તમારા માટે, તમારી સાથે, સતત…

ધરતીનો છેડો ઘર, તેને તરછોડવાનો અનુભવ સારો નથી

પ્રેમપ્રકરણને કારણે ઘર છોડવાનું.....

0 406

હેતલ રાવ

ધરતીનો છેડો ઘર, આ વાત આપણે સૌ કોઈ જાણતા હોઈએ છીએ, પરંતુ જ્યારે ઘર છોડવાની વાત આવે ત્યારે દરેકના મોઢામાંથી હેં.. નીકળી પડે, કારણ કે ઘર છોડી જવું ક્યાં, પરંતુ આજે અહીં વાત કરવાની છે એવી મહિલાઓની જેમણે કોઈ કારણસર ઘર તો છોડ્યું, પરંતુ અંતે એ જ ઘરે પરત ફરી હોય. એક સરવે પ્રમાણે પણ છેલ્લાં બે વર્ષમાં મહિલા ગુમ થયાના બનાવો વધ્યા છે. તો વળી પોલીસતંત્રની મદદથી મહિલાઓ પરત આવી હોય તેવા કિસ્સા પણ ઘણા છે. ઘર છોડીને ચાલી જવા પાછળનાં કયા કારણો છે અને કયા કારણોસર તે પરત ફરે છે તે જાણવું ચોક્કસથી રસપ્રદ રહેશે…

અરે, કંટાળી ગઈ છું આ જિંદગીથી, આ શંુ રોજ એકની એક કચકચ, હું પણ માણસ છું, મશીન થોડી છું. ઘર છોડીને જતી રહીશને ત્યારે ખબર પડશે. આવું કદાચ દર ત્રણમાંથી બે મહિલાઓ રોજ બોલતી હશે અને બેમાંથી એક મહિલા અકળાઈને ના ભરવાનું પગલું પણ ભરતી હશે. એટલે કે ઘર છોડીને ચાલી જતી હશે, પરંતુ શું ઘર છોડીને ચાલી જવું તે સમસ્યાનો અંત છે? નાની મોટી માથાકૂટના કારણે ઘર છોડી સંસાર દુઃખી કરવાનો કોઈ મતલબ નથી. જોકે માનસિક ત્રસ્ત કે ઘરની માથાકૂટના કારણે, દીકરા-વહુ સાથે ફાવતંુ ન હોય તેવાં કારણોસર કે અન્ય કારણો કરતાં ઘર છોડીને ચાલી જવાનું જો કોઈ સૌથી મોટું કારણ હોય તો તે પ્રેમપ્રકરણ છે.

સોમાંથી એંસી ટકા મહિલાઓ કે યુવતીઓ પ્રેમપ્રકરણના કારણે ઘરેથી ગુમ થઈ જાય છે અને કસરત પોલીસ વિભાગની થાય છે.

Related Posts
1 of 289

ડિસેમ્બર ૨૦૧૭ સુધીની વાત કરીએ તો રાજ્યમાં ગત બે વર્ષ દરમિયાન કુલ ૧૩,૬૪૧ મહિલાઓ ગુમ થઈ છે. આંકડાકીય માહિતી પ્રમાણે ૨૦૧૬માં ખોવાયેલી મહિલાની સંખ્યા ૬,૩૮૬ હતી જ્યારે ૨૦૧૭માં આ સંખ્યા વધીને ૭,૨૫૫ થઈ છે. રાજ્યમાન ૩૩ જિલ્લા પૈકી સૌથી વધુ અમદાવાદ જિલ્લામાં ગુમ થયેલી મહિલાઓની સંખ્યા વધારે છે. અમદાવાદમાં ૨,૦૯૮ મહિલાઓ ગુમ થઈ છે. બીજા નંબર પર ડાયમન્ડ સિટી સુરત છે ત્યાં ૨,૬૨૬ મહિલા લાપતા હતી જ્યારે રાજકોટ જિલ્લામાં ૧,૧૭૭, મહેસાણા જિલ્લામાં ૮૭૩, વડોદરા જિલ્લામાં ૮૫૮, અને ગાંધીનગર જિલ્લામાં ૬૩૦ મહિલાઓ ગુમ થઈ છે.

જ્યારે આદિવાસી જિલ્લા પર નજર નાંખીએ તો ત્યાં ગુમ થઈ હોય તેવી મહિલાની સંખ્યા ઘણી અલ્પ છે. ડાંગ જિલ્લામાં ૧૦, નર્મદામાં ૧૬, તાપીમાં ૩૦, છોટાઉદેપુરમાં ૪૨ અને દાહોદમાં ૫૪ મહિલાઓ નોંધાઈ છે. આ તો વાત થઈ ગુમ થયેલી મહિલાઓની, પરંતુ રાજ્યમાં ગુમ થયેલી મહિલાઓમાંથી છેલ્લાં બે વર્ષમાં ૧૦,૭૨૦ મહિલાઓ પરત ફરી છે. એટલે ૨૦૮૨ મહિલાઓ હજુ પણ લાપતા છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણેે જે મહિલો ગુમ થઈ હતી તેમાંથી મોટાભાગની મહિલાઓ ૧૮થી ૨૫ વર્ષની વય મર્યાદાની છે. ઘર છોડવા પાછળનું કારણ પ્રેમપ્રકરણ હોય છે. દીકરી ગુમ થતાં પરિવાર ફરિયાદ કરે છે અપહરણની કે પછી લાપતાની. પાછળથી યુવતી પરત ફરે જેમાં પ્રેમપ્રકરણનું કારણ સ્પષ્ટ જોવા મળે છે. આ ઉપરાંત ઘર કંકાસ, આર્થિક સંકળામણ અને માનસિક ત્રાસ પણ જવાબદાર કારણોમાંનું એક છે, પરંતુ સૌથી વધુ

પ્રેમપ્રકરણનું કારણ હોય છે. અમદાવાદની વાત કરીએ તો છેલ્લાં બે વર્ષમાં કુલ ૨,૬૬૨ મહિલાઓ ગુમ હતી જેમાંથી ૨,૩૦૧ મહિલાઓ પરત મળી આવી છે. ૩૨૫ મહિલો હજુ શોધવાની બાકી છે. પોલીસ વિભાગે પોતાના તરફથી સુયોગ્ય પ્રયત્ન કરી મહિલાઓને પરત લાવવામાં ૮૭ ટકા જેટલી મહત્ત્વની કામગીરી નોંધાવી છે.

આ લેખની વધુ વિગતો અને મહિલાઓ અને યુવા વર્ગને લગતા વિષયો જેમ કે યુવા, ફેશન, હેલ્થ. બ્યુટીને લગતી રોજિંદી ઉપયોગી રસપ્રદ લેખો વાંચવા આજે જ ‘અભિયાન’ સબસ્ક્રાઇબ કરો..

Leave A Reply

Your email address will not be published.

Translate »