તમારા માટે, તમારી સાથે, સતત…

ખંજન અંતાણી, હૈદ્રાબાદ

0 70

હર ઘરમાં અભિયાન‘ ‘અભિયાન’… અમને હજી યાદ છે કે ૧૯૮૫માં માતબર મૅગેઝિન સામે જે મધ્યાહ્નના સૂર્યની જેમ તપતાં હોય ત્યાં કેવી રીતે ટકશે અને ઊંચકાશે એ વિચારતા હતા… અને આજે જે-તે કારણોસર ‘અભિયાન’ એ મેદાનમાં આવવું પડ્યું તેને ડંકે કી ચોટ પે સાચું પુરવાર કરીને બીજા પ્રસિદ્ધ મૅગેઝિનની જેમ જ તે આજે બધાંના ડ્રોઇંગરૃમમાં ગોઠવાઈ ગયું છે. ૩૩ વર્ષ બહુ મોટો કાળખંડ છે. ગુજરાતી વાચકોની માનસિકતા બદલવામાં ‘અભિયાન’નાં પાનાંઓનો બહુ મોટો હાથ છે. પછી ભલેને મુખપૃષ્ઠના ડિઝાઇનથી માંડીને અંદરના પાને પીરસાતી માહિતી એક ચોક્કસ ધાર સાથે છપાતી અને અમારા જેવા વાચકોના મગજમાં ઊતરતી. તમારા આ ઝળહળતા પ્રવાસમાં અશ્વિનીભાઈ ભટ્ટનો ફાળો અમૂલ્ય તો ખરો જ. કારણ કે જે વાત અને વર્ણન બંધિયાર માનસિકતામાં અટવાતા હતા તે તેમની વાર્તાઓના પાત્ર દ્વારા બધી વાતો ડ્રોઇંગરૃમમાં લોકો કરતાં થઈ ગયા અને આજે ‘અભિયાન’ ગુજરાતી ઘરોનું સભ્ય બની ગયું છે અને તે પણ માનનીય સભ્ય…

 

Leave A Reply

Your email address will not be published.

Translate »