તમારા માટે, તમારી સાથે, સતત…

જીવનસાથી પસંદગીનો નવો ટ્રેન્ડ

ઓનલાઇન વાત કરતાં થયા ત્યારે અમને સમજાયું કે અમારા વિચારો ઘણા મળતા આવે છે.

0 340

બાળકો મોટા થાય અને યુવાનીના ઉંબરે પગ માંડે એટલે ઘરના વડીલો તેમનાં લગ્નનાં સપનાં જોવાનું શરૃ કરે. પોતાનાં દીકરા કે દીકરી માટે કેવો મુરતિયો કે યુવતી સારી છે તેની તપાસમાં લાગી જાય. સગાસંબંધીને પણ મદદ માટે કહે, પરંતુ આજના યુવાનો જીવનસાથીની પસંદગીની વ્યાખ્યામાં નવો જ બદલાવ લાવ્યા છે. હવે યુવાનો ઓનલાઇન પસંદગીના ટ્રેન્ડને ફોલો કરતા થયા છે.

સ્નાતકની ડિગ્રી મળે અને સારી નોકરી કરતા થાય એટલે યુવાનનાં માતા-પિતા દીકરાને ઘોડે ચઢાવવા થનગનવા લાગે છે. જ્યારે યુવતીઓ માટે પણ પરિવાર સારા યુવકની શોધ શરૃ કરે છે. ઘણીવાર તો યુવાનો સાથે અભ્યાસ કરતા કે પછી જોબ કરતા પાત્રને પસંદ કરી તેમની સાથે લગ્નગ્રંથિએ જોડાઈ જાય છે. જેમાં ઘણા પરિવારો રાજી તો ઘણા પરિવારો પોતાની નાખુશી દર્શાવે છે. જ્યારે હવે યુવાનો એક સ્ટેપ વધુ આગળ વધ્યા છે. આજના યુવાનો ઓનલાઇન જીવનસાથીની પસંદગી કરતા થયા છે. ઘણી એવી સાઇટ છે જેમાં યુવાનો પોતાના બાયોડેટા મુકી લગ્નનો પ્રસ્તાવ રાખે છે, પરંતુ હવે યુવાનો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને અન્ય સોશિયલ સાઇટની મદદથી જીવનસાથી શોધી રહ્યા છે. લાંબા સમયથી ફેસબુક ફ્રેન્ડ હોય અને અવારનવાર એકબીજાના ફોટા લાઇક, કોમેન્ટ કરતા હોય અથવા ક્યારેક મેસેન્જર પર પર્સનલી પણ વાત કરતાં હોય તેવા યુવાનો ધીમે-ધીમે એકબીજાને ઓળખવા લાગે છે. યુવાનો એકબીજાને પસંદ કરતા હોય છે અને લગ્ન કરવામાં અનુકૂળ સમજતા હોય તો પરિવારને વાત કરી ઓનલાઇન સંબંધને કાયમ માટે અપનાવી લેતા હોય છે.

Related Posts
1 of 55

પલ્લવી અને હું બંને એક જ કૉલેજમાં અભ્યાસ કરતા હતાં, તેમ કહેતાં કેતન પરીખ કહે છે, ‘અમે એક જ ક્લાસમાં હતાં, પરંતુ ક્યારેય વાતચીત કે મળવાનું થતંુ નહીં, પરંતુ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર અમે મિત્રો હતાં. હંમેશાં શાંત રહેતી પલ્લવી મસ્તીખોર પણ છે, તે તેના ફેસબુક પર મુકેલા ફોટા પરથી ખબર પડતી. ધીમે ધીમે અમે ઓનલાઇન વાત કરતાં થયા ત્યારે અમને સમજાયું કે અમારા વિચારો ઘણા મળતા આવે છે. એક જીવનસાથીમાં તમે જેવી અપેક્ષા રાખો છો તેવી અમને બંનેને એકબીજામાં જોવા મળી. અમે પરિવારને વાત કરી. પહેલાં તો પરિવારના લોકોએ એમ જ કહ્યું કે, આ ઓનલાઇન કંઈ બધું સાચું ના હોય. આમાં તો બતાવવાના જુદા અને ચાવવાના જુદા દાંત હોય છે, પરંતુ જ્યારે અમે પરિવારને વિશ્વાસ અપાવ્યો અને મુલાકાત કરાવી ત્યારે અમારી સગાઈ નક્કી કરવામાં આવી.’

લગ્ન માટેની ઘણી સાઇટ ચાલે છે તેમાં પ્રસ્તાવ મુકી લગ્ન કરવામાં એટલું રિસ્ક નથી હોતું જેટલું જાતે જ ઓનલાઇન જીવનસાથી શોધવામાં હોય છે. જાતે પસંદ કરેલા દરેક પાત્ર ફ્રોડ હોય તેવું પણ નથી હોતું. માટે યુવાનો આ ટ્રેન્ડ તરફ આગળ વધી રહ્યા છે, પરંતુ આ રીતે જીવનસાથી પસંદ કરતા સમયે સાવધાની રાખવી જરૃરી છે.

  • હેતલ રાવ
    —————-

Leave A Reply

Your email address will not be published.

Translate »