તમારા માટે, તમારી સાથે, સતત…

ઓનલાઇન ઇન્ટરવ્યૂની પરફેક્ટ તૈયારી

કંપનીઓ ઓફલાઇનની જગ્યાએ ઓનલાઇન ઇન્ટરવ્યૂને આવકારી રહ્યા છે,

0 167
  • નવી ક્ષિતિજ – હેતલ રાવ

વર્તમાન સમયમાં જુદા-જુદા ડિપાર્ટમેન્ટની જોબ માટે ઓફલાઇનની જગ્યાએ ઓનલાઇન ઇન્ટરવ્યૂ પર પસંદગી ઉતારવામાં આવી રહી છે. આવા સમયે કેટલીક વાતો એવી છે જેની પર ધ્યાન આપવાથી ઇન્ટરવ્યૂઅર્સ પર સારી ઇમ્પ્રેશન પડે છે. સાથે જ જોબ મળવાની શક્યતામાં પણ વધારો થાય છે.

દેશમાં જે પ્રમાણે હાલની સ્થિતિ છે તે જોતા મોટા પ્રમાણમાં કંપનીઓ ઓફલાઇનની જગ્યાએ ઓનલાઇન ઇન્ટરવ્યૂને આવકારી રહ્યા છે, પરંતુ ઓફલાઇન કરતાં ઓનલાઇનમાં થોડી મહત્ત્વની વાતોનું ધ્યાન રાખવું જરૃરી છે. ઇન્ટરવ્યૂ જુદા-જુદા ફિલ્ડ, હોદ્દા અને વિષયોના હોય શકે, પરંતુ તેની સાથે જોડાયેલી ઘણી વાતો સમાન હોય છે. ઓનલાઇન ઇન્ટરવ્યૂની થોડી બેઝિક વાતોને સમજવી જરૃરી છે.

તૈયારી કેવી કરવી ઃ કોઈ પણ વિષયની પરીક્ષા કે ઇન્ટરવ્યૂ હોય, પરંતુ તેમાં સફળતા મળે અને પસંદગી થાય તે ત્યારે જ શક્ય બને જ્યારે તમારી તૈયારી યોગ્ય હોય. કોઈ પણ રિઝલ્ટ તમારી તૈયારી પર નિર્ભર કરે છે. શરૃઆતના સમયમાં આપવામાં આવતી પરીક્ષા કે ટેસ્ટથી લઈ  ઇન્ટરવ્યૂનું આયોજન પરફેક્ટ તૈયારી સાથે કરવાથી સફળતાના ચાન્સ વધી જાય છે. દરેક વિષય પર પૂર્ણ રીતે કાર્ય કરવાની સાથે યોગ્ય સમય આપવો જોઈએ. તમારી તૈયારી સારી હશે તો આત્મવિશ્વાસમાં પણ વધારો થશે અને ઇન્ટરવ્યૂ દરમિયાન અડગ રહીને દરેક સવાલના જવાબ આપી શકશો. ઇન્ટરવ્યૂ પહેલા સંબંધિત સંસ્થા અને કંપની વિશે સંપૂર્ણ જાણકારી મેળવી લેવી જરૃરી છે. જે હોદ્દા માટે તમે અરજી કરી છે તેનું જ્ઞાન હોવું પણ આવશ્યક છે. ઉપરાંત પોતાના વિષયની પણ જાણકારી હોવી જોઈએ.

Related Posts
1 of 289

ઇન્ટરનેટ સ્પીડ અને સોફ્ટવેરનું નિરીક્ષણ ઃ કોઈ પણ પ્રકારના ઓનલાઇન ઇન્ટરવ્યૂમાં ઇન્ટરનેટ સ્પીડની ભૂમિકા સૌથી વધારે મહત્ત્વની છે. જ્યારે તમે ઓનલાઇન ઇન્ટરવ્યૂ આપી રહ્યા હોય ત્યારે તમારા ઇન્ટરનેટ કનેક્શનનું બરોબર રીતે ધ્યાન રાખો. આ સમય દરમિયાન ઇન્ટરનેટની સ્પીડ સારી હોવી જોઈએ. મોબાઇલ હોટસ્પોટની જગ્યાએ બ્રોડબેન્ડનો ઉપયોગ કરવો જોઈએ. નેટ સારું ના હોવાથી ઇન્ટરવ્યૂમાં મુશ્કેલી આવે છે અને કનેક્શન લો થવાથી તેની અસર તમારા ઇન્ટરવ્યૂ પર થાય છે, ઘણીવાર ઇન્ટરવ્યૂ પૂર્ણ થતા નથી. નેટ સ્પીડની સાથે તમે જે સોફ્ટવેર અથવા ઍપ દ્વારા ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યા છો તેનું પણ બરોબર રીતે નિરીક્ષણ કરવંુ જરૃરી છે. ઉપરાંત તેને ઓપરેટ કરવાની સિસ્ટમ પણ સમજી લેવી જોઈએ.

બૉડી લેન્ગ્વેજ પર ધ્યાન આપો ઃ ઓનલાઇન ઇન્ટરવ્યૂ દરમિયાન તમારી બૉડી લેન્ગ્વેજ ઇન્ટરવ્યૂઅર્સને ઇમ્પ્રેસ કરે છે. માટે આ વિષય પર વધારે ધ્યાન આપવંુ જોઈએ. પોતાની જગ્યા પર શિસ્તબદ્ધ અને ટટ્ટાર બેસીને જ ઇન્ટરવ્યૂ આપવાની રીત યોગ્ય છે. તમારી છબિ અને પોઝિશન સારી દેખાવવી જોઈએ. નર્વસનેસ ભાવ તમારા ચહેરાને નેગેટિવ બનાવે છે માટે જરૃરી છે કે ઇન્ટરવ્યૂ દરમિયાન તમને કોઈ પણ પ્રકારનો ગભરાટ ન થાય. હાથ-પગ કે શરીરની અન્ય મૂવમેન્ટ પર કાબૂ રાખો. જો ઇયરફોન દ્વારા ઇન્ટરવ્યૂ આપવાના હોવ તો પહેલાથી જ તેને સેટ કરવું જરૃરી છે. વાતચીત દરમિયાન વારંવાર ઇયરફોનને ચહેરા પર કે મોઢામાં રાખવાથી ખરાબ ઇમ્પ્રેશન પડે છે. નાની-નાની વાતોને મહત્ત્વ આપીને તેના પર વર્ક કરવું જોઈએ.

એટિકેટ્સ ફોલો કરો ઃ ઇન્ટરવ્યૂ દરમિયાન ધીરેથી વાત કરવી યોગ્ય રીત છે, ધીમેથી અને સ્પષ્ટ બોલવું, કારણ કે ઓનલાઇન માધ્યમમાં તમારો અવાજ ઇન્ટરવ્યૂઅર સુધી પહોંચવામાં ફ્રેક્શન ઓફ સેકન્ડનો સમય લાગે છે. ફેસ ટુ ફેસ ઇન્ટરવ્યૂમાં આ સમસ્યા નથી થતી. ઇન્ટરવ્યૂ પૂર્ણ કરવાની ઉતાવળ કરશો નહીં. ઇન્ટરવ્યૂૂઅર જે કહે તેને ધ્યાનપૂર્વક સાંભળો. ઓનલાઇન ઇન્ટરવ્યૂમાં પણ કપડાંની પસંદગી પ્રોફેશનલી કરો, યુવતીઓ મેકઅપનો ઉપયોગ કરે તો તે વધારે ન થાય તેનું પણ ધ્યાન રાખવું જરૃરી છે.

જગ્યાની પસંદગી ઃ ઇન્ટરવ્યૂ માટે જગ્યાની પસંદગી પહેલેથી જ કરો, જ્યાં બેસો તે જગ્યા પર અંધારું ના હોય, લાઇટનો પ્રકાશ માથા પર ના પડે તેનું ધ્યાન રાખો, પ્રયત્ન કરો કે કુદરતી રોશનીમાં ઇન્ટરવ્યૂ આપી શકો. જો રાત્રિ સમયમાં ઇન્ટરવ્યૂ આપવાનું હોય તો લાઇટની વિરુદ્ધ દિશા પસંદ કરો. શાંત વાતાવરણમાં ઇન્ટરવ્યૂ આપવંુ વધુ અનુકૂળ છે જેના કારણે વાતચીત પર ધ્યાન રહે.

કોઈ પણ ઇન્ટરવ્યૂ પહેલાં પ્રેક્ટિસ કરવાથી તમારામાં આત્મવિશ્વાસ વધશે. માટે રિયલ ઇન્ટરવ્યૂ પહેલાં મૉક ઇન્ટરવ્યૂ જરૃરી છે. બની શકે તો કોઈ મિત્ર, શિક્ષક કે વ્યક્તિની મદદથી ઓનલાઇન ઇન્ટરવ્યૂ આપવાની પ્રેક્ટિસ કરો.
—————-

Leave A Reply

Your email address will not be published.

Translate »