તમારા માટે, તમારી સાથે, સતત…

શિક્ષણના ક્ષેત્રમાં અવરોધો આપશે પ્રગતિનો અવસર

અન્ડર ગ્રજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ તેમ જ સર્ટિફિકેટ કોર્સમાં પણ બદલાવ થશે.

0 220

કોવિડ-૧૯ બીમારીને કારણે સૌથી વધુ પ્રભાવિત થયેલું ક્ષેત્ર જો કોઈ હોય તો એ છે – શિક્ષણ. ઉદ્યોગો, કારખાના અને અર્થવ્યવસ્થા તો આવનારા કેટલાક સમયમાં રફ્તાર પકડી લેશે, પણ બાળકો અને વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં દેશ જેટલો પાછળ રહી ગયો છે તેને ફરીથી ગતિ પકડવામાં સમય લાગશે. તમે વિચાર કરો કે તમને એક દિવસ માટે ઘરમાં સદંતર પૂરી દેવામાં આવે, કોઈ પણ પ્રકારના મનોરંજનના માધ્યમ વિના, તો તમારી માનસિક સ્થિતિ કેવી થશે! આપણે સૌએ આ પરિસ્થિતિનો સામનો કર્યો, પણ આપણે આપણી માનસિક સ્થિતિ પર કન્ટ્રોલ મેળવી શક્યા, કારણ કે સ્માર્ટફોન નામનું માધ્યમ આપણી પાસે હતું. જો પરિપકવ વ્યક્તિની મનોદશા પર અસર પડી શકતી હોય તો ફૂલ જેવાં બાળકોની શું સ્થિતિ થઈ હશે તેનો ક્યાસ આંકવો મુશ્કેલ છે. મહામારીના સમયમાં બાળકો સહપાઠીઓ, શાળા, મિત્રો, રમતગમતનું મેદાન વગેરેને મિસ કરતા હતા. શિક્ષણ તો ખેર ઓનલાઇન પણ શરૃ કરવામાં આવ્યું. અચાનક જ બાળકોએ શિક્ષણની આ નવી વ્યવસ્થા અપનાવી લેવી પડી. બાળકો અને શિક્ષકો માટે ખરેખર આ કપરું હતું, પણ ધીરે ધીરે હવે બધું કોઠે પડી રહ્યું છે. જોકે, કહેવાય છે ને કે કેટલીકવાર અવરોધો નવા અવસર અને બમણી ગતિ અને જોશ પૂરા પાડે છે. શિક્ષણના ક્ષેત્રમાં આ વાત લાગુ પડતી હોવાનું નિષ્ણાતોનું કહેવું છે. નિષ્ણાતોનું માનવું છે કે શિક્ષણના ક્ષેત્રમાં નવા આચાર અને સુધાર બંને ખૂબ ઝડપથી થશે. સારી વાત એ છે કે ગયા વર્ષે નવી શિક્ષણ નીતિ જાહેર કરવામાં આવી. હવે શિક્ષણ વ્યવસ્થાના માળખામાં ધરમૂળથી પરિવર્તનનો આરંભ થશે. સાચા અર્થમાં પરિવર્તનનો પ્રારંભ. બાળકોના જ્ઞાનનો વિસ્તાર ક્લાસરૃમ પૂરતો સીમિત ન રહેતા નવી ક્ષિતિજો પાર કરે તેની તૈયારી નવા વર્ષમાં જોવા મળશે. નવી શિક્ષણ નીતિ અંતર્ગત પાંચમા ધોરણ સુધીનું શિક્ષણ માતૃભાષામાં જ કરશે. બોર્ડની પરીક્ષા વર્ષમાં બે વાર લેવાશે. અન્ડર ગ્રજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ તેમ જ સર્ટિફિકેટ કોર્સમાં પણ બદલાવ થશે.

Related Posts
1 of 70

મહત્ત્વની વાત એ છે કે, ટૅક્નોલોજીને કારણે રોજગારના નવા અવસર ઊભા થવા લાગ્યા છે. નવા વર્ષમાં તેમાં વધારો થશે. ટૅક્નોલોજીએ ઉપભોક્તા અને વિક્રેતાને એક મંચ પર લાવી દીધા છે, જેના કારણે યુવાનો ઓનલાઇન બિઝનેસ દ્વારા કમાણી કરતા થયા છે. શિક્ષણના ક્ષેત્રમાં ૯૯,૩૦૦ કરોડ રૃપિયા ફાળવવામાં આવ્યા છે. જ્યારે ૩૦૦૦ કરોડ રૃપિયા કૌશલ વિકાસના ક્ષેત્રને ફાળવવામાં આવ્યા છે. નવા વર્ષમાં આ બજેટ થકી ભારત શિક્ષણ ક્ષેત્રમાં નવી ઊંચાઈઓ આંબી શકશે કે કે કેમ તે જોવાનું રહેશે. બજેટની વાત બાજુ પર રાખીને શિક્ષાવિદોએ આવનારાં ચાર-પાંચ વર્ષમાં શિક્ષણના સંદર્ભમાં જે આશાઓ વ્યક્ત કરી છે તેની વાત કરીએ તો હવે થોડાં વર્ષોમાં વોકેશનલ અને સામાન્ય શિક્ષણ વચ્ચેનું અંતર સમાપ્ત થઈ જશે. લોકોએ એ વાત સ્વીકારવી જ પડશે કે હાથ વડે કરવામાં આવેલું દરેક કામ સન્માનને લાયક છે. કોઈ પણ કામ નાનું-મોટું નથી. દરેક કામ અને દરેક વ્યક્તિ સમાજ માટે એક સરખું મહત્ત્વ રાખે છે. જ્યારે વિદ્યાર્થી નવા હુન્નર કે નવા કૌશલ્ય શીખશે તો તેને રોજગારી મેળવવા માટે અન્યો પર નિર્ભર નહીં રહેવું પડે.

Leave A Reply

Your email address will not be published.

Translate »