણ પાસ કરી ચૂક્યા હોય તો બી.બી.એ.માં પ્રવેશ લઈ શકાય છે. જ્યારે સ્નાતક વિદ્યાર્થીઓ સેલ્સ, માર્કેટિંગ અને ફાઇનાન્સમાં એમ.બી.એ. કરી શકે. બી.બી.એ. કરી ચૂકેલા વિદ્યાર્થીઓ પણ એમ.બી.એ. કરી શકે છે. એમ.ટેક. કરી વિદ્યાર્થીઓ પોતાની પ્રોફાઇલને વધુ મજબૂત બનાવી શકે છે. રિયલ એસ્ટેટ બ્રોકર સર્ટિફિકેટ કોર્સ, ડિપ્લોમા, પીજી ડિપ્લોમા, એન્ડ એડવાન્સ ડિપ્લોમા કોર્સ કરીને આ ક્ષેત્રમાં નોકરી મેળવવાની સંભાવના વધારી શકાય છે.

કમાણીના છે બેસ્ટ ચાન્સીસ
ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રિયલ એસ્ટેટથી લાખો લોકોની આજીવિકા ચાલી રહી છે. આ સમયે ઇન્ડસ્ટ્રીમાં ૪૦ લાખ લોકોની જરૃર છે જે ૨૦૨૦ સુધી ૯૦ લાખની થઈ જશે. સરકાર પણ શહેરને વધુ વિકસિત બનાવવાના પ્રયત્ન કરી રહી છે. ૨૦૨૨ સુધી દરેક વ્યક્તિને આવાસ આપવાનું એટલે કે ઘરનું ઘર આપવાની યોજના પર પણ કાર્ય ચાલી રહ્યું છે. સ્માર્ટ સિટી માટે ઝડપી કામ ચાલી રહ્યું છે. જેના કારણે રિયલ એસ્ટેટમાં મોટા પ્રમાણમાં લોકોને નોકરીની તક મળી રહી છે. સરકારી સેવા ક્ષેત્રમાં શહેરી ગ્રામીણ વિકાસ મંત્રાલય, સિંચાઈ વિભાગ, બેન્કોના ઋણ વિભાગ, ફાઇનાન્સ વગેરેમાં ચાન્સીસ છે. તો બીજી બાજુ પર્સનલ લેવલ પર રિયલ એસ્ટેટ કંપનીઓમાં અઢળક વિકલ્પ છે. આ ઉપરાંત ઍન્વાયરન્મૅન્ટ, હાઉસિંગ અને ટ્રાન્સપોર્ટ પ્લાનિંગમાં સરકારી અને અંગત વિભાગોમાં સાથે મળીને કામ કરી શકાય છે. બંને વિભાગોમાં સિવિલ એન્જિનિયર અથવા આર્કિટેક્ચર માટે કન્સ્ટ્રક્શન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં તક રહેલી છે. વિશ્વવિદ્યાલય અને મહાવિદ્યાલયમાં એન્જિનિયર અને તેનાથી જોડાયેલા વિષયોમાં અભ્યાસનો વિકલ્પ છે.

હોદ્દો અને આવક બંનેનો વિકલ્પ
સામાન્ય રીતે કાર્યમાં નિપુણ વ્યક્તિની જ જરૃર પડે છે. સિવિલ એન્જિનિયર, ટાઉન પ્લાનરની આધારસ્તંભના નિર્માણની યોજનામાં જરૃર રહે છે. જ્યારે એકાઉન્ટન્ટ અને ફાઇનાન્સિયલ એનાલિસ્ટ જેવા વિશેષજ્ઞ યોજનાઓમાં બજેટ સંબંધી કામ જુએ છે. જે પ્રમાણે આ વિભાગમાં માગ વધી રહી છે તે જોતા લાગે છે કે આવનારા સમયમાં આ ક્ષેત્રે આવકનો વિકલ્પ મોકળો છે.

પડકારો
આ વિભાગમાં કદમ-કદમ પર પડકારનો સામનો કરવો પડશે. આ કામમાં નિષ્ણાતોએ વિભાગીય અધિકારીઓ સાથે મેળ પાડવાનો હોય છે. વળી, ગ્રાહકોને પણ સાચવવા પડે છે. આ બંનેને સાચવવા કોઈ પડકારથી ઓછું નથી હોતું. રિયલ એસ્ટેટમાં પોતાનો બિઝનેસ શરૃ કરવો જોખમી હોય છે. જેના માટે આર્થિક રીતે મજબૂત હોવું જરૃરી છે. માર્કેટમાં કાચો માલ અને મજૂર મેળવવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.  એટલું જ નહીં, સિવિલ એન્જિનિયર, બિલ્ડર્સ, કન્સલટન્ટ, મજૂરવર્ગ, સાઇટ મેનેજર સાથે તાલમેળ બેસાડવો અને પોતાની મરજી પ્રમાણે કામ કરાવવું એ લોઢાના ચણા ચાવવાનું કામ છે.

મુખ્ય સંસ્થાઓ

*       ભારતીય પ્રૌદ્યોગિક સંસ્થાન.

*       સ્કૂલ ઓફ પ્લાનિંગ એન્ડ આર્કિટેક્ચર.

Related Posts
1 of 142

*       સ્કૂલ ઓફ મૅનેજમૅન્ટ ફોર ઇન્ફ્રાસ્ટ્રક્ચર. એન્ડ ડેવલપમૅન્ટ સ્ટ્રેટેજી, બેંગ્લુરુ.

*       યુનિવર્સિટી ઓફ પેટ્રોલિયમ એન્ડ એનર્જી સ્ટડીઝ, દહેરાદૂન.

—.

રોજગારની તકો અહીં રહેલી છે

પ્રોપર્ટી મેનેજર ઃ આ મેનેજર કોઈ પ્રોફેશનલ મૅનેજમૅન્ટ કંપનીનો ભાગ હોય છે. સાથે જ કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ પ્રોપર્ટીની દેખભાળ કરી શકે છે. પ્રોપર્ટીને ભાડા પર લીઝ પર લેવું અને ગ્રાહક સંબંધી કાર્ય કરવું તેમનું કામ છે.

ફેસિલિટિઝ મેનેજર ઃ આ મેનેજર મોટા રિયલ એસ્ટેટના પ્રોજેક્ટ સાથે જોડાયેલા હોય છે. આમનું કાર્ય મોટી આવાસ યોજનાઓ, મૉલ, ઑફિસો વગેરેમાં વધારેમાં વધારે ફાયદો કરાવવાનો છે.

રિયલ એસ્ટેટ બ્રોકર ઃ આમાં રેસિડેન્સિયલ અને કોમર્શિયલ બંને પ્રકારના રિયલ એસ્ટેટ બ્રોકર હોય છે. રેસિડેન્સિયલ બ્રોકર હાઈસ પ્રોપર્ટીને ખરીદવાનું અને વેચાણનું કામ કરે છે. જ્યારે કોમર્શિયલ હોટલ, ઑફિસ, બિલ્ડિંગનું ખરીદ વેચાણનું કામ કરે છે.

રિયલ એસ્ટેટ એનાલિસ્ટ ઃ આ પ્રોફેશનલોનું કામ લોકોને સારા લોકેશન, જમીન અન્ય પ્રોપર્ટી વિશે સૂચના અને જાણકારી આપવાનું છે.

સિવિલ એન્જિનિયર ઃ બિલ્ડિંગ બનાવવી હોય, રસ્તો બનાવવો હોય, ડેમ બનાવવો હોય, દરેક જગ્યાએ સિવિલ એન્જિનિયરોની જરૃર પડે છે. સ્ટ્રક્ચર એન્જિનિયર જ્યાં મટીરિયલ, ડિઝાઇનનું નિર્માણની મજબૂતી પર કામ કરે છે ત્યાં આર્કિટેક્ટ તેની સુંદરતા પર કાર્ય કરે છે.

આર્કિટેક્ચર ઃ સરકારી આર્કિટેક્ચર તરીકે સેન્ટ્રલ અને સ્ટેટ પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટ હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમૅન્ટ કોર્પોરેશન, સિટી ડેવલેપમૅન્ટ ઑથોરિટી, સ્ટેટ હાઉસિંગ બોર્ડમાંથી એક કામ કરી શકે છે. જ્યારે પ્રોપર્ટી આર્કિટેક્ચર ટીચિંગ, રિયલ એસ્ટેટ ડેવલપમૅન્ટ ફર્મ, પ્રાઇવેટ આર્કિટેક્ચર ફર્મમાં કામ કરી શકે છે.

ટાઉન પ્લાનર ઃ ટાઉન પ્લાનર ખાલી સ્થાન પ્રમાણે દરેક સુવિધા પોતાની યોજનામાં સમાવી શકે છે. રોજિંદા જીવનની જરૃરિયાત પ્રમાણે પ્લાનિંગ ડિઝાઇન, પ્લાનિંગ ડ્રાફટમેન, ટાઉન પ્લાનર આસિસ્ટન્ટના રૃપમાં નોકરી મેળવે છે. ડ્રોઈંગનું જ્ઞાન ઘણી મદદ કરે છે.

સેલ્સ એક્ઝિક્યુટિવ ઃ આજે દરેક નાની-મોટી રિયલ એસ્ટેટ કંપનીઓમાં સેલ્સ એન્ડ માર્કેટિંગથી જોડાયેલા પ્રોફેશનલ્સની જરૃર હોય છે. સેલ્સ એન્ડ માર્કેટિંગ એ બિઝનેસ મૅનેજમૅન્ટનો ભાગ હોય છે.

———————

Leave A Reply

Your email address will not be published.

Translate »