તમારા માટે, તમારી સાથે, સતત…

જ્યોતિષની દૃષ્ટિએ ૨૦૨૧નું વર્ષ મિશ્ર સંભાવનાઓનું છે

૨૦૨૦ના વિતી ગયેલા વર્ષના આરંભે કોઈ જ્યોતિષીએ કોરોના મહામારી જેવા અગમ્ય રોગની ભવિષ્યવાણી કરી ન હતી

0 150

૨૦૨૦ના વિતી ગયેલા વર્ષના આરંભે કોઈ જ્યોતિષીએ કોરોના મહામારી જેવા અગમ્ય રોગની ભવિષ્યવાણી કરી ન હતી. એ જ રીતે કોરોના સંકટનો ક્યારે અંત આવશે એ પણ કોઈ જ્યોતિષ સ્પષ્ટ રીતે કહી શકતા નથી. આમ છતાં જ્યોતિષમાં આસ્થા રાખનારાઓમાં કમી થવાની નથી. નોસ્ત્રાડેમસ નામના ભવિષ્યવેત્તાએ ૪૬૫ વર્ષ પહેલાં ૨૦૨૦ના વર્ષમાં તબાહી સર્જવાની ભવિષ્યવાણી કરી હતી, પરંતુ આટલાં બધાં વર્ષો પહેલાંની વાતને કોઈ ગંભીરતાથી લેતું નથી કે યાદ રાખતું નથી. વળી, મહાસંકટ કેવા સ્વરૃપમાં આવશે એ પણ નિશ્ચિત હોતું નથી. એથી તેના પ્રતિકાર કે સંરક્ષણની પૂર્વ તૈયારી થઈ શકી નહીં. હવે લોકો ત્રાહિમામ પોકારી ગયા પછી જ્યોતિષીઓ કહે છે કે ૨૦૨૦માં પાંચેક ગ્રહોની અવળી ચાલ અને ગુરુ-શનિની યુતિએ વિશ્વની માનવજાતને આફતની સોગાદ આપી. ૨૦૨૧માં બધા ગ્રહો માર્ગી થઈ ગયા છે. સીધા ચાલવાના છે અને ગુરુ-શનિ એપ્રિલમાં છૂટા પડશે, ત્યાર પછી લોકોને રાહતનો અનુભવ થશે. ૨૦૨૧ના આરંભે આ વાત સમજવા માટે જ્યોતિષ વિજ્ઞાનના આધારની જરૃર નથી. આપણી નજર સામે કોરોનાની સંભાળશે, પરંતુ ટ્રમ્પ ન્યાયિક પ્રક્રિયાઓનો આશ્રય લઈને ઉત્પાત મચાવ્યા કરશે. જે રાજ્યોની સ્થિતિ સુધરવાની છે તેમાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, આંધ્રનો સમાવેશ થાય છે. સૌથી મહત્ત્વની વાત એટલે આ વર્ષ દરમિયાન લોકોના આત્મવિશ્વાસમાં વધારો થશે. વિતેલા વર્ષમાં ઘોર નિરાશામાં સપડાયેલા લોકોનો આત્મવિશ્વાસ વધે તો એ તમામ દૃષ્ટિએ શુભ સંકેત સમજવો પડે. આત્મવિશ્વાસ ઉત્સાહને વધારે છે, ઉત્સાહથી કાર્યશક્તિ અને કાર્યક્ષમતા વધે છે. સરવાળે જીવનનો ઉલ્લાસ પ્રગટે છે. આવી ફલશ્રુતિ આકાર લે તો એ પણ કુદરતના આશીર્વાદ સમાન હશે.

Leave A Reply

Your email address will not be published.

Translate »