તમારા માટે, તમારી સાથે, સતત…

વિદ્યાની ‘નટખટ’ રિલીઝ થવા તૈયાર

પોતાની આગામી ફિલ્મ નટખટને લઈને ખૂબ ઉત્સુક છે

0 76
  • મૂવીટીવી – હેતલ રાવ

અભિનયથી પોતાના ચાહકોને મંત્રમુગ્ધ કરનારી બોલિવૂડની સાડી ક્વીન વિદ્યા બાલન દર્શકો માટે નટખટ ફિલ્મ લઈને આવી રહી છે. ગત વર્ષે એન ટી રામારાવની બાયોપિક, મિશન મંગલ અને પિંકની રિમેક ફિલ્મમાં યાદગાર અભિનય કરનારી વિદ્યાનું આ વર્ષ ઠીકઠાક રહ્યું છે. તેની ચર્ચિત ફિલ્મ શકુંતલા દેવી પણ સિનેમાઘરમાં રિલીઝ નથી થઈ શકી, પરંતુ ફિલ્મોમાં જેવી દમદાર એક્ટિંગ કરે છે, તેવી જ વિદ્યાની રીયલ લાઇફ પણ છે. હવે તે પોતાની આગામી ફિલ્મ નટખટને લઈને ખૂબ ઉત્સુક છે જે યુ-ટ્યૂબ પર રિલીઝ થવા જઈ રહી છે. વી આર વનઃ ગ્લોબલ ફિલ્મ ફેસ્ટિવલમાં ડિજિટલ પ્રિમિયર માટે પસંદ થયેલી ફિલ્મ નટખટનું પ્રિમિયર બે જૂને થશે. શાન વ્યાસના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ શાન અને અનુકંપા હર્ષે સાથે મળીને લખી છે. વિદ્યા ફિલ્મમાં લીડ રોલ કરશે. એટલું જ નહીં ફિલ્મની પ્રોડ્યુસર પણ વિદ્યા જ છે.

Related Posts
1 of 5

કોરોના વાઇરસ જેવી મહામારીના કારણે દુનિયામાં તમામ ફેસ્ટિવલ્સ રદ કરવામાં આવ્યા છે ત્યારે વી આર વન જેવા ડિજિટલ ફેસ્ટિવલ દર્શકો અને નિર્માતાઓ માટે આશાનું નવું કિરણ છે. વિદ્યા કહે છે, આ પ્લેટફોર્મ પર મારી ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે માટે હું ખૂબ ઉત્સાહિત છું. આ ફિલ્મ મારા માટે ખાસ છે, આ સમયે દર્શકો માટે પણ ફિલ્મ રસપ્રદ બની રહેશે. દર્શકો પણ વિદ્યાની ફિલ્મને હંમેશાં સારો પ્રતિસાદ આપે છે અને મેસેજ આપતી ફિલ્મો દર્શકોને પસંદ પણ આવે છે. જોઈએ, નટખટ કેટલી મજલ કાપે છે.
————.

આથિયા શેટ્ટીનું કમબૅક
બોલિવૂડમાં ઘણા બધા સ્ટાર કિડ્સે એન્ટ્રી લીધી જેમાંથી કોઈ હિટ તો કોઈ ફ્લોપ રહ્યા. હિટ રહેલા કલાકારોની ગાડી પાટે ચઢી ગઈ, પણ વાત કરવી છે ફ્લોપ કિડ્સની, જેમાં આથિયા શેટ્ટી પણ છે. પોતાના અલગ અંદાજથી બોલિવૂડમાં ખાસ જગ્યા બનાવનારા સુનિલ શેટ્ટીની દીકરી આથિયાએ બોલિવૂડના ભાઈજાન સલ્લુમિયાના સહારે  હીરો ફિલ્મથી ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યું હતું, પરંતુ તેણે બોલિવૂડમાં ઝાઝું કાઠું કાઢ્યું નહીં અને ફ્લોપ લિસ્ટમાં પોતાનો સમાવેશ કર્યો. છેલ્લે નવાજુદ્દીન સિદ્દીકીની ફિલ્મ મોતીચૂર ચકનાચૂરમાં પોતાની કારકિર્દીને પણ ચકનાચૂર કરી, પણ ડૂબતાને તણખલંુ હોય તેમ આથિયા માટે બોલિવૂડના સુપરહિટ વિલન ગુલશન ગ્રોવરનો દીકરો સંજય સૂર્યનું કિરણ બનીને આવ્યો છે. સંજય ગ્રોવર કાશ્મીરની એક ફૂટબોલરની બાયોપિક બનાવવા જઈ રહ્યો છે, જેમાં આથિયા લીડ રોલ કરી રહી છે.

ફિલ્મ હોપ સોલોમાં આથિયા કાશ્મીરની વિદ્યાર્થિની અફ્શા આશિકનો અભિનય કરશે. અફશા એક ફૂટબોલર છે, કાશ્મીરમાં થયેલાં પ્રદર્શનોમાં સુરક્ષા જવાનો પર પથ્થર ફેંકતા તેને પકડવામાં આવી હતી. ફિલ્મનું નિર્દેશન રાજકુમાર સંતોષીના સહાયક મનીષ હરિશંકર કરશે અને તેના રાઇટ્સ સંજય ગ્રોવરે ખરીદ્યા છે. આ અભિનયમાં પોતાનું બેસ્ટ પરફોર્મન્સ આપવાના પ્રયત્ન માટે આથિયાએ ફૂટબોલની પ્રેક્ટિસ માટે ક્લાકોના કલાકો પરસેવો પાડ્યો છે. એટલંુ જ નહીં, ગોલકિપર પાસે પણ ટ્રેનિંગ લીધી છે. આશા રાખીએ કે આથિયાની મહેનત રંગ લાવે અને તેની પણ ગાડી પાટા પર ચઢી જાય.
————–

Leave A Reply

Your email address will not be published.

Translate »