તમારા માટે, તમારી સાથે, સતત…
Browsing Tag

Readers feed back

વિશાલ જોષી, વલસાડ

અવનવા વિષયોની કવર સ્ટોરી... નિયમિત અવનવા વિષયોને લગતી કવર સ્ટોરી, વિષયને સ્પર્શતા તમામ પાસાં સાથે રજૂ થાય છે, વાંચવી ગમે છે.

દીપા બારોટ, નડિયાદ

મહિલા અને યુવાનો માટે ઉપયોગી માહિતી..... 'અભિયાન' નિયમિત રીતે અમારા પરિવારમાં વંચાય છે. મોટા પરિવારને નાતે દરેકની પસંદ અલગ-અલગ હોવા છતાં 'અભિયાન'માં દરેકની પસંદગીની માહિતી વાંચવા મળે છે. મહિલાઓ અને યુવાનો માટે ઇન્સ્પાયર્ડ- નોલેજ બેઝ અને…

યજ્ઞેશ ત્રિવેદી, અમદાવાદ

શંકાની સોય 'હકીકત' પર અટકી...  'મચ્છુ સ્પેશિયલ'માં રવિ સાણંદિયાના રિપોર્ટમાં હકીકત વાસ્તવિકતાને ઉજાગર કરે છે. મચ્છુ ડેમ હોનારત ઓગણીસસો ઓગણએંશીમાં બનેલી હોનારત છે. તેમાં ભાજપના કાર્યકર ગુલામભાઈની સેવાકીય કામગીરીનો ઉલ્લેખ જણાવ્યો છે. મચ્છુ…

રમેશ પ્રજાપતિ, પાલનપુર

'રફી સાહબકી યાદેં... 'કોલકાતા કોલિંગ'માં મહમદ રફીના ગીતોને લઈ કોલકાતાના મનિરૃદ્દીન પાનવાળાની વિગતો હટકે રહી. રફી સા'બકી યાદેં દિલકો છૂ ગઈ.

જયદીપ લિંબાચિયા, ભાવનગર

સદ્ગતને અંજલિ ઃ વૃક્ષના રોપા ભેટ આપ્યા...જાણીતા બાળસાહિત્યકાર કુસુમબહેન ભૂપેન્દ્રભાઈ દવેનું નિધન થતાં તેમની શોકસભામાં પરિવારજનોએ વૃક્ષના રોપા ભેટ આપી એક આવકારદાયક ઉદાહરણ સમાજને આપ્યું. નવી પહેલ બદલ વંદન.

જયેન્દ્ર વાઘેલા, વિસનગર

ઇમિગ્રેશન માટેની સ્પષ્ટ સલાહ... 'વિઝા-વિમર્શ' વિઝા અને ઇમિગ્રેશન માટેની લેટેસ્ટ માહિતી જાણવા મળે છે. ઇમિગ્રેશન ઍપ્લિકેશનમાં ભરવાની વિગતોની સ્પષ્ટતાની સરળ અને સાદી ભાષામાં થયેલી રજૂઆત ઉપયોગી બની રહે છે. સાથે કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ પણ વિઝા…

બિપીન જાની, વેરાવળ

કાર્ટૂન્સમાં સવાલોનો સણસણતો જવાબ... સમાજમાં બનતી ઘટનાઓને એક લીટીમાં વર્ણવાતી જોવી હોય તો 'અભિયાન'ના 'જામી'નાં કાર્ટૂન્સ પર નજર ફેરવી લેવી. 'જામી'નાં કાર્ટૂન્સ લાજવાબ રહે છે. પૂરમાં તણાતા વ્યક્તિને બચાવતા પહેલાં પૂછી લેવાય છે કે ભાઈ તું કયા…

ઇવા મિસ્ત્રી, વડોદરા

'ઈશ્વર'ની હયાતીનો વૈજ્ઞાનિક પ્રયોગ... આજના સમયમાં નામસ્મરણ, જપયજ્ઞ અને ધ્યાન જેવી ક્રિયાઓ પાછળ વૈજ્ઞાનિક અભિગમ વધ્યો છે. નાસ્તિકો પણ ઈશ્વરના અસ્તિત્વ સામે પ્રશ્નાર્થ મુકે છે. 'ભગવાનના અસ્તિત્વના વૈજ્ઞાનિક પ્રયોગ'માં   વિશ્વભરની યુનિ. અને…

કિશોર ગોસ્વામી, ગોંડલ

ચિંતનપ્રેરક મનનીય લેખો... 'અભિયાન'માં જીવનઘડતર અને જીવનોપયોગી લેખો મનનીય રહે છે. 'પંચામત', 'ચર્નિંગ ઘાટ' અને 'હૃદયકુંજ' કોલમમાં રજૂ થતાં સામાજિક અને માનવીય સંબંધોને સ્પર્શતા વિષયોની અદ્ભુત રજૂઆત 'અભિયાન'માં વાંચવા મળે છે. ઘણી સમસ્યાઓનો ઉકેલ…
Translate »